ભવ્યા મિલાપ (ભાગ 17)
(પેરન્ટ્સ નું પ્રેશર)
તમે અગાઉના અંકમાં જોયું કે ..
ભવ્યા અને મિલાપ બન્ને મિલાપનો બર્થડે હોવાથી નાની અમથી મુલાકાત કરેછે અને સાથે દિવાળી પણ હોવાથી વીડિયો કૉલ માં વાત કરીને વિશ કરેછે. બધું જ વ્યવસ્થિત થયી ગયું છે બન્ને વચ્ચે.. પણ હવે મોટું ટ્વિસ્ટ આવવાનું છે..
ભવ્યાને છોકરો જોવા અવવાનો છે . જોઈએ હવે શું થશે
ભવ્યા ભવ્યા બેટા ઉઠને જલ્દી રેડી થા..
મમ્મી શુ છે તારે..? આજ તો રવિવાર છે સુવાદેને શાંતિ થી.
અરે બેટા , તને છોકરો જોવા આવવાનો છે..
શુ કીધું મમ્મી?? તને ખબર છેને મારે હાલ નય કરવા મેરેજ તમે લોકો યાર ક્યારે સુધરશો??
કેટલી વાર સમજાવું કે.. હવે અમારી પણ ઉંમર થયીછૅ અને તારે હવે તારી જિંદગીનું વિચારવું જોઈએ ક્યાં સુધી આમ તું એકલી રહીશ..? છોકરો MBA થયેલો છે સારું ઘર છે અમદાવાદમાં જ અને જોબ ને પણ કોઈ પ્રશ્ન નથી એને અમે એનું ઘર પણ જોયું છે સારું છે ને છોકરો પણ સરસ છે..પછી શું જોવાનું હોય?
અરે યાર તમને ગમ્યુ એટલે મને ગમે જરૂરી નથી..
(મનેતો જે ગમે એ દિલમાંથી ખસતો નથી શુ કરું એનું .ભવ્યા મનમાં જ બોલે છે)
અરે ભવ્યું જોઈ લેવામાં શુ વાંધો છે તમને બન્ને ને અનુકૂળ આવે તોજ આગળ વાત કરવાની છે..ઓકે ચાલ રેડી થા..
અને ભવ્યા મને-કમને રેડી થયી ગયી.
પિંક કલર ના સલવાર માં કાજલ અને લિપસ્ટિક કરી કોઈ મેકઅપ- પાવડર ના કર્યો જેવી છુ એવીજ રહીશ ભલે ને ભાગી જતો મારે ક્યાં એની સાથે લગ્ન કરવા..અને ભવ્યા માનમાંજ બોલીને મલકી.😊
એક સેલ્ફી લઈને સ્ટેટ્સ માં મૂકી..થોડીજ વારમાં મિલાપ નો રીપ્લાય આવ્યો ..
૦પિન્કી બેબી અજતો રેડી થયીને કાય💕
ક્યાં જવાનું?? તે આમ ચકાચક થયી ગયી પિંક લિપ્સ મસ્ત લાગે😘👌
અને ભવ્યા ખૂબ ખુશ થાય છે.. અને બોલેછે.. બસ લગ્ન કરવા જાઉં છું ..તને પણ આમંત્રણ આપું છું આવી જજે આશીર્વાદ આપવા😏
ઓહ ..મને કીધું પણ નહીં વેલા તો ગિફ્ટ લાવત😢 એવું કરવાનું સાવ મને પારકો કરી દેવાનો કોઈ બીજું મળે એટલે
ભવ્યા : હાસ્તો
મિલાપ : અલા છોડ મજાક બોલ ક્યાં જાયછે
ભવ્યા : ક્યાંય નહીં, આતો છોકરો જોવા આવે છે
( ભવ્યા હાથે કરીને મિલાપ ને કે છે એ જાણવા માંગે કે મિલાપ નો હું રિએક્શન હશે?
પણ એના આશ્ચર્ય વચ્ચે મિલાપ તો કોઈ રીએક્ટ કર્યા વગર ઓલ ધ બેસ્ટ કે છે.. અને ભવ્યા ને ગુસ્સો આવી જાયછે)
થોડીવારમાં છોકરો આવી ને મહેમાન ગતિ કરેછે બન્ને વાત કર ને પછી છૂટા પડેછે.
સાંજે ભવ્યાને મિલાપ પૂછે કેવી રહી મિટિંગ
જવાબમાં ભબ્યા ગુસ્સા વાળું ઈમોજી મોકલે😡
મિલાપ કેમ નતો સારો
ભવ્યા: સારો પણ મારું મન તો કોઈ બીજાને જ..
મિલાપ : એમ કોણ છે..?
ભવ્યા : તું જાણે છે શું કામ નાટક કરેછે
મિલાપ : જો ભવ્યા તું જે ઈચ્છે એ પોસીબલ નથી એટલે નાહક તું મારી કોઈ રાહ ન જો તું તારા ભવિષ્ય નું વિચાર ખોટું જે નથી થવાનું એની પાછળ શુ સમય બગાડે..
છોકરો સારો હોયતો હા પાડી દે
અને અપડે ફ્રેન્ડ તો રહીશું જ ને જો તું ઈચ્છે તો.તને તકલીફ થાય એમ નહીં કરું.
તકલીફ તો ઓલરેડી આપીજ છે મિલાપ લાઈફ માં આવીને.. હવે કોઈ ઈલાજ નથી એનો..જવાદે તું નહિ સમજે
મિલાપ : oke by
ભવ્યા ને મિલાપ ની વાત નું દુઃખ થાયછે આમ સાવ આવું કેવી રીતે કહી શકે..? એમજ શુ એવું કહી દે એ એમે જરાય મારા માટે લાગણી નહીં હોય. એને દુઃખ નહિ થયું હોય મને જોવા આવે તો ઉપરથી એ મને હા પાડવાની સલાહ પણ આપે. ભવ્યા ને મનમાં ઘણી ઉથલ-પાથલ થવા લાગી છે.એ ટેનશન માં આવી જાયછે
સાંજે બધા જમવા બેસેછે એટલે ભવ્યા ને એની મમ્મી પૂછે છે.બેટા છોકરાની ' હા 'છે તારો શુ જવાબ છે..?
ભવ્યા : ને બોલવાનું મન નથી થતું પણ પાપા એ ફરીવાર પૂછતાં એ ના પાડે છે.
પાપા કારણ પૂછે છે ..કેમ ?
બસ ના ગમ્યો..
એટલે સારું ભણેલો છે જોબ ઘર વેલસેટ છે તને શું પ્રોબ્લેમ છે..
કારણ વ્યાજબી આપ..
ભવ્યા ના જ પાડે છે બસ ને વાત કરતા નેચર સારું ન લાગ્યું એમ કહીને વાત ટાળી દેછે..
સમજાવ આ છોકરીને આમ ક્યાં સુધી ચાલશે? આવુ ઘરબાર ફરી મળે ન મળે ..સંસ્કારી છે છોકરો..પપ્પા મમ્મી ને સંબોધીને કહેછે..
ભવ્યા ત્યાંથી ઉઠીને જતી રહેછે..
ઓલરેડી મિલપના વ્યવહાર થી દુઃખી હોયછે એમ પેરન્ટસ ઉમેરો કરેછે .. ભવ્યાને શુ કરવું સમજાતુ નથી..એ બેડ પર પડ્યા પડ્યા રડે છે અને ક્યારે આંખ લાગી જાયછે અને સુઈ જાય છે ..
સ્વરે મિલાપ નો ગુડમોર્નિંગ મેસેજ જોઈને રીપ્લાય નથી
આપતી
કાલની વાતનો રોષ છે હજુ.? મિલાપ પૂછે છે
ભવ્યા કોઈ રીપ્લાય નથી આપતી એને એક ખૂણે મિલાપ સાથેની લગ્ન માટે ની આશા ઠગારી નીવડે એ અહેસાસ થાય છે.
એને વાત કરવાની ઈચ્છા નથી થતી એટલે એ જોબ પર જતી રહેછે ..જોબ પર પણ ખાસ ફ્રેન્ડ ને વાત કરેછે એ પણ એમ કહેછે કે આ સંબન્ધ ની કોઈ ભવિષ્ય નથી ભૂલી જવાનું કહેછે સાંભળીને ભવ્યાની આંખમાં ઝળઝળિયાં આવી જાયછે. એનું દિલ તૂટી જાયછે..
ઘર માં મમ્મી પાપા નું પ્રેશર મિલાપ નો વ્યવહાર ને ફ્રેન્ડ ની સલાહ વચ્ચે અટવાયીને ખૂબ વ્યથિત થયી જાયછે એને શુ કરવું એ સમજાતું નથી..
મિત્રો તમારા મતે ભવ્યા એ શું કરવું જોઈએ?
ભવ્યા નો શુ નિર્ણય હશે?
શુ એ મિલાપ સાથે સંબન્ધ જારી રાખશે કે પછી અહીજ અંત આવશે.
જોઈએ આવતા અંકમાં...
આવજો લોકડાઉન એકસ્ટેન્ડ થયું છે આજે ,
તો એનો આનંદ માણજો. ખુશ રહેવાનું છે ઘેર રહેવાનું છે
નિરાશા ને તિલાંજલિ આપીને આશા સાથે કોરોના ને ભાગવાનો છે.. તમે મારી સાથે છોને..?
# સ્ટે હોમ 👍
# સ્ટે સેફ 💪
જય ભીમ✍️💕🌹