Bhvya Milap (part 8) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 8) 

ભવ્યા મિલાપ ( ભાગ 8)
( મૌન બ્રેકઅપ પાર્ટ - 2)

આગળના ભાગ માં જોયું કે ...

ભવ્યા અને મિલાપ ના ફેસબુક ટેગ નો ઝગડો ભવ્યા ના દિલ પર કારમો ઘા કરી ગયો હતો..જ્યારે .મિલાપ સાવ બેખબર બેફિકરાઈ થી સાવ હળવાશથી લે છે, એને ભવ્યાની મન ની વ્યથાની પણ ચિંતા નહોતી . સાવ બેદરકારીભર્યો વ્યવહાર હતો ભવ્યાની ભાષામાં કહીએ તો, .. એ પ્રેક્ટિકલ માણસ ભવ્યા જેવી અતિ લાગણીશીલને ક્યારેય નય સમજી શકે એવો "બેદર્દી ". જે સવારે પણ એનું સ્ટેટ્સ જોતો નથી.
એકબાજુ એને એમ કે પ્રેમ કરું છું પણ બીજી બાજુ એ જ પ્રેયસી નો સ્ટેટ્સ ઓનલાઇન હોવા છતાં ના જોવે કે ના મેસેજ કરે છે..ભવ્યા ખૂબ દુઃખી થાય છે હવે જોઈએ આગળ શું થાય છે...)

આજ જોબમાં પણ ભબ્યાનું મન એકાગ્ર નથી થતું, એની નઝર વારે ઘડીએ મોબાઈલ પર જ જાય છે..કે ક્યારે મિલાપ નો મેસેજ આવે .. એક મેસેજ ટોન આવતા જ એ સફાળી થયીને મોબાઈલ ચેક કરે છે.. પણ એ મેસેજ એની ફ્રેન્ડ નો હતો. ..ફોરવર્ડ જોક્સ

એને એની ફ્રેન્ડ પર ગુસ્સો આવ્યો.. આને અત્યારે જ જોક્સ મોકલવો હતો..એને ખબર નય પડતી..?

ક્યાંથી ખબર હોય એને બિચારીને ..?
મિલાપ એ જ ફ્રેન્ડ્સ ને કહેવા જેવું રાખ્યું જ ક્યાં છે .. લગ્ન ન કરવાની શરત છે એટલે કોઈ ફ્રેન્ડ્સ ને પણ ખુલીને એના દિલની વાત નથી કહી શકતી, કે જેથી એનું મન હળવું થાય .. અત્યંત ઇંતેજારી અને પ્રેમ ના મીઠા દર્દ વચ્ચે પીસાતી ભવ્યા ખુબજ વ્યથિત થાય છે એના ચહેરા પરનું તેજ ઉડી જાય છે..

એક સ્ટાફ ના બહેને પૂછ્યું ..શુ થયું ..?

આજ કેમ બોલતી નથી.. સવારે તે ગુડમોર્નિંગ પણ ન કીધું અને આ જો તે સરવાળા માં પણ ભૂલ કરી. શુ થયુ ઘેર મમી કે કોઈએ કાઈ કહ્યું ..?

અરે ના એમજ ..અને ભવ્યા ચુપ રહે છે અને ભૂલ સુધારીને ફરી સેલરી સ્લીપ બનાવે છે.. અને ઇ-મેઈલ કરી દે છે..

" અંતરના આર્તનાદ નો સાદ કોને કહું..?
એ ના કરે મને યાદ તો કોને કહું..? "

એ ટાઈપ કરે છે મેસેજ પણ પાછું ડીલીટ કરી દે છે..

આજતો એનો મેસેજ આવેને તો જ રીપ્લાય કરું મને કેટલી વેઇટ કરાવે છે..એને પણ ઇન્તજારનો લુફત મળવો જોઈએ ..! અને ભવ્યા મોબાઈલ મૂકી ને કામ પર ધ્યાન લગાવે છે.. કામ માં સાંજ પડી જાય છે અને ભવ્યા ઘેર જવા નીકળે છે..

ફરી બસમાં એજ વિચારો..શું મિલાપ ને મારી આટલી પણ નથી પડી.. એક મેસેજ નથી એટલું એટીત્યુડ.. સમજે છે શું એની જાતને.. બેદર્દી..😢

બસ હવે મોબાઈલ જોવો નથી ,જોવું ત્યારે દુઃખ થાયને કે ઓનલાઇન છે ને મેસેજ નય કરતો..

ઘડીવાર માં તો એને બ્લોક કરવાનું મન થાયછે, પણ પછી ટાળે છે કે, સાંજ સુધી રાહ જોઉં.. અને એની ફેવરિટ બારીમાંથી બહારની પ્રકૃતીને જોયા કરેછે.. થોડું મન શાંત થાયછે..

ઘેર આવી યંત્રવત કામ પતાવી ટીવી જુએ છે. રાતના ૯ વાગ્યા પણ હજુ મિલાપ નો મેસેજ કે સ્ટેટ્સ રીડ નથી.. ભવ્યા એક નિસાસો નાખે આંખના ખુણા ભીના થયી જાયછે..કોઈ જોઈ ના જાય એ રીતે આંખો ચોળીને સાફ કરી દે છે.

હું જ પાગલ છું એને તો મારી પડી જ નથી.. જો પડી હોત ને તો એણે મને એકવારતો યાદ કરી જ હોત.. આમ કારણ વિના ચૂપ ન હોત. એને ઘડીમાં તો કારણ પૂછવાનું મન થયું કે, " મિલાપ શુ ભૂલ છે મારી કે તું આવું બીહેવ કરેછે..શુ તને મારી લાગણીઓની જરાય પડી નથી..?" 😢 અને રડતા રડતા સુઈ જાય છે.

સવાર પડતાજ પેલો મોબાઈલ ચેક કરે છે .પણ કોઈ મેસેજ નથી આવતો ..એટલું કે મિલાપ નું ડીપી પણ દેખાતું બંધ થયી જાય છે.. 😢

ભવ્યા અતિવ્યાકુળ થયી જાય છે " ના કોઈને કહી શકે ના રહી શકે.."

આજ એને જોબ પર પણ જવાનું મન નથી થતું ભારે હૃદયે એ જોબ પર જાય છે પણ સતત મિલાપના વિચારો એના કાળજા ને વીંધીને આરપાર થતા હોય છે..

શુ મિલાપ ને બીજી કોઈ મળી ગયી છે..શુ એને મને તરછોડી દીધી છે ?શું એ ઓનલાઇન હોયને મને મેસેજ નય કરતો એ સીધું ઇગ્નોર કરીને મને ઇશારો કરી રહ્યો છે કે, એ હવે કોઈ સંબંધ નથી રાખવા માંગતો. કદાચ સામે કાઈ કહીં ન શકતો હોય એટલે..

કેટકેટલા વિચારો ભવ્યના મગજમાં સતત વહેતા પાણીની જેમ આવ્યા કરતા હતાં. એને સાંજે વિચાર્યું કે હવે આજે તો વાત કરીશ જે હોય એ..

અને ઘેર જવા નીકળી જતા સમયે એણે ફરિયાદ ના સ્વરમાં મેસેજ ટાઈપ કર્યો..

મિલાપ..તારી મન ની વાત હું જાણતી નથી કે કેમ તું આજ ચુપછે પણ હું અતિ વ્યાકુળ છું આજ મને કાઈ જ મન નથી થતું તારા વગર એક એક મિનિટ એકએક વર્ષ જેવી લાગે છે. મારુ કામ માં મન નય લાગતું તારાજ વિચારો આવેછે સતત હું તને યાદ નથી આવતી કે શું?

" તારા મનમાં જે હોય કહી શકે છે મને દુઃખ નહિ થાય જો તને મારી સાથે ન ફાવતું હોયતો હું હવે પછી કોઈ મેસેજ નય કરું નમ્બર પણ ડીલીટ કરી દઉં .ફાઇનલી બ્રેકઅપ .


તારા જવાબ ની રાહમાં..તારી ભવ્યા


અને લાસ્ટ લાઇન " તારી ભવ્યા " ડીલીટ કરીને ખાલી "ભવ્યા" જ લખીને સેન્ડ કરેછે..

હવે રાહ જોવે ક્યારે મિલાપ મેસેજ વાંચે..

શુ લાગે છે મિત્રો તમને મિલાપ સાચેજ ભવ્યથી છુટકારો ઈચ્છે છે કે પછી બીજું કોઈ કારણ એનું ભવ્યાને ઇગ્નોર કરવાનું..?

જોઈએ આવતા અંક માં..
ત્યાં સુધી ઘરપે રહે સુરક્ષિત રહે..👍
ખુલ કર જીયે..
જય હિન્દ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED