Pratibimb - 5 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 5

પ્રતિબિંબ

પ્રકરણ - ૫

ઈતિ તો એ વાક્યને ફરી એકવાર વાંચવા લાગી, " ટુડે ફાઈનલી યુ કેન ગેટ એવરિથીગ ફ્રોમ હર..‌ફોર ધેટ એવરી ગુજરાતી ગર્લ હેઝિટેટ વન્સ..‌" આ એ જ પ્રયાગ છે ને હું અહીં એક સારો વ્યક્તિ અને એક સારો દોસ્ત માની રહી છું. તેને માનવામાં જ નથી આવી રહ્યું. પ્રયાગનું માનીને આરવ સાથેની દોસ્તી તોડી દીધી જેને એને નિઃસ્વાર્થ બનીને મદદ કરી હતી. બાકી આ વિદેશની ધરતી પર કોણ કોઈની પરવા કરે !!

પણ આ છે કોણ ?? નામ તો ગોલુ લખેલું છે. એમાં અચાનક જ ડીપી ચેન્જ થયોને એ જ સમયે ઇતિએ ડીપી ખોલ્યું તો એમાં ડેનિશનો ફોટો છે. જે પ્રયાગ સિવાય એનો ખાસ ફ્રેન્ડ છે. પણ બે જ સેકન્ડમાં એ ફોટો ચેન્જ થઈ ગયો ને કોઈ નોર્મલ ડીપી આવી ગયો.

ઈતિને મનમાં કંઈક વિચાર આવ્યો. તે પ્રયાગ આવે એ પહેલાં ત્યાંથી બહાર નીકળી ગઈ. ત્યાં રહેલા એક વેઈટરને એ "વોશરૂમ માટે જાય છે પ્રયાગ આવે તો કહે" એવું ઈંગ્લીશમાં સમજાવીને એવું કહીને ત્યાંથી વોશરૂમમાં જતી રહી. આજે ખબર નહીં ઈતિમાં ડરની સાથે એક હિંમત પણ આવી ગઈ. એણે એ ગોલુ નામનાં નંબર પરનાં બધાં જ મેસેજ વાંચ્યાં પણ બહું એવો બીજો કોઈ સબૂત ન મળ્યો.

એને ખબર નહીં શું સુઝ્યુ કે એણે પોતાનાં મોબાઈલમાં સેવ કરેલો આરવનો નંબર પ્રયાગનાં ફોનમાંથી ડાયલ કર્યો. તો એમાં ઓલરેડી કટી પતંગ નામે એ નંબર સેવ કરેલો છે. ઇતિને આનો મતલબ તો ન સમજાયો. પણ આ પરથી એણે વોટ્સએપ ખોલીને જોયું તો એમાં ઘણાં બધાં ચેટ મેસેજીસ હતાં..‌.એક પછી એક જોતી ગઈ એમ એનાં હોશકોશ ઉડવા લાગ્યાં.

એક મેસેજ પર એની નજર અટકી ગઈ.. લખેલું હતું, " જોયું ને મિસ્ટર આરવ ?? આ છે પ્રયાગ, કંઈ પણ કરી શકે. એક જ ઝાટકે ઇતિને તારાથી દૂર કરી દીધી ને ?? કેવો એક અજાણ્યા નંબર પરથી ફોન કર્યો..ને વળી મને ખબર પડી હતી કે ઇતિનાં ફોનમાં જ કંઈ પ્રોબ્લેમ હોવાથી એ થયું નહોતું પણ મેં થોડાં જ સમયમાં બાજી આખી પલટી દીધી....પછી તો સહાનૂભૂતિની અને ગેરસમજોની હારમાળા સર્જી દીધી. ને ઈતિ તારાથી દૂર થઈને મારાં તરફ ઢળતી ગઈ. એક દિવસ એ હંમેશાં માટે મારી થઈ જશે..."

ઈતિને પોતે આરવ સાથે કરેલો વ્યવહાર યાદ આવ્યો. પણ આજે ખબર નહીં એનું મન વધારે શાર્પ રીતે કામ કરી રહ્યું છે. એને સમજાઈ ગયું બધું વાંચીને કે પ્રયાગ બસ એની ખૂબસુરતી અને એનાં શરીરમાં જ મોહાયો છે. આરવે ઘણાં બધાં મેસેજીસનાં પ્રયાગને કોઈ જવાબ જ નહોતાં આપ્યાં. એને છેલ્લે કરેલો આરવે એક જ જવાબ જોઈને ઇતિની લાગણીઓ જાણે ઉછાળા મારવાં લાગી, " તું કંઈ પણ કર પણ હું આજનાં આ ફાસ્ટ જમાનામાં પણ પ્રેમને હું સૌથી પર જ માનું છું. કોણ જાણે કેમ મારે ઈતિ સાથે કોઈ સંબંધ બંધાયો નથી છતાં એક સંબંધ છે સ્નેહનો...તે મને ભલે એનાંથી દૂર કરી પણ હું કોઈ પણ સંજોગોમાં એની પર ઉની આંચ નહીં આવવાં દઉં...!!

ઈતિ નું મગજ વધારે ઝડપથી કામ કરવા લાગ્યું થોડી જ વારમાં કોઈની ઈતિ ઇતિની બુમો સંભળાવા લાગી. ઇતિએ . સાંભળ્યું કે પ્રયાગ કદાચ કોઈની સાથે મગજમારી કરી રહ્યો છે. એણે ફટાફટ બધાં જ મેસેજ પોતાનાં મોબાઈલમાં ફોરવર્ડ કર્યાં એને જરૂરી લાગ્યાં. ઝડપથી બધું જ સેન્ટ આઈટમને બંને એટલું ઝડપથી બધું ડિલીટ અને સેટ કરવા લાગી જેથી પ્રયાસને જરાં પણ ખબર ન પડે. એટલામાં જ કોઈ અજાણ્યા નંબર પરથી પ્રયાગનાં નંબર પર ફોન આવ્યો. ઇતિએ ઉપાડ્યો નહીં. ને મિસકોલ થઈ જતાં બધું ફરીથી પતાવીને જાણે કંઈ બન્યું જ ન હોય એમ ધીમેથી બહાર નીકળી.

ઈતિ : "સોરી યાર પ્રયાગ. તારામાં કોઈનો ફોન આવતો હતો પણ હું વોશરૂમમાં હતી એટલે ઉપાડ્યો નહીં. સોરી વન્સ અગેઈન.."

પ્રયાગ : " કંઈ વાંધો નહીં. પણ હું ચિંતામાં આવી ગયો કે અચાનક તું ક્યાં ગાયબ થઈ ગઈ. "

ઈતિ : " ચાલ હવે જવું છે મને થોડું એબ્ડોમિનલ પેઈન છે. લુઝ મોશન જેવું લાગે છે...ફરી ક્યારેક આવશું...પણ તું ક્યાં ગયો હતો આટલી વાર ?? હું તને ફોન કરૂં પણ કંઈ રીતે તારો ફોન તો મારી પાસે હતો..અને તું મને આટલી મોટી કાફેમાં લઈ આવ્યો છે. હવે તો કહે તું કંઈ સરપ્રાઈઝ આપવાનો હતો ને !! " એમ કહીને ઇતિએ આખી વાતને બીજી દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો.

પ્રયાગ : " અરે થોડું કામ હતું બહું કંઈ ખાસ નહીં. પણ તું તો હોસ્ટેલ જવાનું કહે છે હું તને સરપ્રાઈઝ કેમ આપું ?? "

ઈતિ : " કંઈ નહીં ફરી ક્યારેક.."

પ્રયાગ : " બેસી હું તને દવા લાવીને આપું છું ‌. તું અહીં મારી સાથે આપણે બેઠાં હતાં ત્યાં બેસ.. તારાં માટે સ્પેશિયલ કોપી મંગાવું છું તને સારૂં લાગે પછી ઘરે જઈશું આમ પણ આજે ક્યાં ઉતાવળ છે.."

ઈતિ : " પણ તને ખબર છે ને કે અહીં આપણાં ઈન્ડિયાની જેમ મેડિકલ સ્ટોર્સમાં ડાયરેક્ટ કોઈ મેડિસિન ન મળે. ડૉક્ટર પાસે જવું જ પડે."

પ્રયાગ : " હા એક સ્પેશિયલ કોપી મંગાવી છે તારી ફેવરિટ એ પી લે એટલે આપણે જઈએ..."

ઈતિ નાછુટકે ત્યાં બેસી રહી. થોડીવારમાં જ કોફી લઈને એક વેઈટર આવ્યો‌. કોફી આપીને એ એમ જ ઊભો રહ્યો.

પ્રયાગ થોડો અકળાઈને બોલ્યો, " નાઉ યુ કેન ગો મિસ્ટર..."

વેઈટર : " મિન્સ , યુ વોન્ટ પ્રાઈવસી વિથ મેમ, એમ આઈ રાઈટ ?? નાઈસ કપલ..."

ઈતિ હવે જાણે વધારે કોન્ફિડન્ટ બનીને બોલી, " ઓહ મિસ્ટર..આઈ એમ ઓન્લી હર ફ્રેન્ડ નોટ અ ગર્લફ્રેન્ડ..."

પ્રયાગ : " યુ ગો..ઈટ્સ અવર પર્સનલ મેટર.."

વેઈટર હવે સીધો જ બોલ્યો, " પર્સનલ મેટર ત્યારે જ બને ભાઈ જ્યારે બંનેની સહમતિ હોય.." કહીને આરવે લગાવેલી નકલી મૂછ અને દાઢી નીકાળી.

પ્રયાગ : "આરવ તું ?? તારી આવી હિંમત ?? તું મારી અને ઈતિની વચ્ચે આવીશ તો ખબર છે ને..."

ઈતિ સીધી જ આરવની પાસે આવીને એનો હાથ પકડીને બોલી, " કેમ શું થયું પ્રયાગ ?? મારી અને ઇતિની વચ્ચે મતલબ ?? આપણી વચ્ચે શું છે ?? "

આરવ : " મેં કહ્યું હતું ને ઈતિ જ્યારે પણ તફલીકમાં હશે હું એની સાથે હોઈશ પછી ચાહે એને કે બીજાં કોઈને ગમે કે ના ગમે.."

પ્રયાગ : " પણ ઈતિ મેં તને કંઈ જ કર્યું નથી હું તો તારી તબિયત સારી નથી એટલે અહીં બેસવા માટે કહેતો હતો. એટલે તો સ્પેશિયલ કોફી મંગાવી તારી માટે..."

આરવ તાળી પાડીને બોલ્યો, " આ જ સ્પેશિયલ કોફીને ?? જેમાં તે એક વેઈટર દ્વારા એક બેહોશીની દવા ભેળવાવી છે...અને એ તું ઇતિને પીવડાવવાનો હતો..બરોબર ને ?? આ તો ઇતિને તારાં આજની યોજનાની જાણ થઈ ગઈ એટલે એને મને ફોન કરીને ટુંકમાં બધું કહી દીધું ને સદનસીબે હું અહીં નજીકમાં જ હતો. "

પ્રયાગ : " ઈતિ આ આરવ તને ખોટું ભડકાવી રહ્યો છે મારાં વિરૂદ્ધ જેથી એ તને મારાથી દૂર કરે... મારાં પર વિશ્વાસ કર... પ્લીઝ.."

આરવ : મારી પાસે એનો પણ પુરાવો છે કે તે જ વેઈટર પાસે આવું કરાવ્યું છે.

ચૂપ રહેલી ઈતિ બોલી, " આરવ મારે હવે કંઈ જ પુરાવાની જરૂર નથી... પ્રયાગ આજે મને તારી સચ્ચાઈ ખબર પડી ગઈ છે. હવે તું કોઈ સફાઈ ન આપ...આજ પછી ક્યારેય મારી નજીક પણ આવવાનો પ્રયત્ન ન કરીશ...ચાલ આરવ.." કહીને એ આરવનો હાથ પકડીને કાફેની બહાર નીકળી ગઈ....!!

*****

આરવ એકદમ જ ઉંઘમાંથી જાગ્યો તો ઈતિ તેનાં ખભા પાસે માથું રાખીને ક્યાંક ખોવાયેલી બેઠી છે. તેની આંખનાં ખુણામાંથી આંસુ નીકળી રહ્યાં છે.

આરવ : " શું થયું ઈતિ કેમ આમ રડી રહી છે ?? "

ઈતિ : " ફરી એકવાર સોરી..આરૂ..."

આરવ : " શેનાં માટે હવે શું થયું ?? "

ઈતિ : " મેં પ્રયાગની સાથે દોસ્તી કરીને તારો સાથ છોડ્યો હતો...પણ હું એનાં બદઈરાદાને બહું પછી સમજી શકી.

આરવ : " યાર તું તો સાવ પાગલ છે. પણ એ પછીનું બધું યાદ કરને જે આપણાં લાઈફની ગોલ્ડન મેમરી છે.."

ઈતિ : "હમમમ...એક વાત કહું ?? "

આરવ : "હા બોલને ?? આમ શું મારા સામે જોઈ રહી છે ?? તને ઉંઘ નથી આવતી ?? મને તો ખબર જ ના પડી કે હું ક્યારે સુઈ ગયો. તારે મને ઉઠાડાયને તો હું ત્યાં સોફા પર સુઈ જાત ને !! "

ઈતિ : " આઈ લવ યુ મોર ધેન મી ફોરેવર..." કહીને એણે આરવનાં આછી દાઢીવાળા એ મોહક ચહેરાને પોતાનાં ચહેરાની એકદમ સમીપ લાવી દીધો.બંને જણાંની આંખો જાણે અપલક નજરે એકબીજાંની સામે જોઈ રહી...ને બંનેનાં ધબકારા જાણે વધવા લાગ્યાં. ને બીજી જ ક્ષણે ઇતિએ તેનાં ગુલાબ જેવાં કોમળ હોઠને આરવનાં એ સહેજ રૂક્ષ લાગતાં હોઠ પર રાખી દીધાં..ને કેટલાય સમય સુધી બંને એકબીજામાં ખોવાઈ ગયાં...!!

*******

ઈતિ રૂમમાં બારીમાંથી સહેજ અજવાળું આવેલું દેખાતાં તેણે આંખો સરખી આંખો ખોલી..તેને જોયું કે આરવ હજું પણ એમ જ ઇતિને હગ કરીને સુતેલો છે..ઇતિએ પ્રેમથી આરવનાં ગાલ પર એક કિસ કરી દીધી.

આરવ હસીને બોલ્યો, " બસ મને હવે રોજ આવી રીતે ગુડમોર્નિંગ કિસ કરીશ ને ??"

ઈતિ : " આરુ રાતે આપણી વચ્ચે જે થયું..મને બહું ટેન્શન થાય છે હવે.."

આરવ : " તને મારાં પર વિશ્વાસ નથી ?? "

ઈતિ : " વિશ્વાસ તો છે. પણ હવે આપણે ઘરે વાત કરવી જોઈએ આપણાં સંબંધ બાબતે એવું નથી લાગતું..."

આરવ : " હા ઈતિ..આ વખતે ફાઈનલ એક્ઝામ પછી ઘરે જઈએ એટલે હું વાત કરવાનો જ છું..."

ઈતિ : "પણ હવે જ્યાં સુધી ઘરે વાત ન થાય આપણે આવું ફરી ક્યારેય નહીં થવા દઈએ..."

આરવ : "હા.. પ્રોમિસ.."

ઈતિ :" પણ આખી રાત તો કંઈ એવું અઘટિત બન્યું નહીં..એ જે પણ છે ગભરાઈ ગયું લાગે છે."

આરવ : " એ ભૂલ જરાં પણ કરવાની નથી આપણે. એ જે પણ છે બહું ક્ષાતિર છે અને ગમે ત્યારે બીજો હુમલો કરવાની યોજનામાં હશે..."

ઈતિ : " પણ આરવ એ..." એટલામાં જ આરવનાં મોબાઈલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

ઈતિ : " અત્યારે કોણ હશે ?? " કહીને ફોન ઉપાડવા જાય છે ત્યાં જ આરવ બોલ્યો, " ફોન ઉપાડીશ નહીં મારી સાથે ચાલ પહેલાં.." કહીને એને ઘરની બહાર નીકળ્યો.

કોણ હશે એ ફોન કરનાર ?? આરવ અને ઈતિનાં ઘરે મંજુરીની મહોર લાગશે ખરી ?? કોણ હશે એમનાં પરિવારજનો ?? ઇતિને પરેશાન કરનાર કોણ હશે એ ?? શું હશે એનો ઈરાદો ?? જાણવા માટે વાંચતાં રહો, પ્રતિબિંબ - ૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED