Pratibimb - 7 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 7

પ્રતિબિંબ

પ્રકરણ - ૭

આરવ રૂમ પર આવતાં જ એનાં રૂમમેટ્સ પૂછપરછ કરી રહ્યાં છે.

આરવ : " આજે કેમ અચાનક આવું પુછી રહ્યાં છો ?? કંઈ થયું છે ?? "

જોન : " અરે યાર તું ભી...તેરા ચહેરાં દેખા આયને મેં. યે ક્યાં સાથ મેં લેકે આયા હૈં.. જલ્દી જા અંદર..અગર હમારે સિવા અગર કિસીને દેખ લિયા તો આજ બંદા તું ગયાં. ઓર આજ યાદ હે ના હોસ્ટેલ મેં મિલકે રાત કો પાર્ટી હે.."

આરવ : " હા વો તો પતા હૈ પર મેં અભી આયા. " કહીને આરવ સીધો બાથરૂમમાં ઘુસ્યો.

અરીસામાં જોતાં જ જોયું તો પીન્ક કલરની નાની ઈયરિગ એની ટીશર્ટ પર લટકી રહી છે.

આરવને મનોમન હસવું આવી ગયું. કે ઈતિની આ ઈયરિગ તેની ટી-શર્ટ પર કેવી રીતે આવી એને પણ ન સમજાયું. છતાં એને મનોમન કંઈ ગમ્યું હોય એમ એનાં ચહેરાં પર મલકાટ આવી ગયો. એની અને ઇતિની દોસ્તી લોકો સામે તો શરૂં થતાં પહેલાં પૂરી થઈ ગઈ હતી એટલે ખાસ કોઈને એની જાણ નથી સિવાય કે પ્રયાગ...

એ ફ્રેશ થઈને બહાર આવી ગયો. જોન હસવા લાગ્યો‌. જોનને થોડીક ખબર હતી ઈતિ વિશે પણ કહાની શરું થતાં પહેલાં જ ખતમ થતાં આરવે જોનને પણ આ વિશે વાત ન કરી હતી.

જોન :" ક્યાં હુઆ ?? કુછ તો હુઆ હૈ યા કુછ હો ગયાં હે !! "

આરવ પણ હસીને બોલ્યો, " નહીં યાર એસા કુછ નહીં હૈ..ચલ અભી કુછ ખા લેતે હૈ. આજ તો પહેલીબાર એસી પાર્ટી હો રહી હૈ હોસ્ટેલ મેં કુછ ખાસ હૈ ક્યા ?? "

ઈર્શાદ : " પાક્કા તો નહીં માલુમ પર રૂમ નંબર દસ વાલોને રખા હૈં સબ કુછ ઐસા કોઈ બોલ રહા થા. "

આરવ : " રૂમ નંબર દસ ?? "

જોન : " ક્યાં હુઆ ક્યું એસે ચોક ગયાં ?? વો તો યે ઈર્શાદ કે ફ્રેન્ડ ડેનિશ ઓર કોઈ પ્રયાગ હૈ વો હી લોગ ના ?? એની પ્રોબ્લેમ ?? "

આરવને અત્યારે કોઈ વાત કરવી યોગ્ય ન લાગતાં એ બોલ્યો, " નહીં નહીં એસા કુછ નહીં હૈ. મેં તો એસે હી બોલા. મુજે થોડાં કામ હે ખતમ હોગા તો પક્કા આ જાઉંગા પાર્ટી મેં..."

ઈર્શાદ : " નહીં તું નહીં આયેગા તો હમ ભી નહીં જાયેંગે. ક્યોંકિ એક રૂમપાર્ટનર હોય દોસ્ત તો યહાં હમારા સબ કુછ હૈ...યે ફિલાડેલ્ફિયા કી ધરતી ને. તેરા કામ બોલ હમ સાથ મેં નિપટા દેંગે. લેકિન પાર્ટી મેં તો જાયેંગે હી..."

જોન : " યાર આરવ તું હા બોલ...ફિર બાત ખતમ.."

આરવની આ પાર્ટીમાં જવાની બહું ઇચ્છા ન હોવાં છતાં બધાંની ઈચ્છાને કારણે હા પાડી દીધી....

*******

રાતનો સમય થઈ ગયો છે. હોસ્ટેલનો એક ઓડિટોરિયમ જેવો બનાવેલો ખાસ રૂમ છે. ત્યાં આરવને જોન પહોંચ્યાં. જોરજોરથી ડીજેનાં ડિસ્કો સોન્ગ વાગી રહ્યાં છે...આરવની નજર પડી કે સામે પ્રયાગ અને ડેનિશ સાથે જ ઈર્શાદ ઉભો છે. ઈર્શાદ આ લોકોને જોતાં તરત આવ્યો, " આરવ એન્ડ જોન પ્લીઝ જોઈને ધ પાર્ટી... યહાં સબ ડ્રીક્સ ઓર સ્નેક્સ હે..."

આરવને સમજાયું નહીં કે આ પાર્ટી તો બધાંની છે અરેન્જ કોઈ પણ કરે આ લોકો કેમ બધાંને આટલો ફોર્સ કરી રહ્યાં છે... છતાં થોડી વારમાં જ જોરશોરમાં પાર્ટી શરૂં થઈ. બધાં એક પછી એક ડ્રિક્સની બોટલો ગટગટાવવા લાગ્યાં. એ પછી તો બધાં ભાન ભૂલીને ડાન્સ કરવા લાગ્યાં. ફક્ત એમાં આરવ અને પીટર એવી વ્યક્તિ હતાં જેણે ડ્રિન્ક નહોતું કર્યું. બધાં પાગલની જેમ ડાન્સ કરી રહ્યાં છે. અને અમૂક તો શું બોલી રહ્યાં છે એનું ભાન જ નહોતું. ઘણાં તો ટી કે શર્ટ પણ નીકાળીને નાચી રહ્યા છે.

આરવને તરસ લાગતાં તે એક કાઉન્ટર પર પાણી પીવા ગયો ત્યાં જ એક ગ્લાસ લેતો હતો ત્યાં જ પાછળથી ઈર્શાદ આવીને તેને ખેંચીને લઇ ગયો, " ચલના તું ભી ડાન્સ કરને પાની તો વો દે જાયેગા..."

આરવ પણ બધાંની સાથે ડાન્સ પાર્ટીમાં જોડાઈ ગયો. ત્યાં જ વેઈટર આવીને આરવને પાણી આપી ગયો. આરવે પાણી તો પી લીધું પણ થોડી જ વારમાં એનું માથું થોડું ભમવા લાગ્યું. ને થોડીવારમાં તો શું થયું કે એ કંઈ બોલવા લાગ્યો... પછીનું એને બહું યાદ નહોતું.

રાતે બે વાગ્યે પાર્ટી પુરી થતાં જ બધાં પોતપોતાના રૂમમાં આવ્યાં. ઈર્શાદ તો કદાચ હજું બકવાસ કરી રહ્યો છે‌...એ તો પોતાની ટી-શર્ટ પણ કાઢીને માત્ર એક અન્ડવેરમાં બેડ પર લથડાતો સૂઈ ગયો છે.

જોનને આજે એટલો નશો નહોતો ચડ્યો. પણ આરવે તો કંઈ પીધું નથી તો કેમ આમ થઈ રહ્યું છે. એને કેમ આવું વર્તન કર્યું હશે ?? અનેક સવાલોને મૂંઝવણ સાથે જોને આરવને સરખો બેડ પર સુવાડીને એ પણ સૂઈ ગયો.

*****

જોન આજે સવાર પડતાંની સાથે જ ઉઠીને આરવનાં ઉઠવાની રાહ જોવા લાગ્યો. આખરે એની ધીરજ ખુટી જતાં એણે પરાણે આરવને ઉઠાડી દીધો.

આરવ ( મનમાં ) : " ખબર નહીં આજે કેમ આટલી ઉંઘ આવી રહી છે મને ?? આંખો પણ ભારે લાગે છે."

જોન : " આરવ તું મેરે સાથ ચલના યાર. કુછ જરૂરી કામ હૈ. " કહીને જોન આરવને લઈને નાઈટશુટમાં બહાર કોલેજનાં કંમ્પાઉન્ડની બહાર એક ટી શોપ પર લઈ ગયો. ને બંને બેસીને ચા નો ઓર્ડર આપ્યો.

આરવ : " ક્યા હુઆ જોન ?? સુબહ સુબહ બહાર લેકે આયા ચાય તો હમારી કેન્ટીન મેં ભી મિલતી હૈ. તુજે કોઈ પ્રોબ્લેમ હે ?? "

જોન : " ઓય પાગલ !! કલ તુને ડ્રીન્કસ તો નહીં પીયા થા. ફીર ક્યા હુઆ થા તુજે ?? ઓર યે ઈતિ કોન હૈ ?? હમારી ક્લાસમેટ યા ફિર કોઈ ઓર હે ?? "

આરવ : " મેને ક્યા કિયા થા મુજે તો કુછ ભી યાદ નહીં હે. મુજે ઈતના યાદ હે કિ વો ડાન્સ કરતે સમય વેઈટર પાની કા એક ગ્લાસ દેકર ગયાં મેને વો પિયા ફિર મુજે થોડે દેર કે બાદ સર મેં કુછ હો રહા થા...ફિર મુજે કુછ ભી માલુમ નહીં હે...તુ મુજે બતા કિ મેને ક્યા કિયા થા ?? ઓર ઈતિ કા નામ લેકે ક્યાં બોલે રહા થા ?? "

જોન : " ડાન્સ કે બાદ હમ સબ ટ્રુથ એન્ડ ડેર ખેલ રહે થે. સબ કી બારી આ આ રહી થી. તુને તેરી બારી આતે હતી પહેલે ટ્રુથ લિયા. તુજે સવાલ પૂછા કિ તુ લાઈફ મેં કિસકો અપની જાન સે જ્યાદા ચાહતા હે ?? ઓર ક્યોં ??"

આરવ : " તો મેને ક્યા બોલા થા?? "

જોન : " ઈતિ..." ઓર બોલા કિ ન ઉસકે પહેલે કિસી કો ચાહા હે ઓર ન ચાહુંગા "

આરવ ( મનમાં ) વિચારવા લાગ્યો કે તે આવું આટલાં લોકોની વચ્ચે કેવી રીતે બોલી ગયો હશે. ઇતિ સુધી આ વાત પહોંચશે તો એનું શું થશે ??

આરવ : " મેં ને ઓર કુછ એસાવેસા બોલા તો નહીં થા ના ??"

જોન : " બોલા નહીં બલ્કિ કિયા થા..."

આરવ ફરી ચોંક્યો કે આટલી પબ્લિક અને છોકરાઓ વચ્ચે એણે શું કર્યું હશે ??

આરવ : " જલ્દી બોલ મેને ક્યા કિયા થા ?? "

જોન : " તુને વો ડેનિશ કો ઈતિ કહકર કિસ કરી દિયા ઔર બોલા...તુજે યે મુછ કબ સે આને લગી...ચલેગા કોઈ બાત નહીં..."

આરવ ચિંતામાં આવી ગયો કે મેં ખરેખર આવું કંઈ કર્યું હશે કારણે જોન તો એનો ખાસ ફ્રેન્ડ છે એ ક્યારેય ખોટું ન કહે...લોકો એની મજાક કરશે એ તો ઠીક પણ ઇતિને બિચારીને ફરી દુઃખ થશે ?? માંડ આજે એ પ્રયાગની ચુંગાલમાંથી છુટી છે ને હવે એને આ વાત ખબર પડશે તો શું થશે.... એનાં મનમાં કંઈક સ્પષ્ટ ઝબકારો થયો.

જોન : " કહા ખો ગયાં તું યાર ?? "

આરવ : " મુજે કુછ ભી નહીં યાદ આ રહા હે..કોઈ બાત નહીં થાય પીકર ચલતે હૈં મુજે એક જરૂરી કામ હે..."

થોડી જ વારમાં બંને ચા પીને ફરી હોસ્ટેલ તરફ ગયાં. જોનને હોસ્ટેલમાં મોકલીને આરવ ત્યાં ઉભો રહ્યો. આરવે ઈતિને ફોન કર્યો ને કહ્યું, " ફટાફટ રેડી થઈને એ એને મળવાં આવે એક અરજન્ટ કામ છે...." ને ફોન મુકીને એ હોસ્ટેલમાં ગયો.

********

થોડી જ વારમાં બંને કોલેજનાં ગાર્ડન પાસે મળ્યાં.આરવને એટલી ઠંડીમાં જાણે પરસેવો વળી રહ્યો છે.

ઈતિ : "શું થયું આરવ ?? મને કેમ આટલી અરજન્ટ બોલાવી ?? કંઈ પ્રોબ્લેમ છે ??"

આરવ : " તું પહેલાં મારી બધી જ વાત શાંતિથી સાંભળી લેજે પછી જે કરવું હોય એમ કરજે."

ઈતિ : " હા બોલ તો ખરો પણ..."

આરવે એકીશ્વાસે રાતની બધી જ વાત ઈતિને કહી દીધી. એ એકેક શબ્દે ઈતિનાં હાવભાવ સમજવાં પ્રયત્ન કરી રહ્યો છે. ને બધું કહીને એકદમ ચૂપ થઈને ઉભો રહી ગયો ને ઇતિનો ગુસ્સો કે નફરત માટે માનસિક રીતે તૈયાર થઈને ઉભો રહ્યો...ઈતિ એમ જ ઉભી રહીને આરવને જોઈ રહીને જોઈ રહી છે...આરવ ઈતિ કંઈ પણ બોલે એનો ચિંતાથી રાહ જોઈને ઉભો રહ્યો છે....

થોડીવાર પછી ઈતિ એકદમ હસવા લાગી ને બોલી, " આરુ ફરી બોલ ને ?? તે શું કહ્યું હતું બધાંને રાત્રે ?? "

આરવ : " સોરી...આઈ એમ રિયલી સોરી મને કંઈ જ ખબર નથી મેં શું કર્યું હતું..."

ઈતિ : " હમમ...હા તો બરાબર. એવું કંઈ નથી એમ ને. તું બોલ્યો હતો એમાંનું ??"

અજાણતાં જ આરવ અટકી ગયો ને બોલ્યો, " ના એવું કંઈ નથી...એતો.."

ઈતિ : " લોકો પીધાં પછી મનમાં હોય એ સાચું કહી દે છે એવું મેં આપણાં ઈન્ડિયામાં સાંભળ્યું છે..."

આરવ : " ના..પણ.. એવું... નહીં..."એની જીભ થોથવાવા લાગી.

ઈતિ : " ફક્ત હા કે એટલું કહેવાનું છે કેમ આટલો ડરે છે ?? "

આરવ : "હા.."

ઈતિ : " આમ બહું હોશિયારી કરે છે અને કેટલો ગભરાય છે અત્યારે... આટલું પણ ચોક્ખું કહી શકતો નથી..એકવાત કહું , આઈ લવ યુ...આરૂ.."

આરવ : " શું બોલી તું ?? તું આવી મજાક ન કર..મને ખબર છે હવે તું આ બધું થયા પછી મારી સાથે બોલીશ પણ નહીં..."

ઈતિ : " આઈ એમ સિરીયસ અબાઉટ વીસ. તે સાચું કહ્યું કે નશામાં એ મને નથી ખબર પણ હું અત્યારે સંપૂર્ણ હોશમાં આ કહી રહી છું. બાકી તારી જે ઈચ્છા હોય તે..."

આરવ જાણે વિશ્વાસ જ નથી આવી રહ્યો. મન તો પહેલાં દિવસથી ઇતિને ઝંખી રહ્યું છે.. હંમેશાં એની સમીપ રહેવા ઈચ્છે છે છતાંય મન અને બુદ્ધિની લડાઈમાં ઉંડે ઉંડે છુપાઈને રહેલી લાગણીઓ શરાબે બહાર કાઢી દીધી.

આરવને મનમાં કંઈક વિચાર આવ્યો. તે બોલ્યો, " મારે વિચારવું પડશે. હું કોઈને એવી રીતે હા ના પાડી શકું હું વિચારીને જવાબ આપીશ‌‌...પણ અત્યારે આ વાત કોઈને કરીશ નહીં " કહીને આરવ ત્યાંથી નીકળી ગયો....

શા માટે આરવે ઇતિનો પ્રેમસંબંધ સ્વીકાર્યો નહીં ?? આરવનાં મનમાં બીજું કોઈ હશે ?? આરવનાં મનમાં શું વિચાર આવ્યો હશે ?? શું આ બધું પ્રયાગે કર્યું હશે કે બીજું કોઈ ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED