ભવ્યા મિલાપ (ભાગ 7) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ભવ્યા મિલાપ (ભાગ 7)

ભવ્યામિલાપ (ભાગ 8)
(ભવ્યા નું મનોમંથન)

(મિત્રો તમે અગાઉના એપિસોડ માં જોયુ કે ભવ્યા અને મિલાપ ને એક ફેસબુક ટેગ ના કારણે ઝગડો થાય છે અને ભવ્યા ગુસ્સે થાય છે , કારણકે મિલાપ ની વર્તણુક એને અજીબ લાગે છે.એને થાય છે કે...

" મિલાપ મળવા માં પણ ના કહે , ફેસબુક ટેગમાં પણ નાટક કરે,અને લગ્ન નું તો નામજ ન લેવાય .એને લાગતું કેવો છોકરી જેવો નખરા કરે છે એની શુ પ્રોબ્લમ છે "

.અંતે એ દર્દ ભારે નગમે નું ગીત યૂટ્યૂબ પર સાંભળતા અને રડતા રડતા સુઈ જાય છે.. સવારે ઉઠીને રેડી થયી હવે આ બધું વિચારે છે.

એના મનોમંથન ને હવે અપડે આગળના અંક માં જોઈએ)


****


ભવ્યા સવારે જોબ જવા નીકળે છે. બસ મળતા જ વિન્ડો સીટ પર બેસીને બારી બહારની દુનિયા જોયા કરેછે

ગામડાઓની લીલોતરી, ક્યાક રસ્તા માં ગાયો🐐 🐄🐂નું ધણ જતું હોય, ક્યાંક પક્ષીઓ🕊️ 🐦કિલ્લોલ કરતા અહીંતહી ડાળીઓ ,🌴પર ઝુલતા અને ઉડતા નજરે ચડ્યા હોય..

ક્યાંક મોર 🦃એની કળા કરે ત્યારે ચક્ષુ😍ને જોવો ગમે એવું નૃત્ય કરતો હોય.. આકાશ અને ધરતી ની ક્ષિતિજ પર છવાયેલ ખેતરોનો 🌾🌿પાક ક્યાક લચી પડેલી કેરીયો🍋.. વગેરે જોઈ એને આનંદ આવે છે . મન પ્રસન્ન થાય છે પણ અંદરનો ઉદ્વેગ કેમ કરીને શમાવે..?😢

આ ખુશનુમા હવા 😊ને સડસડાટ કરતા બસ 🚌ની સાથે જાણે રેસ લગાવતા રસ્તા ને ઝડપથી આગળ જતાં રહેતા ઘટાટોપ વૃક્ષો🌳🌳 જોઈને એના વિચારરૂપી મનોમંથન માં રહેલી વેદના ના ઘાવ ઓર જાણે મલમ લગાવી રહ્યો હોય એમ એને અહેસાસ થતું

એ મિલાપ ને યાદ કરેછે અને વિચારે છે .ભવ્યા મિલાપ ના વર્તન થી દુઃખી થાય છે એક ફેસબુક ટેગ ને કોઈ આટલું મોટું સ્વરૂપ કયી રીતે આપી શકે ? અને એ પણ એક છોકરો થયીને..? છોકરી હોયતો ઠીક..

મારુ ફેમિલી જોઈ જાય અને સારું ન લાગે ...! સાવ છોકરી જેવા બહાના ..છોકરા તો કેવા બિન્દાસ્ત હોયછે.. આખા ગામને કહેતા ફરતા હોય છે gf વિશે..અને આ સાવ કેવો..કોણ છે એના નાટક એન્ડ ઓલ ધીસ નખરા..

આઈ રિયલી ફેડઅપ ઓફ ઓલ થિસ..એની જોડે વાત જ નય કરવી મારે ભાંડ માં જાય ફેસબુક અને એ પણ.. સમજે છે શું એની જાત ને ..!

જાડીયો. , બેટરી.. મેડી માણસ..હુહ ..😏આઈ હેટ યુ..😡

ઓહ ગોડ...😳 જોને જડિયા ના નખરા..
કેટરીના અને કરિના પણ ઓછા નખરા કરતી હશે . એ સાચેજ એક રાહસ્યમયી છોકરો.. હજુ હું એના વિશે પૂરું જાણતી પણ નથી ને એને દિલ દઈ દીધું.. ડોબા જેવી છું હું પણ એને કીધું ને મળવા દોડી ગયી..

કદાચ એને એમ હશે કે આતો લટટુ જ છે .. એટલે હું જ્યાં બોલવું આવશે ને હું નય જાઉં તોય એને ખોટું નય લાગે અને લાગશે તો પણ શું મારે એની સાથે ક્યાં મેરેજ કરવા..

ઓહ મિલાપ શુ તું આવો છે..? મેં તને આવો નહોતો ધાર્યો. શુ તું મારી વિશે ખરેખર એવું વિચારે છે..?

આવવા દે એનો કોલ એને પણ સમજાવી દઉં હવે કોઈ વહેમ માં ના રહેતો હો..હું ભવ્યા છું ભવ્યા..

હું કોઈ સાવ તું ધારે એવી છોકરી નથી, મારી તો મારા સમાજ માં બોવ ક્રેડીટ છે. કેટલાય માગા આવે છે મને પણ તને ક્યાં અક્કલ છે ..!

હું તને પસંદ કરું એમાં એમને રિજેક્ટ કરું તું ક્યાંરે સમજીશ મારી દિલની વાત .તું મારી કિંમત નય સમજે.😢 સાવ બેદર્દી.. અને એ મોબાઇલ માં મિલાપ નું નામ બદલીને બેદર્દી રાખે છે..

હવે એને પણ મને મનાવવી પડશે નહીતો હું પણ મારે રસ્તે ને એ પણ એને રસ્તે..

અને ભવ્યા વોટ્સઅપ માં સ્ટેટ્સ મૂકે છે...

" યે કેસા હે પ્યાર તેરા.. અકેલે મિલે તો જાન કહે દિયા..
મહેફિલ મેં મિલે તો અંજાન કહે દિયા..😡😡😡😡"

હવે વારે ઘડીએ એ સ્ટેટ્સ મિલાપ જુએ છે કે નય અને જુએ તો શું રીપ્લાય આપે એ રાહ જોવે છે.. એને મન ક્યાંય નય લાગતું. એને ઘડી ઘડી મિલાપ ઓનલાઇન છે કે નય એ ચેક કરે છે

મિલાપ પણ જાણે સાવ બેખબર હોય એમ 2 /3 વાર ઓનલાઇન આવે પણ એના સ્ટેટ્સ નથી જોતો જાણે એને હાથે કરીને હેરાન કરતો હોય એમ.

ભવ્યા ને આ સ્થિતિ અતિ કંટાળાજનક લાગી રહી હતી એની સ્ટોપ આવવા થયું , પણ મિલાપે એને હેરાન કરવાની કસમ ખાધી હોય એમ એને સ્ટેટ્સ ના જોયું. એ ખૂબ અકળાયી ગયી હતી.

એને શુ કરવું સમજ ન આવતી .. ફરી બીજું સ્ટેટ્સ મૂકે છે ..

" બાત કરને કે લિયે વકત નહીં મન હોના ચાહિયે"
# hate u #

આમતો ભવ્યા સમજદાર હતી પણ મિલાપ આગળ બાળક બની જતી અને એ સ્ટેટ્સ મુક્તી અને ક્યારે જોવે એની રાહ જોતી ..અને ના જોવે તો ગુસ્સે થયી જતી..

એનો ગુસ્સો આમતો આઈસ્ક્રીમ જેવો પણ તોય એને કન્ટ્રોલ કરવો ખૂબ અઘરો એને થયું કે સાંજ સુધી જવાબ ન આવે તો વાંદરાને બ્લોક જ કરી દઉં..

શુ થશે આગળ..?

શુ મિલાપ સ્ટેટ્સ જોશે..?

શુ ભવ્યા મિલાપ ને માફ કરશે કે પછી ફરી એક નાનું બ્રેકઅપ
કરશે? જોવો બ્રેકઅપ ભવ્યા નો ગુસ્સો પાર્ટ 2 😁💁 આવતા અંક માં....

સ્ટોરી ને લાઈક કમેન્ટ શેર અને રેટિંગ ⭐⭐⭐⭐⭐ કરો
આજે મારે સ્પેસલ રેટિંગ એટલે શું એ એનો સ્ટાર ⭐ સિમ્બોલ કરીને આપવું પડ્યું..

કારણકે હું જોઉં છું 102 ઉપર વ્યુ થાય છે પણ રેટિંગ 2-4 જ હશે કોઈ ને કદાચ એ ખબર ન પણ હોય એટલે સમજાવું છું. જે 5 સ્ટાર ⭐પ્રતિભાવ છે ત્યાં તમારે ક્લિક કરીને પછી કમેન્ટ લખવી હોયતો લખી શકો છો..એ બિલકુલ ફ્રી છે.😊👍👌
સપોર્ટ મી..

તમારા હોમો ક્વોરોન્ટાઇલ માટે ભગવાન તમને ઘરમાં પુરાય રહેવાની શક્તિ આપે એ અભિલાષા સહ.. આવજો હેલ્થી રહેજો..
ભાવુ જાદવ ના પ્રણામ..