ek mashum balki - 11 books and stories free download online pdf in Gujarati

એક માસુમ બાળકી - 11

"શિખા, પરીની સાથે શું થયું છે...??" ખરેખર હું જ અજાણ થઈ રહી છું. મને ખુદ સમજાય નહોતું રહયું કે શિખા શું વાત કરે છે.

"તને ખરેખર ખબર નથી શ્રેયા કે તારા પતિએ પૈસા ખાતર તારી બેટી પરીને પણ વહેંચી દીધી." શિખા ના શબ્દો મારા કાન સુધી પહોંચતા જ હું એકદમ જાણે તુટી ગઈ. હું કેવી રીતે તેના પર વિશ્વાસ કરું કે વિશાલ આવું કરે.

"નો... શિખા, વિશાલ એવું કરે જ નહીં કયારે....!!તું આ બધું એટલે કહે છે ને કેમકે તેમને તારી જિંદગી ખરાબ કરી..?? તું હજું તેમના પર ગુસ્સે છે એટલે ને..!!! હું વિશાલ ને જાણું છું તે તેમની બહેનની ખુશી ખાતર મને છોડી શકે એ માણસ પૈસા ખાતર કયારે પોતાની બેટી ને વહેંચી શું તેમના શરીરની નાની એવી છોટ પણ સહન ના કરી શકે." હું તેની વાત કેવી રીતે માનું જયારે મારું દિલ અને મારુ મન બંને વિશાલની સાથે વિશ્વાસ બની અડગ ઊભું હતું.

"તું તારી આંખ પરથી વિશ્વાસની પટી ઉતારી નહીં ત્યાં સુધી તને કંઈ નહીં સમજાય. ને તું કહે છે ને કે વિશાલે અને તેના પરિવારે મારી ખુશી માટે તને તે ઘરેથી કાઠી મુકી, તો તે તારો તેના પ્રત્યેનો આધળો વિશ્વાસ છે. શું તને એવું લાગે છે કે તને તારા પ્રેમથી દૂર કરી હું ખુશ રહેવાની હતી..?? નો શ્રેયા તે લોકોએ આ બધું કાવતરું સંજયને જેલમાંથી છોડાવા કર્યું હતું." શિખા મારી બેસ્ટ ફેન્ડ છે ને તેને આજ સુધી કયારે મારું ખરાબ નથી વિચાર્યું છતાં પણ મને તેના પર વિશ્વાસ નહોતો આવી રહયો.

"હું તો વિશાલના કહયા પ્રમાણે ત્યાંથી નિકળી ગઈ હતી. પછી શું થયું હતું મને તેની કોઈ ખબર નથી. પણ, હું જેટલું જાણતી હતી તે વાતથી મને એ ખબર છે કે તે જે કારણથી સુસાઈટ કર્યું તે કારણની જવાબદાર ખાલી સંજય હતો." મારા આંખના આસું થંભી ગયા જાણે ખરેખર એક વિશ્વાસ ની ડોર હવે તેના પ્રત્યે તુડવા લાગી હોય તેમ હું શિખા પાસેથી તે જાણવાની કોશિશ કરી રહી હતી કે ખરેખર હકીકત શું હતી.

"આ્ઈ એમ સોરી. હું અહીં તારી તકલીફનું કારણ બનવા નથી આવી. મને ખરેખર જાણ નહોતી કે તું આ બધું નથી જાણતી. આટલા વર્ષ એકલા રહેવા છતાં પણ તે તારા વિશ્વાસને જકડી રાખ્યો કે વિશાલ હંમેશા બીજાની ખુશીમાં ખુશ હોય છે. પણ હકિકત તો એ છે કે તેમને તેમની ખુશી આગળ બીજાની ખુશી કયારે નથી દેખાતી. શ્રેયા શાયદ તું તેમને મારા કરતા વધું જાણતી હશો પણ હું તેમને બાળપણથી જોતી આવું છું. યાદ કર તે જયારે મને કહયું હતું કે હું તારા ભાઈ ને પ્રેમ કરું છું ત્યારે મે તને શું કિધું હતું..?? "

જુની યાદ કર્યા કયારે ભુલાઈ છે. શિખા ના શબ્દોની સાથે જ તે પળ ફરી જીવીત થઈ ગઈ. જયારે મને પહેલીવાર પ્રેમનો અહેસાસ થયો ત્યારે હું સૌથી પહેલાં શિખા ને આ વાત કહેવા ગઈ હતી.

"કેવી રીતે ભુલાઈ તે પળો શિખા...!!જયારે હું વધારે ખુશ હતી ત્યારે તું કે મારી ફેમિલી એક પણ મારી સાથે ના હતા. હું તને કેટલી ખુશીથી એ વાત કહેવા આવી હતી કે શિખા હવે આપણે બંને હંમેશા એક સંબંધ બનીને સાથે રહીશું. કેમકે મને તારા ભાઈ સાથે પ્રેમ થઈ ગયો છે ને અમે લગ્ન પણ કરવા માગીયે છીએ."

"તને એ વાત યાદ રહી કે હું ને તારી ફેમિલી તારી ખુશીમાં ખુશ નહોતા. પણ, તને એ વાત યાદ ના રહી કે અમે શું કારણે તને ના કહેતા હતા."

"યાદ છે તે પણ વાતો. તે એ જ કહયું હતું ને કે મારો ભાઈ તારે લાયક નથી. તેમની દારુ પિવાની ને દોસ્તો સાથે ફરવાની આદત બહું ખરાબ છે. પણ શિખા જે માણસ મારા ખાતર બધું જ છોડી શકતો હોય તે મારે લાયક કેમ ના હોય....??? તેમની આદત સાથે હું તેને સ્વિકારી શકતી હતી પણ તેમને મારી માટે તે બધું જ છોડી દીધું. શું તે વાત તું જાણતી નથી...??" મને કેમ તે માણસ પર આટલો વિશ્વાસ છે તે હું ખુદ નથી જાણતી. પણ ખરેખર મમ્મી કહે તેમ હું કોઈ પણ વ્યકિતને ખરાબ કહી જ નથી શકતી.

"જાણું છું, તારા ખાતર તે બદલી ગયો હતો પણ જે આદત હોય તે ફરી દસ્તક આપે જ છે. જેવી રીતે સાપ મર્યા પછી પણ તેમનું ઝેર નથી છોડતો તેવી રીતે માણસ પણ તેમની આદત કયારે નથી છોડતો. તે લાંબા સમય પછી પણ તે આદતમા ડુબી તો જાય છે."

"તો શું વિશાલે મને છોડયા પછી ફરી તેની તે આદત લગાવી દીધી..?? " ખરેખર તો હું પથ્થર બનતી જ્ઇ રહી હતી. શિખા એક પછી એક કડી ઉકેલે જતી હતી ને હું તે કડીને જોડવાની કોશિશ કરી રહી હતી. પણ વિશ્વાસ વિશાલ પ્રત્યેનો તે ડગમગાવી નહોતી શકતી.

"ખબર નહીં, તારા ગયા પછી મે પણ તે ઘરને છોડી દીધું."

"તો તને કંઈ રીતે ખબર પડી કે વિશાલે પરીને વહેંચી દીધી...??? " મારો સવાલ વ્યાજબી હતો. અત્યારે હું લાગણીસભર શ્રેયા નહોતી.. અત્યારે હું એક કઠોર દિલની વકીલ હતી જેમને કોઈ રહસ્યના મુળ સુધી પહોંચવું હતું.

"ભગીરથે જાણવ્યું." ભગીરથના નામ સાથે જ મને બધું સમજાય ગયું કે તે મને આવી રીતે હરાવી ના શકયો એટલે શિખાના સહારે હરાવાની કોશિશ કરે છે.

"ભગીરથ......ઓ મતલબ તું ભગીરથની વાત પર વિશ્વાસ કરી તારા જ ભાઈ ખિલાપ મને ભડકાવી રહી છે. તો પછી તેમને તને એ પણ જણાવ્યું જ હશે ને કે વિશાલને કિડનેપ શું કામ કર્યો છે...??"

"વિશાલને કિડનેપ......!!!નો શ્રેયા બગીરથ આવું કરી જ ના શકે કયારે...!"

"મને પણ તારી જેમ જ વિશ્વાસ હતો તેના પર. પણ, તે વિશ્વાસ કરવા હવે યોગ્ય નથી રહયો. "

"તારા વિશ્વાસમાં ને મારા વિશ્વાસમાં ફરક છે. તે કોઇને કિડનેપ કરવાની વાત તો અલગ તે કયારે કોઈનું ખરાબ પણ ના વિચારી શકે. "

"તું આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે....??"

"કેમકે તે મારો પતિ છે. ને છેલ્લા છ વર્ષથી હું તેમની સાથે છું ને તે પહેલાં પણ આપણે હંમેશા સાથે જ હતા."

"તારો પતિ....!!" હું હજું સ્તંભ એક મુર્તી સમાન બેઠી હતી. મારા વિચારો તે જ પળે શિખાની ખિલાપ ઊભા થઈ ગયાં.

આ આખી કડી મને ધીરે ધીરે સમજાય રહી હતી. ભગીરથનો મારા પર ફોન આવવો. શિખાનું આમ અચાનક અહીં હોવાનું કહેવું ને મને વિશાલ વિરુધ્ધ ફરી ભડકાવવી. એક કડી જોડાઈ રહી હતી તો એક કડી તુટી પણ રહી હતી. જે માણસ પર હું વધારે વિશ્વાસ કરું તે જ માણસ મને વધારે કમજોર બનાવાની કોશિશ કરી જાય છે. પહેલાં વિશાલ, પછી ભગીરથ ને હવે શિખા પણ...!!વિચારોની ગતિ પવન વેગે દોડી રહી હતી. આ બધું મારી સાથે જ કેમ થઈ રહયું હતું. શું માણસને કોઈ પર વિશ્વાસ કરવો યોગ્ય ના કહેવાય...?

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
કહાનીમાં એક નવું રહસ્ય ખુલ્યું ત્યારે શું શ્રેયા કોના પર વિશ્વાસ કરશે.....?? શિખા અને ભગીરથ બંને પતિ પત્ની છે તે વાત તેનાથી અજાણ રાખવાનું કારણ શું હોય શકે...??? શું તે જે છોકરીને લઈ ને આવી છે તે તેની જ પરી છે...?? શું શ્રેયાનો વિશ્વાસ વિશાલ પ્રત્યેનો ખોટો સાબિત થશે કે તેના પાછળનું પણ કોઈ રહસ્ય હશે તે જાણવા વાંચતા રહો "એક માસુમ બાળકી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED