ભવ્યા મિલાપ ( ભાગ 19)
(અબોલા)
તમે ગતાંક માં જોયું કે....
ભવ્યા અને મિલાપ એકબીજાથી વિરુદ્ધ સ્વાભાવના હોવાને લીધે ભવ્યા ને હંમેશા તકલીફ પડીછે .. પ્રેક્ટિકલ મિલાપ ના વ્યવહાર થી ભવ્યા ખૂબ દુઃખી છે.. એને છોકરો જોવા આવે ત્યારે મિલાપ હા પાડવા કહેછે.. સાથે સાથે ઘરના લોકો અને ફ્રેન્ડ પણ એજ સલાહ આપેછે પણ ભવ્યા મિલાપને ભૂલી નથી શકતી તો બીજી બાજુ એના વ્યવહારથી દુઃખી હોઈ એની સાથે વાત પણ કરી શકતી નથી, એને ગુસ્સો હોયછે એટલે મિલાપ ના ફોનકૉલ મેસેજ ઇગ્નોર કરેછે અને એણે મિલાપ સાથે અબોલા લીધા છે.
હવે જોઈએ આગળ..
ભવ્યા ને મિલાપ જોડે વાત કરવાની ઈચ્છા નથી થતી, કયી રીતે થાય મિલાપે પહેલાથી જ એક લક્ષ્મણરેખા બન્નેના સંબંધ માં દોરી હતી જેને પરિણામે આજ ભવ્યા વેદનાના અતિ સંવેદનશીલ તબક્કામાંથી પસાર થયી રહી હતી.. ના તો એ બીજા કોઈને લાઈફમાં સ્વીકારી શકતી નાતો એને મિલાપ અપનાવતો..હા, વાતચીત કરતો પણ ક્યાં સુધી વાતચીત ચાલે એક દિવસ તો કોઈ નિર્ણય પર આવવું પડેને..?
અને ભવ્યા એ એક નિર્ણય લીધો ..હું મિલાપ સાથે જેટલી વાત કરીશ એટલી વધુ દુઃખી થયીશ મિલાપ ને તો ફરક નય પડે એ પ્રેક્ટિકલ એટલે પણ મારુ જીવન અસ્તવ્યસ્ત થયી જશે ..હું બીજા કોઈને જીવનમાં સ્વીકારી નહિ શકું..એટલે મારે મિલાપ થી વાત બંધ કરી દેવી જોઈએ અને ભવ્યા એના નિર્ણય પર અડગ છે..
અને સ્ટેટ્સ મુકેછે..
" કેટલાક સંબંધ ને ગમે તેટલા પ્રેમથી સજાવો.
આખરે એ સાબિત કરી જ દે છે કે, એ પારકા જ છેં"
મિલાપ તરત જોવે છે પણ એની રીપ્લાય આપવાની તાકાત નથી..
એ પણ મજબૂરી દર્શાવતી શાયરી મૂકે છે. ભવ્યા વ્યૂ કરીને રીપ્લાય આપેછે
રેવા દે તું ..જેને સંબંધ સાચે જ નિભાવો હોય એ મજબૂરી ના બહાના ના કરે..
મિલાપ નિશબ્દ રહેછે.
આખરે ભવ્યા અને મિલાપ ના અબોલા પાકા થયી જાયછે
મિલાપ પણ એને યાદ કરીને રોજ ગુડમોર્નિંગ અને ગુડનાઈટ મેસેજ જોક્સ બધું મોકલતો જ પણ ભવ્યા રીપ્લાય આપવાનું બંધ કરેલું. એ ખુશ તો નહોતી પણ હવે મિલાપ સાથે રહીને ખોટી આશા બાંધવાનો એને કોઈ માર્ગ નહોતો જણાતો..
એ સમજી ગયી હતી કે..
હવે મિલાપ માટે એણે ખોટી આશ રાખવાનો કોઈ મતલબ નથી. એ સમય હવે એને આગળ વધવામાં ગાળવો જોઈએ જેથી એ અન્ય પુરુષ ને પોતાના જીવનમાં સહજ સ્વીકારી શકે..એને મિલાપ સાથે સતત 6 મહિના સુધી વાત નહોતી કરી..
એનું.મન શાંત થવા લાગ્યું હતું મિલાપ પણ હવે મૅસેજ નહોતો કરતો
સમય નું ગાડું આગળ ધપેછે.
ભવ્યા ને છોકરા જોવાનુ ચાલુ થાયછે .. ભવ્યા પ્રયત્ન કરે છે પણ સફળ નથી થતી. દરેક છોકરાને જોઈને એમાં મિલાપને શોધતી હોયછે.. અને અંતે નિરાશ થાય છે.. રોજ મિલાપનું ઓનલાઇન અને લાસ્ટસીન ચેક કરવાનું ભૂલતી નથી..
એકવાર દિવાળી નો સમય આવેછે..
અને ભવ્યા ને ભૂતકાળમાં લિન થાય છે
ભવ્યા બધું યાદ કરેછે મિલાપ ગયી દીવાળી પર આપડે મળેલા કેટલો મસ્ત સમય હતો. તું અને હું નાનકડી પણ સ્વપ્ન સમી મુલાકાત .
" મિલું" તું કેટલો મારી નજીક હતો.! એ દિવાળી આપણે સાથે મનાવેલી ખૂબ જ ઉત્સાહ અને પ્રેમ સાથે અને આ વખતે ..!
શૂન્યમનસ્ક ચહેરે એ આસપાસ સોસાયટીમાં ફૂટતા ફટાકડા જોઈને એને આંખમાં પાણીનો ઉંભરો આવી જાયછે.
એ દોડીને રુમ માં જતી રહેછે
ત્યાંજ એના મોબાઈલ માં મેસેજ ટોન વાગેછે..
મિલાપ નો મેસેજ હોયછે
"હેપી દિવાળી.."
મિત્રો શુ થશે આગળ.?
શુ બન્ને ફરી સાથે થશે ભવ્યા પીગળી જશે ને પ્રેમ ગાડી આગળ ધપસે કે પછી બીજું કાંઈ..? તમે તમારી રીતે અનુમાન લગાવો..અને ત્યાં સુધી આવજો
લોકડાઉન નિયમ પાળજો..