ek mashum balki - 1 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 1

શિર્ષક : એક માસુમ બાળકી

પ્રસ્તાવના

દિલની લાગણી અને પ્રેમની હુફ આ બંને થોડુક પણ મળી જાય તો જિંદગીની બધી જ મુશકેલી એમ જ ખતમ થઈ જાય છે. આ કહાની પણ પ્રેમ કહાની જ છે પણ અહીં પ્રેમ જુદો છે. અહીં છોકરા અને છોકરીની પ્રેમની વાત નથી અહીં કોઈ બાળકીના પ્રેમની વાત છે. શ્રેયાને રસ્તામાં એક સાત વર્ષની બાળકી મળે છે. અનજાન તે બાળકી પર તેની મમતા વરસી પડે છે. આ વાત્સલ્ય પ્રેમ કહાનીમાં અનેક વળાંક લઇ ને આવી રહી છે.

પોતાના લોકો પર તો હંમેશા પ્રેમની લાગણી વરસતી હોય છે. પણ જયારે કોઈ અજાણી વ્યકિત જે ખરેખર જોવા પર પણ ના ગમતી હોય જેમકે, કોઈ ભીખરીના છોકરા, કોઈ ગરીબ મંજુર ના છોકરા. જયારે તેના પર વિશ્વાસ અને લાગણી બંધાઈ ત્યારે પ્રેમ અને લાગણીનું કોઈ અલગ સ્વરૂપ જોવા મળતું હોય છે. આ કહાની પણ આવી જ કંઈક છે. તો વાંચતા રહો 'એક માસૂમ બાળકી'

આશા છે કે તમને મારી આ કહાની પસંદ આવશે જેવી રીતે તમે મારી આગળની બધી વાર્તાઓ વાંચી છે તેવી જ આશાએ એક નવી વાર્તા હું લઇ ને આવી છું. જેમાં તમારો અભિપ્રાય આપી આ વાર્તો કેવી લાગી તે ચોકકસ જણાવજો. ધન્યવાદ 🙏🙏

એક માસૂમ બાળકી

સૂર્ય આથમવાની તૈયારીમાં હતો ને હું ઓફિસેથી નિકળી ઘરે જવાની જલદીમાં હતી. સાંજના છ વાગ્યાં હતા. આજે ઓફિસમાં વધારે કામ હોવાથી મારુ મગજ એકદમ કંટાળી ગયું હતું. તેમાં પણ આ બસમાં થતો અવાજ મારા કંટાળેલા માઈન્ડ ને વધારે ગુસ્સો આપી રહયો હતો. પણ અહીં રસ્તામાં કોઈના પર ગુસ્સે થવાનો હક મારે કે કોઈને ના હતો. એટલે મે કાનમાં ઇયરફોન નાંખ્યા ને બારીની બહાર નજર કરી હું મસ્ત ગીતો સાંભળવા લાગી.

આ ભાગદોડ ભરી જિંદગીમાં થાકેલા, હારેલા ને મારી જેમ જ કંટાળીને ઘરે પરત ફરતા લોકો. એકબીજાનો રસ્તો કાપતા વાહનો, ને તેમાં પણ તેમાથી ફેલાલતાં પ્રદુષણ ને કારણે હવા કેટલી દુષિત થઇ રહી હતી. આ બધું જ ચાલતી બસની સાથે મારી નજરને મળાવી પાછળ ભાગતું હતું. આ બધા વિચારોની સાથે જ મારી નજર પણ બહાર એમ જ રસ્તાને જોઈ રહી.

"હેલ્લો તમારી ટિકિટ " કન્ડકટરે કહયું.

મારું ધ્યાન હજું બહાર જ હતું ને કન્ડક્ટરે મારા વિચારોમાં ખલેલ પાડી. એક તો માઈન્ડ માંડ હજું થોડું ફ્રેશ થયું જ હતું ત્યાં ફરી લોકોનો ઘોંઘાટ મને હેરાન કરી જશે તે વિચારે મે કોઈના પર પણ ધ્યાન ના દેતા ફટાફટ કન્ડક્ટર ને મારું કાર્ડ બતાવ્યું.

હું કાર્ડ પર્સમાં મુકવા જતી હતી ત્યાં જ મારા ટિફિન સાથે મારી વીટી અથડાતા થોડોક અવાજ થયો. મે અનુભવ્યું કે આટલાં બધા ઘોંઘાટમાં આટલો જીણો અવાજ કેવી રીતે સંભળાય. પણ ખરેખર અત્યારે બસમાં ઘોંઘાટ ની જગ્યાએ શાંતિ પથરાઈ રહી હતી. મારી અને કન્ડક્ટરની વાતો સિવાય આખી બસમાં એકદમ શાંતિ લાગી રહી હતી.

'લાગે છે કે બસમાં હવે કોઈ પેસેજર નથી. ચલો સારુ થયું મનને થોડીક શાંતિ તો મળશે.' આ વિચાર સાથે મે પાછળ ફરી જોયું તો બસ આંખી ભરી હતી. 'કમાલ કહેવાય આંખી બસ ભરી છે ને છતાં પણ આટલી શાંતી....??' હું મારા જ મનને સવાલ કરી રહી હતી. પણ એક વાત મને સમજાણી નહીં કે તે લોકો મને આવી રીતે શું કામ જુવે છે...???જયારે હું તો અહીં રોજ બેસું છું. મે મારી આસપાસ નજર કરી તો મારી આસપાસની બધી જ સીટ ખાલી પડેલ હતી. જયારે અહીં બેસવાં માટે લોકો વધારે ઝગડા કરતા હોય છે.

મને થોડું અજીબ લાગ્યું આ બધું. આજે આવું પહેલીવાર બન્યું હતું કે મારી નજર બહાર હતી ને લોકોનો ઘોંઘાટ પણ બંધ હતો. 'ચલો જે હોય મારે શું..??'એમ વિચારી હું કાનમાં ફરી ઇયરફોન ભરાવી રહી હતી ત્યાં જ મારી નજર મારી સામે સીટ પર બેસેલ તે છોકરી પર ગઈ.

હાથમાં એમ જ ઈયરફોન રહી ગયાં ને મારી નજર તે છોકરી જોઈ રહી. તે માસુમ બાળકીનો ચહેરો કોઈ પણને મુગ્ધ કરી દેય. પણ, તેના મેલા અને થોડા ફાટેલા કપડાંમાથી આવતી દુર્ગંધ લોકોને તેનાથી દુર કરી રહી હતી. એ તો સાચું છે કે ભાળ્યાનું ઝેર ચડે. મને તેના જોયાં પછી તેના પરથી આવતી દુર્ગંધનો અહેસાસ થયો. છતાં પણ હું તેને ધ્યાનથી નિહાળી રહી હતી.

તેના ચહેરા પર ખામોશી ની સાથે ડર દેખાય રહયો હતો. તેની નજર લોકો સામે સ્થિર હતીને લોકોની તેની સામે. હવે મને થોડું સમજાય રહયું હતું કે લોકો અહીં કેમ બેઠા ના હતા. તે લોકોનો ઘોંઘાટ નાક અને અને મોઠા આડા રૂમાલના કારણે બંધ હતો. ખરેખર પણ અહીં દુર્ગંધ પણ આટલી જ આવી રહી હતી. પણ તે બાળકીનો માસુમ અને ડરેલા ચહેરો જોઈ મને તેના પર હમદર્દી થઈ આવી. જયારે કોઈ પર હમદર્દી જાગે છે ત્યારે તેની કોઈ પણ વાત કે તેના પરથી આવતી દુર્ગંધ ખરાબ નથી લાગતી. મને પણ નહોતી લાગી રહી એટલે હું ત્યાં જ બેઠી રહી તેની સામે જોઈ રહી.

તે મારી સામે જોઈ રહી ને હું તેમની સામે. અમારી બંનેની નજર એકબીજા ને તાકી રહી. ખબર નહીં તેને જોઇને મારો બધો થાક ઉતરી ગયો હોય તેવું લાગ્યું. તેના હસ્તા ચહેરા પર ડર અને ખામોશીની રેખા સાફ નજર આવતી હતી. જેવી રીતે લોકો તેમને જોઈ રહયા છે તે હિસાબથી એવું લાગી રહયું છે કે તેમને કોઈ ગુનો કર્યો હોય. પણ આટલી માસુમ બાળકી કેવો ગુનો કરી શકે...?? મારા વિચારો તેના ચહેરા પર થંભી ગયાં ત્યાં જ પાછળ થી કોઈ અવાજ આવ્યો.

"આ છોકરીને બસમાંથી ઉતારો. તેના કારણે હમણા કેટલા લોકોને ઊલટી થવા લાગશે." મે પાછળ ફરી જોયું ત્યાં કોઈ બીજો બોલ્યો.

"હા હા તેમને બહાર કાઢો, ડ્રાઈવર ને કહો બસ ઊભી રાખે" ખરેખર લોકો ગધેડા જેવું કામ કરે છે. એક ખાડામાં પડે તો તેની પાછળ બધા પડે. અત્યારે પણ એવું થઈ રહયું છે કોઈ એક કંઈ બોલ્યું એટલે બીજાએ બીજું શરૂ કર્યું.

"આમ આવા ભિખારીને બસમાં ચડવા જ ના દેવા જોઈએ." શરૂ થયા પછી તે લોકોનો અવાજ બંધ થાય તેમ ના હતો.

આટલા ભણેલા અને મોડન લોકોના વિચારો આવા બેકાર હશે તે મને નહોતી ખબર. હવે મને તે લોકો પર ખરેખર ગુસ્સો આવી રહયો હતો. પણ મને લોકો સાથે લડાઈ કરવી બિલકુલ પસંદ નથી, એટલે હું ચુપ હતી. પણ તે માસુમ બાળકી લોકો ના અપશબ્દોથી વધારે ગભરાઈ રહી હતી. મને લોકોના અવાજ બંધ કરવાનું મન થયું પણ જે વાત સમજતા જ નથી તેને સમજાવી ને કંઈ ફાયદો નહોતો.

હું ઊભી થઈ તે છોકરીની બાજુની સીટ પર જ્ઇને બેસી ગઈ. તેના માટે બીજું કંઈ તો ના કરી શકું પણ તેને ગળે લગાવી તેનો ડર તો ઓછો કરી શકું ને...??મે લોકોને ઇગનોર કરતા તે છોકરીને મારી બાહોમાં લઇ લીધી. તે જ પળે લોકોનો અવાજ બંધ થઈ ગયો.

કયારેક ખરેખર કંઈ બોલ્યાં વગર પણ લોકોને સમજાવી શકાય છે આ વાત મને અત્યારે સમજાણી. તેના ડરતા ધબકારા પણ મારી બાહોમા શાંત બની ગયાં હતા. કેટલું અજીબ આકર્ષણ પથરાઈ રહયું હોય તેવું લાગ્યું. કોઈ અનજાન બાળકી ને પોતાની બાહોમાં લેતા જાણે મારી માતૃ મમતા જાગી ઉઠી. 'શાયદ આજે પરી પણ મારી સાથે હોત તો.....!!!' મારો ભાવહિન ચહેરો રડમચ બંને તે પહેલાં જ મે મારા વિચારોને રોકી તે છોકરી ને પુછવાની કોશિશ કરી.

"બેટા, તું કયાંથી છો...??અને આમ તું એકલી બસમાં શું કરે છે..?? " તે કંઈ જવાબ ના દેતા ચુપ ઊભી રહી મને ખાલી જોતી રહી.

"તારુ નામ શું છે.....??? તારા મમ્મી-પપ્પા...??" મારા બધા સવાલો તેમની સામે ખાલી જવાબ વગરના રહી ગયાં.

એકપળ મને એવું લાગી આવ્યું કે તે મુંગી હશે. એટલે મે બીજા કોઈ સવાલ પુછવાની જગ્યાએ તેને હક કરી લીધો. ત્યાં જ તેના શબ્દો મારા દિલને સ્પર્શ કરી ગયાં.

"દીદી...." તેના કંઈક બોલાવાથી જાણે મને આટલી બધી ખુશી કેમ થઈ રહી હતી. કદાચ તે દીદીની જગ્યાએ મમ્મી શબ્દ બોલી હોત..!!

"મતલબ તું બોલે છે..??? ફરી એકવાર બોલ મારે તારો અવાજ સાંભળવો છે. " હું ખુશ થઈ તેના ચહેરાને પંપાળતી તેને ફરી વાર બોલવા કહી રહી.

"દીદી તમે બહું સારા છો." તે ખાલી આટલું જ બોલી પણ તે પણ ડરતાં ડરતાં. જાણે તેના આ શબ્દો મને કોઈ નુકશાની પહોચાડી રહયા હોય. પણ મને તેના તે શબ્દો સારા લાગ્યાં.

"એ તો છું જ. પણ, તું આમ આવી હાલતમાં..??તારા મમ્મી પપ્પા કયાં છે..?? "ફરી મારા સવાલ શરુ થતા તેના ચહેરા પર ખામોશી પથરાઈ ગઈ. તે મને એક નજરે જોઈ રહી ને હું તેના જવાબની આશાએ તેને જોઈ રહી.

અમારી વાતોમાં લોકોનો અવાજ કયારે બંધ થયો ને આગળનું સ્ટેશન પર કેટલાં ઉતર્યા મને કંઈ ખબર ના રહી. ના બસ ક્યાં પહોંચી તે ખ્યાલ રહયો. હું તેના ભાવહિન ચહેરા પર મોહી ગઈ.

"મેડમ, આજે મોડું નથી થતું તમારે....???તમારું સ્ટેશન આવી ગયું છે. " મે તરત મોબાઈલ પર જોયું તો સાંજના સાત ઉપર દસ મિનિટ થઈ ગઈ હતી. મતલબ દસ મિનિટથી બસ અહીં જ ઊભી હતી. ખરેખર આજે મને શું રહયું છે તે હું જ નહોતી સમજી શકતી.

આ સ્ટેશન મારુ અને આ બસનું બંનેનું છેલ્લું સ્ટેશન કહી શકાય. હંમેશા સ્ટેશન આવ્યાં પહેલાં જ હું દરવાજા પર ઊભી રહી જતી, તેની જગ્યાએ આજે સ્ટેશન પર બસ દસ મિનિટથી ઊભી રહી છે તે પણ મને ખબર ના રહી.

મે મારું પર્સ હાથમાં લીધું ને દરવાજા તરફ આગળ વધી રહી હતી ત્યાં જ તે છોકરીએ મારો હાથ પકડી લીધો. મે તેમની સામે જોયું તો તેનો માસુમ ચહેરો રડી રહયો હતો.

"ઓ આમ સોરી, તું કયાં જવાની છે...??તને કોઈ લેવા આવવાનું છે અહીં...?? તારું ઘર...??" મારા સવાલનો જવાબ કંઈ ના હતો. તે ચુપ ઊભી રહી બસ મને જોઈ રહી હતી જાણે તેનો બધો આધાર હું જ હોવ.

"બેટા, આમ ચુપ રહીશ તો હું તારી મદદ કંઈ રીતે કરી. તું ડર નહીં જે હોય તે સાફ વાત કર. " તેનો અવાજ શાંત રહયો. મને લાગ્યું તેના ચહેરા પર જોઈને કે તે ખરેખર એકલી છે.

"મારી સાથે આવી...??" તેને હકારમાં માંથુ હલાવ્યું.

અમે બંને બસમાંથી નીચે ઉતરીયું ને આગળ ચાલવા લાગ્યું. બસસ્ટેશનથી થોડે દુર જ મારું ઘર હતું. રસ્તામાં કોઈ પણ સવાલ જવાબ વગર જ હું તેને લઇ સીધી ઘરે પહોચી. તેના ચહેરા પર થોડી રોંનક પથરાઈ ગઈ હોય તેવું મે અનુભવ્યું. જાણે તેને તેના એકલતાનો કોઈ રસ્તો મળી ગયો હોય.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

એક અજીબ પ્રેમની કહાનીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમને શું લાગે છે કે કોઈ મોડન લેડીઝ આમ રસ્તામાં રહેતી બાળકીની હમદર્દ બની શકે....?? કોણ છે તે બાળકી...??તેના મમ્મી -પપ્પા કોણ છે..?? તે આમ એકલી બસમાં કેવી રીતે આવી...?? શું તે ખરેખર એક અનાથ છોકરી છે કે તેનું કોઈ પોતાનું પણ છે તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED