પ્રતિબિંબ - 1 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિબિંબ - 1

પ્રતિબિંબ

પ્રકરણ - ૧

શબ્દોની રમતને દિલની ચાનક બસ કલમ ચાલી પ્રભુનાં સહારેને આજે બહું ઓછાં સમયમાં આજે હું ઓનલાઇન પ્લેટફોર્મ, ઈ પ્લેટફોર્મ પર હું જે મારું સ્થાન બનાવી શકી છું એ માટે મને યોગ્ય પ્લેટફોર્મ પુરૂં પાડનાર, તથા મારાં વ્હાલાં વાચકમિત્રોની ખૂબ ખૂબ આભારી છું.

કળિયુગનાં ઓછાયા અને પ્રિત એક પડછાયાની રોમાન્સ, રહસ્યો, રોમાંચ અને હોરરને આવરી લેતી બે મારી નવલકથાની ભવ્ય સફળતા બાદ આજે પ્રિત એક પડછાયાની સિક્વલ શરૂં કરવા જઈ રહી છું....જેમ પ્રથમ નવલકથામાં મને વાચકો બહોળો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે એવો જ પ્રતિસાદ આવાં જ અદભૂત રહસ્ય રોમાંચથી ભરપૂર નવલકથા" પ્રતિબિંબ " નવી નવલકથા શરૂં કરી રહી છું. મને આશા છે કે આપને ચોક્કસ ગમશે... આપનાં પ્રતિભાવો આવકાર્ય છે...

******

એક કોલેજનાં મોટા કેમ્પસમાં જોરશોર સંભળાઈ રહ્યો છે. આખું કેમ્પસ સ્ટુડન્ટસથી ગુંજી રહ્યું છે કારણ આજનો દિવસ જ કોલેજમાં ફેરવેલનો દિવસ.. ઠેરઠેર દેખાતાં બીયર, વિસ્કી, રમ, વોડકાનાં સ્ટોલ, સાથે જ ફુડ સ્ટોલ...લોકો મનભરીને પી રહ્યાં છે... કદાચ એટલે જ આ કંઈ સામાન્ય કરતાં અલગ વાતાવરણ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

લોકો "હાય, હેય, હાઉ આર યુ ??" વગેરે શબ્દોને વાક્યો દ્વારા એકબીજા સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યાં જ બ્લેક કલરનું વનપીસ જે ઢીંચણ સુધીનું ઢંકાયેલું છે બાકીનાં એ શરીરનાં વળાંકોને જોતાં એને સુંદર રૂપાળા કલરને જોતાં જ કોઈ પણ એને મોહી જાય એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે...વળી લાંબા કાળાં વાળ, સુંદર નમણાશ ભરેલો ચહેરો, અણિયારી આંખો, માછલી જેવાં સુંદર ગુલાબી હોઠ, એક હાસ્ય સાથે ગાલમાં પડતાં ખંજન એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે !!

ત્યાં જ એક સુંદર ઘાટીલો ઉજળો ચહેરો, હળવી દાઢી લાંબી છ ફુટની હાઈટ, વાઈટ શર્ટને ઉપર બ્લેક બ્લેઝરમાં, મેચિંગ લાઈનીન્ગવાળી ટાઈ, ને બ્રાન્ડેડ વોચ, હાથમાં પહેરેલી સોનાની લકી,ને નીચે બ્લેક કલરનાં શુઝ તેનાં આ આગવાં વ્યક્તિગતને ઓર નીખારી રહ્યાં છે. એણે પાછળની આવીને સીધી એ છોકરીને ઝડપથી હાથ પકડીને પોતાની તરફ કરી દીધી ને એકદમ સરપ્રાઈઝ આપતાં કહ્યું, " હાય, ઈતિ...!! "

ઈતિ ચોંકીને એકીટશે જોઈ રહી...ફરી એકવાર એણે ઇતિને હલાવી..." શું થયું કેમ તું આમ ચોંકી ગઈ ?? "

ઈતિ એકાએક ભાનમાં આવી હોય એમ બોલી, " આરવ તું ?? મને વિશ્વાસ નથી આવી રહ્યો કે તું પાછો આવ્યો. કેમ શું થયું હવે ?? હવે શું બાકી રહી ગયું છે ?? "

ખુબસુરત ઈતિની આંખોમાં કદાચ આંસુનું ટીપું જાણે આરવનાં કંઈક કહેવાની જ રાહ જોઈને ઉભું હોય એવું લાગી રહ્યું છે.

આરવ મનમાં એક મરક મરક હસતો બોલ્યો, " ઈતિ તું આટલી બધી ઈમોશનલ છે આજે મને ખબર પડી..."ફરગેટ એવરિથિગ ડિયર.." કહીને આરવે ઇતિને હગ કરી દીધી. ઈતિ પોતાને આરવથી દૂર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવાં લાગી. આજુબાજુ કેટલાંય લોકો છે પણ જાણે કોઈને આ વસ્તુનો કોઈ ફરક નથી પડી રહ્યો કારણ આ યુ.એસ.એ ની ધરતી છે અને એ પણ ફિલાડેલ્ફિયાનું રંગીલું કમ્પાઉન્ડ છે જે ટોપ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા જે ત્યાં સૌથી ટોચની બિઝનેસ સ્કૂલમાંની એક છે.... જ્યાં કદાચ કરોડોપતિનાં દીકરા દીકરીઓ જ તેની ફીસ અફોર્ડ કરી શકે...પણ આર્થિક રીતે સદ્ધર ન કહી શકાય એવાં ઈન્ડિયામાંથી પણ ત્યાં દર વર્ષે બે ત્રણ સ્ટુડન્ટ તો હોય જ....

આજ રીતે એ ઈન્ડિયા સ્ટુડન્ટમાંનાં બે સ્ટુડન્ટ આરવ અને ઈતિ પણ છે...

ઈતિ : "તારાં માટે આ બધું મજાક હતું આરવ ?? તને ખબર છે ને મને ખોટું જરાં પણ પસંદ નથી...તો શું કામ મારી સામે ખોટું બોલ્યો ?? "

આરવ : " ગીવ મી સમ ટાઈમ ડિયર... પ્લીઝ અત્યારે તું તારો મૂડ ન બગાડ...આજની ફેરવેલ પાર્ટી હું તારી સાથે એન્જોય કરવા હું એરપોર્ટથી પાછો આવ્યો છું. ટિકિટ કેન્સલ પણ કરાવ્યાં વિના..."

ઈતિ : " આટલાં પૈસાથી જો કોઈને મદદ કરી હોત તો ?? બસ પૈસા હોય એટલે કોઈ કિંમત જ નહીં એમ ને ?? "

આરવ : " સોરી મારી મા..નેકસ્ટ ટાઈમ આવું નહીં થાય. બસ એટલાં પૈસા હું ઓવરટાઈમ કરીને કમાઈ લઈશ બસ ?? "

ઈતિને હવે રડવાને બદલે હસવું આવી ગયું ને એ બોલી, " આરૂ.. હું તને બહું સારી રીતે ઓળખું છું... અને આ તમે પહેલીવાર આવું મહાન કામ નથી કર્યું મહાશય, સમજ્યાં ?? એ તો તમને તો હું પાર્ટી પછી જોઈ લઈશ. બાય ધ વે યુ આર લુકિગ હેન્ડસમ ટુડે. શું પ્લાન છે આજે ?? "

આરવ : "બસ કોઈ સારી અમેરિકન મળી જાય તો રોજેરોજ...ને મોજેમોજ. બીજું શું જોઈએ ?? "

એટલામાં જ એક અનાઉન્સમેન્ટ થયું ને ફેરવેલ પાર્ટીનુ વેલ્કમ સોન્ગ સ્ટાર્ટ થયું... બધાં ત્યાં રહેલી ચેર્સ પર પોતાનાં ફ્રેન્ડસ, ગૃપ મુજબ બેસવા લાગ્યાં. ઘણાંએ તો પાર્ટી શરું થાય એ પહેલાં જ પેગ મારવાનાં શરું કરી દીધાં છે...રાતનો સમય છે...પણ કદાચ ઈન્ડિયા હોય તો છોકરીઓ આ પાર્ટીમાં આટલી બિન્દાસ રીતે ન હાજરી આપી રહી હોય....

એક મિડલમાં રહેલાં ટેબલની પાસે ચેર પર આરવ અને ઈતિ પણ ગોઠવાયાં... અનાયાસે આરવનો હાથ ઇતિના હાથ પર મુકાઈ ગયો.

ઇતિએ આરવની સામે એક મારકણી નજરે જોયું ને બોલી, " શું જોઈ રહ્યો છે આમ ?? "

આરવ :" યાર તારી જોડે ઝગડવામાં હું એ કહેવાનું તો ભૂલી જ ગયો કે યુ આર લુકિગ ગોર્જિયસ એન્ડ બ્યુટીફુલ ટુડે..."

" કેમ આજે જ એમ ને રોજ તો નથી લાગતી એમ ને ?? "

આરવ : " રોજ તો લાગે જ છે પણ આજે કંઈક વધારે...પણ તું આટલી સુંદર ન લાગ એ જ સારૂં મને તારી ચિંતા થાય છે..."

ઈતિ : " શેની ચિંતા કે પછી જેલસી ?? "

આરવે એક ત્રાંસી નજરે કોઈની તરફ ઈશારો કરતાં કહ્યું , " તું સમજે છે ને હું શું કહી રહ્યો છું..."

ઈતિ : "પ્રયાગ ?? એની તો તું વાત જ ન કર...આઈ હેટ

હિમ..એકવાર ભૂલ થઈ તી પણ હવે નહીં, પણ તું છે ને મારી સાથે. આઈ ડોન્ટ કેર ફોર એની વન..મને કોઈ ટેન્શન નથી."

આરવ : " કદાચ આ વિચારે જ હું પાછો આવી ગયો. મને તને એટલી મુકવાની જરાં પણ ઈચ્છા ન થઈ. વળી આજનો કપલ ડાન્સ..."

ઈતિ : "મેં તો એમાં નામ કેન્સલ કરાવી દીધું કારણ તારાં સિવાય મારાં એ ડાન્સ પાર્ટનર તરીકે ઓપ્શનમાં ફક્ત આરવ હતો. હું એની સાથે ક્યારેય ડાન્સ કરવા તૈયાર નથી. "

આરવ : " હું પાગલ છું કે આટલો તૈયાર થઈને આવ્યો ?? બી રેડી...નેક્સટ ઇવેન્ટ ઈઝ અવર કપલ ડાન્સ..."

ઈતિએ જેનાં માટે આરવ સાથે બહું જ પ્રેક્ટિસ કરી હતી પણ આરવ સાથેનાં ઝઘડા પછી એણે નિરાશ થઈને ઇવેન્ટમાંથી નામ કેન્સલ કરાવ્યું હતું એ જ ઇવેન્ટ માટે તેને અચાનક આરવે સરપ્રાઈઝ આપતાં તે ખુશ થઈ ગઈ ને બંને જ સ્ટેજનાં પાછળનાં ભાગે પહોંચ્યાં. થોડી જ વારમાં બંનેનું નામ અનાઉન્સ થયું ત્યાં જ લોકોનો તાળીઓનો અવાજ કેટલીય મિનિટો સુધી ગુંજતો રહ્યો....આખરે એ ક્લેપિગ બંનેનો ડાન્સ શરૂં થતાં બંધ થયું....પુરો ત્રીસ મિનિટનાં ફુલ એનર્જીટીક ડાન્સમાં આરવ અને ઈતિ એકબીજામાં એટલાં ઓતપ્રોત થઈ ગયાં કે બંને કદાચ એક અલગ દુનિયામાં ખોવાઈને ડાન્સ કરવાની આ જ એમની બંનેની એક આગવી ઓળખ હતી.

