Pratibimb - 6 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 6

પ્રતિબિંબ

પ્રકરણ - ૬

આરવ ઝડપથી ઇતિને લઈને સાથે લઈને ધીમેથી દરવાજા તરફ ધસ્યો. એણે ધીમેથી ડોર ખોલ્યો. બહાર એ હેલ્પીગ ટીમ હાજર જ છે...એ ઝડપથી બોલ્યો," સમ અનનોન નંબર ઈઝ કોલિગ મી..."

હેલ્પિગ ટીમનાં એક વ્યક્તિએ આરવનો ફોન લઈને ચેક કર્યો. એ નંબર ટ્રેક કર્યો... ફોનમાં તો કોઈ બોલ્યું નહીં પણ એ નંબરની સર્ચ કરતાં મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. એ બંધ ફોનનું લોકેશન ટ્રેસ કરવાં ફટાફટ એ લેપટોપ પર એ ઓફિસરની આંગળીઓ ફરવા લાગી. એકવાર લોકેશન એ ઘરની બહું નજીકનાં એરિયાનું બતાવ્યું. ને બીજી જ સેકન્ડે લોકેશન ગાયબ...

ઓફિસર : " હાઉ ઈટ્સ પોસિબલ.?? "

" મીન્સ ધેટ અનનોન પર્સનલ ઈઝ નીઅરર ટુ અસ...લેટસ ગો ફાસ્ટ..."

થોડી જ વારમાં બે માણસો એ સાઈડે પહોંચ્યાં. ત્યાં ફટાફટ બધાંને પુછપરછ ને ચેકિગ કરવામાં આવ્યું પણ કોઈ એવાં નંબરવાળી શંકાસ્પદ વ્યક્તિ કે કંઈ સબૂત ન મળ્યો. ફરી એકવાર એ નંબર માટે સર્ચ કર્યું તો એ નંબર પણ અમાન્ય સાથે જ કોઈ લોકેશન ટ્રેસ થવાનું બંધ થઈ ગયું.

આખરે આખી ટીમે પોતાની મેઈન ઓફિસ પર આ નંબર માટે સર્ચ કરવાનું કહ્યું અને ટીમ ત્યાં પહોંચી. હમણાં આરવ અને ઈતિને ક્યાંય કામ સિવાય બહાર ન જવા માટે કહેવામાં આવ્યું.

આરવ અને ઇતિને કોલેજમાં એક્સ્ટ્રા ક્લાસિસ માટે જ્યારે જવું હોય એ હેલ્પિગ ટીમ સાથે જશે એવું નક્કી થયું...

******

આ ઘટનાનાં બે દિવસ કંઈ જ ન થયું. બધું શાંત પડી ગયું. ન કોઈ અજીબ ઘટનાં. આજે સવારે આરવ અને ઈતિ કિચનમાં સેન્ડવિચ બનાવી રહ્યાં છે..એ કિચન કમ એક નાનો ઈલેક્ટ્રીક સ્ટવને થોડાંક વાસણો. જેમાં એ લોકો રસોઈ બનાવી લે છે.

આરવ :" તમને તો મજા આવે ને આ રીતે. અમારે તો બસ બહાર જે મળે એ જમવાનું. રોજ રોજ પાર્સલ ખાઈને કંટાળી જવાય છે‌. મને તો ઈન્ડિયા યાદ આવી ગયું છે. કેવું સરસ જમવાનું મળે આપણું ગરમાગરમ ગુજરાતી ભોજન..વાહ ગરમાગરમ ભજિયાં, બાજરી રોટલાને કઢી, રીંગણનો ઓળો. અહીંનું તો આ ફ્રોજન કરેલું ખાઈ ખાઈને કંટાળો આવી ગયો છે..."

ઈતિ : " ચાલ આજે હું બનાવું મસ્ત ગરમાગરમ કંઈ બનાવું તારાં માટે જમવાનું ડીનરમાં..."

આરવ : " હા પછી હું આન્ટીને ફોન કરીને કહીશ ઇતિએ મારાં માટે કેટલાં પ્રેમથી બનાવ્યું છે. અને હવે તે મને એનાં પોતાનાં નાજુક હાથથી મને જમાડશે પણ ખરી.."

ઈતિ : " યાર આવું ના બોલ...આમ મમ્મીપપ્પા બધાં એડવાન્સ છે ઘરે છતાં મને એ લોકોને આપણાં સંબંધ વિશે વાત કરતાં ડર લાગે છે...."

આરવ : " એ કામ હું કરીશ...બસ પણ મને જાણે અજાણે એમ લાગી રહ્યું છે કે કોઈ આપણાં સંબંધને મહોર મારતાં અટકાવી રહ્યું છે..."

ઈતિ : " તું છે એટલે તો મને ચિંતા નથી..બાકી તો ખબર નહીં એ દિવસે પ્રયાગે મારી સાથે શું કરી દીધું હોત..."

આરવે ઇતિને પોતાનાં બે મજબૂત હાથમાં જકડીને ઇતિનાં મોંઢા પર પોતાનાં બે હાથ રાખી દીધાં ને બોલ્યો, "આજ પછી એ દિવસને ક્યારેય યાદ નહીં કરીએ...એ દિવસ પછીની બધી મેમરી આજે આપણે યાદ કરીએ આજે આ સેન્ડવીચની સાથે...આમ પણ અત્યારે આપણે બહાર ક્યાંય જઈ શકાય એવું નથી..."

ઈતિ (હસીને ) : "પણ અત્યારની સૌથી મોટું ટેન્શન તો મારી પાસે છે એનું શું ?? "

આરવ : " કોણ ટેન્શન ?? સમજાયું નહીં..."

ઈતિ : " તું...એક જુવાન છોકરોને છોકરી એક ઘરમાં રહે તો આપણાં ગુજરાતમાં શું કહે લોકો... તું મને કંઈ કરે તો મારે શું કરવું ?? "

આરવે ઇતિનો હાથ પકડીને કહ્યું, " ઈતિ હું આ દુનિયામાં છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થાય. રહી વાત મારી તો હું તારી મરજી વિના તને ટચ પણ નહીં કરું..."

ઈતિ : " હા હવે એટલી તો મને ખબર હોય ને ચાર વર્ષથી તારી સાથે છું... હું તો મજાક કરૂં છું..."

આરવ કંઈ બોલવા જાય છે ત્યાં જ કિચનની વિન્ડો આસપાસ કોઈ પડછાયો દેખાયો...એ એવી જગ્યા છે કે જ્યાં કોઈ માણસ સામાન્ય રીતે પહોંચી શકે...પણ એ પડછાયો માણસનો નથી લાગતો.

ઈતિ : " આ તો કોઈ વિચિત્ર અવાજ પણ સંભળાઈ રહ્યો છે....આ કોઈ વિચિત્ર ચિત્ર કેમ દેખાઈ રહ્યું છે...ના કોઈ માણસ જેવુ કે ન કોઈ પ્રાણી કે પક્ષી જેવું..."

બંને જણાં જમવાનું સાઈડમાં મુકીને બહાર આવ્યાં. હેલ્પિગ ટીમનાં સભ્યો ત્યાં જ હોય છે. તેઓ ઝડપથી આરવનાં કહેવા મુજબ એ જગ્યાએ પહોંચ્યાં... જોયું તો ન કોઈ જ વ્યક્તિ કે ન કોઈ ઓળો....

ટીમ પણ મુંજાઈ ગઈ‌..આ શું બની રહ્યું છે... આખરે એને ત્યાંની ટીમ દ્વારા એ ઘર ચેન્જ કરી દેવાં માટે કહ્યું....હેલ્પિગ ટીમની મદદથી એ લોકોએ એક ઘર બદલી દીધું.... આવું વસ્તુ ઈન્ડિયામાં શક્ય ન બને કારણ અહીં આવી રીતે લીવ ઈન રિલેશનશીપ જેવાં સંબંધને સામાન્ય રીતે સમાજ અપનાવે નહીં. પણ અહીં વિદેશની ધરતી પર આ માટે તમને કોઈ પુછે પણ નહીં...જેટલી તમારી સ્વતંત્રતા એટલું જ મુશ્કેલીમાં કોઈ આપણી સાથે હોય પણ નહીં એ પણ તફલીક....

એ નાનકડાં નવાં કેલિહાઉસમાં પહોંચીને આરવ અને ઇતિએ એક નિરાંતનો શ્વાસ લીધો..એ હાઉસમાં ફક્ત એક નાનકડું કિચન અને ફક્ત એક રૂમ...

ઈતિ : " આરવ તારાં રૂમ પર જવું હોય તો હવે તું જજે...હવે અહીં જરાં પણ વાંધો નહીં આવે...બલા ટળી હવે‌‌..."

આરવ : " મને ખબર છે તારામાં એક દિલ તો ગુજરાતીનું છે. તને ઉંડે ઉંડે તો મારાથી આપણાં કોઈ સંબંધના નામ વિના ઈન સિક્યોરિટી ફીલ થઈ રહી છે. ‌કોઈ પણ છોકરી એમ જ કોઈ છોકરાં સાથે રોજ રહેવામાં મુંઝવણ જરૂર અનુભવે...આજ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છે. પણ સોરી હું તને આમ મુકીને નહીં જઈ શકું..."

ઈતિ : " આરવ મમ્મીનો કોલ આવે છે હું પછી વાત કરું..." કહીને ઈતિએ ફોન ઉપાડ્યો. આરવે પોતાનો ફોન હાથમાં લઈને એ કંઈ કરી રહ્યો છે એ દરમિયાન ઈતિ એમ જ એની મમ્મી સાથે વાત કરતી કરતી એ હાઉસની બહારનાં ભાગમાં બારી પાસે જઈને ઉભી રહીને વાતો કરી રહી છે. ત્યાં જ અચાનક એનાં ધ્યાન બહાર અચાનક કંઈક જોરથી ઇતિનાં કપાળ પર અથડાય છે ને એકદમ જ ચક્કર ખાઈને પડે છે. એ જોરથી આરવ એવી ચીસ પાડે છે ને ભોંય પર ધબાક કરતાં પટકાય છે‌.‌.

આરવ ઇતિનો અવાજ સાંભળતાં એને ફોન ફેંક્યો એક ધ્રાસ્કા સાથે. ઘર બદલ્યાં બાદ પણ ઈતિ ભલે નિશ્ચિત બની ગઈ હતી પણ હજું આરવને શંકા હતી કે એ જે કોઈ પણ છે ઈતિ ને એમ છોડશે નહીં. એને એ પણ વર્તાઈ રહ્યું છે કે એ વ્યક્તિ કદાચ ઇતિને નહીં પણ એ કરતાં વધારે ઇતિનાં જીવનનું સર્વસ્વ એવાં આરવને પણ નુકસાન કરવાં પ્રયાસ કરી રહ્યું છે.

આરવ ફટાફટ ભાગ્યો તો ઈતિ બારીની બાજુમાં જ બેભાન થઈને પડી છે. એનાં માથામાંથી થોડું લોહી નીકળી રહ્યું છે. આરવે જોયું તો ફર્સ્ટ એઈડ કીટ પણ હાથ ન લાગી. એને એક કોટન મળતાં એણે એને પહેલાં દબાવીને સાફ કરીને પોતાનાં એક રૂમાલ વડે દબાવી દીધું. ઈતિ ઉપર થોડું પાણી છાંટ્યું ‌. થોડી જ વારમાં એને કળ વળી એટલે આરવને શાંતિ થઈ.

આરવ : " કોણ હતું તને કંઈ ખબર છે ઈતિ ?? આવું કોણ કરી શકે ?? "

ઈતિ : " ના આરૂ... હું તો ફોનમાં વાત કરતી હતી મને કંઈ જ ખબર નથી. પણ જોરથી કંઈ અથડાતાં મને ચક્કર આવવાં લાગતાં મેં તને બૂમ પાડી બાકી મને કંઈ જ ખબર નથી.

ત્યાં જ આરવનું ધ્યાન ગયું કે ઈતિનો ફોન તો ચાલું જ છે હજુ...આરવે ફોન હાથમાં લીધો. ઇતિએ હજું થોડા ચક્કર આવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. છતાંય આરવે ફોન હાથમાં લઈને બોલ્યો," આન્ટી, હું આરવ બોલું છું. ઇતિનો ફ્રેન્ડ...તમે ચિંતા ન કરતાં હું ઈતિ સાથે છું."

સામેથી ઇતિની મમ્મી બોલી, " બેટા પણ શું થયું ઇતિને ?? અને તું કોણ છે ?? એ ઠીક છે કે નહીં ?? મેં તમારી વાત સાંભળી મને સાચું કહે...અમે અહીં ઈન્ડિયામાં હોત તો ફટાક કરતાં કોઈ પણ સ્થળે આવી જાય...પણ ત્યાં અમેરિકા તો એમ તાબડતોબ આવી શકીએ એમ નથી. મને બહું ચિંતા થાય છે..."

આરવ : " તમે ચિંતા ન કરો. હું ઇતિની સાથે જ છું. એને કંઈ જ નહીં થાય. રહી વાત તો હું કોણ છું એ તમને ઈતિ જ કહેશે...બસ તમારો દીકરો માની લો. ટેક કેર આન્ટી" કહીને આરવે ફોન મુકી દીધો.

*******

ઇતિને હવે થોડું સારૂં લાગી રહ્યું છે. તે બેડ પર આડી પડી છે. આરવનાં મનમાં તો વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું છે...કે અચાનક શું થવાં લાગ્યું કે એમની જિંદગીમાં. ખરેખર આ બધું આરવ જ કરી રહ્યો છે એનાં સિવાય કોણ હોઈ શકે છે જેને ઈતિથી કે મારાંથી તફલીક હોય. બસ હવે એક મહિનો કોઈ પણ રીતે કાઢવો પડશે.. એક્ઝામ પતે કે એ દિવસે રાત્રે ઈન્ડિયા જવાની મારી અને ઈતિની ટિકીટ કરાવી દઈશ. પણ કંઈ સમજાતું નથી. હવે હેલ્પિગ ટીમ પણ કંઈ હેલ્પ કેવી રીતે કરે જ્યારે કંઈ પુરાવો ન જ નથી રહેતો. એક માસ્કની મદદથી શું નક્કી થઈ શકે આ કોણ કરી રહ્યું છે....

એનું મગજ ઝડપથી ભુતકાળ તરફ જવાં લાગ્યું...એક પછી એક અહીં આવ્યાંનાં પ્રથમ દિવસથી બધું યાદ કરવા લાગ્યો ક્યાંય કોઈ કડી મળી જાય...

*******

બધું યાદ કરતાં કરતાં આરવ એ દિવસ પર આવીને અટકી ગયો જ્યારે આરવ ઇતિને પ્રયાગની મેલી મુરાદ પુરી કરતાં એનાથી બચાવીને લાવ્યો હતો...ને આરવ ઇતિને લઈને એક મંદિરમાં ગયો જે 'સમર્પણ ટેમ્પલ' તરીકે ઓળખાતું. બહું લોકો ત્યાં આવતાં. વીકેન્ડમાં તો દર્શન માટે લાંબી કતારો લાગે. આ વાત ભારતની ભૂમિ પર સામાન્ય ઘણી શકાય પણ એ વિદેશની ધરતી પર એ બહું મોટી વાત ગણાય જ્યાં પૈસા અઢળક મળે છે પણ લોકોને પરિવાર માટે પણ સમય નથી હોતો...

આરવ અને ઈતિ દર્શન કરીને બહાર એક બેન્ચ પર બેઠાં. આવતાં જતાં લોકોને જોઈ રહ્યાં છે.

આરવ : " શું થયું ઈતિ કેમ આમ ચુપ છે ?? તે ભગવાનને શું પ્રાર્થના કરી આજે ?? "

ઈતિ શુન્યમનસ્ક ચહેરે બોલી, " આજે તે મારી જિંદગીમાં દેવદૂત બનીને આરવને મોકલ્યો હતો બાકી ખબર નહીં શું થાત મારી સાથે...આજ માટે હું ભગવાનજી કે તારો ઉપકાર ક્યારેય ન ભુલી શકું..."

આરવ : " હું પણ સ્વાર્થી જ છું. બસ મારાંથી તને તફલીકમાં નથી જોઈ શકાતી એ સ્વાર્થે ખબર નહીં હું તારી નજીક પહોંચી જાઉં છું...

ઈતિ : " તું મારી ફ્રેન્ડશીપ સ્વીકારીશ ?? "

આરવ : " હું તો પ્રથમ દિવસે આપણે મળ્યાં ત્યારથી જ તને મારી ખાસ ફ્રેન્ડ માનું છું. પણ આજે તે પણ આટલાં સમય પછી સ્વીકાર્યું એ મારાં માટે બહું ખુશીની વાત છે..."

બસ પછી તો બંને થોડીવારમાં કોલેજનાં કંમ્પાઉન્ડમાં પહોંચીને બંને એમની હોસ્ટેલમાં ગયાં...

આરવ રૂમમાં આવ્યો કે બધાં જ એનાં બે રૂમમેટ સામેથી આવીને કહેવા લાગ્યાં કે આજે તો આરવ તું બહું ખુશ લાગી રહ્યો છે ને કંઈ ?? કોઈ ગર્લફ્રેન્ડ મળી ગઈ કે શું ??

આરવે ઇતિની કોઈ જ વાત કોઈને કહી ન હતી‌. આજે એ ઈતિ સાથે જઈને આવ્યો એ પણ કોઈને ખબર નથી કે નથી એનાં ચહેરાં પર કોઈ હાવભાવનો બદલાવ ?? તો આજે ખાસ એની સાથે એટલું ન રાખનારા એનાં રૂમમેટ્સ કેમ આવું વર્તન કરી રહ્યાં છે..

શું આરવનાં રૂમમેટ્સ સારાં હશે કે એની સાથે કોઈ મેલી રમત રમી રહ્યાં હશે ?? આરવ અને ઈતિ વચ્ચે પ્રેમસંબંધ બંધાશે કે નહીં ?? પ્રયાગ એમ જ ચૂપ રહેશે ?? શું હશે એની અસલી ઓળખ ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED