Bhvya Milap (part 6) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 6)

ભવ્યા મિલાપ (ભાગ 6)
(ફેસબુક પર લડાઇ)

આપણે આગળ ના અંક માં જોયુ કે , ..

ભવ્યા અને મિલાપના પ્રેમ દિવસે દિવસે વધતો જાય છે..મેસેજ, વોટ્સઅપ ચેટ, ફેસબુક માં પણ ફ્રેન્ડ બને છે અને સ્ટીકર ને વિડીયોકોલિંગ કરેછે

ભવ્યા સાતમાં આસમાને વિહરે છે.. મિલાપ પણ ખુશ છે એ મળવા કહે છે પણ ભવ્યાનો બે-બે વાર ટ્રાય ફેઈલ ગયો હતો અને એની કડવી યાદો એને ફરી અનુભવવી નહોતી અને ભવ્યા જિદ્દી પણ હતી. એટલે એ મળવા સ્પષ્ટ ના પાડે છે પણ મિલાપ ને મળવા નું કહે છે ચાલો જોઈએ શુ થશે

શુ મિલાપ માનવી લેશે મળવા માટે..? કે પછી ભવ્યા ની જીદ જીતશે.?

જોઈએ આગળ...

તો હવે બન્ને ફેસબુકમાં પણ ફ્રેન્ડ બની ગયા હોય છે ભવ્યાને ફેસબુક માં એક મસ્ત " પ્રેમ નો પાસવર્ડ "ના પેજ પર પ્રેમ રિલેટેડ પોસ્ટ મન થાય છે કે હું પણ ફેસબુકમાં મુકું અને મિલાપ ને ટેગ કરું..

એ મિલાપ ને પૂછવા નથી રહેતી એને સરપ્રાઈઝ આપવા માંગે છે એટલે સીધોજ ટેગ કરી દે છે અને મિલાપ ના રિએક્શન ની રાહ જોવે છે ..

લગભગ કલાક પછી ભવ્યાને મિલાપ નો મેસેજ આવે છે.. ફેસબુકમાં મેસેન્જર પર ..

ભવ્યા તે મને ફેસબુકમાં ટેગ કર્યો છે..?

હા ..ભવ્યા રીપ્લાય આપે છે

મિલાપ : અત્યારે ને અત્યારે જ એ પોસ્ટ ડીલીટ કરી દે..

ભવ્યા : અરે, પણ કેમ?

મિલાપ : તું સવાલ પછી કર બસ અત્યારેજ ડીલીટ કરી દે..પ્લીઝ

ભવ્યા : અરે યાર મેં કેટલી સરસ પોસ્ટ મૂકી છે તને ખુશી થશે એમ સમજીને ..પણ તું😢

"અરે યાર ડીલીટ કરને " મિલપે લગભગ અણગમા ભર્યા સ્વરમાં કહ્યું..

ભવ્યા પણ ઓકે કહીને દુઃખી હૃદયે પોસ્ટ ડીલીટ કરેછે.

મિલાપ : થેંક્યું કહેછે.

ભવ્યા દુઃખી થયી ગયી કેવો છે એ છોકરો સાવ વિચિત્ર જોને મેં કેટલા પ્રેમથી પોસ્ટ મુકેલી કે એ જોઈને ખુશ થશે પણ આનેતો.. આ રહસ્યમયી છોકરો છે .. ક્યારેક મળવા બોલાવી ને ના આવે..

ફેસબુક માં પણ ટેગની પોસ્ટ ડીલીટ કરવાની પણ કેવી જીદ પકડી

કય આવું તો હોતું હશે? કોઈ છોકરો સાવ આવો કયી રીતે હોઈ શકે

છોકરો ઉપરથી એની ' gf ' ને ટેગ કરે ને આતો સાવ છોકરીઓ થઈ પણ જાય એવો છે. શુ જોઈને મેં વળી આને હા પાડી..

મને લાગે મેં બોવ મોટી ભૂલ કરી દીધી છે ઉતાવળમાં હા પાડીને..

મિલાપ તું હવે કારણ કે મને કેમ ડીલીટ કર્યું?

અરે .. ફેઅબુક માં મારા ફેમિલી મેમ્બર્સ પણ હોય છે એટલે એ જોઈ જાય તો ખરાબ લાગે અને મને પ્રોબ્લમ થાય યુ નો..! આપડી વચ્ચે નો રીલેશનને આમ છડેચોક જાહેર ના કરાય.

છડેચોક ?? શુ બકે છે તું.😡

એક સિમ્પલ ટેગ કર્યું છે કોઈ પ્રપોઝલ નથી મૂક્યું તારા વૉલ પર સમજ્યો અને બોવ વહેમ હોયતો કાડી નાખજો મિસ્ટર મિલાપ , આ ભવ્યા છે કોઈને ના ગમે તો પરાણે નય વળગે.
જો ના ગમતું હોય તો સીધું જ કઇ દેવાનું એક મિનિટ નય થાય તારી લાઈફમાંથી નીકળી જતા મને.

અને ટેગ તો શું ?પણ એ ફેસબુકમાં ફ્રેન્ડલીસ્ટ માંથી પણ ડીલીટ કરી દઉં છું તને ઓકે ને.
ઓકે. બાય.

અને એને ખોટું લાગે છે ..ગુસ્સો આવે છે

મીલાપ : અરે આટલો ગુસ્સો કેમ કરેછે. પાગલ
મારો કહેવાનો એ અર્થ નહોતો.. ખાલી મારી ફેમિલીમાં આ વાત જાણીને મનેતો ઠીક તને બધું પ્રોબ્લમ થશે. અને હું નથી ઇચ્છતો કે તને કોઈ પ્રોબ્લમ થાય
ભવ્યા : અહાહા.. શબ્દો ને મધ માં લપેટીને બોલતા સારું ફાવટ છે . માર્કેટિંગ ફિલ્ડમાં બ્રાન્ચ મેનેજર ખરો ને પાછો.. મીઠું બોલવાની આદત છે કે કોઈને ખોટું ન લાગે પણ હું એ બધામાં નથી આવતી
એટલીસ્ટ મારી સામેતો ઓરિજિનલ બન જેવો છે તેવો આ ફેકનેસ મને નય ગમતી
જે હોય એ જ બતાવાનું ફેક નય બનવાનુ

મિલાપ : અરે એમ નથી યાર

ભવ્યા : એમજ છે..હો .તારા તો છોકરીઓ કરતા પણ વધુ નાટક છે

મનેતો આપડા સબંધ માં તું છોકરી ને હું છોકરો હોય એમ ફીલિંગ આવે હું ખુલે આમ પ્રેમ વ્યક્ત કરું છું અને તું શરમાય શરમાય ને લોકો ની પરવા કરે.
હવે ક્યારેય આપડે ફેસબુક પર ફ્રેન્ડ નહીં બનીએ.. બસ આ ફાઇનલ છે ..

મિલાપ : oke યાર,.. એઝ યુ વિશ.. પણ ગુસ્સો ના કરીશ

ભવ્યા : ગુસ્સો તો હવે રહેવાનો જ છે ઓકે..

ભવ્યા યૂટ્યૂબ પર દર્દ ભરે નગમે સાંભળતા સાંભળતા ..
...................

તુજે યાદ ન મેરી આયી કિસીસે અબ ક્યાં કહેના..

દિલ રોય કે આંખ ભર આયી
દિલ રોય કે આંખ ભર આયી

કિસીસે અબ ક્યાં કહેના..
....................

સાંભળતા સાંભળતા એની આંખ ભીની થયી જાય છે
અને પછી સુઈ જાય છે વાત કર્યા વગર ને મિલાપ પણ સુઈ જાય છે.
વાતાવરણ ગમગીન બની જાય છે


******


શુ થશે હવે આગળ..?

શુ ભવ્યા નો ગુસ્સો શાંત થશે?

કે પછી ફેસબુકનું ટેગ બન્ને ના બ્રેકઅપ નું કરણ બનશે..?

જાણો આવતા અંક માં...
તમને શું લગે મિત્રો ભવ્યા એ એમજ ઝગડો કરેલો કે પછી એનું ગુસ્સે થવું વ્યાજબી હતું?? મને કમેન્ટ માં જરૂર કહેજો.

નવો પાર્ટ આવે ત્યાં સુધી આવજો

અને હા કોરોના થી સાચવજો સાવચેતી ના પગલાં લઈને ચાલજો..👍


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED