ek mashum balki - 4 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 4

"પ્લીઝ, મારે ત્યાં ફરી નથી જવું. તે લોકો બહું ગંદા છે. મારી પાસે ખરાબ ખરાબ કામ કરાવે છે." મારી બાહોમા છુપાઈ ને ધીમે અવાજે તે રડતા રડતા બોલી રહી હતી. મે તેમની પીઠ પર હાથ ફેરવ્યો ને તેમને શાંત કરવાની કોશિશ કરી.

"તને કોઈ કહી નહીં મોકલે. તું હવે મારી સાથે રહેજે. " તેમના ચહેરા પર એક ખુશી પથરાઈ ગઈ. જાણે તે મારા આ શબ્દો જ સાંભળવા માગતી હોય.

"બેટા, તે લોકો તારી પાસે શું શું કરવાતા હતા.......???"હું ચુપ બેસી ના શકું કેમકે મારે જાણવું હતું કે ખરેખર તેમની સાથે શું થયું હશે.

"દીદી તે લોકો મને બહાર નાચવા મોકલે છે ને....!!!" તેમના શબ્દો અટકી ગયાં.

"ને શું બેટા, તું બેસ અહીં. જે વાત હોય તે શાંતિથી મને જણાવ. હું કોઈને નહીં કહું પ્રોમિસ." આજે ખાલી હું એક વકીલ જ નહોતી. કોઈની હમદર્દ પણ બનતી જ્ઇ રહી હતી.

"હા બેટા, તારે અહીં કોઈથી ડરવાની જરૂર નથી. હું અને શ્રેયા બંને તારી સાથે છીએ." મારી સાથે મમ્મી પણ તેને આશ્વાસન આપી સમજાવી રહયાં હતાં. તેમને તેમની નજર મારી સામે સ્થિર કરી ને વાત ની શરૂઆત કરી. ખરેખર એક બાળક કેટલું માસુમ હોય છે તેમને પ્રેમથી કોઈ બે શબ્દો સારા કહી દેઈ તો તેમને પોતાના સમજવા લાગે.

"દીદી, તમારા મમ્મી સાચું કહે છે મારું આ દુનિયામાં કોઈ નથી. જે હતા તેમને મને બીજાના હાથમાં આપી દીધી."

"બીજા ના હાથમાં...??" મને તેની વાતો થોડી અજીબ લાગી.

"મારા પપ્પાએ મને ઘરેથી બહાર મોકલી દીધી બીજાના ઘરે."

"ઓ...પણ કેમ...???શું તારા પપ્પા તને પસંદ નહોતા કરતાં. ??તેના પપ્પાનું નામ સાંભળતા જ તે વધારે રડી પડી એટલે મે તેમને શાંત કરતા કહયું.

"ઓકે તું તે બધી વાત પછી કરજે પહેલાં એ કહે કે ત્યાં તારું કોઈ જાણ પહેચાન વાળું હતું...??"

"ના. પપ્પાએ મને વહેચીં દીધી પૈસા ખાતર. ત્યાં મારી જેવી છોકરીને નચાવામા આવે ને મોટા વેપારીઓ ને બોલાવામાં આવે. અમારી મુહ બોલી કિંમત મળે એટલે અમને બીજે વહેંચી દેવામાં આવે. એમ મે ત્રણ વખત ઘર બદલ્યું. પછી જયારે ચોથી વખત વહેચવાની વાતો થઈ રહી હતી તો હું કંઈ પણ બહાનું બનાવી ભાગી નિકળી. મારે હવે ત્યાં નથી જવું." તેની આખોમાં સચ્ચાઈ દેખાય રહી હતી. તેના શબ્દો લાગણી ભીના હૈયાને વધારે ભીજવી રહયાં હતા. હું કંઈ પણ બોલ્યાં વગર બસ તેમને જોઈ રહી.

"દીદી, તમે મને ત્યાં નહીં મોકલો ને...??" તેની રડતી આખો મારી સામે એક સવાલ લઇ ને ઊભી હતી.

"નહીં બેટા, તું અહીં અમારી સાથે જ રહેજે." મમ્મી તેમને અહીં રહેવા કહી રહયા હતા ને હું તો હજું ચુપ જ હતી. કેમકે મને એ નહોતું સમજાતું કે આટલી માસુમ બાળકી સાથે લોકો આવું શું કામ કરતા હશે...?? મારો કોઈ જવાબ ના મળતા તેમને તેમની વાત આગળ શરૂ કરી.

"પહેલી બે વખત જયારે મને વહેચીં ત્યારે મને આ બધી સમજ નહોતી. મને દર વખતે તે લોકો સમજાવી પટાવી ને લઇ જાય ને હું પાગલ તેમની વાતો માની તે જે કહે તે કરતી જાવ. શાયદ હજુ પણ મને સમજ ના જ પડી હોત જો તે માસીએ મને સમજાવી ના હોત. આ કામ કેટલું ખરાબ છે તે વાત મને માસીએ સમજાવી. હજું પણ શાયદ હું ત્યાં જ હોત જો તે દિવસે માસીએ મને કહયું ના હોત કે તે લોકો તને નગ્ન બનાવી નચાવાના છે. "

"શું નગ્ન.....???"મારી નજર તેની સામે સ્થિર થઇ ને મમ્મીએ એકદમ જ પુછી પણ લીધું.

"હા, તે દિવસ મારી બોલી લગાવાની હતી. જેમાં જે છોકરી વધારે ખુબસુરત હોય તે છોકરી ને ખુલ્લા કપડે નાચવાનું હતું. જેમાં મારી પસંદગી થઈ હતી. મને બીજી બધી વાત તો ખબર નથી પણ માસીએ મને એટલું સમજાવ્યું કે તું તેમની સામે વગર કપડે નાચી તો દુનિયાની નજરમાં તું વેશ્યા બની જાય. તેમને મને ચોરી છુપે ત્યાથી બહાર નીકાળી ને મને કહયું કે આ ગલી, આ શહેર ,આ રસ્તો બધું છોડી તું અત્યારે જ જતી રહે. ને તેમને મને મેલા કપડાં અને થોડી ખરાબ હાલત બનાવી ટ્રેનમાં બેસાડી દીધી." એક વારમાં તે બધી વાત કહી એકદમ શાંત થઇ ગઈ. જાણે કોઈ ઉડા વિચારમાં ખોવાયેલ હોય તેમ તે મારી સામે જોઇ રહી.

"દિદી, આ વેશ્યા શું કહેવાય...???" તેના શબ્દોએ મારા રુવાડા ઊભા કરી દીધા. જે બાળકની ઉમર વિચારો વગરની શુન્ય હોય છે તે બાળકને આ બધું જાણવાની ફરજ કેવી રીતે પડી શકે. મારે તેનો જવાબ કંઈ રીતે આપવો તે મને ના સમજાણું એટલે મે તેમને એકદમ ગળે લગાવી દીધી. મમ્મીના આંખમાંથી પણ આસું ટપકી પડયાં.

"દીદી, કહો ને આ વેશ્યા શું હોય છે...??? ત્યાં લોકો આવી જ વાતો કરતાં હતા બધા." હું અને મમ્મી બંને એકબીજા ને જોઇ રહયાં. જેના વિશે દુનિયામાં સૌથી વધારે ચર્ચા ચાલતી હોય છે પણ આમ કોઈ બાળકને....!! શું આટલી માસુસ બાળકી ને તેનો ભોગ બનાવી રહયાં છે લોકો....??" મારા સવાલો અને વિચારો એકસાથે ગુસ્સો બની ઊભરાઈ ગયાં પણ અત્યારે સમય તે બાળકી ને સમજાવાનો હતો. તેમની અંદર જે વિચારો ભરાઈ ગયાં છે તેમને દુર કરવાનો હતો.

"બેટા હજું તારી ઉંમર નથી તે બધું જાણવાની કે સમજવાની. તું હવે મારા ઘરે છે. તારે અહીં મારી સાથે ખુશ રહેવાનું છે. "

"નહીં. જેવી રીતે તમે તમારા સ્વાર્થ ખાતર મને ના અપનાવી શકો તેવી રીતે હું પણ તમને પરેશાન કરી તમારી સાથે ના રહી શકું. લોકો મને જોશે તો તે પણ પૈસા ખાતર તે લોકોને મારી જાણ કરશે. દીદી આખી દુનિયા ખાલી પૈસા ખાતર જ જીવે છે. "

જે દુનિયાને હું જાણું છું તે દુનિયાને તે પણ જાણે છે. બસ ફરક એટલો છે કે તેમને આટલી નાની ઉંમરમાં બધું સમજી લીધું ને મને સમજતાં થોડો સમય લાગી ગયો.

"અહિ અમારા બંને સિવાય તારી વાત કોઈ નહીં જાણે. તું અહીં બિલકુલ સુરક્ષિત છે. કેમકે શ્રેયા આ લોકો ને તારા સુધી પહોંચ્યા પહેલાં જ તે લોકોનો પડદો ફાસ્ટ કરી દેશે. કરી ને શ્રેયા તું આની મદદ...??" મમ્મીના સવાલે મારા વિચારો તુટયાં. હું તેમની બંનેની સામે જોતી રહી.

મારી જિંદગીમા કોણ હતું કે મને કોઈનો ડર હોય. "હા હું લડી બેટા તારા માટે. જે લોકોએ તારી સાથે ખરાબ કર્યું છે તેમને તેમની સજા મળવી જોઈએ. શું તું આ લડતમાં મારો સાથ આપી...??? "

તે મારી સામે તાકી રહી. હજું તેમને આ બધી સમજ કયાં હોવાની. હજું તો તેમને જિંદગીનું એક પગથિયું ચડયું છે. ત્યાં આટલી બધી મુશકેલ પળો નો સામનો. આજે મને ખરેખર એવું મહેસુસ થાય છે કે આ બધું એક છોકરી સાથે એટલે જ થઇ રહયું છે કેમકે અમે ચુપ છીએ. જયાં સુધી એક સ્ત્રી તેમની લડત ખુદ નહીં લડતા શીખે ત્યાં સુધી તે લોકોની આવી જાળમાં ગુંથાતી રહેશે. હું મારા વિચારોમાં ખોવાઈ રહી હતી ત્યાં જ તે ફરી રડવા લાગી ને રડતા રડતા બોલી પડી.

"હું બધું કરી પણ કોઈની સામે કયારે કપડાં ઉતારીને નહીં નાચું. તે માસી કહેતાં હતા આ કામ બહું ખરાબ કહેવાય." તેના વિચારો હજું તે જ વાતો વિચારી રહયા હતા.

કાશ હું તેમને સમજાવી શકતી હોત કે તે માસી સાચું કહેતા હતા. આ કામ ખરાબ જ નહીં પણ કેટલી જિંદગી ને તબ્હા કરી દેઈ છે.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શું ખરેખર તે માસુમ બાળકી સાથે આવું થયું હશે...?? શું દુનિયામાં આવા પણ લોકો હશે કે કોઈ માસુમ બાળકીની બલી ચડાવી દેવા તૈયાર થતા હશે.....?? આ વાર્તામાં તે બાળકી ગરીબ ઘરની છોકરી નથી તે વાત તો સાચી છે તો શું પૈસા ખાતર તેમના પપ્પાએ તેમને વહેચી હશે કે કોઈ બીજું કારણ હશે...??? શું શ્રેયા તે બધા રસ્તાને ઉકેલી તે બાળકીની સાથે જે થયું તેમનો ન્યાય આપાવી શકશે..તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED