ek mashum balki - 9 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 9

"તે વિશાલને ખરેખર.....!!" મારી આંખો ફરી છલકાઈ ગઈ. પ્રેમની લાગણી તે વિચારોને ફરી જીવીત કરી ગઈ. હું મમ્મી સામે જોઈ રહી ને મમ્મી મારા ચહેરાને તાકી રહી. અમારી બંનેની નજર એક નજરે થંભી ગઈ.

આજે વિશ્વાસ મને ખુદ મારા પર જ નહોતો આવી રહયો કે હું આટલી કઠોર કેવી રીતે બની ગઈ. પણ તેના સિવાય બીજો રસ્તો પણ કયાં કંઈ હતો. ડર તો હજું દિલના ખુણામાં હતો જ કે કંઈક તે ખરેખર વિશાલને મારી ના દેઇ. પણ તેના કરતાં એક વાતની નવી આશ જાગી હતી કે ભગીરથ ને વિશાલ સાથે કોઈ મતલબ ના હતો. એટલે જ તો ફરી ડરાવાની કોશિશ કરી રહયો હતો. આ તેનો ડર અને મમ્મીનો હોસલો મારી હિમ્મત બની રહયા હતો. પણ, તે પરિને મેળવવા શું કામ માંગતો હશે આ વિચારે મારા વિચારો ઘડીભર થંભી ગયા. ત્યાં જ પરી મારી પાસે આવી ઊભી રહી ગઈ.

"મમ્મા, શું થયું......??કોઈ તને પરેશાન કરે છે...?? " પરીના ભાવહીન ચહેરો મારી સામે સવાલ બની ઊભો રહયો ને હું તેને જોઈ રહી.

"મમ્મા, અહીં બેસ મારી પાસે. હું તને એક વાર્તા સંભળાવું." હું કંઈ બોલ્યા વગર જ તેમની પાસે બેસી ગઈ. તે શું કહે છે તે મારે સાંભળવું હતું.

"મમ્મા, એક અમીર ઘરની કોઈ બાઈને પોતાની જિંદગીમાં બધા પ્રકારની ખુશી હતી. તે તેમના પરિવાર સાથે ખુશીથી જીવતી હતી. બધું ઘરમાં હતું. પૈસા, ગાડી, બંગલો, સુખી પરિવાર. તેમનો પતિ એક સારો બિઝનેસ મેન હતો. તેમનો બિઝનેસ આટલો મોટો હોવા છતાં તે તેમની પત્ની સાથે સમય વિતાવી લેતો. આ સુખી પરિવારનું કારણ તે બાઈ જ હતી. બધી જ મુશકેલ પળોને તે હસ્તા હસ્તા સ્વિકારી લેતી." તે આટલું બોલતા થોડું થંભી ગઈ ને હું હજું તેમને સાંભળી રહી હતી.

"એક દિવસ તેમની જિંદગીમાં દુઃખની પળો આવી ઊભી રહી. તે હિમ્મતવાન હારવા નહોતી માગતી પણ સંજોગો એવા હતા કે તે હારી ગઈ. પૈસા ખાતર કોઈ તેમના પંદર વર્ષના બાળકને કિડનેપ કરી ગયું. તે જાણતી હતી ત્યાં સુધી તેમને એ હતું કે તેમનો પતિ પાસે અઢળક રુપીયા હતા તો તે પૈસા આપી તેમના બાળકને છોડાવી લેશે પણ જયારે તેને જાણયું તો ખબર પડી કે છેલ્લાં એક વર્ષથી તેમના બિઝનેસમાં આવતા નુકશાનના કારણે તેમને બધી મિલકતો ગીરવે મુકી દીધી છે. આ વાતની જાણ તે બાઈ ને અત્યારે થઈ. એક બાજું તેમનો પતિની ખરાબ હાલત થઈ ગઈ હતી ને બીજી બાજું તેમના છોકરાની જિંદગી. તે શું કરે તેમને સમજાતું નહોતું. પછી શું થયું ખબર છે મમ્મા...?? " તે મને સવાલ કરતી હોય તેમ થોડીવાર માટે રુકી ગઈ. મે નકારમાં માથું હલાવ્યું એટલે તેમને વાત આગળ શરૂ કરી.

"તે હિમ્મતવાન નારીએ થોડી હિમ્મત દાખવીને કિડનેપરને ફોન કર્યો ને તેમને પૈસાની લાલચ આપી બોલાવી લીધો. આ વાત તેમને બીજા કોઈને જાહેર ના કરતાં તેમને એકલાં જ કામ પતાવવાનો વિચાર કર્યો. કિડનેપરને પૈસા મળ્યા એટલે તે તેમને છોકરો આપી દીધો. કેમકે તેમને પૈસા સાથે મતલબ હતો. પછી કિડનેપર પૈસાનો થેલો જોવે તો તેમને ખ્યાલ આવ્યો કે પૈસા તો ખોટો હતા. પછી શું તે કિડનેપર કોઈને કહે તો તે પકડાઈ જાય એટલે તે કંઈ બોલ્યાં વગર ચુપ રહયો. ને તે હિમ્મતવાન બાઈ તે કિડનેપરને બેવકૂફ બનાવામાં કામયાબ રહી. મમ્મા, ક્યારેય આપણે એવું સમજતા હોયે કે આપણે કંઈ ના કરી શકયે પણ જો પોતાના પર વિશ્વાસ હોય તો બધાને હરાવી શકયે. તે બાયે કિડનેપરને હરાવ્યો જ નહીં પણ સબક પણ શીખવી દીધો કે કોઈ કામ વિચાર્યા વગર કરીએ કે કોઈ લાલચથી કરીએ તો તેમનું પરિણામ ખોખલું જ હોય છે. "

"વાહ, આટલી સરસ વાર્તા ને આ બધી વાતો તને કોને શીખવી...??" ખરેખર મને તે બાળકી પર આજે લાગણી જ નહીં પણ ગર્વ પણ થતો હતો કે ખરેખર તેમની માતા ધન્ય કહેવાય કે જેમને આ બાળકીને જન્મ આપ્યો. તેમની આ વાર્તા મને પણ ધણું સમજાવી ગઈ ને સાથે એક રસ્તો પણ બતાવતી ગઈ.

"હું જયાં રેહતી હતી તે માસી મને રોજ આવી જ વાર્તોઓ કહેતા ને હું તે વાર્તાને યાદ કરી લેતી. " તેમને એકદમ નિષ્ઠા પૂર્વક જવાબ આપ્યો ને ફરી ચુપ થઈ ગઈ. જાણે તે કોઈની યાદમાં ખોવાઈ ગઈ હોય તેમ.

"તે માસીની યાદ આવે છે તને....???" મે તેમનો હાથ મારા હાથમાં લેતા પુછ્યું. તેમને હકારમાં માથું હલાવ્યું ને મારી સામે જોઈ રહી.

"બહું જલદી આપણે તે માસીને મળીશૂં. ને સાથે ત્યાં જેટલી તારી ફેન્ડ હતી તે બધીને પણ આઝાદ કરાવી દેશું. "

"સાચું મમ્મા.....?? " મે હકારમાં માથું હલાવ્યું એટલે તેનો ચહેરો ખુશીથી ફુલી ઉઠયો. મને તે ચહેરો જોઈને એક અનેરો આંનદ થઈ રહયો હતો. ખરેખર આજે તેમની નહીં પણ મારી નવી જિંદગીની શરૂઆત થઇ હોય તેવું હું અનુભવી રહી હતી.

"થેન્કયું સો મચ પરી, આજે તે મને જે આપ્યું તે હું જિંદગી ભર નહીં ભુલી શકું." મે તેમને એકદમથી ગળે લગાવી દીધી. મારી મમતા તેમના નાજુક નમણા ચહેરાની સામે ફરી થંભી ગઈ. અચાનક મમ્મીની દવા યાદ આવતા હું ત્યાંથી ઊભી થઈને મમ્મી ને દવા આપવા ગઈ.

"મમ્મી, મને રસ્તો મળી ગયો કે હવે મારે શું કરવું જોઈએ." મે મમ્મીના હાથમાં દવા આપી ને તેમને મારી ખુશી જાહેર કરતા કહયું.

"શું.....??"જાણતી હતી મારું આટલું કહેતાં જ મમ્મીના સવાલો શરૂ થઈ જશે. આખિર તે પણ એક જજ હતી ને.

"અત્યારે કંઈ નહીં પહેલાં ભગીરથ શું કર્યું તે જાણવું જરૂરી છે. "

"તું તેમને કોલ કરી પુછી.....?? "

"નો મમ્મી, તને શું હું એકદમ ભોળી લાગું છું. વકીલ છું ભગીરથ જેવા કેટલાને હરાવ્યા છે મે. "

"એ તો મને ખબર જ છે કે તું ભોળી નથી. પણ, લાગણીમાં ગુંથાઈ જ્ઈ લોકો સામે હારી જાય છે. "

"હવે નહીં, આ લાગણી વાળું સ્પેટર આજથી હંમેશા માટે બંધ. તને પરોઠા ચાલશે....??? "મે વાતને બદલીને હું રસોઈ તરફ વળી. તે કંઈ બોલી નહીં પણ પરી મારી પાછળ આવતા બોલી. "મમ્મા, થોડું જલદી બનાવજો ભુખ લાગી છે. "

"બસ યુ ગઈ ઔર યુ બના કે આ્ઈ." હું રસોઈમાં ગઈ ને તે સોફા પર બેસી ઈતજાર કરવા લાગી.

વાતોમાં સમય ધણો નિકળી ગયો હતો ને ભુખ તો મને પણ જોરથી લાગી રહી હતી. ફટાફટ રસોઈ બનાવી અમે ત્રણેય જમવા બેઠા. નાસ્તાના ટેબલ પર પણ વાતો ચાલતી જ રહી.

"શ્રેયા, શું વિચાર્યું ભગીરથનું.....??" મમ્મી હજું તે વાત પર જ અટકેલી હતી. તે કયારે મારા પર વિશ્વાસ ના કરતી કેમકે તેમને હંમેશા લાગતું કે હું લાગણીમાં ફસાઇ જાવ છું. ને તેવું થતું પણ ખરું. પણ હવે નહીં થાઇ તે મે મનથી વિચારી લીધું હતું.

"હજું સુધી કંઈ નથી વિચાર્યું. પણ મને લાગે છે આ વાત શિખાને એક વાર પુછી જોવ."

"શિખા....!!!!તેમને તો આત્મહત્યા કરી હતી ને....??" મમ્મી મારી સામે જોઈ રહી જાણે મે તેમનું નામ લઇ ને ગુનો કર્યો હોય.

"શું જોવે છે આમ મને. શિખા જીવે છે તે તું નથી જાણતી....??" થાળીમાં પરોઠા પિરચતા મે મમ્મીને શાંતિપૂર્ણ જવાબ આપ્યો.

"તે કયારે તેમના વિશે વાત કરી હોય તો મને ખબર હોય ને...!! જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તો તે છેલ્લાં છ વર્ષથી કોઈની સાથે વાત પણ નથી કરી."

"બીજા કોઈ સાથે તો નથી કરી પણ શિખા સાથે એક બે વખત કરી હતી."

"જેના કારણે તારી જિંદગી ખામોશ બની ગઈ તેની સાથે જ તું વાતો કરે છે. તને ખરેખર હું સમજી શકતી નથી. "

"એ જ તો પ્રોબ્લેમ છે મમ્મી કે કોઈ મને સમજવા નથી માંગતું. ખેર છોડ ને શાંતિથી જમી લે આખી રાત તારે મારી સાથે જાગવાનું જો છે. "

"આખી રાત....!! પણ કેમ...?? "થોડીક વાર સુધી હું કંઈ જવાબ ના આપું તો ચોક્કસ મમ્મીને હાડૅએટક આવી જાય. એટલે મે તરત જ કહયું.

"મજાક કરું છું. તને આખી રાત જગાડીને મારે શું કાલે તારા માટે ઘરે બેસવું." આટલું સાંભળતા જ પરી હસવા લાગી ને તેની સાથે હું ને મમ્મી બંને. વાતાવરણ ખરેખર બદલાતું જ્ઇ રહયું હતું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરીની જિંદગીની સાથે શ્રેયાની જિંદગીના રહસ્ય પણ ખુલતાં જાય છે ત્યારે શું શ્રેયા સાથે જોડાયેલું જ કોઈ રહસ્ય પરી હશે...???શું તે વિશાલને બચાવાની કોશિશ નહીં કરે...?? આ એક નવું રહસ્ય શિખાનું શું તેની પાછળ પણ ગહેરું રાજ હશે...?? શું ખરેખર તે આટલા વર્ષમાં કોઈને નહીં મળી હોય....??શું તેમને તેમની પોતાની બેટીના હાલ ચાલ પણ નહીં પુછ્યા હોય...??શું ખરેખર એક માં આટલી કઠોર દિલ પણ હોય શકે કે તેના પાછળનું પણ કોઈ કારણ હશે તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED