ભવ્યા મિલાપ (ભાગ 18) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ભવ્યા મિલાપ (ભાગ 18)

ભવ્યા મિલાપ (ભાગ 18)
(કરુણ મનોસ્થિતિ)

તમે અગાઉના અંકમાં જોયું કે..

ભવ્યા ને છોકરો જોવા આવેછે..ભવ્યા ને મન નથી માનતું કારણકે.. એને મનતો મિલાપ વસ્યો છે...પણ મિલાપ સાથે મેરેજ શક્ય નથી. એવું મિલાપ સમજાવીને પ્રેક્ટિકલ નિર્ણય લેવા કહેછે ..મમી પાપા પણ એને સમજાવે છે.. અને એનો નિર્ણય પૂછે છે..

ભવ્યા ને બધું બોવ જલ્દી થતું હોય એમ લાગે એ નિર્ણય લેવા અક્ષમ હોયછે એને સમજાતું નથી શુ કરવું.. એ એની ખાસ ફ્રેન્ડ ને સઘળી હકીકત કહેછે એ પણ ભવ્યા ને પ્રેક્ટિકલ નિર્ણય લેવા કહેછે..

ચોતરફથી એક જ વાત થતી હોય છે પણ ભવ્યાનુ મન નથી માનતું ઉપરથી મિલાપની વાત થી ઓર દુઃખી થાયછે..
અને હવે જોઈએ આગળ શું થાયછે

તો હવે ભવ્યા વિચારે ચડે છે એને થાય છે કે .. જો લગ્ન શક્ય જ નહતા તો મિલાપે પ્રપોઝ કરવાની જરૂર જ નહોતી.

મિલાપ ને ખબર પડવી જોઈએ કે હવેતો 3 વર્ષ થયાં છે ના એના ક્યાંય એની કાસ્ટ માં ગોઠવાનું ને ના ભવ્યા બીજે મન મનાવી શકી તો એક ભગવાન નો ઇશારો સમજીને મિલાપે એક નિર્ણય લેવો જોઈએ મારી સાથે એની પણ જિંદગી જોડાયેલી છે એ મારું જ તો અડધું અંગ છે..
શુ કામ એ એવું કરેછે.?

એણે ભગવાનની સામે જોયું ને જાણે ફરિયાદ ના સ્વરમાં કહ્યું ભગવાન એની લાગણીઓ નું કૈક કરને એને સમજાવને કે એના લાઈફ માં મારા થી વિશેષ કોઈ નહિ હોય એને મને અપનાવીને સુખી જીવન તરફ પ્રયાણ કરવું જોઈએ એની જગ્યા એ એતો મને જ ખોટી સલાહ આપેછે..

કોઈને સલાહ એવી કેવી આસન હોયછે નહીં..?
મુશ્કેલ તો એને અમલ કરવી હોયછે..

દરેકે ને એ સલાહ કામ આવે જ એ જરૂરી નથી.. એને દુઃખી સ્વરે મનોવિચારિક વ્યથા ભગવાન સામે ઠાલવી ને એના આંખમાં નમી છવાય ગયી.. શુ કામ ભગવાન જે નસીબ માં ન હોય એની સાથે મુલાકાત કરાવતા હોયછે. તમને મજા આવેછે ? મારી ટ્રેજડી મુવી જોઈને?

ને પેલો અમિતાભ નો ડાયલોગ યાદ આવી જાયછે..
" ખુશ તો બહુત હો ના?"

કેટલી વેદના થતી હોયછે એ લોકોને જેનો પ્રેમ એમનાથી દૂર જતો રહેછે..

એટલો દૂર કે ચાહે તો પણ અવાજ નથી આપી શકતા ને પછી...

જિંદગી માં જિંદગી જેવું કંઈ જ રહેતું નથી..

ભવ્યા રડવા લાગે છે..જોરજોરથી આ વખતે એના કાબુ બહાર પરિસ્થિતિ હતી.

કદાચ ભગવાન એની સામે હોત તો એને પણ દયા આવી જાત.. એની મમ્મી જમવા બુમ પાડે પણ એ તબિયત સારી નય એમ કહીને છાનીમાંની રડતા રડતા સુઈ જાયછે.

સવારે ફરી ઉઠતા વેંત જ એ મમ્મી નો પ્રશ્ન બેટા તે પેલી વાત નું શુ કર્યું..

હબે ભવ્યા ને ગળા સુધી આવી જાયછે .

ના પાડી દોને કેટલી વાર કાઉ એકનુએક..તમને સમજાતું નથી..અને એ જોબ પર જતી રહેછે.

મમ્મી એનું આ વર્તન જોઈને ડઘાયી જાયછે..

આખો દિવસ ગમગીનીમાં પસાર થાયછે . બસમાં પણ ભવ્યા બારી બહાર નું વિશ્વ ને તાક્યા કરેછે.. કેટલી ખૂબસૂરતી હોયછે એ કુદરતમાં..!

પણ મનુષ્યમાં એવો કેમ નથી.. કેમ લોકો કોઈની લાગણીઓ સાથે આમ રમતા હશે..એને કાઈ ચેન નથી પડતું ને એના ચહેરા નું તેજ ખોવાય જાયછે..એને ઘેર જવાનું મન નથી થતું કદાચ પાછો એજ પ્રશ્ન હશે મમ્મી નો એકતો પેલો છોકરો મુવો શુ કામ હા પાડી હશે ?મેતો સરખી વાત પણ નથી કરી એની સાથે તો પણ સાવ આમ કોઈ 5 મિનિટ ની મુલાકાત માં અવડો મોટો નિર્ણય કયી રીતે લઇ શકે એક જુગાર જેવું જ કહેવાય ને..લગ્ન.!

બાજી લાગી તો ઠીક નહીતો દેવાદાર..!🙄

ભવ્યા બાજુના મંદિર માં જઈને મન ને શાંત કરવા બેસી પણ આસપાસ કોઈ હતું નહીં ને એટલે એને અનાયાસે અશ્રુઓ પાંપણ નો ઉંબરો ત્યજી બહાર ધસી આવ્યાં..
કોઈ આસપાસ નથી ને એ ચેક કરીને લૂછીને થોડીવાર સ્વસ્થ થયીને ઘેર જવા નીકળી..

એને મમ્મી નો સામનો નહોતો કરવો.. એટલે સીધી રૂમમાં જ જતી રહી અને કામ કરૂં છું એમ કહીને દરવાજો બંધ કર્યો

થોડીવારમાં દરવાજો ખખડાવી મમ્મી અંદર આવી..
બેટા શું થયું છે તને હું જોઉં છું પેલો છોકરો આવ્યો ત્યારની તું પરેશાન છે. તને એ પસંદ ન હોયતો કય વાંધો નહિ આપડે બીજો જોઈએ એક સરસ વાત..

મમ્મી યાર મારે કોઈ છોકરો નય જોવો..ભવ્યા વચમાં જ મમ્મીની વાત કાપતા બોલી.

ભવ્યા તને હું એમ કહું કે થયું છે શું?

ભવ્યા બેટા માં ને નહિ કે? ભવ્યાને માથે હાથ મૂકીને મમ્મી એ પૂછ્યું.

ઘડીભરતો ભવ્યાને થયું કે બધું જ કહી દે પણ પછી નિસાસો નાખ્યો કે મિલાપને જ કાઈ પડી નથી તો એ બધું કહીને કોઈ અર્થ નથી.
ખોટું ટેનશન શુ કામ આપવું.
પણ એને મિલાપ પર ગુસ્સો આવી ગયો..

તારા લીધે મિલાપ હું 3 વર્ષથી આ હાલત માં જીવી રહી છું. કોઈ જાતની અપેક્ષા વગર પ્રેમ ક્યાં સુધી ટકે.
એક દિવસ તો અંત અવશેજ.
એ ખબર હતી છતાં એનું દિલ એ સ્વીકારવા તૈયાર નથી..

મોબાઈલ માં એક ગીત વગાડે છે.
..............................

છુપાના ભી નહીં આતા..
બતાના ભી નહીં આતા.

હમેં ઉનસે મ્હોબબત હે ..
જતાના ભી નહીં આતા..
................................

બસ એકદમ ફિટ હતું સોન્ગ ભવ્યા ની પરિસ્થિતિ ને અનુરૂપ અને ભવ્યા રડું રડું થયી ગયી.

થોડી વાર પછી...

ભવ્યા મનોમન મિલાપ થી દુર થવાનો પ્રયત્ન કરેછે.. મિલાપ રાત દિવસ એને મેસેજ કૉલ કરેછે પણ ભવ્યા ઇગ્નોર કરે છે. અને દરેક વખતે ઇગ્નોર કર્યા પછી એજ દુઃખી થાયછે..

પણ એને હવે આ સં બંધ માં કોઈ ભવિષ્ય ન લાગતા એને દૂર રહેવાનું વ્યાજબી લાગે છે..

મિત્રો.. આગળ ના અંક માં જોઈએ શ થશે?
તમે જ કહો મિત્રો

ભવ્યાના નિર્ણય કરવો જોઇએ?

શુ ભવ્યા એના નિર્ણય પર અડગ રહેશે કે પછી ફરી ઉઠલાયી ગયેલી ટ્રેન સીધા ટ્રેક પર આવશે ..જોઈએ પછી ના એપિસોડ માં ત્યાં સુધી આવજો..