ડાન્સ તો ઘણાંય જોરદાર કરતાં હતાં કોલેજમાં પણ ડાન્સની સાથે જે રીતે એકબીજામાં તાલમેલ સાથે ખોવાઈ જવું આ કારણે જ કદાચ એ ફર્સ્ટયરથી કોલેજનાં સુપરહિટ ડાન્સ પાર્ટનર છે...

સ્ટેજ પરથી જ લોકોનાં અભિવાદન ને ઝીલતાં આવી રહેલા આરવની નજર એ વિસ્કીના પેગને ગટગટાવતા પ્રયાગ પર ગયાં વિના ન રહી.

છેલ્લે બધું પત્યા બાદ ડીજે શરૂં થયું. એકબીજા સાથે ખૂબ ડાન્સ ને એન્જોય કર્યાં બાદ ઈતિ થાકીને આરવને કંઈ ખાવા માટે ફુડ સ્ટોલ પાસે જવાં કહ્યું. બંને જેવાં ત્યાંથી નીકળ્યાં કે તેમની પાછળ પાછળ એમને ફોલો કરતું ડગ માંડી રહ્યું હોય એવું લાગ્યું.

ઈતિ : " આરૂ કોઈ આપણને ફોલો કરી રહ્યું હોય એમ કેમ લાગી રહ્યું છે ?? "

આરવ : " અહીં આખી કોલેજ છે કોઈને કોઈ તો આવતું જ હોય ને ?? તું બહું ગભરાય છે. "

ઈતિ : " મને તારી આ વાતનો જ બહું ગુસ્સો આવે છે કોઈ દિવસ કોઈ વાત સીધી રીતે માનવાની નહીં."

આરવ :" અને તારૂં નાની નાની વાતમાં ફુલાઈ જતું નાક !! ચાલ હું જોવું છું બસ..." કહીને આરવે પાછળ જોયું તો જાણે બધું ગાયબ કોઈ જ નથી.

" જોઈ લીધું બસ કોઈ નથી. હવે તને વિશ્વાસ ન હોય તો જાતે જો. આ કંઈ આપણું ઈન્ડિયા નથી કે અહીં ભુત, પ્રેતને આત્માઓ ફરતી હોય. "

ઈતિ: " તું તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. હું માણસનાં ફોલો કરવાની વાત કરી રહી છું. બાય ધ વે ચાલ આપણે થોડું જમી લઈએ. પછી રૂમ પર જઈએ. "

આરવ : " હા ઓકે ચાલ..ઈટ્સ ટુ લેટ.."

બંનેએ ડીનર પતાવ્યું. લગભગ બધાં હવે જવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યાં જ આજનાં ડાન્સ વિનરમાં એઝ ઓલ્વેઝ આરવ અને ઈતિનું નામ અનાઉન્સ થયું ને બંને જણાં એકબીજાનાં હાથમાં હાથ પરોવીને સ્ટેજ પર પહોંચ્યાં. ત્યાં કલ્ચર મુજબ આવી વસ્તુને કોઈ નોટિસ પણ ન કરે પણ ત્યાં જ ટ્રોફી લેતાં ફોટાની ક્લિક સાથે કોઈ એક માસ્ક પહેરેલાં અજાણ્યા વ્યક્તિએ પોતાનાં કેમેરામાં એક ક્લિક કરી. આરવની નજર જતાં જ એણે બુમો પાડી...હેલ્પ પ્લીઝ !! ને સિક્યોરિટીને એ વ્યક્તિ તરફ ભગાડ્યા. પણ પળવારમાં ગાયબ !! ના કોઈ માસ્કવાળી કે ના કેમેરા વાળી વ્યક્તિ ઝડપાઈ.

આખરે કંઈ પુરાવો ન મળતાં આરવે એ વાતને બહું લંબાવી નહીં.થોડી જ વારમાં સ્ટેજ પરથી નીચે ઉતરતાં ઉતરતાં લોકોનાં અભિવાદનને ઝીલતાં બંને નીચે આવ્યાં. પણ આરવ જાણે હજુયે મનમાં કંઈક મુંઝવણ અનુભવી રહ્યો છે. તેને હવે ઝડપથી ઇતિને લઈને ત્યાંથી નીકળી જવા વિચાર્યું.

આરવ પાર્કિગમાંથી પોતાની કાર નીકાળી ને ઈતિ પણ બેસી ગઈ...લગભગ બાર વાગવા આવ્યાં છે એટલો રસ્તા પર વાહનો પણ ઓછાં જોવાં મળી રહ્યાં છે... અલબત્ત, ઈન્ડિયા કરતાં તો બહું જ ઓછાં.

ઈતિ : " આરૂ તું મને પહેલાં મારી રૂમ પર ઉતારી દે મમ્માનો ફોન ઓલરેડી બે વાર આવી ગયો છે. એને સવારે ઉઠે એટલે પહેલાં મારી સાથે વાત કરે ત્યારે એને ચેન પડે ત્યાં સુધી તો પપ્પાને કોપી પણ નહીં મળે..."

આરવ : " આજે તું એકલી જ છે ને રૂમ પર ?? "

ઈતિ : " હા..કેમ ?? "

આરવ : " તો હું આવી જઉ તારી રૂમ પર ?? "

ઈતિ : " નહીં આરવ જરાય નહીં. તને ખબર છે ને કે ભલે આપણે વિદેશની ધરતી પર છીએ પણ સંસ્કાર તો ગુજરાતનાં છે ને "

આરવ : " સોરી ઈતિ. કંઈ પણ થાય આજે રાત્રે હું તને કોઈ પણ સંજોગોમાં એકલી નહીં મુકું. તારી પાસે બે જ ઓપ્શન છે કાંતો હું તારી રૂમ પર રોકાઈશ અથવા તું મારી રૂમ પર..."

ઈતિ : " પણ હું તો ઘણીવાર એકલી હોઉં જ છું ને પ્રિશાને નિત્યા ન હોય ત્યારે.."

આરવ થોડો અકળાઈને બોલ્યો, " પણ આજે વાત અલગ છે....આ તારાં ઓપ્શનમાં નથી. તને મારાં પર આટલો ય ભરોસો નથી...તો હું જાઉં છું બસ."

ઈતિને થયું આજ સુધી ચાર વર્ષમાં ક્યારેય આરવે આવી મારી સાથે રૂમ પર રોકાવાની જીદ નથી કરી તો આજે એની આવી જીદ પાછળ નક્કી કોઈ કારણ તો હશે જ.

ઈતિ : " સારૂં હવે તું મારી રૂમ પર જ આવી જા. "

થોડીવારમાં જ બંને ઈતિની રૂમ પર પહોંચ્યાં. પણ આશ્ચર્ય વચ્ચે એની કોઈ રૂમમેટ્સ ત્યાં ન હોવાં છતાં ડોર ખુલો છે...આરવ બોલ્યો, " ઈતિ તારી રૂમ પર કોઈ આવ્યું છે ?? તું અહીં જ રહે છે ને ?? "

ઈતિ : " નો..આઈ ડોન્ટ નો એનિથિંગ. પ્રિશાને નિત્યા બંને ઘરે છે. કોણે ખોલ્યું હોય ?? "

આરવ ઝડપથી ત્યાં ભાગ્યો. ડોર પાસે ઉભાં રહીને ધીમેથી જોતાં જ આરવનાં પગ થંભી ગયાં...!!

શું જોયું હશે આરવે ઇતિના રૂમમાં ?? આરવ અને ઈતિ બંને ફ્રેન્ડ જ હશે કે તેમની વચ્ચે સિરિયસમાં કંઈ પ્રેમ પણ હશે ?? બંને જણાં એકબીજાને કેવી રીતે મળ્યાં હશે ?? આ પ્રયાગ કોણ છે આખરે ?? જાણવાં માટે વાંચતાં રહો, પ્રતિબિંબ - ૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે