ek mashum balki - 3 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 3

"ઓ સોરી. હું તને દવા આપતા ભુલી ગઈ." અચાનક વિચારો માંથી હું બહાર આવી ને મને મમ્મીની દવા યાદ આવી ગઈ.

હું ત્યાંથી ઊભી થઈ મમ્મી ને દવા આપીને સુવાની મે તૈયારી કરી. વિચારો અને તે જુની યાદો મગજ ને થકવી રહી હતી. તે બાળકીના માથા પર હાથ ફેરવી તેના કપાળ પર હળવું ચુંબન કરી હું પણ ત્યાં જ સુઈ ગઈ. રાત આખી તે વિચારો સાથે પુરી થઈ ને સવાર પડયું.

આજે રવિવાર હતો એટલે ઓફિસ પર છુટી. આખા અઠવાડિયામાં આ એક જ તો એવો દિવસ છે જયાં પોતાના માટે થોડો સમય મળે. હું રૂટિન સમયે સવારના છ વાગ્યે જ ઊઠી ગઈ. તે બાળકી કયારની સોફા પર જાગી ને બેઠી હશે તે મને નથી ખબર, પણ મારા જાગતા પહેલાં તે જાગી ગઈ હતી.

હું તેમની પાસે જ્ઈ બેઠી. તેના ચહેરા પર થોડી શાંતિ દેખાય રહી હતી. "ચલ મારી સાથે વોક કરવા આવી...??" મે તેમને પુછ્યું તો તેમને તેમના કપડાં સામે નજર કરી.

"ઓકે. નો પ્રોબ્લેમ, આજે આપણે અગાશી પર જ વોક કરી લેશું." તે મારા ચહેરા સામે જોઈ થોડી મલકાણી. અત્યાર સુધીમાં તેને થોડું મલકાતા જોઈ મને ખુશી મહેસુસ થઈ.

મમ્મી નો હજું ઉઠવાનો સમય નહોતો થયો. હું તેમને લઇ અગાશી ઉપર ગઈ. મે દોડવાનું શરૂ કર્યું ને તે મને જોતી ઊભી રહી. શાયદ તેમને વોક નો મતલબ ખબર નહીં હોય.

"ચલ મારી સાથે હું જેમ કરું તેમ કર મજા આવશે." થોડીવાર વિચાર્યુ પછી તે પણ મારી સાથે દોડવા લાગી. તેને દોડતા જોઈ હું થંભી ગઈ. ખબર નહીં પણ તે છોકરી મારી ખુશી લઇ ને આવી હતી.

"શું થયું દીદી...??તે મારી પાસે આવી મને પુછવા લાગી.

"કંઈ તો નહીં."

"તો ચલો મજા નથી લેવી તમારે..??" તે દોડવા લાગી ને હું પણ તેની પાછળ દોડવા લાગી. આજે વોક કરવાનો આનંદ કંઈક અનેરો લાગી રહયો હતો.

કયાં સુધી અમે બંને મસ્તી કરતા કરતા અગાશી પર એમ જ દોડતા રહયાં. હું તો થોડીવારમાં થાકી ગઈ પણ તે હજું થાકી નહોતી.

"અરે આટલું બધું દોડે છે થાક નથી લાગતો તને...???" મે કહયું.

તેને નકારમાં માથું હલાવ્યું ને તે મારી પાસે આવી બેસી ગઈ. હું તેને બસ જોતી રહી. તેની કોમળ કાયા કેટલા ધાવ સહન કરી ને આવી હશે..?? મન તો થાય છે કે તેને બસ એમ જ જોયા કરું. પણ મમ્મી ની દવાનો સમય થઇ ગયો એટલે નીચે જવું પડયું. મમ્મી ને દવા આપી. મે ચા બનાવી. આજે બે કપની જગ્યાએ ત્રણ કપ થઈ ગયાં હતા.

અમે ત્રણેય એક સાથે ચા પીવા બેઠા. મમ્મી તેમને ટુકુર ટુકુર કરી ને જોઈ રહી હતી. એટલે મારાથી થોડું હસાય ગયું. આજે આટલા વર્ષો પછી હું આવી રીતે હસી રહી હતી. પોતાની જિંદગી ને આટલી ખામોશ બનાવી રાખી હતી કે કયારે કોઈ હસવાનું કારણ નહોતું મળતું. પણ આજે આ છોકરીએ મને ફરી એકવાર હસવાનો મોકો આપ્યો.

"મમ્મી ખરેખર તું અજીબ છે."

"ચલો મારા અજીબ વર્તન ના કારણે તારા ચહેરા પર હસી તો આવી. તને ખબર છે તારી આ હસી જોવા હું કેટલા પ્રત્યન કરતી હોવ છું. કંઈક તો વાત છે આ છોકરીમા છે જે તારી જેવું મુડલેશ ને હસાવી પણ શકે. "

"એ તો હું તને કાલથી સમજાવી રહી છું પણ તું મારી વાત સમજે તો ને...!! તને તો તેનામા પણ ભેદ દેખાય." મારી વાતો પુરી થઇ એટલે મમ્મીએ તે છોકરી સામે જોઈ તેમને તેમની પાસે બોલાવી.

"બેટા, અહી આવ મારી પાસે." મમ્મીએ તેમને આટલી પ્રેમથી બોલાવી તો મારી આખો તે જોઈને થોડી ભાવુક થઈ ગઈ.

હું તે ખામોશ ચહેરે બંનેને જોઈ રહી. તે ડરતા ડરતા મમ્મી પાસે ગઈ. મમ્મી તેના માથા પર હાથ ફેરવ્યો ને પછી તેની પાસે બેસવા કહયું. તે કંઈ બોલ્યા વગર જ મમ્મી પાસે બેસી ગઈ. મમ્મી જેવી રીતે તેને જોઈને વહાલ અને પ્રેમ કરી રહી હતી તે પરથી મને થોડું અજીબ તો લાગ્યું. પણ હું તેમને આવી રીતે જોઈ ખુશ થઈ રહી હતી.

"એક વાત પુછુ બેટા...????- તેનો જવાબ સાંભળ્યા વગર જ મમ્મીએ વાત આગળ વધારી. " તું મારી શ્રેયાની બેટી બની..??"

મમ્મી ના શબ્દો મારા હૈયાને ધબકતા અટકાવી ગયા. મારી સુધ્ધા એ પણ ના રહી કે હું તે બાળકી નું રિયકેશન જોઈ શકું. મને કંઈ સમજાણું નહીં કે ખરેખર મમ્મી આ વાત આવી રીતે કરશે. હુ હજું તેમને જોઈ જ રહી હતી. પણ મને તેની આવી વાતો સમજાણી નહીં.

"તારા અહી આવવાથી તેમની ખામોશ જિંદગીમાં એક ખુશીની લહેર આવી છે. જાણું છું તારું પણ આ દુનિયામાં કોઈ નથી. તો તમને બંનેને એકબીજા નો સહારો મળશે." મમ્મી અત્યારે આવી વાતો કેમ કરી રહયાં હતા. મને તો કંઈ જ સમજતું નહોતું.

તે છોકરી કંઈ બોલ્યા વગર જ બસ મમ્મીને સાંભળી રહી હતી. તેના ચહેરા પર ના ખુશીની કોઈ રેખા હતી ના ખામોશીની. હું ઊભી થઈ તેમની પાસે ગઈ.

"નો મમ્મા, હું મારા સ્વાર્થ ખાતર કોઈ માસુમ બાળકીની બલી ના ચડાવી શકું. ને તમે આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકો કે તેમની દુનિયામાં કોઈ નથી...??"

મમ્મી મારી સામે જોતા રહયા. તેને મારા હાથમાં ન્યુઝ પેપર આપ્યું ને મને તે છોકરીના ફોટા પર હેડ સાથેની હેડ લાઈન બતાવી. હું તે પેપર હાથમાં લઇ વાંચી રહી હતી ને મમ્મી તેમની વાત આગળ વધારી

"શ્રેયા, તું જો આને પોતાની દિકરી બનાવ તો તેમના જીવનને તું ફરી રોશન કરી શકે એમ છે. "

"પણ મમ્મી...."

"પણ બણ કરવાનો સમય નથી હવે. તે વાંચયું ને તેમા શું લખ્યું છે. " મમ્મીની વાત હજું મને નહોતી સમજાતી. મે પેપર પર ફરી નજર કરી

તેમાં સાફ શબ્દોમાં લખ્યું હતું કે જો કોઈને આ બાળકી મળી આવે તો જલદી તેમના ઘરે મુકી જાય. જે છેલ્લા દસ દિવસથી લાપતા છે. તેમનો પરિવાર તેમની રાહ જોવે છે. તે થોડીક મગજથી બિમાર છે એટલે તે જે કંઈ વાત કરે તે માની ના લેતા. તેમની બિમારીના કારણે અમારા વિશે ખરાબ વાતો કરશે. જેનો ઇલાજ હજું ચાલે છે.

" તને લાગે છે આ બિમાર હોય તેવું...???" મમ્મીએ મને એક પ્રશ્રના ભાવથી પુછ્યું. મે પેપર બાજુ પર મુક્યું ને તેમની સામે ઊભી રહી તેમને સવાલ પુછવાના શરૂ કર્યા. મારે જાણવું છે તે શું છુપાવી રહી છે.

"શું છે આ બધું..??ને આ લોકો કોણ છે...?? શું તું તેમને જાણે છે...??? શું તને કોઈ બિમારી...?? હું એક સાથે કેટલાં સવાલ કરી ગઈ ને તે ચુપ રહી મને અને મમ્મીને ખામોશ આખે જોતી રહી.

"આ સમય ચુપ બેસી રહેવાનો નથી. તું કોઈ વાત નહીં કરે તો હું કેવી રીતે તારી મદદ કરી...?? શું છે આ બધું કંઈ તો તું જાણતી હશો ને...??છેલ્લાં દસ દિવસથી તું ઘરેથી ભાગી નિકળી છે. તને અંદાજો પણ છે કે તું શું કરે છે...??? "

મારી લાગણી ગુસ્સો બનીને તેના પર વરસી પડી. તે મારો ગુસ્સો જોઈ થોડી ડરી ગઈ. તેની રડતી આંખો વધારે રડી પડી. હું આટલી કઠોર દિલની તો નથી જ કે તેમને રડતી આંખો જોઈ ચુપ બેસી રહું. મારી આંખો પણ રડતી જ હતી. દિલ જંખમી હતું તેનો એ મતલબ નહોતો કે મને કોઈની ભાવના સમજાતી નહોતી. મે તેમને શાંત કરવા ગળે લગાવી દીધી. મારી અને મમ્મી બંનેની આખો તેમને જોઈ વધારે રડી પડી. કંઈક વાત એવી છે જે તેની આખોમાં છુપાઈ ને બેઠી છે.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
કોણ છે આ છોકરી...???પેપરમાં જે ન્યુઝ છે તેના કારણે શ્રેયાના મમ્મી શું કામ શ્રેયાને તેની બેટી કરવાનું કહે છે..???શું તે આ છોકરી ને પહેલેથી જાણે છે..?? શું તે બાળકી તેમના જીવનની હકિકત બતાવી દેશે તો શ્રેયા તેમની મદદ કરશે...??શું હશે એક માસુમ બાળકીની કહાની તે જાણવા વાંચતા રહો "એક માસુસ બાળકી".......(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED