Bhvya Milap (part 5) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 5)

ભવ્યા મિલાપ (ભાગ 5)
(લાગણીઓ નું ઘોડાપુર)

આગળ ના અંકમાં જોયું કે ભવ્યા મિલાપ નું મળવાના ને પછી ભવ્યા નો મિલન નો પ્રયત્ન મિલાપ ની બેદરકારીને લીધે ફેઇલ જાયછે ને પછી બ્રેકઅપ થાય છે. પછી ભવ્યા મિલાપને ગુસ્સામાં બ્લોક કરી દેછે ,પણ મિલાપ એને મનાવવાના પ્રયત્નો ચાલુ જ રાખે છે..

ભવ્યાનો ગુસ્સો ખૂબ હોય છે પણ આખરે પ્રેમતો અનહદ હોયછે અને એ માની જાય છે.. ને ફરી બન્ને ની લવસ્ટોરી નું સ્ટેજ -2 શરૂ થાય છે.

આગળ વાંચો....

ભવ્યા : હેલો મિસ્ટર મિલાપ.

મિલાપ : ઓહ.. મિસ્ટર, કોનો??

ભવ્યા : એટલે .. જનરલી સંબોધન કર્યું છે હા.. બોવ ચગીશ નય..

મિલાપ : અરે પણ ચગુ તો પણ શું વાંધો છે? મારી દોરી તો તારા જ હાથ માં છે ને તું જેમ ઈચ્છે એમ ચગાવજે☺️

ભવ્યા : એવું..?? દોરી મારા જ હાથ માં છે..? જોજે હમણાં કાપી નાખીશ😊.

મિલાપ : તું જેમ કરે એમ મારી રાણી..😍

ભવ્યા : (ઓહ ..રાણી..? આ શબ્દ કેટલો સરસ લાગે સાંભળવામાં ભવ્યા ને મનોમન ખ્યાલ આવ્યો એ ખૂબ ખુશ થયી ગયી અને બોલી )
હા મારા રાજા..બોલો ફરમાઈશ કરો..

મિલાપ : હા છે ને ફરમાઈશ ..તને રૂબરૂ જોવાની , મળવાની. આપડા બબ્બે ટ્રાય તો ફેઈલ ગયા હવે હું કઉ એટલે ,એ દિવસે ,ને એ તારીખે મળવા આવી જજે..!

ભવ્યા : ના હો🙄 .. નથી મળવુ મારે .આજ પછી ફક્ત ફોન માંજ વાત કરીશ..જો મારે વરસાદમાં પલળી ને તારી રાહ જોવાનો કોઈ શોખ નથી ..કે ના તો હવે મળવાની ઈચ્છા.

મિલાપ : જાને જુઠ્ઠાડી ..મનમેં તો લડડું ફૂટ રહે હે ..અને મને ખબર છે તને મળવાની કેટલી ઉત્કંઠા છે

ભવ્યા : ના હો... મિલાપ, હું નય મળું. જો હું એ સમય હજુ ભૂલી નથી તારા માટે બે- બે વાર બેય મન્દિરમાં હું વરસાદ માં પલળતી રહી ને તૂ સાવ બેપરવાહ .. હવે તો મારે નય મળવું એ ફાઇનલ છે.

મિલાપ : અરે એમ ન હોય યાર.. હું માફી માંગુ બોલ ..હવે ભૂલી જા હું હવે પેલાં આવીને બેસીસ તું પછી આવજે..

ભવ્યા : હુતો તને પણ એવું જ કરીશ તું પણ મારી જેમ રાહ જોજે ..ને પછી ઘેર જજે તને ખબર તો પડવી જોઈએ ને એક છોકરીને રાહ જોવડવાની શુ સજા મળે..

મિલાપ : ઓકે મેડમ , તમે એમાં ખુશ તો હું એમ રાહ જોવા પણ રેડી છું. તારા માટે કઈ પણ ગાંડી..

ભવ્યા : તું ગાંડો..😏
સુઇજા હવે રાત બોવ થઈ છે બે વાગ્યા મારે સવારે વેલું જવાનું હોય કામકાજ કરીને તારી જેમ 9 વાગ્યા સુધી સૂઈને 10 વાગે રેડી થયી ને નીકળવાનું નય હોતું..

મિલાપ : હા મારી જાન😘 સુઈ જા તને તકલીફ ન થવી જોઈએ

ભવ્યાને " જાન " શબ્દ સાંભળી ને આંખ માં ઝળઝળિયાં આવી જાય છે. ઓહો..મિલાપ કેટલું સરસ લાગે તારા મોઢે "જાન " શબ્દ..એ મનોમન હરખાણી..🤗😍પણ મિલાપ ને કહી ન શકી. કાશ મિલાપ તું લગ્ન માટે પણ આટલો જ ઉતાવળો હોત જેટલો મળવા માટે અને વાત કરવા માટે હોયછે .
એને મન માં આ રંજ રહેતો કે મિલાપ લગ્ન ની ના પાડે છે પણ એ પોતાની લાગણીઓ રોકી નય સકતી એને મિલાપ અતિપ્રિય હોય છે એક દિવસ વાત ન થઈ તો દુઃખી થયી જાય છે ,જાણે મિલાપ જ એની ખુશીનો આધાર બની ગયો
બસ એટલે એ એની સાથે લાગણીથી પ્રેરાઈને વાત કરે છે..બીજી કોઈ છોકરી હોતતો લગ્ન ન કરવાની વાત થી જ એનથી દૂર થયી ગયી હોત " પણ આતો ભવ્યા હતી લાગણીશીલ ભવ્યા.." ક્યાંક અંશે એક ખૂણે એને આશા બંધાયી હતી કે ક્યારેક તો મિલાપ એના પ્રેમને સમજશે અને માની જશે ને લગ્ન માટે પણ પ્રપોઝ કરશે. ..! એ વિચાર થી જ રોમાંચિત થયી જાય છે અને એને ઉંઘ પણ આવી જાય છે

સવાર પડે છે
આજ ભવ્યા ને મિલાપ વચ્ચે વાતવાતમાં ફેસબુકની વાત થાય છે અને બન્ને ફેસબુકમાં પણ ફ્રેન્ડ બને છે...

હવે વાત નો સિલસિલો વોટ્સઅપ , ટેક્સ્ટ મેસેજ, કોલિંગ થી હવે ફેસબુક મેસેન્જર માં પણ આગળ વધે છે..

બન્ને વચ્ચે ક્યારેક ફની 😆સ્ટીકર ,તો ક્યારેક રોમેન્ટિક😍😘 સ્ટીકર, ક્યારેક fighting😏 ના પણ સ્ટીકર ને ચેટિંગ તો ખરીજ ..!

હવે રાત સિવાય પણ દિવસે વાત થવા લાગી.. કદાચ મિલાપ ને એની ભૂલનું ભાન થયું એટલે એણે બને એટલો ક્વોલિટી ટાઈમ ભવ્યાને આપવા લાગ્યો.

ભવ્યા ખૂબ ખુશ હતી. એને ખૂબ ગમતું મિલાપ સાથે વાત કરવી વિડીયોકોલ માં, ચેટિંગ માં . સામે મિલાપ ની પણ એવી જ હાલત હતી...

બન્ને પરિણય ના પગથિયાં એક પછી એક ચડી રહ્યા હતા ... દિલ માં ઉમંગો નું વાદળ વરસાદ રૂપે વરસવા લાગ્યું હતું.. ભવ્યા નું ચહેરા નું નૂર મિલાપનો પ્રેમ પામીને ઓર તેજ થતુ હતું..

શુ થશે આગળ..?

શુ મિલાપ ભવ્યા ને સમજશે ?

શુ બન્ને ની ફરી મુલાકાત થશે ?

વાંચો આવતા અંક માં😊 like ને રેટિંગ ને કમેન્ટ કરવાનું ભૂલતાં નય


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED