Bhvya Milap (Part 3) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 3)

ભવ્યા મિલાપ ( ભાગ 3)


(બ્રેકઅપ😢)

ગતાંક માં તમે જોયુ કે..

ભવ્યા ને મિલાપ ની પ્રેમ સફર શરૂ થાય છે બન્ને ની કામ ની વ્યસ્તસ્તા માં પણ પ્રેમ ની પધરામણી થઈ ગયી છે બન્ને એકબીજાને મેસેજ ચેટ થી લાગણીઓ નું વહન કરે છે .

એક વાર ભવ્યા ને મળવાનો વિચાર સુજે. એ સરપ્રાઈઝ આપવા માગે છે પણ મોબાઇલ નું જાલિમ નેટવર્ક બન્ને ને મળવાનું અસફળ બનાવે છે..

જોકે બન્ને હાર નથી માનતા ફરી પ્રયાસ કરેછે. મિલાપ ભવ્યાને સ્કૂલમાં ફંક્શનમાં સાડી પેરેલી જોઈને મોહિત થાય છે અને ભવ્યાને મળવાનું કહે છે ..વરસાદ પણ હેલી વરસાવે છે હવે આગળ જુઓ

શુ આ વખતે બન્ને ની મિલન ની ઈચ્છા પૂરી થશે

વાર્તા નો વિસ્તાર વધારીએ ...


આગળ વાંચો...

5 મીનિટ ..10 મિનિટ..15 મિનિટ ..કેટલી રાહ જોવડાવસે આ વાંદરો..

સમય વીતતો હતો પણ ના વરસાદ રોકાતો હતો. ના મિલાપ આવતો હતો..!

ભવ્યા ફોન લગાવે છે .." મિલાપ કેટલી વાર..?"

મિલાપ : અરે સોરી..મને લાગે કે આ વરસાદ રોકાશે નહીં ને હું બાઇક પર આવીશ તો પલળીને બીમાર પડીશ અને કાલ એક જરૂરી મિટિંગ પણ છે એટલે..

એક કામ કર તારા ઘર ના બાજુ માં જે શિવ મંદિર છે ત્યાં એક 5 મિનિટ માટે મળીયે ..

done કહીને ભવ્યા ત્યાંથી નીકળી ને ઘર પાસે ના મંદિરે જાય છે

હજુ પણ મિલાપ કેટલી રાહ જોવડાવે છે ..કોઈ કદર જ નથી એને મારી..કેટકેટલીય ફરિયાદો એને થાય છે..સાથે જ મીઠી મિલન કેરી સપનાઓ ની હારમાળા સર્જાય છે ..

પણ આ શું..?

10 મિનિટ ..20 ..મિનિટ પણ મિલાપ ના કોઈ આસાર નહિ જણાતા ફરી કોલ કરેછે...

હેલો મિલાપ.. કેટલી વાર હું અહી પણ વેઇટ કરીને થાકી છું તું શું કરે છે ...અને કેમ આવ્યો નથી હજુ..?

મિલાપ : ઓહ..યાર... સોરી...

હું કામમાં ને વરસાદમાં ભૂલી જ ગયો કે તને મળવાનું છે ,ને હું ઘેર આવી ગયો છું

હવેતો, મળવાનું પોસીબલ નય થાય .મમી બહાર નય જવા દે.

યાર સોરી... સો .....ઓ ઓ ઓ...સૉરી..

ભવ્યા ને ગુસ્સો આવે છે એના આવેગ ને રોકી નથી શકતી..

જો મિલાપ મળવાનું તે જ કહેલું ને તું જ ભુલી જાય ?

આ શક્ય જ નથી તું કેમ એવું કરે છે..? શુ હું એ લાયક નથી.?

તને હું મળી છું પણ તને કદર નથી મારી..?

અરે ના ભવ્યા એમ નથી..."મિલાપ બોલે છે "

પણ ભવ્યા ને ગુસ્સો આવે છે " એક વાત નય સાંભળવા માંગતી.. તું એવું કરીજ કેમ શકે .મિલાપ?

તને કાય ભાન છે..? હું ક્યારની પહેલા અંબાજી મંદિર માં 20-25 મિનિટ થી વેઇટ કરતી હતી પલળતા વરસાદ માં મને સાડી પણ મેનેજ નહોતી થતી તો પણ મને એમ કે મને મિલાપ સાડી માં જુએ..મને જોતો જ રહી જશે

યુ નો..મિલાપ...? તે મને સાડી માં જોવાની સુવર્ણ તક પણ ગુમાવી છે..તું ખરેખર બદનસીબ છે..!

તને મારા પ્રેમ ની કદર નથી ને એમાં તારો વાંક નથી.

હું જ વધુ પડતી લાગણીશીલ છું,અને તું પ્રેક્ટિકલ એટલે મારે જ સહન કરવાનું આવશે..એ નક્કી હતું

ને એ ઓછું હોય એમ તે અંબામાં ના મંદિરે મને ના પાડી ને શીવ મંદિર માં બોલાવી હું ત્યાં પણ બીજી 20-25 મીનીટ તારી ગાંડા ની જેમ રાહ જોયા કરતી કે હમણાં આવશે હમણાં આવશે ..! પણ..

તું ત્યારે પણ ના આવ્યો..

ઉલટાનું તું સાવ ઉડાઉ જવાબ આપે છે કે તું ભૂલી ગયો ને ઘેર પણ પહોંચી ગયો??

આઈ હેટ યુ મિલાપ..😢

શુ.. આ સંબંધમાં મારી એકલીનો જ રસ છે તારે કય ફીલિંગ્સ નથી તો મને શું કામ પ્રોપોઝ કરેલી??

તું બોવ ...ખરાબ છે મિલાપ.. !

હું ક્યારની ઉત્સાહિત હતી કે આપડે આજ ફર્સ્ટ ટાઈમ મળશું ને કેટલીય વાતો કરીશું.
કેટકેટલું વિચારીને રાખેલું મેં મિલન નું..પણ...તું..!

બસ હવેતો તને જ્યારે મારી પર સાચી લાગણી થાય તોજ ફોન કરજે ..
હું ટાઈમપાસ માં જરાય રેડી નથી..ok bye

અને ફોન મૂકી ને ભવ્યા રડમસ ચહેરે પાછી ફરે છે..

બંને બાજુ મૌન છવાય છે ને પછી ભવ્યા ઘેર જાય છે..ખૂબ રડે છે એની બેસ્ટ ફ્રેન્ડ ને આ વાત કરે છે ને પછી મિલાપ ને વોટ્સએપ માં બ્લોક કરે છે..

બસ... બોઉ થયું આને હવે એકપણ મેસેજ નય કરું

સેલ્ફીશ છે..(મનમાં બબડે છે)

..શુ થશે આગળ ..? શુ ભવ્યા નો ગુસ્સો પીગળસે?

શુ બન્ને વચ્ચે પેચઅપ થશે કે બ્રેકઅપ..?

મિલાપ ભવ્યા ની લાગણી ને સમજશે કે પછી બન્ને ની પ્રેમ કહાની ની નો દુઃખદ અંત થશે..?

વાંચો આવતા અંક માં...

મિત્રો..તમારા પ્રતિભાવો મોકલતા રહેજો
ને સ્ટોરી ને લાઈક કમેન્ટ રેટિંગ કરતા રહેજો

આગળ બોવ બધા ટ્વીસ્ટ આવશે..
મળીયે આવતા અંક માં..👍

.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED