Pratibimb - 3 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 3

પ્રતિબિંબ

પ્રકરણ - ૩

ઈતિ આરવની પાછળ પાછળ આજુબાજુ જોતી જોતી ચાલવા લાગી. ઈતિ પોતે મનમાં વિચારવા લાગી," આ છોકરો મને ક્યાં લઈ જાય છે ?? પણ કંઈ ઓપ્શન નથી મારી પાસે એની સાથે જવાં સિવાય. કંઈ નહીં ગમે તેવો પણ ગુજરાતી તો છે ને આ અજાણ્યાં ભુરીયાઓ કરતાં તો સારો હશે ને !!

આરવને બહું કોન્ફિડન્સમાં આગળ વધતાં જોઈને ઈતિ વિચારવા લાગી," લાગે છે આ પહેલા પણ આવી ગયો હોય એવું લાગે છે આ છોકરો..‌બાકી જો ને પોતાનાં ગુજરાતમાં જ ફરતો હોય એમ અલમસ્ત ચાલી રહ્યો છે.‌."

બહારનાં ભાગમાં આવતા જ એણે એક ગાડી બોલાવીને ઈંગ્લીશમાં એની સાથે કંઈ વાત કરીને ઈતિને ઈશારો કરીને ગાડીમાં બેસવા આવવાં કહ્યું.

ઇતિના હાથમાં રહેલાં સામાન સાથે ધીમે ધીમે જ ચાલવા લાગી.

આરવ : " ઓ મેડમ આપણે લગ્નમાં નથી આવ્યાં થોડાં જલ્દી ચાલોને ?? "

પેલો ગાડીવાળાને તો કંઈ સમજ ન પડી એટલે એ જોઈ રહ્યો‌.

ઈતિ : " આટલો સામાન તો કદી મેં ઊંચક્યો જ નથી મારી જિંદગીમાં...તો ફટાફટ કેવી રીતે ચાલું ?? "

આરવ : " આ તમે તો અમીર પરિવારની દીકરી રહ્યાં ને. હું તો રેલ્વે સ્ટેશન પર કુલીની જ નોકરી કરતો હતો એટલે મને તો આદત છે" એમ કહીને હસતાં હસતાં ઇતિના હાથમાંથી લગેજ લઈને ચાલવા માંડ્યો ને ગાડીમાં બંનેનો સામાન ડ્રાઈવરે મુકી દીધો.

ઇતિને એનો દીદાર ને પર્સનાલિટી પરથી એટલી જ ખબર પડી જ હતી કે એ પણ કોઈ અમીર પરિવારમાંથી જ છે. બંને જણાં ગાડીમાં પાછળની સીટમાં ગોઠવાયાં.

આરવ : " તમારે ક્યાં જવાનું છે મેડમ ?? "

ઈતિ : " મેં તને કહ્યું તો હતું કહીને પોતાનાં પર્સમાંથી એક ચીટ કાઢીને બોલી, "યાર આ ભુલાઈ જ જવાય છે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા... ત્યાં જવાનું છે."

આરવ હસતાં હસતાં બોલ્યો, " હા તો બરાબર. "

ઈતિ : " પણ તેં ડ્રાઈવરને ક્યાં જવાનું કહ્યું ?? "

" એ છોડ યાર. બહું સવાલ કરે છે તું ઈતિ. "

આરવ : " હા બસ તારાં એડ્રેસ પર પહોંચાડી દઈશ બસ તને !!"

ઈતિ : " સારૂં હવે નહીં બોલું બસ..." કહીને ચૂપ થઈને એ અમેરિકાની એ નવી દુનિયાને ગાડીની બહાર જોવાં લાગી.

ઇતિને ચૂપ રહેવાનુ કહીને આરવ બોલ્યો, " ઈન્ડિયામાં આપણાં ઘરે દસ નોકરચાકર હોય પણ અમેરિકામાં તો આપણે બધું કામ જાતે જ કરવું પડશે મેડમ આદત પાડી દો હવે. "

ઇતિને તો બોલવું હતું પણ આરવે કહેતાં ચૂપ થઈ ગઈ હતી પણ હવે આરવે સામેથી બોલતાં એ બોલી," તું અહીં બહું સમયથી છે કે કેટલામી વખત આવ્યો છે ??"

આરવ : " ઓહો...કેમ તું તો મારાં પર ફીદા થઈ ગઈ છે કે શું ?? હું તો પહેલીવાર આવ્યો છું અહીં વિશ્વાસ નથી આવતો ને મારો કોન્ફિડન્સ જોઈને..."

ઈતિ : " ના... હું તો ખોવાઈ જ ગઈ તી બાકી. તને અહીં આવ્યાં વિના આટલી બધી કેમ ખબર પડે છે અહીં ?? "

આરવ : " આ તમે છોકરીઓ હોય જ પુસ્તકીયા કીડા. પ્રેક્ટિકલ દુનિયાની તો કંઈ ખબર રાખો જ નહીં. એટલે આવું થાય. "

ઈતિ : " આ વાત તો તારી સાચી. આજે મને પણ ફીલ થયું. "

આરવ : " આજે કોઈ છોકરીએ પોતાની ભૂલ સ્વીકારી એ જોઈને આનંદ થયો. "

ઈતિ : " હમમ. પણ હજું કેટલું દૂર છે અહીંથી યાર ??"

આરવ : "મને પણ નથી ખબર. "

આરવે ડ્રાઈવરને પુછ્યું , " હાઉ ફાર અવે અવર ડેસ્ટિનેશન ફ્રોમ હીયર ?? "

ડ્રાઇવર : "જસ્ટ અ ફાઈવ મિનિટ.."

આરવ : " હાશ, વાતોમાં સમય ક્યાં નીકળી ગયો ખબર જ નાં પડી.."

ઈતિ :" હા એ વાત સાચી. "

થોડીવારમાં જ ગાડી ઉભી રહીને એક મોટો ગેટ દેખાયોને ઉપર મોટાં અક્ષરે લખેલું દેખાયું , " યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા "

ઈતિ : "હાશ..ફાઈનલી પહોંચી ખરા. બાકી મને તો એમ કે આપણે તો ગયાં હવે...પાછું ઈન્ડિયા જ જવું પડશે કદાચ " કહીને ઈતિ હસવા લાગી.

આરવ : "હમમ...ચાલો ઉતરવાનું છે હવે. "

ઈતિ : " તે તો તારો સામાન પણ ઉતારી દીધો મારી સાથે પણ તારે ક્યાં જવાનું છે એ તો કહે... ડ્રાઈવર તો ગાડી લઈને નીકળી ગયાં. "

આરવ એક સ્મિત કરતાં બોલ્યો, " યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા "

ઈતિ : " જાને જુઠ્ઠા..."

આરવે પોતાનાં પર્સમાંથી એક નાનું કાર્ડ કાઢીને બતાવ્યું એમાં બિઝનેસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટનું તેનું એડમિશન કાર્ડ હતું...

ઈતિ : " તું તો બહું છુપારૂસ્તમ નીકળ્યો‌. આટલીવારથી હું પૂછપૂછ કરૂં છું પણ કહેતો નથી કે મારે પણ આ કોલેજમાં જ જવાનું છે. "

આરવ : " મજા આવી પણ મને તને જોઈને આવી રીતે. "

ત્યાંનાં સિક્યુરિટીને સામાન માટે હેલ્પ કરવાં કહીને ગર્લ્સ એન્ડ બોયઝની હોસ્ટેલ ક્યાં છે એ માટે પૂછ્યું. અને કોલેજનાં એડમિશન કાર્ડ બતાવ્યાં ને તરત જ સિક્યુરિટીએ કોઈને ફોન કર્યો અને થોડી જ વારમાં બે લગેજ ટ્રોલી સાથે બે માણસો આવી ગયાં...બંને જણાંને એમની સાથે જવાં માટે કહ્યું. ઈતિ અને આરવ બંને એમની પાછળ ચાલવા લાગ્યાં પણ કોલેજનું કેમ્પસ જ એટલું મોટું છે કે એમને ચાલીને જતાં અંદર વીસેક મિનિટ થઈ ગઈ. આરવે જોયું કે ઈતિ બહું થાકી ગઈ હોય એવું લાગ્યું. પણ એટલામાં સામે કંઈ હોસ્ટેલ જેવું દેખાતાં આરવ બોલ્યો, " તું ઠીક તો છે ને ?? કદાચ સામે છે એ હોસ્ટેલ હોય એવું લાગી રહ્યું છે.

ઇતિએ આંખોથી જ કહ્યું, " આઈ એમ ઓકે..." એટલે આરવને અજાણતાં જ મનને થોડી શાંતિ થઈ.

થોડીવારમાં જ બંને હેલ્પરો અલગ-અલગ દિશામાં ગયાં. મતલબ કે ત્યાં મુજબ ગર્લ્સ એન્ડ બોયઝની હોસ્ટેલ સામસામે જ છે. હોસ્ટેલ તરફ જતાં પહેલાં ઇતિ એક મિનિટ ઉભી રહીને આરવને કહ્યું, " થેન્ક્યુ સો મચ આરવ.."

આરવ હસીને બોલ્યો, " વાહ વિદેશની ધરતી પર પગ મુકતાંની સાથે તે એમની સોરી અને થેન્કયુની સિસ્ટમ અપનાવી લીધી.."

ઈતિ : " સારૂં હવે નહીં કહું બસ બાય..." કહીને બંને પોત પોતાની હોસ્ટેલમાં પહોંચ્યાં.

નવી દેશ, નવી રીત ભાત નવાં લોકો સાથે સંપૂર્ણપણે એક સુરક્ષાનાં કવચમાં રહેલી ઈતિ થોડી અંદરથી ગભરાતી ને મનમાં હિંમત જતાવતી એ ત્યાંનાં મેમની કેબિનમાં પહોંચી. ત્યાં મેમે એને આવકારી. એટલામાં જ એક કપલ ત્યાં આવીને કહેવા લાગ્યું," મેમ વી કાન્ટ ફાઈડ આઉટ મિસ ઈતિ એનીવેર..સોરી..." એ લોકોને કંઈ ફ્લાઈટ લેટ હોવાનાં ન્યુઝ હતાં તેથી એને પિકઅપ માટે લેટ આવ્યાં હતાં. અને એ રાહ જોયાં વિના આરવ આવતાં બહાર આવી ગઈ એટલે એ લોકોને ઈતિ મળી નહીં.

મેડમે કહ્યું એને બતાવીને કે એ ઓલરેડી આવી પહોંચી છે...એમને શાંતિ થઈ...

ઇતિને તેનો રૂમ બતાવ્યો. એમાં બીજી બે ઇન્ડિયન ગર્લ્સ હતી. પણ કોઈ ગુજરાતી નહોતી. ઇતિએ એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો...

ઈતિ એ લોકો સાથે થોડું લન્ચને પતાવ્યુંને થાકેલી હોવાથી બપોરે સુઈ ગઈ. આવતીકાલથી કોલેજ સ્ટાર્ટ થવાની છે એટલે આજે એ ફ્રી છે. એને ઘરે વાત કરવાની ઈચ્છા થઈ.

એની પાસે તો અત્યારે કોઈ ફોન નથી એણે એની રૂમમેટને બે મિનિટ માટે ઘરે ફોન કરવાં ફોન આપીને હેલ્પ કરવાં કહ્યું. બંનેમાંથી એકને થોડું ન ગમ્યું હોય એવું લાગ્યું એટલે ઈતિ પછી કંઈ બોલી નહીં. પણ બીજી રૂમમેટ વિહાએ એને ફોન આપીને વાત કરવા કહ્યું.

ઇતિએ ફોન કરીને ઝડપથી બે મિનિટમાં તેને વાત કરીને એને ફોન આપી દીધો. ત્યાંનાં સીમકાર્ડ માટે કંઈ રીતે અરેન્જમેન્ટ કરવું એ માટે પૂછ્યું. વિહા કંઈ કહેવા જાય છે ત્યાં જ બીજી રૂમમેટે એને ઈશારાથી કંઈક કહ્યું એટલે એને કહ્યું, " આઈ ડોન્ટ નો. વન ઓફ માય ફ્રેન્ડ હેલ્પડ મી ફોર ધેટ...સોરી. "

ઈતિ સહેજ હસીને બોલી, "ઈટસ્ ઓકે.."

ઈતિ એ અહીં આ વાતાવરણમાં સેટ થવાનું અઘરું પડશે એવું લાગ્યું છતાં હવે કોઈ ઓપ્શન નથી...એમ વિચારીને તેને પોતાની જાતને એક બુક કાઢીને વાંચવા માટે પરોવવા લાગી.

******

આજે કોલેજનો ફર્સ્ટ ડે છે. બધાં કોલેજ જવાં ઉત્સુક છે. ત્યાં જ ઈતિ સવાર સવારમાં રેડી થઈ ગઈ. આજે કદાચ કોલેજ જવાની સાથે કોઈ સાથે દોસ્તી કરવાં વધારે ઉત્સુક હતી. કારણ એક દિવસની એકલતા એને વર્ષ જેવી અનુભવાઈ હતી.

કોલેજમાં પહોંચી તે બીજી હોસ્ટેલની ગર્લ્સ સાથે. જોયું તો બોય્સ તો બધાં ઓલરેડી આવેલાં છે. બધાંની સાથે ઈતિ પણ ક્લાસરૂમમાં ગોઠવાઈ. આપણાં ઈન્ડિયા કરતાં તો એક અનેકગણી આધુનિક સિસ્ટમ. ઈતિનું ધ્યાન ગયું કે આરવ તો પહેલાંથી આવી ગયેલો છે. તેનું મન ખબર નહીં અજાણતાં જ આરવ સાથે વાત કરવા માટે ખેંચાણ અનુભવી રહ્યું છે.

ફર્સ્ટ ડે હોવાથી આજે તો ઈન્ટ્રોડક્શન અને થોડાં સબ્જેક્ટની માહિતી અપાઈ. બે દિવસમાં બધું જ સ્ટડી રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે. અમુક સ્ટડી માટે બુકની જરૂર પડે બાકી તો બધું જ પ્રોજેક્ટર પર જ સ્ટડી થશે.

બધું જ પૂરું થયાં બાદ ઈતિ ઝડપથી આરવને મળવાં માટે વિચારતી હતી ત્યાં જ એક હેન્ડસમ, સ્માર્ટ, સહેજ માંજરી આંખોવાળો છોકરો ઈતિ પાસે આવીને બોલ્યો, " હાય !! "

ઈતિએ પણ સ્વાભાવિક રીતે કહ્યું, " હાય !! "

છોકરો : " આઈ એમ પ્રયાગ બંસલ.."

ઈતિ સહેજ હસીને.. : " હમમ ગુડ. "

પ્રયાગ : "આર યુ બિલોન્ગીગ ફ્રોમ ઈન્ડિયા ??"

ઈતિ : " યસ..બટ હાઉ યુ નો અબાઉટ ધેટ ??"

પ્રયાગ : " અફકોર્સ , વન ઈઝ યોર ઈન્ટ્રોડક્શન એન્ડ સેકન્ડ ઈઝ યોર ફેસ..."

ઈતિ : " વોટ ?? માય ફેસ સેય્ઝ ધેટ આઇ એમ ઈન્ડિયન ?? સો ફની‌.. " કહીને ઈતિ હસવા લાગી.

પ્રયાગ : " મીન્સ ઈન્ડિયન ગર્લ્સ લુકિગ ચાર્મીગ એન્ડ પ્રીટી લુક્સ ઓલવેઝ‌.."

ઈતિ : " હમમમ..હાઉ ડુ યુ નો અબાઉટ ઈન્ડિયા સો ડીપલી ?? "

પ્રયાગ : " આઈ એમ બેઝિકલી ફ્રોમ ઈન્ડિયા એન્ડ ફ્રોમ ગુજરાત & મહારાષ્ટ્ર...બટ નાઉ આઈ એમ લીવ્સ હીયર સિન્સ મેની યર્સ ઈન ફિલાડેલ્ફિયા વિથ માય મોમ..."

ઇતિએ જોયું કે આરવ ત્યાંથી જઈ રહ્યો છે એટલે એને આરવ પાસે જવું હોવાથી તેણે " ઓકે...ધેટ્સ ગુડ " કહીને બહાર નીકળવા ગઈ ત્યાં જ પ્રયાગ બોલ્યો, " શેલ વી ગો ફોર કોફી ?? "

એક અજાણ્યા છોકરાં સાથે પહેલી મુલાકાતમાં તેની સાથે કોફી માટે જવાનું યોગ્ય ન લાગ્યું. તે બોલી, " સોરી બટ નેક્સટ ટાઈમ. ટુડે આઈ એમ ઈન હરી.." કહીને તે ક્લાસરૂમની બહાર ઝડપથી ભાગી.

એણે આજુબાજુ જોયું તો આરવ ક્યાંય દેખાયો નહીં. એ નિરાશ થઈને હોસ્ટેલ તરફ જવાં માટે ચાલવા માંડી...પાછળથી પ્રયાગ ઈતિ...ઈતિ...કરતો દોડતો આવી રહ્યો છે !!

શું ઈતિ અને પ્રયાગની દોસ્તી આગળ વધશે ?? એવું શું થયું હશે કે ઈતિ પ્રયાસને નફરત કરવાં લાગી ?? આરવ ઇતિને કંઈ રીતે મળશે ??

જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED