ek mashum balki - 10 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 10

વિચારોની વચ્ચે આખી રાત પુરી થઇ ગઈ. હજુ સુધી ભગીરથનો કોઈ ફોન નહોતો આવ્યો. સવારના રૂટિન સમય પર ઉઠી બધું કામ પુરું કરી હું દસ વાગ્યે ઓફિસે જવા નિકળી. ત્યાં નર્સ મારા સમય પહેલાં જ આવી ગઈ. તે પણ પરીને જોઈ બહું ખુશ થઈ ગઈ. કેમકે તેને આખો દિવસ બોરિંગ લાગતો હતો. હવે તેનો પણ થોડો સમય પસાર થશે. તે સ્વભાવથી બહું સારી છે એટલે તે ઘરે હોઈ ત્યારે મારે ઘરનું કે મમ્મીનું ટેશન બિલકુલ ના હોય. આજે તેમને એક નવી જવાબદારી પરીની અર્પણ કરી હું ઓફિસ માટે નિકળી ગઈ.

ઓફિસ પહોંચીને મે પહેલાં શિખા સાથે વાત કરવાનું વિચાર્યું. કેટલા વર્ષે પછી તેને આમ અચાનક ફોન કરી કંઈ પુછવું થોડુંક તો અજીબ લાગ્યું. પણ, કોઈના ખાતર આટલું કરવું જરૂરી હતું તે વિચાર સાથે જ મે શિખાને ફોન લગાવી દીધો. બે ત્રણ રિંગ વાગ્યા પછી તેમને ફોન ઉપાડયો.

"હેલો કોણ......??" મારો નવો નંબર હતો એટલે તેને ખ્યાલ નહીં આવ્યો હોય.

"શિખા, શ્રેયા બોલું. કેમ છે તને....??"

"શ્રેયા. ઓ મેડમને આટલા વર્ષ પછી યાદ આવી છે...!!!મતલબ નક્કી કોઈ કામ હોવું જોઇએ. બોલો શું કામ છે....??"તેની બોલવાની રીત હજું તેની તે જ હતી. તે થોડિક પણ બદલી ગઈ હોય તેવું ના લાગ્યું તેની વાતો પરથી.

"હા. કંઇક પુછવું હતું. પણ તું કામમાં હોય તો પછી વાત કરીશું,એટલું જલદી નથી મારે કંઈ."

"એરે, તારાથી વધારે ઈન્પોટન બીજું મારે શું કામ હોય શકે. બોલ શું પુછવું છે તારે.....???" તે કંઈક વિચારતી હોય તેમ ચુપ થઈ ગઈ પછી તરત બોલી. "એક મિનિટ, તું ઓફિસ પર હોય તો હું ત્યાં જ આવું. એકસ્યુલી હું કાલે જ બેંગલોર આવી છું. એ બહાને આપણે મળી પણ લેશું ને તારે જે વાત કરવી છે તે કરી પણ લેશું."

"તું અહીં આવી હતી.. !!ને તે મને જાણ પણ ના કરી, આખરે તું કેવી ફેન્ડ છે મારી...!!અચ્છા હુવા કે મે તને ફોન કર્યો, ખબર તો પડી કે મેડમ અહીં છે." એક મીઠા ઠપકા સાથે હું તેમને સંભળાવી રહી હતી.

"તારે જે કહેવું હોય તે મળીને કહી દેજે બસ જો હું હમણાં જ આવી."

"ઓકે, જલદી આવજે." ફોન મુકતા જ શિખા સાથેની કેટલી પુરાની યાદો તાજી થવા લાગી.

શિખા ને હું સ્કુલ સમયથી એક સાથે હતા. સ્કુલ પુરી કર્યા પછી કોલેજમાં પણ અમે સાથે એડમિશન લીધું. અડધી કોલેજ પુરી થતા જ તેમના લગ્ન નકકી થયા. આમેય તેમને વકીલ બનાવામાં બિલકુલ મન નહોતું એટલે અંધુરા ભણતરે જ તેમને કોલેજ છોડી દીધી.

તેમના લગ્ન વખતે મારી મુલાકાત તેમના ભાઈ વિશાલ સાથે થઈ. થોડાક દિવસ સાથે રહેતા રહેતા અમે એકબીજાને કયારે પ્રેમ કરવા લાગ્યાં ખબર જ ના રહી. પ્રેમમાં પડયા પછી બધું જ બદલાઈ છે હું પણ બદલાઈ ગઈ. મમ્મી પપ્પા સાથે જીદ કરી મે વિશાલ સાથે લગ્ન કરી લીધા. જયારે તે લોકોએ મને બહું સમજાવી હતી કે જિંદગી ખાલી પ્રેમથી નથી જીવાતી તેમાં સ્મરપણ હોવું જરૂરી છે. પણ દિલ પ્રેમમાં પડયાં પછી કોઈની વાત ક્યાં સ્વિકારે છે તેને તો તે જ જોઈએ છે જેને તે જાણે છે. હજુ પણ મને તે વાતનો અફસોસ નથી કેમકે જિંદગીને જે મંજુર હોય તે જ થાય છે.

"ઓ્ઈ...... તને કહું છું....શું વિચારે છે આટલું બધું...????છેલ્લી પાંચ મિનિટથી અહીં આવી બેઠી છું તારું ધ્યાન તો કંઈ બીજે જ લાગે. આ્ઈ યુ ઓકે....??" ખરેખર હું વિચારોમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મને ખબર જ ના રહી કે શિખા કયારે આવી.

મારી નજર તેને બે ઘડી જોઈ રહી. ખુલ્લા વાળ, હાફ સ્કર્ટ ને બેલ્ક ટીર્શટ તેના આ નવા લુકના કારણે પહેલાં વાળી તે શિખા બિલકુલ નહોતી લાગી રહી. ચહેરા પર અનેરી ખુશી જે ખુશી મે તેમના લગ્ન પછી કયારે નહોતી જોઈ તે આજે આટલા વર્ષો પછી મને જોવા મળી.

"સોરી, હું તારા જ વિચારોમાં હતી. ન્યુ લુક નાઈચ." એક પળમા તેની માફી પણ માગી લીધી ને તેના નવા લુકની તારીફ કરી દીધી.

"થેન્કયું. આટલા વર્ષમાં કેટલું બદલાઈ ગયું નહીં. કદાચ બધું પહેલાં જેવું જ હોત તો આપણે આમ એકબીજાથી દુર થવું જ ના પડત. સોરી મારા કારણે તારી જિંદગી પણ ખરાબ થઈ." તે ખરેખર દિલગીરી થઈ રહી હતી પણ જે થયું તેમાં હું તેમને દોશી કેવી રીતે ઠેરાવી શકું.

"નો શિખા તું માફી શું કામ માગે છે. તેમાં તારો કે બીજા કોઈનો વાક નહોતો. કિસ્મતને શાયદ ખુશી મંજુર નહોતી." મારા ચહેરા પર હાસ્ય વિખરાઈ રહું હતું. આજે મન હળવું કરવા જુની ફેન્ડ હતી સાથે છતાં પણ તેમની સામે મારા આસું વહી ના શકયા.

"શાયદ તારી અને મારી બંનેની કિસ્મતમાં તકલીફ લખી હશે ત્યારે તો આપણે એકસાથે હોવા છતાં એકસાથે રહી ના શકયા. એનીવે જે થયું તે થઈ ગયું હવે તો બધું બરાબર છે. તારે કેમ છે...?? ન્યુ મેરેજ......."તે આગળ બોલતા અટકી ગઈ. દોસ્તીમા આટલી દુરી આવી ગઈ હતી. પહેલાં એકબીજા સાથે બધી જ વાતો શેર થતી જયારે આજે એક વાત પુછવા પણ વિચાર કરવો પડે છે.

"કેટલું અજીબ છે ને, જે વાત તું બિદાશ પુછી લેતી તે જ વાત પુછવા તું થંભી જાય છે. શું આપણા વચ્ચે આટલી દુરી આવી ગઈ કે આપણે એકબીજાને પોતાના મનની વાત પણ ના કરી શકયે. " મારા શબ્દો શિખાને ફરિયાદ કરી રહયા હતા કે કંઈ કહી રહયા હતા તે મને ખુદ સમજાતું નહોતું.

" મને એમ હતું કે તું તારી લાઈફમાં બધું ભુલી આગળ વધી ગઈ હશે પણ તું તો હજું ત્યાની ત્યાં જ છો. શું કામ એવા લોકો પાછળ પોતાની જિંદગીને બરબાદ કરી બેઠી છે. શું તને હજું પણ લાગે છે કે તે લોકોને તારી કદર હતી...??"

"શિખા, તું હજું પણ નફરતની આગને બુજવા નથી દેતી. શું કામ કરે છે આટલી નફરત તે લોકો ને જેમને હંમેશા તારો સાથ આપ્યો. "

"સાથ, કયાં સાથ ની તું વાત કરે છે..!! તે સાથ જેમાં ભુલ સંજયની હતી છતાં પણ તે લોકોએ તેના પક્ષે ઊભા રહયા હતા કારણ તેમને બેટી નહીં ઘરની આબરુ જોઇતી હતી."

"એવું કંઈ નહોતું શિખા, તેને હંમેશા તારી ખુશી જ વિચારી હતી. "

"તું જાણતી નથી કે પછી મને જ અજાણ બનાવે છે. તે દિવસ મે જયારે સુસાઈટ કર્યું તેની જવાબદાર તને ઠેરાવી દીધી કેમકે તે મારી મદદ કરી સંજયને જેલ મોકલ્યો. જયારે હકીકત કંઈક અલગ જ હતી. શું વિશાલ અને તેમનો પરિવાર હકિકત નહોતા જાણતા......??? શિખા એક બંધ કિતાબનું પન્નું ખોલવા બેઠી હતી જેનાથી હું અંજાણ નહોતી. પણ કોઈ પાછળનો આંધળો પ્રેમ મને કંઈ સમજવા દેતો નહોતો.

"જે વિશાલને તું હંમેશા પુજા કરે છે તે વિશાલને તું હજું સમજી નથી શકતી. જેમને મારી, તારી અને છેલ્લે બાકી હતું તો તેમની પોતાની બેટીની સાથે પણ."

"તેમની બેટી મતલબ પરી......!!શિખા પરીની સાથે શું થયું....???? "મારા પગ નીચેની જમીન સરકી રહી હોય તેવો આભાસ થઈ રહયો હોય તેવું લાગ્યું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શિખા વિશાલની બહેન હોવા છતાં પણ તે તેમને ગલત શું કામ કહી રહી હતી...?? શું હજું કોઈ એવી વાત છે જેના વિશે શ્રેયા અજાણ છે...???શિખા શું એક નવું રહસ્ય લઇ ને આવી છે...?? શું તે અહીં શ્રેયાની મદદ કરવા આવી હશે કે શ્રેયાની તકલીફ ને વધારવા તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED