Pratibimb - 23 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 23

પ્રતિબિંબ

પ્રકરણ - ૨3

નિયતિબેન અને દીપાબેન અલકમલકની વાતો કરી રહ્યાં છે. .નિમેષભાઈ એમનાં ઊંઘવાના નિયમિત સમય મુજબ મોડું થવાને કારણે ઝોકા ખાઈ રહ્યા છે.

અન્વય બોલ્યો, " પપ્પા તમે સૂઈ જાવ હું જાગું છું..."

નિમેષભાઈ ફરી ઝોકાં ખાતાં ખાતાં બોલ્યાં, " ના બેટા આ તો રોજનો સમય છે એટલે આવું થાય... જાગું જ છું હું."

સાડા બાર થયાં હજું સુધી કંઈ પણ થયું નહીં...હવે અપૂર્વ, આરાધ્યા, અર્ણવ, હેયા જાગી ગયાં...એમનો પણ સમય પસાર થવા લાગ્યો...એ ચારેય સાથે મળીને ગેમ રમવા લાગ્યાં જેથી ઉંઘ ન આવે.‌‌..રાતના અઢી વાગ્યા પણ કંઈ જ એવી અજુગતી ઘટના ન બની.

અર્ણવ : " સંવેગનાં રૂમમાં જોવું જોઈએ આપણે કે એ શું કરી રહ્યો છે ??"

અપૂર્વ : " નહીં...આ સમયે આવી ભૂલ ભૂલથી પણ ન કરાય જ્યારે આપણને ખબર છે કે સંવેગમાં કોઈની આત્મા એનાં દેહ પર કબજો જમાવીને બેઠી છે."

આરાધ્યા : " હા... અપૂર્વની વાત બરાબર છે."

હવે વારો આવ્યો ઈતિ, લીપી, હિયાન, અન્વય...!!

ત્રણ વાગી ગયાં છે. શિયાળાની રાત હોવાથી એકદમ સૂનકાર. અને એમાં પણ આટલી મોટી વિશાળ હવેલી...!!

ઈતિ : " નિયતિ આન્ટીને આટલી મોટી હવેલીમાં બીક નહીં લાગતી હોય ?? "

લીપી : " એમને આદત પડી ગઈ છે... છતાં એકલાં જેન્ટસ્ હોય બાકી હવેલીમાં ભલે ગમે તેટલાં ઘરનાં કે જાણીતાં હોય તો એક સ્ત્રી થઈને આવી હિંમત કરવી એ બહું હિંમતનું કામ કહેવાય..."

અન્વય : " સ્ત્રી તરીકે પોતાનાં સૌમ્યકુમાર માટેનો પ્રેમ એટલો અનહદ કે રાજપાટ છોડીને આખી જિંદગી એ પણ એકલતાથી વીતાવવી એ કંઈ નાનું કામ નથી..ઈતિ બેટા અમે જ્યારે એમને જોયા હતાં ત્યારે તેઓ કોઈ અપ્સરાથી કમ નહોતાં એ સમયે તો એમની દીકરી પણ યુવાનીમાં પ્રવેશી ચૂકી હતી‌.‌."

લીપી : " હા ઈતિ...એ વાત સો ટકા સાચી."

ઈતિ : " એમને કેટલું અઘરૂં પડ્યું હશે નહીં જે પોતે રાજમહેલમાં રાજકુમારી તરીકે જન્મ્યાં હોય... ત્યાં જ જેમણે પોતાની યુવાનીની જિંદગી જીવી હોય અને પછી એક સામાન્ય માનવી જેવું જીવન...આપણને તો સામાન્ય ક્યાંય ગયાં હોય ને કંઈ તફલીક પડતાં જ એમ થઈ જાય ઘરે જતાં રહીએ આ તો મને નહીં ફાવે...સેટ નહીં થાય.."

લીપી : " કેટલાય લોકો એમની સાથે લગ્ન કરવાં આતુર હતાં પણ તેઓ કહેતા સૌમ્યકુમાર જ એમનો પહેલો અને છેલ્લો પ્રેમ બનાવી દીધો...!! "

હિયાન : " એમની દીકરી પણ એવી જ હશે ને ?? "

ઈતિ હસીને બોલી, " હા પણ ભાઈ મારાં કદાચ એનાં દીકરા દીકરી કદાચ આપણા જેવડાં હશે.‌‌.."

હિયાન : " દી એવું નથી કહેતો હું જસ્ટ પૂછું છું...તમે પણ..."

લીપી : " મેં એક બે એનાં વિશે પૂછવાનો પ્રયાસ કર્યો પણ એમણે બહું વાત કરી નહીં."

બધાં વાતોમાં મશગૂલ છે ત્યાં જ અચાનક કોઈએ મેઈન ડોર ખખડાવ્યો...એ પણ જોરજોરથી...!!

બધાં એકદમ સજાગ થઈ ગયાં. પણ અચાનક લાઈટો બંધ થઈ ગઈ....!! પણ એ સાથે જ દરવાજો ખખડાવવાનું બંધ થઈ ગયું...

બધાંએ પોતાની મોબાઈલની લાઈટ શરું કરી...આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં...ફરી પાછાં સાથે મળીને બેસી ગયાં. પણ સૂતેલામાંથી કોઈ ઉઠ્યું નહીં.

ઈતિ : " કદાચ પવનને કારણે આવું થયું હોય ?? કે પછી કોઈ હશે ?? "

હિયાન : " સંવેગ અંદર સૂતો હશે કે નહીં મને તો એ જ શંકા છે...."

અન્વય : " પણ અત્યારે ત્યાં જવું યોગ્ય નથી.."

એ આગળ કંઈ પણ બોલે એ પહેલાં જ સમય ઉંઘમાંથી ઉઠીને આંખો મસળતો સંવેગ બહાર આવ્યો ને બોલ્યો, " કેમ બધાં હજું સુધી જાગો છો ?? ઉંઘ નથી આવતી કે શું ?? "

ઈતિ : " બસ એમ જ.. જગ્યા બદલાઈ તો થોડી ઉંઘ નહોતી આવતી...પણ તું કેમ જાગે છે ?? "

સંવેગ કંઈ નહીં બસ ઉંઘ ઉડી ગઈ છે.મને કોઈનાં વાત કરવાનો અવાજ આવતાં હું બહાર આવ્યો‌.

અન્વય : " હમમમ..

એકવાર ફરી દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. લગભગ સાડા ત્રણ વાગી ગયાં છે. સંવેગ પણ ત્યાં જ છે સામાન્ય રીતે જ બધાંની સાથે.

લગભગ આટલાં અવાજથી બધાંની આંખો ખુલી ગઈ હતી. પણ અત્યારે દરવાજો ખોલવા જવાની હિંમત કોઈની નથી.

નિયતિએ બૂમ પાડી, " કોણ છે બહાર ?? "

નિયતિ મનમાં બોલી, " કદાચ એ તો નહીં હોય ને ?? પણ એનાં તો સાડા ચાર વાગે આવવાની વાત હતી તો પછી અત્યારે કોણ હશે ?? "

બધાં મેઈન દરવાજાની એક સાઈડમાં ઉભાં રહી ગયાં. નિયતિને દરવાજો ખોલીને સાઈડમાં આવી જવાં કહ્યું...

નિયતિએ ફરી એકવાર બૂમ પાડી પણ કોઈએ કંઈ બોલ્યું નહીં. આખરે એણે દરવાજો ખોલી જ દીધો એ સાથે જ બે કાળા નખશિખ ઢંકાયેલા ઓવરકોટ પહેરેલાં અને માટે એવી જ બ્લેક બુઢિયા ટોપી જેવું એ પણ આખાં ઢંકાયેલા ચહેરાં સાથે... ફક્ત આંખો દેખાઈ રહી છે એવી બે વ્યક્તિઓ અંદર પ્રવેશી...

એક વ્યક્તિની ઉંચાઈ સારી એવી દેખાઈ રહી છે જ્યારે બીજી વ્યક્તિ થોડી નીચી દેખાય છે... એમાંથી એક ઉંચી વ્યક્તિએ નિયતિને ઉંચકી લીધી અને ગોળ ગોળ ફરવા લાગ્યો...

બધાં તો જોવાં જ લાગ્યાં આ કોણ હશે આવું ?? એ પણ અડધી રાત્રે ??

ત્યાં જ બીજી વ્યક્તિ મીઠાં સ્વર સાથે બોલી, " બસ હવે દર વખતે એક નવી સરપ્રાઈઝ આપવી જરૂરી છે ?? "

બધાંને ખબર પડી ગઈ કે આ કોઈ લેડીઝનો જ અવાજ છે. પણ આ બીજું કોણ ??

એ સવાલ ગુમરાઈ રહ્યો છે ત્યાં જ એક પુરૂષનો ભારેખમ છતાં સાંભળવો ગમે એવો મોહક અવાજ આવ્યો, " તું તો એવી જ રહી હલકીફુલકી નહીં, નાની ?? "

જેવો નાની શબ્દ સાંભળ્યો કે નિયતિ બોલી, " તું સુધર્યો નહીં હોને...ચાલ મને નીચે ઉતારી પછી તારી વાત.."

બધાંને પણ નવાઈ લાગી કે આ વ્યક્તિ નિયતિને નાની કહી રહ્યો છે મતલબ એ એમની પૌત્ર છે. પણ કોઈ આવી રીતે આવે ??

નિયતિ : " આવું કરાય બેટા??..અમે તો ગભરાઈ જ ગયાં હતાં બેટા...અને આ તારું બધી વેશભૂષા ઉતાર પહેલાં..." પછી એ છોકરી તરફ સ્મિત વેરીને જોતાં નિયતિ બોલી, " દીકરી તમે પણ આવવાનાં હતાં એ તો કહ્યું જ નહીં.."

" સરપ્રાઈઝ "

એ પુરુષ બોલ્યો, " અમે એટલે વળી ?? આ ઘરમાં તારાં સિવાય વળી રહે છે કોણ તે એ ગભરાય ?? તું તો મારી બહાદુર નાની છે..."

નિયતિ :"તું પહેલાં આ બધું નીકાળ એટલે કહું.." એ સાથે જ બંનેએ પોતાનાં મોટાં બ્લેક જેકેટને કેપ, માસ્ક બધું જ ઉતાર્યું. "

એ સાથે જ બધાં બહાર આવ્યાં. બધાંને હવે શાંતિ થઈ.

નિયતિ : " ખબર નહીં આ લાઇટને શું થયું છે બંધ થઈ ગઈ છે ?? "

એ પુરુષ બોલ્યો, " બે મિનિટ નાની..." કહીને બહાર જઈને મેઈન સ્વિચ બોર્ડ પાસે પહોંચીને કંઈક કર્યું ને બે જ મિનિટમાં લાઈટો ચાલું થઈ ગઈ. એ અંદર આવ્યો તો અજવાળામાં ઘણાં બધાં લોકો દેખાયાં એ જોઈને એ ઉભો જ રહી ગયો. પણ એ આગળ કંઈ કહે એ પહેલાં જ ઈતિ બોલી, " આરવ તું અહીં ?? "

આરવને હવે શું બોલવું સમજાયું નહીં કારણ કે જ્યાં સારી એવી છાપ ઉભી કરવાની હતી એ ઈતિના પરિવાર સામે તો એણે બધાંને ગભરાવીને એક બહું મોટી ભૂલ કરી દીધી. હવે એ લોકો શું વિચારશે એના વિશે એ બહું મોટો સવાલ થઈ ગયો...

આરવ ખચકાટ સાથે બોલ્યો, " હું તો નાનીનાં ઘરે આવ્યો છું પણ તમે લોકો અહીં કેવી રીતે ?? નાની તમારાં કોઈ સગાં થાય ?? "

આરવને વળી એ ચિંતા થઈ કે વળી કોઈ એવું સગપણ તો નહીં હોય ને કે જે અમારાં પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનશે.

નિયતિ : " એ બધું નિરાંતે વાત કરીશું. અક્ષી તું કેમ છે બેટા ?? "

અક્ષીને તો ઈતિને અહીં જોઈને બહું મજા આવી રહી છે. એ હસતાં હસતાં બોલી, " નાની હું તો મજામાં. પણ ભાઈએ તો બધાંની ઉંઘ ખરાબ કરી દીધી. હવે તો ગયો એ..." કહીને ઇતિની સામે જોઈને હસવા લાગી.

આરવ : " સોરી... બધાંને ડિસ્ટર્બ કરી દીધાં. એચ્યુલી અહીં તો નાની એકલાં જ હોય છે અને નાની તો રોજ દસ વાગે સૂઈ જાય અને લગભગ ત્રણવાગે જાગી જ જાય છે એવું વર્ષોથી એમનું શિડ્યુલ બની ગયું છે. આથી મેં એમને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું...સોરી વન્સ અગેઈન."

અન્વય : " કંઈ વાંધો નહીં. તું તો ઇતિનો ફ્રેન્ડ જ છે ને ?? એરપોર્ટ પર મળેલો એ ને ?? "

આરવ : " હા.. અંકલ. "

નિયતિ : " ઓહો તો તો ઓળખાણ થયેલી જ છે એમને.."

આરવ : " હવે બધાં સૂઈ જાવ... હજું તો ચાર વાગ્યા છે.

ઈતિ : " નહીં એક મંદિરે જવાનું છે ચાર વાગ્યે. ફટાફટ નીકળવું પડશે."

આરવ : " આટલાં વાગે કયું મંદિર ખુલ્લું હોય ?? "

નિયતિ : " હા..બેટા તું અને અક્ષી થાકી ગયાં હશો. આરામ કરો."

ઈતિ અને આરવે કંઈક રીતે આરવ સામે જોયું..ને ઈશારામાં વાત કરી.

આરવ : " ક્યા મંદિરે જવાનું છે નાની ?? "

" મધ્યબજરંગ મંદિરે..."

આરવ : " ઓહ..તો હું પણ આવું તમારી સાથે ?? બધાં જ જાવ છો ?? "

અન્વય : " જેની ઈચ્છા હોય એ આવશે. બાકી બધાં અહીં રહો. સૂઈ જાવ શાંતિથી. "

બધાં જ તૈયાર થઈ ગયાં. મંદિરનું નામ લેતાં જ સંવેગ "મને ઉંઘ આવે છે" કહીને ત્યાંથી જતો રહ્યો.

નિયતિ : " પણ એનાં શરીરને સંલગ્ન કોઈ પણ વસ્તુ લઈ જવી અનિવાર્ય છે એ કેવી રીતે લાવીશું હવે ?? "

બધાં વિચારવા લાગ્યાં ત્યાં જ આરવ બોલ્યો, " હું લાવું છું..." કહીને એ સંવેગ જે રૂમમાં જવાં જાય છે ત્યાં જ ઈતિ બોલી, " આરવ... તું ના જઈશ. તને કંઈ ખબર નથી વાતની. સંવેગમાં કોઈ આત્મા પ્રવેશી છે. "

આરવે નિયતિ સામે જોયું, " શું નાની આ ઈતિ સાચું કહે છે ?? "

નિયતિ : " હા પણ તારાં ગળામાં લોકેટ હોય તો તું જા..."

આરવ થોડી જ વારમાં રૂમમાં જઈને સંવેગનો વાળને લઈ આવ્યો.

આરવ : " સંવેગ સૂઈ ગયો હતો તો કામ થઈ ગયું. ચાલો નીકળીએ..."

નિયતિ : " આરવ તમને લઈ જશે... હું અહીં જ રહું છું. કંઈ કામ પડે તો છોટુને કહેજે.

નિમેષભાઈ, નિયતિ, દીપાબેન, સંવેગ ઘરે રહ્યાં. બાકીનાં બધાં મંદિરે જવા માટે નીકળ્યાં. આરાધ્યાને ઈતિ અને આરવ એકબીજાં સાથે વધારે નિકટ હોય એવું લાગવા માંડ્યું.

શું થશે એ મંદિરમાં ?? આરવની શું છાપ ઉભી થશે ઈતિના પરિવાર પર ?? આરવ અને ઈતિ મળશે ખરાં જીવનસાથી તરીકે ?? મંદિરમાંથી આત્માનું કંઈ રહસ્ય જાણવા મળશે ખરાં ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED