ek mashum balki - 2 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 2

અમે બંને ઘરે પહોંચ્યું. આજે આમ પણ થોડું મોડું થઈ ગયું જ હતું. અમે ઘરે પહોચ્યા તો મમ્મી મારી રાહ જોઈને બેઠી જ હતી. છેલ્લા એક વર્ષથી તે એમ જ બિમાર હતી. તે ઊભી થઈ પોતાનું કામ જાતે નહોતી કરી શકતી એટલે તેમની દેખભાળ માટે મે એક નર્સ રાખેલી. જે સાંજે મારા આવતા તેમના ઘરે જતી રહેતી. પણ આજે થોડું મોડું થઈ ગયું હતું એટલે તે પહેલાં જ જતી રહી. હું તે બાળકી નો હાથ પકડી ઘરમાં લઇને આવતી હતી ત્યાં મમ્મીએ મને રોકી.

"શ્રેયા, આ કોની છોકરી લઇ ને આવી ગઈ....??" મારી મમ્મી ચાલી નહોતી શકતી પણ મારી જાસૂસ તો કરી જ લેતી.

"બસમાં મારી સાથે હતી." મે કહયું.

"કોઈ પણ ને આમ રસ્તામાંથી ચાલતા ઉઠાવી લાવતા તું કયારથી શીખી ગઈ....??"

"કમોન મમ્મી, કેટલાં સવાલ પુછી. હજું મને પણ કંઈ ખબર નથી. આ તો તે બસમાં એકલી હતી ને થોડી ડરેલી હતી. તો હું મારી સાથે લેતી આવી. "

"તને ખબર નથી. મતલબ આમ કોઈના પર પણ તું વિશ્વાસ કેવી રીતે કરી શકે..!!"

"આ બધી વાતો પછી કરીશું. મારે અત્યારે બહું કામ છે. ચલ બેટા." હું તેમને મારી રૂમમાં લઇ ગઈ ને પહેલાં મે તેમને ન્હાવા માટે પાણી તૈયાર કરયું. કેમકે તેના શરીરમાંથી આવતી ખરાબ દુર્ગંધ ના કારણે મારું માંથું થોડું ભારી હતું.

તે હજું ડરી રહી હતી. હું જેમ કહું તેમ તે કરી તો રહી હતી પણ બધું ડરતાં ડરતાં. મે તેમને કહયું પણ ખરું કે 'અહી તને કોઈ કંઈ નહીં કહે આ મારું ઘર છે.' છતાં પણ તેનો ગભરાઈ ગયેલો ચહેરો હજું જાણે ધ્રુજી રહયો હતો.

મારી પાસે તેને પહેરાવી શકાય તેવા કપડાં નહોતા એટલે મે મારા દુપટ્ટાનો સહારો લઇ ને તેમના માટે કપડાં તૈયાર કર્યો ને પછી સ્પ્રે લગાવી દીધો. તે માં કેટલી ખુશકિસ્મત હશે જેને આવી સુંદર બાળકીને જન્મ આપ્યો હશે. ખરેખર આવી સમજદાર બાળકીનું માતા બનવું ખુશીની વાત છે. તે રેડી થઈ ગઈ એટલે અમે બંને રૂમમાંથી બહાર આવ્યું. તેની ખુબસુરતી ખરેખર કોઈપણ ને તેનામાં મોહી દેઈ તેવી છે. શાયદ તે બસમાં પણ આમ સ્વચ્છ થઇ આવી હોત તો લોકો ખરેખર તેની ખુબસુરતી પર મોહી ગયાં હોત. આમેય લોકો ને ખાલી બાહ્ય ખુબસુરતી સાથે મતલબ છે. અંદરની ખુબસુરતી સાથે નહિ.

"ભુખ લાગી હશે ને તને....?? તું મમ્મી સાથે વાતો કર હું ફટાફટ રસોઈ બનાવતી આવી. " હું જે કંઈ કહું તે હકારમાં માંથું હલાવી દેતી. ને તે ચુપચાપ મારા કહેવાથી મમ્મી પાસે બેસી ગઈ.

મમ્મી તેને ટકુર ટકુર જોતા રહયાં ને બિચારી શાંત કંઈ બોલ્યાં વગર જ બેઠી રહી. આ બધું હું રસોડામાંથી રસોઈ બનાવતા બનાવતા જોઈ રહી. મમ્મી તેમની સાથે વાતો નહીં કરે એ મને વિશ્વાસ હતો. કેમકે તે મારી જેમ કોઈના પર આમ વિશ્વાસ ના કરી શકે. તે મને પણ ધણી વાર કહે છે કે 'તું ગમે તેના પર વિશ્વાસ ના કર્યો કર લોકો તારી અચ્છાઈ નો ફાયદો ઉઠાવી જતા રહે છે.' ને હંમેશા મારી સાથે તેવું થાય પણ છે. છતાં પણ ખબર નહીં મને લોકો પર જલદી વિશ્વાસ આવી જાય છે.

આખો દિવસ ઓફિસનું કામ ને સાંજે ઘરે આવી રસોઈ ની સાથે મમ્મીની દેખભાળ. આ મારું રૂટિન વર્ક હતું. જેમાં મને આંનદ મળતો. મે જલદી જલદી રસોઈ બનાવી મમ્મીને અને તેમને જમવા આપી હું પણ બેઠી. જાણે કેટલાં દિવસની તે ભુખી હોય તેમ ખાવાનું મળતા તે ફટાફટ ખાવા લાગી. મે આમ કોઈને ખાતા પહેલીવાર જોયા હતા. અમારે અહીં પહેલેથી જ સરખી રીતે બેસીને જમવાની ટેવ હતી જયારે તે બંને હાથ ખરાબ કરી ખાઈ રહી હતી. ખરેખર લોકો ની જિંદગી આવી પણ હોતી હશે..!! મારું પેટ તો અડધું તેને જોઈને તેના વિચારોમાં જ ભરાઈ ગયું.

અકસર આવા છોકરાને જોઈને લોકો તેનાથી દુર ભાગવાની કોશિશ કરતાં હોય છે. શાયદ હું પણ. હું જયારે પણ આમ રસ્તા પર રખડતાં બાળકને જોવ તો મને એમ જ લાગ્યાં કરતું કે તેમના માં-બાપને તેમના છોકરાની કયારે પડી જ નહીં હોય. પણ આજે આ છોકરી ને જોઈને હમદર્દી ની સાથે લાગણી પણ વહી રહી છે. ખબર નહીં કેમ પણ તેની બધી જ હરકત ખુશી આપી રહી હોય તેવું લાગે છે.

જમવાનું પુરુ કરી હું મારું કામ પતાવી તેમની સાથે વાતચીત કરવા બેસવાની તૈયારી કરતી હતી ત્યાં તો તે સુઈ પણ ગઈ, ને મારી વાતો થયા પહેલાં જ બાકી રહી ગઈ.

મે તેને સોફા પર સરખી કરીને હું તેની પાસે બેસી ગઈ ને મમ્મી સાથે વાતો કરવા લાગી. મારો હાથ તે માસુમ છોકરીના માથા પર ફરતો હતો. ખરેખર આજે કહું તો મારી મમતા તે બાળકીને જોઈ વરસી રહી હતી. મે જે કંઈ બસમાં બન્યું તે બધું મમ્મીને કહયું. મારી વાતો પુરી થઈ એટલે તેમને તરત જ તેમની વાતો શરૂ કરી.

"તું તેને આમ ઘરે લઇ ને આવી છો, તેના મમ્મી- પપ્પા તેને ગોતતા હશે તો..???" મમ્મી ની વાત બરાબર હતી. પણ તે સમયે મને તેને આમ એકલી રસ્તામાં મુકવી બરાબર ના લાગ્યું.

"લોકો કેટલાં અજીબ હોય છે જે પોતાની માસૂમ બાળકીને આમ એકલા રસ્તા પર મુકી દેઈ. તે લોકોને કંઇ નહીં થતું હોય...???"હું મમ્મી ને સવાલ કરી રહી હતી કે ખુદને તે મને જ સમજાતું નહોતું પણ મમ્મી તેનો જવાબ તરત દેવા તૈયાર હતી.

"શ્રેયા, તું ખરેખર ભોળી છે. તને એમ લાગે છે કે આ માસુમ છે પણ ખરેખર તે માસુમ નથી હોતા. "

"પ્લીઝ મમ્મી તું આના વિશે ખરાબ નહીં બોલતી તું જોતી નથી તે કેટલી ડરેલી છે." કોઈ તેના વિશે ખરાબ કહે તે મારાથી જીરવાતું નહોતું.

"મને તો એકવાત તારી સમજાતી નથી કે તું કોઈ ના પ્રત્યે આટલી ભાવહિન કેમ બની જાય છે. " મમ્મી એ મારી ફિકર કરતાં કહયું.

"જેના પર વિતી હોય તેમને ખબર જ હોય છે કે તકલીફ અને દુઃખ શું હોય છે. મમ્મી, તને એમ લાગે છે કે મને કંઈ ખબર જ નહીં પડતી હોય કે તું શું કહેવા માગે છે."

"હું તે ગરીબ ઘરની છોકરી છે એટલે નથી કહેતી. તું તારી આવી લાગણીના કારણે હંમેશા તકલીફમાં મુકાઈ જાય છે એટલે કહું છું.

"હવે કેવી તકલીફ અને કેવો ડર...??જે હતું તે તો સાત વર્ષ પહેલાં જ ખતમ થઈ ગયું."

"તું કહે છે પણ હું જાણું છું ખતમ કંઈ નથી થયું. તું આજે પણ તે વાત યાદ કરી એકલતા મા રડયા કરે છે.

"તો શું કરું મમ્મી તું જ બતાવ...???તે વાત મને ભુલાતી જ નથી." મારી આખો તે વાત યાદ આવતા રડી પડી. આટલાં વર્ષો થઇ ગયાં પણ એક પળ એવો નહીં હોય કે મે તે વિતેલી પળોને યાદ ના કરી હોય.

સમયે મને જીવતા શીખવી તો દીધું પણ તે મળેલા ધાવ ને દુર કરતા ના શીખવ્યું. આજે આ એકલતા કોરી ખાઈ છે. છતાં પણ તે જ એકલતામાં જીવન જીવવું ગમે છે. પોતાનાં દમ પર મહેનત કરી ઘર બનાવ્યું, જરુયાતની બધી જ વસ્તુઓ મેળવી પણ તે ખુશી કયારે ના મળી જે ખુશી મને જોતી હતી.

મમ્મીની વાતો વચ્ચે જ હું મારા વિચારોમાં ખોવાઈ ગઈ. જે વાત મને અને મમ્મીને તકલીફ આપે તે વાત હું કયારે કરવા નથી માંગતી. એટલે જ અમે વધારે વાતો કયારે નહોતો કરતા. આખો દિવસ ઓફિસમાં પુરો થઇ જતો ને સાંજે આવી ઘરના કામમા. એટલે કંઈ વિચારવા માટે સમય નહોતો મળતો. મમ્મી હંમેશા કહે છે કે આટલું કામ એકલા કરવા કરતા કોઈ કામવાળી બાઈ રાખી લે પણ મને ખાલી બેસી ખોટા વિચારોમાં દિવસ ખરાબ નહોતો કરવો ગમતો.

હું તે બાળકીને જોતી રહી. "મમ્મી આ માસુમ પર એક નજર તો કર. જેને હજું જિંદગીનું પહેલું પગથિયું પણ પાર નથી કર્યું ત્યાં આટલી મુશકેલ પળો નો તેને સામનો કરવો પડે છે. જે ચહેરા પર હસ્તી રેખા જોવા મળે છે તે ચહેરો ડર ના કારણે ખામોશ થઈ બેઠો છે." મારા આસું આજે મારી તકલીફ ના કારણે નહીં પણ તેમની તકલીફ ને જોઈ વહી રહયા હતા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

શ્રેયા તેની હમદર્દ બની તે બાળકી ને અહીં તેની સાથે લઇ તો આવી પણ શું તે બાળકીને તેના મમ્મી -પપ્પા સુધી પહોંચાડી શકશે...?? શું છે શ્રેયાની કહાની...?? શું તેમને પણ કોઈ બાળકીને ગુમાવી છે..?? કોણ હશે આ બાળકીનો પરિવાર..??શું ખરેખર તે બાળકી ગરીબ ઘરની છોકરી છે કે કોઈ અમીર ઘરના લોકોએ દિકરી દિકરાના ભેદભાવમાં તેને તરછોડી છે તે જાણવા વાંચતા રહો" એક માસુમ બાળકી. "

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED