ek mashum balki - 14 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 14

"જો ખરેખર તમે લોકો કહો છો તે વાત સાચી છે તો હું પરીની સોગંદ ખાઈ ને કહું છે કે, હું વિશાલને તેમની સજા આપવામાં પાસો પગ નહીં કરું." આંખના આસું સાફ કરી મે હાથમાં ફોન લીધો ને સીધો વિશાલને ફોન કરી દીધો.

બે રિંગની સાથે જ તેમને ફોન ઉપાડયો. તેના અવાજમાં તે ભારીપણ લાગી રહયું હતું. કેટલા વર્ષ પછી તેનો અવાજ સંભળાય રહયો હતો. થોડીવાર હું કંઈ બોલી ના શકી. તે હાલો હાલો કરતો રહયો. કેટલીકવારની છુપી પછી મે તેમની સાથે વાત કરી.

"વિશાલ, હું શ્રેયા. કયાં છે તું....???મારે તને મળવું છે આજે." ના હું તેમના હાલચાલ પુછી શકી, ના કોઈ બીજી વાતો કરી શકી. કેમકે અત્યારે મારા દિમાગમાં એક જ વાત ચાલતી હતી કે વિશાલ પરીની જિંદગી સાથે આવું કેવી રીતે કરી શકે.

"સોરી પણ હું તને ના મળી શકું. હાલ હું દુબઈ છું ને મને ત્યાં આવતા બે મહિના જેટલો સમય લાગી જશે." તેના આવા જવાબની મને આશા બિલકુલ ના હતી.

મારો ગુસ્સો નફરત બની તેના પર વરસી પડયો. હું તેને ન કહેવાના શબ્દો કહી રહી હતી જે મે તેમને ત્યારે પણ નહોતા કિધા જયારે તેમને મને તેમની જિંદગીથી દુર કરી હતી." પરી કયાં છે અત્યારે...??તે પણ તારી સાથે જ હશે ને...!"

"હા. તેમના માટે જ અહીં આવ્યો છું."તેના અવાજમાં ખામોશી સાફ દેખાય રહી હતી.

"વાવ ગ્રેટ, ખોટું બોલવાની પણ એક હદ હોય છે. કાલ સાંજ સુધીનો સમય છે તારી પાસે. મારી પરીને જ્યાં પણ મોકલી હોય ત્યાંથી મારી સામે લઇ ને આવજે."

"તારે હવે તેની સાથે શું મતલબ છે. તું તો તેને છોડી જતી રહી થી. તે મારી બેટી છે ને મને જરૂરી નથી લાગતું કે હું તારી વાત માનું. "

"તારી બેટી...!!શાયદ ભુલી ગયો હશે કે મે જતા જતા તને શું કીધું હતું. કે મારી બેટીને કંઈ થયું તો હું તને નહીં છોડું. અત્યારે હું જાણું છું કે તે પરીની સાથે શું કર્યું છે. તું જાણે છે હું એક વકીલની સાથે માં પણ છું." મે તેમને આટલું જ કહી ફોન મુકી દીધો.

ખબર નહીં કેમ પણ મને હજું નહોતું લાગી રહયું કે વિશાલ કંઈ આવું કરી શકે. મારી સામે શિખા અને ભગીરથ હજું બેઠા હતા. તે બધા મને જોઈ રહયા હતા. શાયદ હું કંઈક વધારે જ બોલી ગઈ હતી. મારો ગુસ્સો એમ જ મારા ચહેરા પર સાફ દેખાય રહયો હતો.

"શું થયું શ્રેયા..??? વિશાલે તેનો ગુનો કબુલ તો નહીં જ કર્યો હોય.....??" શિખાએ કટાશ કરતાં કહયું.

"જેને કોઈ ગુનો કર્યો જ નથી તે ખોટો ગુનો કબુલ શું કામ કરે..?? મને હજું નથી લાગી રહયું કે વિશાલ આવું કંઈ કરે. "

"તું હંમેશા કેમ તેની તારીફ કરે છે..?? " હું કંઈ જવાબ આપું શિખાને ત્યાં જ મારા મોબાઈલ પર રિંગ વાગી. તે કોલ વિશાલનો જ હતો. મે ફોન ઉપાડયો.

"હા. બોલ કયાં છે પરી.....??તું તેને લઇ ને કયારે આવે છે...??" મારે તેમની વાત સાંભળવી જોઈએ તે પહેલાં જ મે તેમને સવાલ કરી દીધા.

"આ્ઈ એમ રીયલી સોરી શ્રેયા. હું તારી પરીને સંભાળી ના શકયો.....પ્લીઝ મને મારી પરી પાછી જોઇએ છે. " તેનો રડતો અવાજ હું સાંભળી રહી હતી. આજ પહેલાં મે તેને કયારે આવી રીતે રડતા નહોતો જોઈ્ઓ.

"હું તને બધી જ વાત જણાવા માગું છૂં. આજ સુધી મે તારાથી જે પણ કંઈ છુપાવ્યું તે બધું. એવી કેટલી વાતો છે જે મારે તને કહેવી જોઈએ પણ હું તને કયારે કહી જ ના શકયો."

"મારે ફોન પર કોઈ વાત નથી કરવી તું બેગલોર આવીને જે કહેવું હોય તે કહજે." હું તેની લાગણીમા હવે ગુથાવા નથી માગતી. ભલે તેને પરીની સાથે આવું કંઈ નથી કર્યું પણ તેને મારાથી બધી વાતો છુપાવી મારી પરીની જિંદગીને ખરાબ કરી છે. તે મારો નહીં પણ પરીનો ગુનેગાર કહેવાય. હું તેમને એમ હવે માફ નહીં કરું.

"ઠીક છે કાલે સવારે હું ત્યાં આવું તું તારી ઓફિસનું એડ્રેસ મોકલી દેજે."

"ઓકે." આટલું કહી મે ફોન કટ કર્યો ને મારી આખોમાં આસું વહી ગયા. થોડીવાર પહેલાં હું જ કઠોર બની ઊભી હતીને અત્યારે હું ફરી ખામોશીમા ખોવાઈ ગઈ. આજે મારી લાગણી સમજવા વાળા બધા મારી સામે હતા ને હું બસ રડે જતી હતી.

લાગણીભીના શબ્દો દિલના એક ખુણામાં અહેસાસ જગાવી રહયા હતા. ત્યાં જ નર્સ સાથે બહારથી પરી આવી. મને આમ ખામોશ રડતા જોઈ ને તે મારી પાસે આવી બેસી ગઈ.

"શું થયું મોમ...??? તું કેમ રડે છે.....??"તેના વહાલ ભરેલા શબ્દો મારા દિલને જોરશોરથી રડાવી ગયા. હું તેને બાથમાં લઇ ને વધારે રડવા લાગી. શબ્દો બહાર નિકળી ના શકયા પણ અંદર ધણું બોલી ગયા.

શાયદ કાલે બધું ઠીક થઈ જાય ને હું ને અમારું હેપી ફેમિલી ફરી હેપી થઈ જાઈ. મારા વિચારો મારા રુદનની સાથે જ શરૂ થઇ ગયા. હું કંઈ બોલી ના શકી ને બસ ચુપ બેસી ગઈ. જાણે જિંદગી મને આજે હરાવી ગઈ હોય. અત્યાર સુધી હું આટલી હારેલી કે તુટી કયારે નહોતી ગઈ. આજે પહેલીવાર મારું દિલ તુટી ગયું હતું.

"મોમ, તું મારા કારણે રડે છે ને...???હું તેના સવાલનો જવાબ પણ ના આપી શકી ને તેની સામે બસ જોઇ રહી. તે તો તેની જિંદગીની તે તકલીફ ભરેલી પળો પલમા ભુલી જાય છે હું કેવી રીતે ભુલી શકું તેમની સાથે જે થયું તે.

"મોમ, કયારેક કિસ્મતનો ખેલ અજીબ હોય છે. પણ જો તે ખેલમા આપણે દાવ જ ના આપી ને પાછળ પગ કરી દ્ઈ્એ તો આપણી જિંદગીની કિતાબ પુરી કંઈ રીતે થાય...જિંદગીની કિતાબને પુરી કરવા તે બધા દાવ જરૂરી છે. કેમ નાની બરાબર કહયું ને." તેની આવી વાતો મને પણ અજીબ લાગી. મે તેમને ફરી ગળે લગાવી દીધી.

એક માં વગરની બેટી પાસે કેટલી વાતો હતી સમજદારીની. શાયદ આટલું બધું તો હું તેમને શિખવી પણ ના શકત. પણ કહેવાય છે ને અનુમાન કરતા અનુભવ માણસને વધુ શિખવે છે.

"જોયું શ્રેયા આટલી ઉંમરે પણ તેનામાં કેટલી સમજ છે ને એક તું છે જે દર વખતે લાગણીના બંધનમાં આવી ગુથ્થાઇ જાય છે. " મમ્મીએ ટકોર કરતાં તરત જ જવાબ આપ્યો.

"શાયદ હું તને આટલા સારા સંસ્કાર કયારે પણ ના આપી શકત, આટલી સમજ, આટલું બધું જ્ઞાન. જે સ્ત્રી ખાલી લાગણીની ભાવના સમજે છે તેને સારા ખરાબની સમજ કયાં હોવાની બેટા."

"તને ખબર છે આ વાત મને કોને કીધી હતી...??" મારા જવાબની રાહ જોતી તે મારી સામે જોઈ રહી. મારા ચહેરાની હા મળતા જ તેમને તરત કહયું "મારા પપ્પાએ." પપ્પા શબ્દો ની સાથે જ તેના ચહેરા પર ખામોશી પથરાઈ જતી.

મને તેમને કહેવાનું મન થઈ આવ્યું કે તું મારી પોતાની જ બેટી છે પણ હું એવું તેમને કંઈ ના કહી શકી. "પપ્પાના નામ સાથે તારા ચહેરા પર ખામોશી કેમ દેખાય આવે છે...??શું તારા પપ્પા આટલા ખરાબ હતા." આ સવાલ મારે તેને ના પુછવો જોઇએ છતાં પણ મારા દિલની તસ્લી માટે મે પુછી જોયો.

"દુનિયાના બેસ્ટ પપ્પા છે. તેમના નામથી મારા ચહેરા પર ખામોશી નથી પથરાઈ જતી, પણ તેમની યાદ મને ખામોશ કરી જાય છે. " તેના જવાબમાં પણ આટલી જ સરળતા જોઈને અમારા બધાની આખોમાં આસું આવી ગયા. આટલું બધું થયા પછી પણ તેની પાસે નફરત નહોતી દેખાય રહી. ખરેખર એક બેટી માટે હંમેશા તેમના પપ્પા બેસ્ટ જ હોય છે.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આપણી કહાની જયારે એન્ડ ઉપર જ્ઈ રહી છે ત્યારે તમને શું લાગે કે શ્રેયાનો વિશ્વાસ સાચો હશે..?? શું વિશાલે પૈસા ખાતર પરીને નહીં વહેંચી હોય...!!તો પછી તેના પાછળ શું કારણ હશે..???શું કોઈ એવી વાત છે જેના કારણ ખાલી વિશાલ જ જાણે છે..??શું હશે હકિકત પરીની જિંદગી પાછળનું તે જાણવા વાંચતા રહો..... "એક માસુમ બાળકી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED