ek mashum balki - 12 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 12

"હા, મારે તને આ વાત પહેલાં જ કહેવી હતી પણ કયારે એવો સમય આવ્યો જ નહીં કે હું તને બધું જણાવી શકું" તે બધી જ વાતો શરૂઆતથી કરવા માગતી હોય તેમ મારી સામે જોઈ રહી. હું તેને હજું તે જ નજરે જોઈ રહી હતી.

"શ્રેયા, જે ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયાં તે ઘરના દરવાજા મારા માટે પણ બંધ થઇ ગયાં."

"પણ, કેમ ફરી કંઈ થયું હતું...??" ખબર નહીં પણ કેમ મને તેની વાત સાંભળવાની ઈચ્છા જાગી રહી હતી.

"હા. તારા ગયાં પછી તેમને સંજયને છોડાવી લીધો ને મને ફરી તેમની સાથે જવા માટે ફોર્સ કરી રહયા હતા. હું ફરી મારી જિંદગી ખરાબ કેવી રીતે કરું તું જ બતાવ..!! જે માણસે મારા વિચારો, મારું હોવું બધું જ ખતમ કરી દીધું તે માણસ સાથે ફરી હું કેવી રીતે જ્ઈ શકું.....?? શાયદ ત્યારે તું ત્યાં મારી સાથે હોત તો મારે એકલા આ લડત લડવી ના પડત. તું તે લોકોને સમજાવી શકત."

"ફરી તું તેની સાથે જવા તૈયાર થઈ ગઈ...??"

"ના. તે લોકોએ મને બે રસ્તા બતાવ્યા જો હું સંજયની સાથે ફરી જતી રહું તો તે લોકો મારો સાથ બની હંમેશા મારી સાથે રહશે ને જો તેમની સાથે હું ના જાવ તો આ ઘર, આ પરિવાર સાથે મારા સંબધો હંમેશા પુરા થઈ જાય. જે પરિવાર મારી સાથે ત્યારે નહોતો ઊભો એ પછી કયારે ઊભો રહેવાનો હતો. એ વિચાર સાથે જ મે તે ઘરને છોડી દીધું. મને ત્યારે તારી જરૂર હતી પણ હું તને ફરી કેવી રીતે જલીલ કરી શકું. મારા કારણે જ તો તારી જિંદગી ખરાબ થઈ હતી. " આટલું કહેતા જ તેમની આંખો આસુંથી છલકાઈ ગઈ.

મને તેને ગળે લગાવીને તેમના આસું લુછવાનું મન થયું પણ ભગીરથના કારણે મારા વિચારો થંભી ગયા. હું તેમના માટે કંઈ પણ બોલી ના શકી. બસ તેની વાતો સાંભળતી રહી.

"હું તે ઘરેથી નિકળી તો ગઈ પણ શું કરી,ક્યાં જાવ મને કંઈ જ સમજાતું નહોતું. ત્યાં જ રસ્તામાં ભગીરથ મને મળ્યો. ત્યારે તે એક જ હતો જે મને સાહારો આપી શકે એમ હતો. હું તુટી અને હારી ગઈ હતી તેમને મને એક નવી જિંદગીની રાહ બતાવી. આજે જો શાયદ તે મારી જિંદગી બનીને ના આવ્યો હોત તો શાયદ હું પાગલ બની રસ્તામાં રખડતી હોત. એક વર્ષ સુધી અમે એમ જ સાથે રહયા ને પછી એક વર્ષ પછી લગ્ન કરી લીધા. આજે હું જે કંઈ પણ છું ભગીરથ ના કારણે જ છું. ને તું કહે તે માણસ વિશાલનું કિડનેપ કર્યું હોય તે વાત હું કેવી રીતે માની લવ. " તેની ખામોશ પળને હું સાંત્વના ના આપી શકી. કેમકે તે અત્યારે ભગીરથની પત્ની બની મારી સામે ઊભી હતી જેમને વિશાલને કીડનેપ કર્યો છે.

"શિખા તું અને હું બંને એક એવા રસ્તા પર ઊભા છીએ જ્યાં બંનેને પોતાના પતિ પર વિશ્વાસ છે એટલે તું મારી વાત નહીં સ્વિકારી શકે પણ હકિકત એ જ છે કે ભગીરથે એક માસુમ બાળકી માટે વિશાલને કિડનેપ કર્યો છે. " હું તેના પર ગુસ્સો ના કરી શકી ના તેમને વધારે કંઈ કહી શકી.

"એક માસુમ બાળકી...!! "તે ખરેખર અંજાણ હતી કે અજાણ બનવાની કોશિશ કરી રહી હતી તે હું તેમના ચહેરાને સમજી ના શકી.

"હા. એક માસુમ બાળકી, શાયદ તે પેપરમાં ન્યુઝ વાંચી હશે. તે બાળકીને જે ગોતી કાઠે તેમના માટે પાંચ લાખનું ઇનામ છે. મને પણ વિશ્વાસ નથી આવતો કે ભગીરથ પૈસા ખાતર આવું પણ કરી શકે. "ટુકમા જે બન્યું મે બધું જ તેમને જણાવી દીધું. પણ તેનો ચહેરાનો ભાવ થોડો પણ બદલાણો હોય તેવું ના લાગ્યું. તેમને હજું તે વાત ખોટી લાગતી હતી.

"પૈસા ખાતર..!!!શ્રેયા તને અંદાજો પણ છે કે તું શું વાત કરે છે..?? "

"એક કામ કર ને તું જ ભગીરથ ને પુછી જો. તને મારા પર તો વિશ્વાસ નહીં જ આવે. ને સાથે એ પણ પુછી જ લેજે કે વિશાલને શું કર્યું...?? " શિખા ભગીરથ ને ફોન લગાવી કંઈ પુછે તે પહેલાં જ ભગીરથ તેમની સામે આવી ઊભો રહયો.

"તેની જરુર નથી શ્રેયા. શિખાનો વિશ્વાસ સાચો છે."

"ઓ...મતલબ હવે તું મને ખોટી સાબિત કરવા માટે આવ્યો છે. "

"નહીં. હું અહીં તમારી વાતોમાં ખલેલ બનવા નથી આવ્યો, ના તારા વિશ્વાસને તોડવા. પણ શિખા જે કહે છે તે સાચું છે. મે વિશાલનું કિડનેપ નથી કર્યું. "

"તો તે વિડિયો....?? ને આ બધા ખેલ શેના હતા..??" મને હજું ભગીરથ કે શિખા સમજાતા ના હતા. હું તેને હવે નફરતની નજરથી જોઈ રહી હતી.

"તે બધું ખોટું હતું....??"

"ખોટું હતું....!!!વાહ, ભગીરથ એક રમત પુરી થઈ એટલે બીજી રમત શરૂ કરી દીધી. તને એમ લાગતું હશે કે હું ફરી તારી જાળમાં ફસાઈ જાય. પણ, આ વખતે નહીં. તે માસુમે મને માં કહી છે ને એક માં ની ફરજ હું જરૂર નિભાવિશ. હું તેમની જિંદગીને આઝાદ કરવાની પુરી કોશિશ કરીશ."

"તને કોણે કહી દીધું એવું કે હું તારી પરીને તે ખાડામાં ફરી ધકેલી દેવા માગું છું."

"એકમિનિટ, તું તેનું નામ કંઈ રીતે જાણે છે...??"

હું ખુદ સવાલો વચ્ચે ઘેરાતી જતી હતી. સમય વાતમાં ઘણો થઈ ગયો હતો. હું સ્તંભ એક મૂર્તિ સામાન બેઠી હતી ને ભગીરથ મને જોઈ રહયો હતો. શિખા જાણે કંઈ વાત જાણતી નથી તેમ અમારી બંનેની વાતો સાંભળી રહી હતી.

"હું બધું જણાવું તને, પહેલાં તારો ફોન ઉઠાવ બે રિંગ પુરી થઈ આ ત્રીજી રિંગ છે. "હું વિચારોમાંથી બહાર આવી મે ફોન ઉપાડયો. સામે પરી જ હતી.

"મોમ, કયારે આવશો ઘરે....??મને અહીં એકલું નથી ગમતું." તેનો રડવાનો અવાજ મારા કાને સંભળાણો.

"પરી.... તું રડે છે..... આ્ઈ યુ ઓકે...??"મારું આટલું પુછતા તે વધારે રડવા લાગી.

"મોમ મને તારી સાથે ઓફિસે આવવું છે. "

"લો આટલી વાત ને આટલું બધું રડવાનું...!!હું કાલે તને સાથે લેતી આવી તું નાનીને ફોન આપ. "

"મમ્મી, તું પરીને શાંત કરાવ ત્યાં સુધીમાં હું ઘરે આવું છું."

"પણ તારું કામ...!! "મમ્મી એ કહયું

"પરી કરતા વધારે ઇન્પોટન કંઈ નથી અત્યારે મારા માટે. " મે ફોન મુક્યો ને બેગ ત્યાર કરી હું ખુરશી પરથી ઊભી થઈ ગઈ. મારી સામે શિખા અને ભગીરથ બને જોતા રહયા.

"શ્રેયા, જાણવું નથી કે હું તારી પરીને કંઈ રીતે ઓળખું છું..??" મારા ઊભા થતાની સાથે જ ભગીરથ જાણે મને રોકવા માગતો હોય તેમ મારી સાથે તે પણ ખુરશી પરથી ઊભો થઈ ગયો.

"વાત અધુરી મુકી ને જાવ છું તેનો એ મતલબ નથી કે મારે કંઈ જાણવું નથી. અત્યારે તે બધી વાતો કરતાં તેમને શાંત કરવી જરૂરી છે. " હું દરવાજા પર પહોંચી ત્યાં ફરી ભગીરથનો અવાજ મારા કાને સાંભળાણો.

"એ જાણીને ખુશી થાય છે શ્રેયા કે તું તારી ખુદની પરીને આટલી જલદી ઓળખી ગઈ."

"મારી ખુદની પરી...??" મને તેની વાત જાણવામાં ઉત્કૃષ્ટતા જાગી એટલે હું ફરી તેમને સવાલ કરવા ઊભી રહી ગઈ.

"હા, તારી અને વિશાલની પરી જે હાલ તારી સાથે છે." હું ખુશ થાવ કે દુઃખી તે જ હું સમજી ના શકી ને આખો ભગીરથના શબ્દો સાથે જ રડી પડી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શું ખરેખર ભગીરથની વાત સાચી છે કે પરી શ્રેયાની જ બેટી છે..??? શું આ વાત ભગીરથ કેમ જાણે છે..??? ભગીરથે વિશાલનું કિડનેપ નથી કર્યું તો તે વિડયો ને તે કોલ બધું શું હતું..??? શું ભગીરથ હજું કંઈ વાત જાણે છે...?? શું શ્રેયાનો વિશ્વાસ વિશાલ પ્રત્યે હવે તુટી જશે...???શું ખરેખર વિશાલ પૈસા ખાતર તેમની લાડકી પરીને વહેચી દીધી હશે...??? શું આ પરી જાણતી હશે કે શ્રેયા તેમની જ મોમ છે એ જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED