Pratibimb - 32 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 32

પ્રતિબિંબ

પ્રકરણ - ૩૨

અચાનક આરવની આંખ ખુલી તો આખાં રૂમમાં અજવાળું થઈ ગયું છે. સૂર્યનાં કુમળાં કિરણો બારીને વીંધતા આરપાર રૂમમાં અંદર આવીને આરવનાં એ મોહક ચહેરાને વધારે આકર્ષક બનાવી રહ્યાં છે. જાણે એક કામદેવનો આવતાર હોય એવું લાગી રહ્યું છે...

આંખ ખુલતાં જ રાતનું દ્રશ્ય ફરી ફરી આંખો સામે ચકરાવા લેવાં લાગ્યું. ત્યાં જ એને બાજુમાં પડેલું એક કાગળ દેખાયું. એ બેડ પરથી સફાળો બેઠો થયો ને કાગળ ખોલીને જોવાં લાગ્યો. એમાં રક્તથી લખાયેલા મરોડદાર શબ્દો છે..." જોયું ને તારી ઈતિ ?? કેવી સંવેગની બાહોંમાં સમાઈ ગઈ હતી... તું કંઈ ન કરી શક્યો..એમ જ એ કાયમ માટે મારી પાસે આવી જશે... તું કંઈ જ નહીં કરી શકે...!! હા...હા...હા..!!"

આરવનું માથું ભમવા લાગ્યું..એણે જાણે શું કરવું કંઈ જ નથી સમજાઈ રહ્યું...પછી અચાનક એને મગજમાં ચમકારો થયો કે આ તો આત્માની ચાલ હતી એમને ઈતિ પ્રત્યે મારાં મનમાં ભારોભાર નફરત પેદા કરવાની...જેથી હું તેને હંમેશા માટે છોડી દઉં... હમમમ સમજાઈ ગયું.. એકાએક આરવનાં મગજમાંથી ભાર હળવો થઈ ગયો...એણે ચીઠ્ઠીને સંતાડીને મુકી દીધી...ને ફ્રેશ થવાં ઉભો થઈ ગયો..એને મનોમન થવાં લાગ્યું કે ઈતિ પર એક પળ માટે પણ હું અવિશ્વાસ કેવી રીતે કરી શકું ?? એ પોતાની જાતને દોષ દેવા લાગ્યો.

એટલામાં જ ઇતિએ આવીને બહારથી જ "આરવ...આરવ..."બૂમ પાડી. એ સાથે આરવ પોતાની જાતને નોર્મલ કરવાનો પ્રયત્ન કરવાં લાગ્યો અને બહાર આવ્યો.

ઈતિએ આરવને બાથરૂમમાંથી બહાર આવતાં જોઈને જ એક નિર્દોષ અવાજે બોલી," આરવ બહું ઉંઘ આવી ગઈ કે શું ?? યાર આ સંવેગ શું કહેતો હતો મને કંઈ ખબર જ ન પડી. તને કંઈ ખબર છે ?? "

આરવ એકદમ ચોંકીને બોલ્યો, " શું કહેતો હતો સંવેગ ?? "

એ અત્યાર અત્યારમાં ઉતરેલી કઢી જેવાં ચહેરે મારી પાસે આવીને લગભગ દસ વાર મને સોરી કહી ચૂક્યો છે પણ મને કંઈ સમજાતું નથી કે એ શાને માટે કહીં રહ્યો છે... મેં એને પૂછ્યું તો કહે," કાલ રાત માટે સોરી.."

પણ મને તો કંઈ જ યાદ નથી કે રાતે શું થયું હતું , "તને કંઈ ખબર છે ?? આરુ, હું કેમ આટલી ભૂલક્કડ થઈ ગઈ છું ??"

આરવને હવે પોતાની જાતને સંભાળવી અઘરી થઈ ગઈ. છતાં હિંમત કરીને એ બોલ્યો, " ના મને કંઈ નથી ખબર..." કહીને એણે ઈતિને એક અફસોસ સાથે છાતી સરસી ચાંપીને બોલ્યો, " તું મને છોડીને ક્યાંય જઈશ નહીં ને ?? હું તારાં વિના નહીં રહી શકું..."

ઈતિ : " હું ક્યાં જવાની છું... તારાં વિના મને સાચવી પણ કોણ શકે એમ છે કહીને ઇતિએ આરવનાં ગાલ પર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું, " ચાલ નાસ્તો કરવા માટે બધાં તારી રાહ જોઈ રહ્યાં છે.." ને ઈતિ આરવને હાથ પકડીને બહાર લઈ ગઈ.

બધાંએ સાથે મળીને નાસ્તો કર્યો. ત્યાં જ અન્વય બોલ્યો, " આજે આપણે જઈશું અમદાવાદ ?? "

હવે બધું બરાબર છે..‌સંવેગને પણ જવાનું છે તો બધાં સાથે જ નીકળી જઈએ.

આરવ : " ના અંકલ...આજે નહીં."

બધાંને એમ લાગ્યું કે ઇતિને કારણે આરવ આવું કહી રહ્યો છે કે બે જણાંને સાથે રહેવા નહીં મળે.

અપૂર્વ ( હસીને ) : " કેમ એવું હોય તો ઇતિને અહીં મુકીને જઈએ...!! "

આરવ ગંભીરતાથી બોલ્યો, " તમે બધાં સમજો છો એવું નથી પણ એ આત્માને હજું મુક્તિ નથી મળી. હજું મહત્વનું કામ બાકી છે.."

અન્વય : " મતલબ ?? તને કેવી રીતે ખબર પડી ?? કંઈ થયું હતું ??"

આરવ : " હા..આથી જ કહું છું."

આરાધ્યા : " શું થયું હતું ?? "

"આન્ટી... સોરી પણ એ હું તમને કોઈને નહીં જણાવી શકું...પણ મારાં પર વિશ્વાસ રાખો. કદાચ એણે સંવેગનું શરીર છોડી દીધું છે પણ એ હવે સીધું ઈતિનાં શરીરમાં જ પ્રવેશવાની કોશિષ કરી રહ્યો છે..."

ઈતિ : " એટલે ?? મારામાં હવે આત્મા પ્રવેશી છે ?? "

આરવ : " ના એવું નથી બકા હું તો વાત કરું છું...પણ આજે કોઈએ જવાનું નથી.."

સંવેગ અત્યારે એકદમ સામાન્ય વ્યક્તિની જેમ જ સાંભળી રહ્યો હોવાથી એને થયું કે કદાચ ઈતિ મારી પાસે આવી એ પણ આત્માની ચાલ છે હશે ?? બાકી આવું થાય નહીં...એટલો તો મને મારાં પર ભરોસો છે.. હું ક્યારેય આમ મારી મર્યાદા ન ઓળંગી શકું .

એટલે સંવેગ પણ બોલ્યો, " હા... કદાચ મને પણ એવું લાગી રહ્યું છે..." પણ મારે નીકળવું પડશે...તમે લોકો રોકાઈ જાવ..."

બધાંને કંઈ તો રાત્રે થયું હોવાનું સ્પષ્ટ થયું પણ શું થયું એ ખબર ન પડી.

અન્વયે કહ્યું, " સારું...બેટા તું કહે છે તો અમે રોકાઈ જઈએ છીએ. પણ તું કેવી રીતે જઈશ અહીંથી?? "

આરવ : " અંકલ એ મારી પર છોડી દો હું બધું અરેન્જ કરી દઉં છું. પણ સંવેગ તારાથી રોકાવાય એવું હોય તો ચોક્કસ રોકાઈ જા.."

સંવેગ : " ના બસ કાલે કદાચ મેં એમજ કહ્યું હતું પણ આજે તો સાચે કારણ છે‌.‌..."

પછી થોડીવારમાં જ સંવેગ તૈયાર થઈ ગયો. આરવ એને મુકવા માટે ગયો. એને ટિકીટ અને બધી જ ગોઠવણ કરી દીધી. નિયતિએ એને લન્ચ અને ડીનર માટે પણ બધું પેક કરીને આપી દીધું. ક્યાંય સેટ ન થાય તો ચાલે...!!

આરવ ગાડી લઈને સંવેગને મુકવા નીકળ્યો. બંને ગાડીમાં બેઠાં. બંને વચ્ચે જાણે કોઈ સંબંધ ન હોવાં છતાં જાણે એક સંબંધ બની ગયો હોય એવું લાગી રહ્યું છે.

સંવેગે સામેથી કહ્યું, " આરવ એકવાત પૂછું ?? "

આરવ : " હા બોલને. "

સંવેગ :" કાલે રાત્રે જે કંઈ થયું તને કંઈ ખબર છે ?? "

આરવ : હા.. થોડું. અનાયાસે મારાથી જોવાઈ ગયું ત્યારે હું બહું દુઃખી થઈ ગયો હતો પણ પછી સવારે આત્માનો એક સંકેત મળતાં જ મને આત્માની ચાલ સમજાઈ ગઈ. "

સંવેગ : "મેં ઇતિને તો સોરી કહ્યું પણ એને કંઈ યાદ જ નથી. પણ અમારી વચ્ચે એવું કંઈ થયું નથી‌. "

આરવ : " તું ચિંતા ન કર...આ બધું એક આત્માનો ખેલ હતો કે જેથી હું એની પર શંકા કરીને એની સાથેનો સંબંધ તોડી દઉં...‌"

બંને આજે નિખાલસતાથી વાત કરવાને કારણે એક સારાં દોસ્ત બની ગયાં.

સંવેગ : " સોરી મારે ખોટું બોલવું પડ્યું પણ રાતની ઘટનાને કારણે જ હું જઈ રહ્યો છું ખોટું આ આત્માનાં ખેલમાં સાચાં સંબંધો વિખેરાઈ જાય... કદાચ આ એક એવી જાળ બની ગઈ છે કે કદાચ મારાથી પણ આવું સાચે થઈ જાય. હું ભલે ઇતિને મેળવી ન શકું પણ મારે ઈતિ પ્રત્યેનો અમારો સંબંધ માનભરેલો અને વિશ્વસનીય રીતે જીવનભર ધબકતો રાખવો છે.."

આરવ : " તું જરાં પણ ચિંતા ન કર...આ વાત હું કોઈને પણ નહીં કરું... આપણાં વચ્ચે જ રહેશે.."

સંવેગ : " તું ઇતિની તાકાત છે. કંઈ પણ આગળ અજૂગતું થાય એ પહેલાં બહું જલ્દીથી આ આત્માને મુક્તિ અપાવી દે જે... નહીંતર ખબર નહીં કેટલાં અનર્થો સર્જાતાં વાર નહીં લાગે...તને મારી કંઈ પણ જ્યારે પણ જરૂર પડે મને ફોન કરજે...અડધી રાત્રે પણ... હું હંમેશાં તારી અને ઇતિની ખુશાલ જિંદગી માટે ભગવાનને પ્રાર્થના કરતો રહીશ.." કહીને સંવેગ આરવને ભેટી પડ્યો. અને પછી એટલામાં જ ટ્રેન આવી જતાં સંવેગ ટ્રેનમાં બેસી ગયો અને આરવ ગાડી લઈને હવેલી પર પાછો આવવા નીકળી ગયો.

****

હિયાન નાસ્તો કરીને ફટાફટ પોતાનાં રૂમમાં જતો રહ્યો. અક્ષી એની સામે એક આશાસ્પદ નજરે જોઈ રહી છે કે એ કંઈ એને મદદ કરે. અક્ષી ને થયું ભાઈ ઓલરેડી ઇતિને લઈને આટલો ચિંતામાં છે એને મારી પ્રોબ્લેમ કેવી રીતે કહું એ ચોક્કસ મને હેલ્પ તો કરશે. કદાચ થોડું ખીજાશે પણ મને ચોક્કસ મદદ કરશે‌.

એણે હિયાનને કંઈ થયું કે નહીં એ માટે મેસેજ કર્યો‌‌. થોડીવાર સુધી કંઈ પણ રિપ્લાય ન આવ્યો‌. પછી હિયાને કહ્યું કે હું તને થોડીવારમાં બધી વાત કરું.

અક્ષી માટે તો એ થોડીવાર વર્ષો જેવી લાગવા માંડી. હિયાન કંઈ કરી શકશે ખરાં ?? એ ચિંતામાં આંટા મારવા લાગી. હેયાએ એને પૂછ્યું પણ ખરાં પણ અક્ષીની કંઈ પણ કંઈ પણ કહેવાની હિંમત ન ચાલી.

અન્વય અને બાકીનાં બધાં હવે શું કરવું એનાં માટે વિચારી રહ્યાં છે ત્યાં જ અચાનક અક્ષીનાં ફોનમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવતાં એ અચાનક બધાંની વચ્ચેથી ઉભી થઈ ગઈ. એ બોલી, " નાની હું હમણાં આવું થોડું કોલેજનું કામ છે એમ કહીને કોઈને ખબર ન પડે એમ હિયાન જે રૂમમાં ગયો હતો ત્યાં પહોંચી.

અચાનક અક્ષીને રૂમમાં આવેલી જોઈને હિયાન બોલ્યો, " શું થયું ?? કંઈ પ્રોબ્લેમ ?? "

"કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્યો છે મેં હાલ તો ફોન સાયલન્ટ કરી દીધો છે પણ કોણ હશે ?? મને લાગે છે કે નિર્મિત બીજાં નંબર પરથી ફોન કરતો હશે તો ?? "

હિયાને અક્ષીને આંખો પ્લાન સમજાવી દીધો. એટલે ફરીથી ફોન આવતાં જ અક્ષીએ ફોન ઉપાડી દીધો. એનાં અંદાજ મુજબ સાચે નિર્મિત જ છે‌. અક્ષી એ પ્રેમથી એની સાથે રોજની જેમ વાત કરી...એણે કહ્યું કે રાત્રે એનો ભાઈ આવી ગયો હતો એટલે એણે આવી રીતે કહ્યું.

નિર્મિત : " તો તું હવે મને કદી ના નહીં કહે ને ?? "

અક્ષી : " ના. તું મારી સાથે લગ્ન કરવાનો હોય તો મને કંઈ જ વાંધો નથી. "

નિર્મિત : " મેરેજ માય ફુટ... તારી સાથે.. તારાં જેવી બેવફુક છોકરી સાથે ?? આટલાં અમીર ઘરની દીકરી હોવાં છતાં હું કહું એટલાં લાખ રૂપિયા પણ લાવી શકતી નથી મને આપવાં મારે શું કરવાનું ??

અક્ષી : " તો તે એ દિવસે તો મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું...અને હવે કેમ શું થયું ?? "

નિર્મિત : " એ તો તારી સાથે મારે મજા લેવા કંઈ તો કહેવું પડે ને ?? આવો સુંદર દેહને જોઈને કોઈપણ આકર્ષાઈ જાય...બસ. તું કયા જમનામાં જીવે છે અત્યારે તો બસ યુઝ એન્ડ થ્રો નો જમાનો આવી ગયો છે અને તું ક્યાં પવિત્ર સંબંધોની માળા જપી રહી છે..અને તું અત્યારે છે ક્યાં એ તો કહે?? "

અક્ષીએ હિયાનને ઈશારામાં પૂછ્યું કે એ શું જવાબ આપે...

હિયાને એને કહ્યું એ મુજબ એને કહ્યું કે, " પહેલાં તું આપણી એ વિડીયો મોકલો પછી હું તને કહું..."

નિર્મિત : " કેમ તારે શું કામ છે ?? "

અક્ષી : " મારે પણ સાથેની રોમેન્ટિક પળોને ફરીથી જોવી છે..."

નિર્મિત : " હું તને મોકલું છું પછી તારે જે કરવું હોય એ વિચારી લેજે કે એ વાયરલ થશે તો તારી ઇજ્જતનું શું થશે... નિર્ણય તારો છે."

અક્ષી : " પણ હું તો મારો ચહેરો બદલી પણ શકું ને ?? "

નિર્મિત : " વિડીયો જો અને પછી આગળ શું કરવાનું છે એ કહે..."

હજું તો ફોન મુકાય ત્યાં સુધીમાં તો વિડીયો એનાં મોબાઈલમાં નિર્મિતનાં નંબર પરથી આવી ગયો...એ સાથે જ અક્ષીને પરસેવો છૂટી ગયો...

સાચે નિર્મિતે એ અક્ષીનો અશ્લીલ વિડીયો મોકલ્યો હશે ?? અને સાચે એવું હશે તો અક્ષી પોતાની જાતને કેવી રીતે બચાવશે ?? હવે આરવ અને ઇતિનો પરિવાર આત્માની મુક્તિ માટે શું કરશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૩3

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED