Bhvya Milap (part 10) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 10)

ભવ્યા મિલાપ (ભાગ 10)
(ઇંતેજારી -અદા એક સજાની)

અગાઉના અંકમાં તમે જોયું કે.. ભવ્યા અને મિલાપ બન્ને વચ્ચે ગેરસમજણથી ભવ્યા મૌન બ્રેકઅપ કરે છે..અને બીજા દિવસે સવારે લેટ ઉઠીને ઉતાવળમાં જોબ પર જાયછે અને મોડા મોડા એને ભાન થાય છે કે એ મોબાઈલ ભૂલી ગયીછે

આ બાજુ મિલાપ પણ મિટિંગ અર્થે બરોડા ગયો હતો અને કામની અતિશય વ્યસ્તસ્તાને લીધે ભવ્યા ને મેસેજ નથી કરી શકતો.. એટલે રાતે ભવ્યાનો ભાવુક મેસેજ જોઇને એને તરત રીપ્લાય કરેછે પણ રાત્રીના એક વાગ્યા હોવાથી ભવ્યા સુઈ ગયી હોયછે એટલે રીપ્લાય નથી આપતી અને હવે મોબાઈલ ભૂલેલી ભવ્યા આખો દિવસ બેચેન રહેછે ઘેર પણ આવી જાય છે અને બેટરી લો હોવાથી મોબાઈલ ચાર્જ માં મૂકે છે હવે આગળ..)


ભવ્યાએ મોબાઈલ તો ચાર્જમાં મુક્યો પણ એનું મન વિહવળ છે..મિલપનો મેસેજ જોવા ...

અરે..આ ફોનની બેટરીને પણ અત્યારેજ લૉ થવું હતું ..શુ યાર ભવ્યા આટલી બધી ભૂલકકડ..!

આમતો ઓફિસમાં મોટામોટા હિસાબો લખી નાખે છે અને ઘેર સાવ આટલી નાની ભૂલ કરી .

જોજે હવે ક્યારે બેટરી એટલીસ્ટ 50 % ચાર્જ થાય તો એની સાથે કૉલમાં વાત કરીને મને શાંતિ થાય..

ભવ્યા વારેઘડીએ મોબાઈલ બેટરીં ચેક કરેછે..

5 %..
..

10%..

15..%
.......

ઓહ ગોડ.. આ શું? ચાર્જ થવામાં આટલી ધીમી સ્પીડ કે પછી આજે જ આમ મારી ઇંતેજારી ને લીધે મને ધીમી સ્પીડ લાગેછે..😊
હુંય સાવ પાગલ.. થોડી પણ રાહ નથી જોઈ શકતી

અરે મિલાપ એ મેસેજ કે કૉલ કર્યો જ હશેને..?
અને મેતો હજુ મેસેજ તો શું.મોબાઈલ.પણ હાથમાં નથી લીધો એ મારા વિશે શું વિચારતો હશે..?

શુ એ પણ મારી જેમ બેચેન હશે..
અરે ના એનેતો ઓફીસ ના કામમાંથી ફૂરસદ જ ક્યાં કે મારા વિશે આટલું વિચારે.. એનેતો હું ફક્ત રાતે જ યાદ આવુ.. એના ફ્રી સમયે..

કેવો..મતલબી..!(ભવ્યા મીઠો રોષ વ્યકત કરેછે..)
ભલે ને કરતો એ ઇન્તજાર મારા રિપલાયનો એને પણ કાલની સજા મળવી જોઈએ ને . મને બોવ રાહ જોવડાવી અને કેટલી રડાવી..


****
બેટરી પણ હવે 50% થયી જાયછે અને ભવ્યા દોડીને અગાશીમાં જાયછે

(મોબાઈલ ઓન કરે છે..
ઝડપથી બધા મેસેજ અને બીજી અપડેટ વારાફરતી સ્ક્રોલ થયા કરેછે..ભવ્યા ને એમાં પણ ગુસ્સો આવેછે...અરે જલ્દી પ્રોપર ઓન થા મારા વ્હાલા ફોન મારા " વ્હાલમ " નો મેસેજ આવ્યો હશે એ જોવાનો છે..અને એનો ઇન્તજાર ખતમ થાયછે..મોબાઈલમાં નોટિફિકેશન ટોન વાગેછે અને મિલાપનો મેસેજ આવે..જે એણે ગઈકાલ.રાત્રે મોકલેલો..)


ઓહ..મિલાપ તું એટલો બીઝી હતો ને.. હું ગાંડી શુયે વિચારતી રહી..! અને નાહક કેટલું રડી..ખૂબ વ્યથિત થયેલી નકામી. અને તુરત મેસેજ કરેછે


***


ભવ્યા : " હેલો.."

મિલાપ : હાય. ડીયર.. શુ કરેછે
અને ક્યાં હતી આખો દિવસ, મોબાઈલ પણ ઓફ
હતો..તું ઠીક તો છેને..?

ભવ્યા : હા, બસ મોબાઈલ ભૂલી ગયી હતી ઘેર એટલે અને
આવીને બેટરી પણ લૉ હોવાથી ચાર્જ કરીને હાલ
બસ તારી સાથે વાત કરું

.મિલાપ : ઓહ ..એમ..મને એમકે મેડમે મને કાલની વાત ની
સજા આપીછે.. અને એકતરફી બ્રેકઅપ..
તું પણ શું ભવ્યા આમ બેચેન બની જાય .પ્રેક્ટિકલ
બન આપડે લાઈફમાં ચિંતા નય કરવાની તું
એન્જોય કરને લાઈફમાં ..આટલું બધું ના વિચારીશ

ભવ્યા.: મારાથી નથ થતું..હું લાગણીશીલ છું.. એટલે.
પણ તારે ચિંતા નય કરવાની તને ક્યારેય એમ

હેરાન નહીં કરું..જે દિવસે તું મારાથી કંટાળેને એ દિવસે તું
મને કહી દેજે હું આપોઆપ તારી લાઈફમાંથી જતી
રઈશ.

મિલાપ : જો પાછી.. તારી ગાડી એકજ ટ્રેક માં ચાલે છે.
અરે આટલું બધું આગળ ના વિચાર કાલ કોણે જોયું
છે?અને આપડે ક્યારેય જુદા નય થઈએ કદાચ મારા
કે તારા અન્ય જગ્યાએ મેરેજ થાશેને તો પણ હું તને
બોલાવીશ..

ભવ્યા : જાને બેશરમ.. હું એવું નહીં કરું..હુતો મારા પતિદેવ
ની પતિવ્રતા નારી જ બનીશ.. તને યાદ પણ નહીં કરું
બોલવાનું તો દુરની વાત થયી.

મિલાપ : તું ના બોલાવતી , હું બોલાવીશ..😜

ભવ્યા : પગલા જાને..સુઇજા

મિલાપ : અરે ખરા બપોરે સુવું ? એવા મારા નસીબ ક્યાં?
પણ હા હું તને ચાહું છું અને તું મારી આદત બની ગયી છો. તેં નહીં છોડું ક્યારેય. ફ્રેન્ડશિપ આજીવન નિભાવીશ

આ પ્રોમિસ આપું તને આજ..
ચાલ બાય કામ છે થોડું.પછી વાત કરું.

અને ભવ્યા ખુશીથી ઉછળી પડેછે ..

હવે બન્નેની ગાડી પાટા પર આવી ગયીછે ..જોઈએ હવે આગળ કોઈ વળાંક આવેછે કે પછી..એક ઓર બ્રેકઅપ..
રાહ જોવો આગળના ભાગ ની

મિત્રો આજ ઓવરટાઈમ બોવ થયી ગયેલ છે..ઊંઘ પણ આવેછે, ઓકે.. આગળનો એપિસોડ માટે તમે પણ ઇંતેજારી કરો.
ત્યાં સુધી આવજો..
ટેકકેર☺️

#$tay @t home👍


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED