ek mashum balki - 13 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 13

પવન વેગે વિચારો દોડવા લાગ્યાં. હું ત્યાં જ દરવાજા પર થંભી ગઈ. આખમાં આસુંનો દરીયો વહી ગયો ને દિલ ન જાણે કેવા કેવા સવાલ કરી ગયું. આંખો સામે તે પળો ફરી જીવિત થઈ ગઈ. જે પળ મારી જિંદગીની સૌથી ખુબસુરત પળ હતી. પરીના જન્મની સાથે જ જિંદગી કેટલા અરમાનો લઇ ને આવી હતીને તે બધા જ અરમાનો જાણે આજે ક્ષણભંગુર બની ગયા હતા.

"શ્રેયા, જા તારી પરીને ગળે લગાવી વહાલ કરી લે. તેને તારી જરૂર છે." ભગીરથના શબ્દો ફરી કાને અથડાણા ને હું ફટાફટ ગાડી લઇ ને ભાગવા લાગી.

વિચારો હજું થંભી નહોતા શકયા. શું તે ખરેખર મારી પરી છે......??તો હું તેને પહેલાં કેમ સમજી ના શકી....??તેની હાલત આવી....!!શું કામ મે તેમને મારાથી દુર કરી....?? શું કામ હું તેના પર ભરોસો કરી બેઠી કે તે પરીની સંભાળ રાખી શકશે..?? મારી બેટી આટલી બધી મુશકેલીનો સામનો કરતી રહી ને હું અહી ખામોશ બેઠી રહી. આટલા વર્ષમાં એકવાર પણ મને જરૂરી ના લાગ્યું કે હું તેમના ખબર અંતર પુછી જોવ. હું કેવી માં છું જેમને પોતાની બેટી વિશે કયારે ના વિચાર્યૂ. આખો રસ્તો મારા વિચારો મને દોશી ઠેહરાવી રહયા હતા. લાગણીના આ સફરમાં જિંદગી ન જાણે કયાં ખોવાઈ ગઈ હતી.

હું જેવી ઘરે પહોંચી તેવી પરી સામે દોડતી મારી પાસે આવી મને ગળે લાગી ગઈ. મે પણ તેને વહાલથી છુમી લીધી. આજે ખરેખર તે માતૃપ્રેમ વરસી રહયો હતો જે વર્ષોથી અધુરો હતો. ના લાગણી રોકાઈ રહી હતી. ના આંખના આસું થંભી રહયા હતા. તે બધી જ પળો તેના બાળપણની યાદમાં જીવીત થઈ રહી હતી.

તેમની સાથેની છેલ્લી મુલાકાત આજ સુધી હૈયામાં રૂદન કરતી રહી. તેને છોડીને તેની જિંદગીથી દુર થવું કેટલું અંધરુ હતું. પળ પળ તેની હસ્તી અને ઘરમાં કિલકિલાટ કરતાં શબ્દો કાનમાં હંમેશા ગુજતાં રહેતા. તેનું પહેલીવાર મમ્મી કહેવું બધું ના જાણે કેમ ભુલી હું તેમને મારાથી અલગ કરી અહીં આવતી રહી હતી. તે પળ વિચારું તો ખરેખર હું કઠોર દિલની માં કહેવાવ જેમને કયારે બીજાની લાગણી સમજાણી જ ના હતી.

"મમ્મા, તું મને આમ એકલી મુકી ને શું કામ ગઈ...??"તેમની ફરિયાદની સાથે મારા વિચારો તુટયાં. તે ફરિયાદ મારા દિલ અને મન બંનેને લાગણીભીની કરી ગઈ

"આ્ઈ એમ રીયલી સોરી બેટા, મે તને એમ જ કોઈના ભરોસે મુકી દીધી. પણ હવે નહીં. હવે હું તને કયારે પણ મારાથી અલગ નહીં થવા દવ. "વહાલથી મે તેમના પર ચુંબન વરસાવી દીધા.

આટલા વર્ષો પછી મારી ખુશી, મારી લાગણી મારી પરી મારી પાસે આવી હતી. મારો અંતર આત્મા તે દિવસે જ કહી રહયો હતો કે આ મારી પોતાની જ બેટી છે પણ મન આ વાત સ્વિકારી નહોતું રહયું.

મમ્મી મને આ રીતે જોઈ ખુશ થઈ રહી હતી. શાયદ તે પણ આ વાત જાણતી હશે...!!મારા મનમાં તરત ડાઉટ ગયું. એટલે મે મમ્મી સામે જોયું. મમ્મીની આખમાં પણ આસું હતા. હું તેમની પાસે જ્ઈ બેસી ગઈ. તેમને કંઈ સવાલ કરું તે પહેલાં જ ભગીરથ અને શિખા બંને અહીં આવી ગયાં.

"અરે ભગીરથ તું અહીં....??"મમ્મીના આમ શાંતિપૂર્ણ પુછેલા સવાલને હું તરત સમજી ગઈ.

"મતલબ તું પણ જાણે છે... ??"મે મમ્મી સામે જોતા કહયું.

"હા શ્રેયા, મને તો તે દિવસે જ ખબર પડી ગઈ હતી જે દિવસે ન્યુઝમાં પરી વિશે આવ્યું હતું." મમ્મીના શબ્દો મને ફરી સ્તંભ બનાવી ગયા.

"તમે બધા જાણતા હતા છતાં પણ મારી સાથે આટલી મોટી રમત.....??મમ્મી, તને તો ખબર જ હતી તો તું મને જણાવી શકતી હતી....પણ, નહીં તને પણ શોખ જાગ્યો હતો મને હેરાન કરવાનો. ને ભગીરથ તું....!" મારી રડતી આંખો તેમની સામે તે લોકો સામે સવાલ બની ઊભી હતી.

"શું તું તે વાત સ્વીકારી શકત કે વિશાલે આ બધું કર્યું...??" તે બધા એક બાજું હતા ને હું એકલી એક બાજું. હજું મને તેની વાત પર વિશ્વાસ નહોતો આવી રહયો કે વિશાલ આવું કરી શકે.

"આ વાત અમારામાંથી કોઈ નહોતું જાણતું. તે રાતે મે પરીના પગમાં તે નિશાન જોયું જે તને યાદ હોય તો તેના જન્મ સમયનું હતું. મને તરત જ ખ્યાલ આવી ગયો. કે આ આપણી જ પરી છે. પણ ત્યારે તને કંઈ વાત કરું તો તું સ્વિકારી ના શકે અને સીધી જ વિશાલને ફોન કરી પુછી લે. વિશાલ ફરી તેમના હવાલે પરીને કરી દેઇ તેના કરતાં મે આ વાત ભગીરથને કહી."

"હા શ્રેયા, આ વાત હકિકત છે કે પરીને કોઈના હવાલે કરવા વાળો વિશાલ જ હતો. આન્ટીનો મારા પર ફોન આવ્યો એટલે મે તરત જ વિશાલ પાસેથી બધું જાણવાની કોશિશ કરી. મારે તેમની સાથે કોઈ મતલબ ના હોવા છતાં પણ હું તેમને મળવા ગયો. પણ તું જાણે છે તે સીધી વાત બતાવે એમ ના હતો એટલે મે ન્યુઝ પેપરમાં તે ફોટો બતાવ્યો એટલે તેને મને જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં જ તેમને પરીને આપી દીધી હવે તેમની સાથે તેનો કોઈ મતલબ નથી."

"એક મિનિટ, તે વિશાલનું કિડનેપ નથી કર્યું તો તે વિડિયો...??"

"તે ખોટો મે બનાવ્યો હતો ખાલી તને દેખાડવા. કેમકે મારે જાણવું હતું કે તું આજે પણ તેના માટે શું કરી શકે છે...??પણ મને એ વાતની ખરેખર ખુશી હતી કે તે પરીની પસંદગી કરી."

"ભગીરથ આમ ગોળ ગોળ વાત કરવાનું બંધ કર ને મને સીધી વાત કર કે વિશાલે પરીને શું કામ આપી હતી...??"

"પૈસા ખાતર, મે સાંભળ્યું છે કે તેમને ઘંઘામા બહું મોટી નુકશાની થઇ હતી જેના કારણે તેમને તેમનું બધું જ વહેંચી દીધું. છેલ્લે ચુકવણી કરવા માટે કંઈ ના હતું તો તેમને પરીને...!! " વિશ્વાસની ડોર કેટલી મજબુત હોય છે તે કોઈને નથી જાણતું . પણ મને વિશ્વાસ નહોતો બેસી રહયો.

"એક પળ તારી વાત માની પણ લવ ભગીરથ તો પણ મારું દિલ તારા પર વિશ્વાસ નહીં કરી શકે. કેમકે, હું જયાં સુધી વિશાલને જાણું છું ત્યાં સુધી તે પરીને કયારે પૈસા ખાતર વહેંચી જ ના શકે."

"શ્રેયા, હવે તો છોડ તેના આંધળા વિશ્વાસને. જેને મારી જિંદગી, તારી જિંદગી ને આ માસુમ બાળકીની જિંદગી ખરાબ કરી દીધી." શિખા તો તેમની નફરતની આગને બુઝવા દેવા માગતી જ ના હતી.

"શું તે જોઈ નહોતી આ માસુમની હાલત જયારે તું તેમને અહીં લઇ ને આવી હતી.....??આટલા સમયમાં ભુલી પણ ગઈ કે તે શું કિધું હતું..??પરીની સાથે જેને પણ ખરાબ કર્યું તેમની સજા તેમને આપીને જ રહી....વાત પ્રેમ પર આવી તો તારા પગ કેમ થંભી ગયા શ્રેયા...?? શું તને ખબર નથી કે પરી સાથે શું થઈ રહયું હતું ને શું થવાનું હતું.....??" મમ્મીના કઠોર શબ્દો મારા કાને અથડાઈ ને ફરી ફેકાઈ જતા હતા. હું કેમ આટલો વિશ્વાસ કરી રહી હતી. જયારે મારી નજર સામે જ ત્રણ જિંદગી ખરાબ થઈ હતીને છતાં પણ મને કેમ લાગી રહયું હતું વિશાલ એવું ના કરી શકે.

અમારી ચાલતી વાતો વચ્ચે પરી પણ આવી ગઈ. તેમને મને આવી સીધી પકડી લીધીને હું તેમને જોઈ રહી. એકબાજું આ માસુમ હતી ને બીજી બાજુ વિશાલ પ્રત્યેનો મારો વિશ્વાસ. હું તેમને કંઈ પુછું તે પહેલાં જ મમ્મી તેમની પાસે પરીને બોલાવી ને પરીને પુછવા લાગ્યાં.

"બેટા, તારા પપ્પાએ તને શું કામ બીજા લોકો સાથે મોકલી હતી...??" તે માસુમ તો તે જ જવાબ આપે ને જે તેની પાસે હોય.

"નાની......પપ્પાએ મને પૈસા......"આટલું બોલતા જ તેના શબ્દો આખોમાં આસું બની વરસી ગયાં. આ સમજ તેનામાં કેવી રીતે હોય શકે એ વિચારે હું તુટી ગઈ જાણે મારો વિશ્વાસ તેના વરસતા આંસુની સાથે જ ખતમ થઈ રહયો હોય.


♥♥♥♥♥♥♥♥♥♥♥
શું ખરેખર શ્રેયાનો વિશ્વાસ તુટી જશે....??શું વિશાલે જ પોતાની પરીને વહેચી હશે કે તેની પાછળ પણ કોઈ કારણ જવાબદાર હશે..??" શું પૈસા ખાતર એક પિતા પોતાની બેટી વહેચી શકે...???શું શ્રેયા આ બધું જાણી શકશે...???શું હશે વિશાલ સાથે જોડાયેલી સત્ય હકિકત તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED