ek mashum balki - 6 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 6

"કોણ છે શ્રેયા...???" હું ફોન કાનેથી હટાવી રહી હતી ત્યાં જ મમ્મીએ પુછી લીધું.

"ખબર નહીં." હું મમ્મીને કંઈ વાત કરું તે પહેલાં જ મારા મોબાઈલ પર મેસેજ આવ્યો. તે અજાણ્યા નંબર પરથી જ હતો. મે તે મેસેજને ખોલ્યો તો તેમાં ખાલી તેમનું એડ્રેસ હતું.

"મમ્મી, આ એડ્રેસ તો મારી ઓફિસની પાછળનું છે....!!મતલબ તે જે કોઈ પણ છે તે મને જાણે છે." હું મમ્મીને વધારે કંઈ વાત કરું ત્યાં ફરી તેમનો કોલ આવ્યો. મે ફોન ઉપાડયો.

"એડ્રેસ મોકલી દીધું છે. કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ નહીં કરતા શ્રેયા મેડમ....... નહીંતર તુ તો ફસાઈ જ ગઈ છો. સાથે તારી સાથે જોડાયેલા લોકો પણ ફસાઈ જશે."

"તું કોણ છે....???જો તું મને ઓળખે છે તો તને ખ્યાલ જ હશે કે હું કોઈ ની લુખી ધમકીથી ડરતી નથી." મે થોડીક હિમ્મત રાખી તેમની સાથે વાત કરી એ જાણવા કે તે કોણ છે.

"યાદ કર તારો પહેલો ફેન્ડ ને છેલ્લો દુશ્મન. તને છ કલાકનો સમય આપું છું. જો તે એવું ના કર્યું તો પછી તું જાણે છે કે હું તારી સાથે શું કરી શકું." આટલું કહી તેમને ફોન કટ કર્યો ને હું એમ જ બેઠી રહી વિચારતી રહી કે તે કોણ છે.

મે કોઈને કયારે દુશ્મન બનાવ્યા જ ના હતા તો તે મારો દુશ્મન કંઈ રીતે હોય શકે...?? તેનો અવાજ થોડો જાન પહેચાન વાળો લાગ્યો. પણ અચાનક આવેલા આમ તેના ફોનથી મને તે અવાજ પર અંદાજો નહોતો આવી રહયો. હું યાદ કરવાની કોશિશ કરી રહી હતી કે ખરેખર તે કોણ છે..???ને તે મને શું કામ હેરાન કરવાની કોશિશ કરે છે......??મારા સવાલો મનમાં જ ઉલજતા રહયા ને સાથે મમ્મીને આ વાત બતાવી તો તે પણ વિચારોમાં ખોવાઈ ગઈ.

અચાનક મારા માઈન્ડમા તે વ્યક્તિનું નામ આવ્યું. " મમ્મી, કંઈક તે ભગીરથ તો નહીં હોય ને...??"

"ભગીરથ, તારો દુશ્મન કેવી રીતે હોય શકે...?? "

"મને પણ એ જ વિચાર આવે છે. પણ, આ અવાજ તો તેનો જ હતો. છેલ્લા એક વર્ષથી તેનું મારા પ્રત્યેનું વર્તન થોડું બદલાઈ ગયું હોય તેવું મને લાગતું હતું. "

"તે કંઈ કર્યું તેની સાથે...??"

"ના. પણ એક વર્ષ પહેલાં અમે બંને એકબીજાની ખિલાપ કેસ લડી રહયા હતા. ત્યારે તે હારી ગયો ને હું જીતી ગઈ હતી શાયદ તે દિવસે તેની સાથે જે થયું તેના કારણે તે મારી સાથે....!!!" હું ખુદ કન્ફયુઝન હતી.

મમ્મીની વાતો સાથે જ મારા વિચારો તેની સાથે જોડાયેલ પળોને યાદ કરાવી ગયા. હું અને ભગીરથ એક જ કોલેજમાં હતા. તે મારો બેસ્ટ ફેન્ડ છે. અમે બંને એકબીજાનો પહેલેથી બહું જ સ્પૉટ કરતા રહયાં. કયારે એકબીજા ના ખિલાપ પણ કેસ લડવામાં ઊભા રહી જતા. પણ, હાર જીત થતા અમે કયારે ખુદ લડતા નહીં. અમારી વચ્ચેની બધી જ વાતો કોમન હતી. તે લગભગ મારા વિશે બધું જાણતો ને હું તેમના વિશે. તો વાત શકય કેવી રીતે હોય શકે તે મારો દુશમન..!! મારા વિચારો હજું ચાલતા જ હતા ત્યાં મમ્મીએ મારા વિચારોમાં ખલેલ પાડી.

"તેની સાથે.....!!!"

"હા. તે દિવસે એક છોકરીનો કેસ આવ્યો ને મે છોકરીના સ્પૉટ કર્યો ને તેમને છોકરાનો. તે જાણતો હતો કે તે છોકરો યોગ્ય નથી. છતાં પણ તે પૈસા ખાતર તે છોકરીની ખિલાપ લડવા તૈયાર થઇ ગયો. જયારે મે તેમને ઘણો સમજાવ્યો પણ તે ના માન્યો. ને તે મારી સામે કેસ હારી ગયો એટલે બીજા વકીલોએ તેમની મજાક ઉડાવી. શાયદ તેમને એ લાગ્યું હશે કે આ તેમની મજાક મારા કારણે ઉડી પણ હું એવું શું કામ કરું...??" મને હજું તે વાત ગળે ઉતરતી ના હતી કે ભગીરથ મારો દુશ્મન બની શકે.

"આ સમયે કોણ કયારે બાજી પલટી જાય કંઈ ખબર ના પડે."

"મમ્મી, મારે તેમને મળવું જોઈએ. તેને હું જાણું છું તે કયારે કોઈનું ખરાબ ના કરી શકે. આ્ઈથીગ તે કોઈ મુશ્કેલીમાં હોય... "

"તું ખરેખર એકદમ ભોળી છે. આ દુનિયા તારા જેવી લાગણીહીન નથી બેટા, તું જેને સારા સમજ છે તે સારા નથી. "

"જાણું છું. પણ ભગીરથ ને હું છેલ્લાં પંદર વર્ષથી ઓળખું છું તે બ્લેકમેલ ના હોય શકે આટલો તો વિશ્વાસ છે મને."

"તને કોના પર વિશ્વાસ નથી હોતો.." મમ્મી આટલું કહી ને ચુપ થઈ ગયાં ને હું તેમને જોતી રહી. મમ્મીની આખોમાં મારા પ્રત્યેની ચિંતા મને દેખાય રહી હતી.

"મારા પાસે એવું કંઈ નથી જેનો મને ખોવાનો ડર હોય. મે હંમેશા લોકોની મદદ કરી છે તો આ વખતે પણ હું પરિને બચાવવા મારાથી બંને તેટલી કોશિશ કરવા તૈયાર છું. "

"પણ બેટા..."

"તને મારી ચિંતા થતી હશે. પણ મમ્મી તે જ મને શીખવ્યું છે ને કે કોઈની જિંદગી આપણા કારણે બદલી શકતી હોય તો પછી પોતાની ચિંતા ના કરવી જોઈએ."

"ઠીક છે. તું આ લડત લડવા માગે છે તો લડ, હું તને નહીં રોકું. પણ આ વખતે તું કોઈના ખાતર તકલીફ સહન નહીં કરે. "

"ઓકે. આ વખતે તારી આ વાત પણ માની ને હું આગળ વધી. આમેય આ વખતે તો મને હસાવા વાળી મારી પરિ મારી સાથે છે. "

"લો પરીનું નામ લીધું ને પરિ આવી પણ ગઈ." મમ્મીએ પરીનું નામ લીધું ને મે પાછળ ફરી ને જોયું. તે નિંદરમાંથી ઊઠી અમે જયાં બેઠા હતા ત્યાં આવી.

"મોમ, કેટલા વાગ્યાં..??" તેમને આવતા જ સીધું મને પુછ્યું.

"કેમ શું થયું....??"

"પાંચ વાગ્યે મારે ડાન્સ શીખવા જવાનું છે. "

"કોને કીધું તને...??" તે મારી સામે જોઈ રહી. જાણે તેની પાસે કોઈ સવાલનો જવાબ જ ના હોય. મે તેમને ગળે લગાવી દીધી .

આટલી માસુમ બાળકીને આ બધું સહન કરવાનું. હું તેમને હવે તે જગ્યાએ ફરી કયારે નહીં જવા દવ જેના માટે મારે ગમે તે કરવું પડે તે હું કરી.

"બેટા, અહીં હવે તારે કંઇ કરવાની જરૂર નથી તને જે ગમે તે તું કર."

"થેન્કયું મોમ, હું ટીવી જોઈ શકું...?? "

મે ટીવી શરુ કરી ને તેને રિમોટ આપી દીધો. તે ખુશ થતી ટીવી સામે બેસી ગઈ. તેના ચહેરા પર ખુશીની એક હસીન રેખા હતી જે મને અને મમ્મીને લાગણીહિન બનાવી જતી.

"મમ્મી, હું ભગીરથને મળતી આવું. તમે પરીનું અને તમારું ધ્યાન રાખજો. " હું રૂમમાંથી બેગ લઇ ને બહાર નિકળી ગઈ. આજે થોડાક સમયનું કામ હતું એટલે ગાડી લઇ ને હું નિકળી. કેમકે બસનો કોઈ ભરોસો ના હતો. ને મારે સમયસર ઘરે પણ પહોચવાનું હતું.

તેમનું એડ્રેસ મારે ગોતવાની જરુર ના હતી. કેમકે, હું તેમને અને તેમની જગ્યાને સારી રીતે જાણતી હતી. તે ત્યાં જ રાહ જોઈને બેઠો જ હતો.

"મને ખબર જ હતી કે તું આવી....તે છોકરી કયાં છે...??ભગીરથે તેમના ચહેરાને મારી તરફ કરતાં પુછયું.

"તું કયારથી મારો દુશ્મન બની ગયો...?? "

"મારી પાસે બીજો ફાલતું સમય નથી. તે છોકરી લાવી સાથે કે નહીં...??" તે ગુસ્સામાં ભડકી ઉઠયો જયારે આજ પહેલાં તેમને મારી સાથે આવી રીતે કયારેય પણ વાતો નહોતી કરી.

"પહેલાં મારા સવાલનો જવાબ આપ પછી કહું." મે તેમને શાંતિથી કહયું.

"તારા સવાલનો જવાબ........હા હા... "તે જોર જોર થી હસવા લાગ્યો. તેની હસીમા ગુસ્સો સાફ છલકાઈ રહયો હતો.

હું કંઈ વિચારું ને કંઈ વાત કરું તે પહેલાં જ તેમને મને વિડિયો શરુ કરી બતાવી. હું તે જોઈ એકદમ સ્તંભ બની ગઈ. જાણે મારા પગ નીચેની જમીન સરકી ગઈ.

"શું છે આ બધું ભગીરથ......????

"જોઈ લે તને જે દેખાય તે.....જો તે છોકરીને મારા હલાવે ના કરી તો તું જાણે છે મારા એક ફોન પર તેની જિંદગી ખતમ થઈ જશે. એટલે ચુપચાપ ઘરે જા ને તે છોકરી ને લઈ ને આવ."

તું આવું શું કામ કરે છે.....?? મે તારું બગાડયું હોય તો તેની સજા મને આપ. આમ માસુમ બાળકીને શું કામ આપે છે...?? "
મને તારા ફાલતું સવાલનો જવાબ આપવાનો કોઈ શોક નથી. તને જે કામ માટે બોલાવી છે તે કામ પુરુ કર. નહિતર......."

"નહીંતર શું કરી તું.......???"તેને કંઈ જવાબ ના આપતાં સીધો જ કોઈને કોલ કર્યો. હું તેમને બસ જોતી રહી કે તે શું કરે છે.

"તેને ખતમ કરી દો." તેને ફોન પર આટલી જ વાત કરીને ફોન કટ કરી દીધો.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
તે બાળકીને બચાવાના ચક્કરમાં શ્રેયા ખુદ ફસાઈ રહી છે ત્યારે શું તે જાણી શકશે કે ભગીરથ આવું શું કામ કરે છે....??? ભગીરથે કોને કિડનેપ કરેલો છે શું તે શ્રેયાનું કોઈ ખાસ વ્યક્તિ છે..??? શું શ્રેયા ભગીરથને તે માસુમ બાળકી આપી દેશે...???શું શ્રેયાના જીવનની એક કડી આ છોકરીના જીવન સાથે જોડાઈ રહી છે ત્યારે આગળ શું થશે તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"

બીજા રસપ્રદ વિકલ્પો