પ્રતિબિંબ - 21 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રતિબિંબ - 21

પ્રતિબિંબ

પ્રકરણ - ૨૧

લીપી : " અન્વય કંઈ બન્યું હતું રસ્તામાં ?? તમને લોકોને કેમ આટલું મોડું થયું ?? "

અપૂર્વએ બધી વાત કરી.."સંવેગમાં મતલબ એક આત્મા હતી એમને ?? "લીપીએ ચિંતા સાથે કહ્યું.

અન્વય : " હતી નહીં પણ છે હજું. એ કોઈને કોઈ લક્ષ માટે જ કોઈનામાં પ્રવેશે છે...એ પોતાની આત્મા તૃપ્ત ન થાય ત્યાં સુધી એ એનું શરીર છોડશે નહીં. "

આરાધ્યા : " પણ એ કેમ ખબર પડશે કે એ શું ઈચ્છે છે ?? આમ થોડાં આપણે અહીં રોકાઈશુ અહીં ?? "

નિયતિ : " અહીં એક નજીક કાલી માતાનું મંદિર છે ત્યાં એક મહારાજ છે ફક્ત જોઈને જ બધું કહી આપે છે. અને એનાં નિવારણ માટે પણ ઉપાય કહે છે. "

લીપી :"પણ આન્ટી તમને શું ખબર છે એ તો કહો અમને ?? "

નિયતિ : " ત્યાં કોઈની હત્યા કરવામાં આવેલી છે એ વ્યક્તિ ની આત્મા એ હોટેલમાં ફરી રહી છે. એ હોટેલનો માલિક બહું અમીર હતો કંઈક. એને આ બહું તગડી કિંમતે જગ્યા ખરીદી હતી પણ એ મૃત્યુ પામ્યો...હવે એ કંઈ રીતે મર્યો એ વિશે મને કંઈ ખબર નથી. "

અન્વય : " આજે જ આપણે એ મંદિર જઈ શકીએ ?? "

નિયતિ : " એમને આવી કોઈ પણ સમસ્યાનાં હલ માટે વહેલી સવારે ચાર વાગ્યે મળવાં જવું પડે છે..."

અપૂર્વ : " જોઈએ આજે કંઈ થાય છે કે નહીં..બાકી સવારે ચાર વાગ્યે મળવાં જવાનું પાકું. "

લીપી : " હમમમ...આપણે અહીં રિલેક્સ થવાં આવ્યાં હતાં ને ફરી ક્યાં આ નવાં કોયડામાં લપટાઈ ગયાં. "

અન્વય : " કંઈ નહીં જે થશે તે અત્યારે બધાં બેસીને શાંતિથી વાતો કરીએ.."

નિયતિ : " આમ પણ અમારાં મહેમાન વહેલી સવારે આવી પહોંચશે...પછી જોજો આ હવેલીને ગજાવશે..."

નિમેષભાઈ : " નિયતિબેન તમારી સરપ્રાઈઝ બહું ભારે...સવાર સુધી રાહ તો જોવી જ પડશે..

ફરી પાછાં બધાં અલકમલકની વાતોએ વળગ્યાં...

*******

બધાં એક રૂમમાં બેસીને વાતો કરી રહ્યાં છે. હંમેશાંની જેમ હેયા અને હિયાન કોમેડી કરીને બધાંને હસાવી રહ્યાં છે. ઇતિએ અર્ણવને કહ્યું, " મને તારો ફોન આપીશ ?? થોડું કામ છે ?? "

અર્ણવ : " હા લે ને દી.."

ઈતિ : " ચિંતા ના કર કંઈ મંત્રીશ નહીં બસ એક ફોન કરીને આપું છું.."

ઇતિએ આરવને ફોન લગાડ્યો. પણ આરવે ફોન ના ઉપાડ્યો...એને ટેક્ષ્ટ મેસેજ મોકલીને ટૂંકમાં વાત કરીને એને બંને એટલું જલ્દી વાત કરવાં કહ્યું. ને ઈતિ ફરી વાતોમાં સામેલ થઈ ગઈ. ઈતિનું ધ્યાન એ તરફ છે કે અર્ણવની નજર વારેવારે સંવેગ પર જઈ રહી છે. અત્યારે તો સંવેગ પહેલાંની જેમ એકદમ નોર્મલ બની ગયો છે.

ઈતિએ અર્ણવને ધીમેથી" કામ છે "કહીને રૂમની બહાર બોલાવ્યો.

ઇતિએ સીધું જ પૂછી લીધું, " સંવેગે તમને લોકોને કંઈ કહ્યું કે શું થયું હતું ?? તું ક્યારનો એની તરફ ફરી ફરીને જોઈ રહ્યો છે... કંઈ પ્રોબ્લેમ છે ?? "

અર્ણવે ઇતિને રસ્તામાં બનેલી વાત કરી...અને એ હવેલીમાં પ્રવેશતાં જ હાથમાં કલર બદલાયેલા કડા વિશે કહ્યું. ઇતિએ પણ જોયું તો એવું જ દેખાય છે...

પછી કંઈ જ ન બન્યું હોય એમ બંને હોલમાં આવ્યાં. બધાંની સાથે બેસી ગયાં.

ઈતિ : " અમારે વર્ષો પહેલાં બનેલી પેલી ઘટનાંને સાંભળવી છે ?? "

લીપી : " પણ બેટા અત્યારે કેવી રીતે ?? "

એટલામાં જ હિયાન અને હેયા બહાર આવ્યાં ને હેયા બોલી, "જોને બધાંને આખી રાત જગાડીને આ સંવેગ હવે નસકોરાં બોલાવતો સૂઈ ગયો..."

હિયાન : " મોટાં પપ્પા હવે તો પેલી વાત કહો ?? "

અન્વયે નાછુટકે આટલાં વર્ષો સુધી બાળકોથી દૂર રાખેલી પડછાયાની કહાની શરું કરી...!!

*******

લગભગ ત્રણ કલાક થી ચુક્યાં છે અન્વય એનાં અને લીપીનાં હનીમૂનથી લઈને આરાધ્યા અને અપૂર્વનાં લગ્ન, આ હવેલીની સચ્ચાઈ, નિયતિનો ભૂતકાળ બધી જ વાત સવિસ્તાર કરી. ઈતિ, અર્ણવ હેયા અને હિયાન તો બધું જાણે એક મુવી ચાલી રહ્યું હોય એમ એકીટશે જરાં પણ આઘાં પાછાં થયાં વિના સાંભળી રહ્યાં છે.

ઈતિ : " મને તો હજું પણ વિશ્વાસ નથી આવતો કે આવું શક્ય છે ?? ભૂતબુત તો કંઈ હોતું નથી તો આ કે કેવી રીતે બની શકે ?? "

નિયતિ : " જ્યારે કોઈનું અતૃપ્ત ઇચ્છાઓ સાથે નાની વયમાં કોઈનાં દ્વારા હત્યા કે પછી મારવામાં આવે ત્યારે એની આત્મા ભટકતી રહે છે..."

લીપી : " આપણે તો નયન અને રાશિની બંનેનાં દેહને અહીં હવેલીમાં જ બહારનાં ભાગમાં અગ્નિદાહ આપીને મુક્તિ આપવામાં આવી હતી‌. તો એ હોટેલમાં નયન જેવો ચહેરાંવાળો છોકરો. એ કેવી રીતે બને ?? એને તો કોઈ સંતાન નહોતું તો..."

નિયતિ : " મેં તો આ બધાં પછી આ હવેલીમાં જ જીવન વીતાવ્યું છે. કોઈ ભૂતકાળનો ઓછાયો પણ મારી દીકરી પણ ન પડે એટલે મેં મારી દીકરીનાં લગ્ન બહું ઝડપથી સારું ઘર જોઈને કરાવી દીધાં...હવે મારે ન કહેવું જોઈએ પણ નયન અદલ એનાં પિતા જેવો જ હતો..."

ઈતિ : " સંવેગને કંઈ યાદ નથી બાકી એ જ્યારે સામાન્ય હોય ત્યારે જ આપણે એને એ ઘટનાં વિશે કંઈ પૂછી શકાય.."

લીપી : " એ સમય આવ્યે જ એનો પરચો બતાવશે..એમ પૂછે કંઈ બોલશે નહીં કંઈ...નિયતિઆન્ટી તમને એ પછી આ હવેલીમાં ક્યાંય કોઈ ખરાબ અનુભવ થયો છે ??"

નિયતિ : " મને ચોક્કસ નથી ખબર પણ થોડાં દિવસ પહેલાં જ્યાં જ્યાં નયનનાં મૃતદેહને જ્યાં બાળવામાં આવ્યો હતો અને એની થોડી રાખ જ્યાં આપણે દાટી હતી એ જગ્યા થોડી ખોદાયેલી હોય એવું લાગ્યું હતું...પણ એ દિવસે બહું જ પવન હોવાથી મેં એ વસ્તુને કંઈ મન પર ન લીધી. અને એનાં પછી મારી સાથે કંઈ થયું પણ નહોતું આથી હું વાતને ભૂલી જ ગઈ હતી પણ આજ નીકળી તો મને યાદ આવ્યું કે એ ઘટનાં આ વસ્તુને સંલગ્ન તો નહીં હોય ને ?? "

અન્વય : " આ બધામાં સમય બગાડ્યા વિના ચાલો હવે પાંચ વાગ્યા છે ક્યાંક ફરી આવ્યાં નજીકમાં બધાં ફ્રેશ થઈ જશે..જે થવાનું હશે એ થઈને જ રહેશે. ચાલો બધાં..."

અર્ણવ : " પપ્પા આટલાં વર્ષોમાં અમે તમારી સાથે રહીને કોઈ પણ સંજોગોમાં મનને કાબુમાં રાખવું ને બધાંને ખુશ રાખવા એ કોઈ તમારી પાસેથી જ શીખે...અમે કોઈ એવાં હજું નથી બની શક્યાં..."

ઈતિ ઉત્સાહમાં બોલી ગઈ, " હા એમનાં જેવું અદલ કોઈ છે...કોપી ટુ કોપી.." એ આરવનાં વિશે વાત બોલવાં ગઈ ત્યાં જ એકદમ એ સજાગ થઈ ગઈ...

હિયાન : " કોણ છે દી એવું ?? અમને તો નથી ખબર.."

ઇતિએ વાત વાળી લેતાં કહ્યું, " હું વળી બીજું કોણ ?? પપ્પાની લાડલી.."

લીપીને ઇતિની વાત કરવાની ઉત્સુકતા પરથી સ્પષ્ટ લાગ્યું કે એ પોતાની વાત નથી કરી રહી પણ એ કંઈ બોલી નહીં.

બધાં હસવા લાગ્યાંને અપૂર્વ બોલ્યો, " ઈતિ તું તો ગુસ્સે થઈ જાય છે અન્વયભાઈ તો ભાગ્યે જ થાય છે..‌.લીપીભાભીને કદાચ અન્વયભાઈ ન હોત તો કોઈ ફરી પહેલાં જેવાં કરી શકત. "

અન્વય : " મેં તો ફક્ત મારાં પ્રેમ માટે કર્યું હતું પણ તમારાં બધાં વિના કંઈ જ શક્ય નથી. સૌથી મોટી હિંમત તો આરાધ્યાની હતી..."

હેયા : " કેમ મમ્મીએ શું કર્યું હતું ?? "

અન્વય : " તારી મમ્મીએ તારાં પપ્પાનાં ફોટાં સાથે લગ્ન સૌ એ અમારાં પરિવારની સભ્ય બનીને અમને મદદ કરવા આવી હતી પરિવાર સિવાયની કોઈ પણ વ્યક્તિ આમાં જો મદદ કરે તો બધાંનો જીવ જોખમમાં હતો..."

હિયાન : " આટલો બધો પ્રેમ હતો એમને ?? વાહ તમારાં બધાંનાં પ્રેમ તો મિશાલ આપવાં પડે એવાં બાકી અત્યારે તો તું નહીં તો બીજું...સાચો પ્રેમ રહ્યો હોય એવું તો મને લાગતું જ નથી. પૈસા હોય, સ્ટેટ્સ હોય, ફ્રીડમ હોય તો છોકરીઓ તમારી પાછળ...ના હોય તો ટાટા બાય બાય..."

ઈતિ તરત જ બોલી, " હિયાન આ જમાનામાં પણ આવો પ્રેમ હોય જ છે... વ્યક્તિ અને તેની વિચારશક્તિ પર બધું જ ડિપેન્ડ કરે છે..."

હેયા મનમાં હસતાં હસતાં બોલી, " હા દી...તમને તો સારો એવો અનુભવ છે નહીં ?? "

ઈતિ હેયાનો કાન ખેંચતા બોલી, " બહું સારું...મારે હવે કંઈ કહેવું નથી.."

એ જોઈને બધાં હસવા લાગ્યાં..ને એક પછી એક ઉભાં થઈને બહાર જવાં તૈયાર થઈ ગયાં.

આરાધ્યા : " સંવેગ હજું સુતો છે એને ઉઠાડવો છે કે નહીં શું કરીશું ?? "

નિમેષભાઈ : " એક કામ કરો હું અને દીપા અહીં છીએ. તમે બધાં જાવ..એને ઉઠાડવો નથી અત્યારે. "

નિયતિ : " હું પણ અહીં જ છું. અમારો છોટુ છે એને સાથે લઈ જાવ એ બધું જ બતાવશે.. કંઈ તફલીક પડે એ મદદ પણ કરશે.."

અન્વય : " કોણ છોટુ ?? "

" મેં તમને જે મંદિરનાં મહારાજની વાત કરી હતી એમનો દીકરો છે..નાનકો છે પણ બહું હોશિયાર છે. બાર વર્ષની ઉંમરમાં પણ બાવીસ વર્ષ જેટલી સમજદારી અને જ્ઞાન છે. એને તમે જોઈને જ નવાઈ લાગશે.." કહીને એણે છોટુને એક બૂમ પાડી.

બે જ મિનિટમાં છોટુ હાજર !! નાનકડો માસુમ ચહેરો , વાદળી આંખોને, વાકળિયા વાળ, રૂપાળો વાન, કાળું પેન્ટ અને ઉપર સફેદ શર્ટ.‌..હસતો હસતો નિર્દોષ હાસ્ય સાથે આવ્યો ને બોલ્યો, " બોલો ચાચી, શું કામ પડ્યું ?? છોટુ આપકી સેવા મેં હાજીર હે‌‌..!! "

એની લેકાવાળી બોલવાની છટા જોઈને બધાંને જાણે મજા પડી ગઈ. નિયતિએ બધું એને સમજાવી દીધું ને બધાં થોડીવારમાં સહેલ માટે ઉપડી ગયાં !!

*******

ફરવા નીકળ્યા બાદ તેઓ બધાંને તો સૌથી વધારે છોટુ સાથે વાત કરવાની જ મજા આવી રહી છે. અન્વય એ લોકોએ જે હવેલીમાંથી આત્માની મુક્તિ માટેનું જે પુસ્તક વાંચ્યું હતું એમાં જે બધું રાજા રજવાડાઓનું બધું આબેહૂબ વર્ણન હતું એ મુજબ તેઓ રાજા સિંચનનાં રાજ્યમાં પહોંચ્યાં. છોટુ તો એ બધું વર્ણન એક ગાડીની જેમ બધું વર્ણવી રહ્યો છે એ બધાં ઇતિને લોકો બહું ઉત્સુકતાથી સાંભળી રહ્યાં છે કારણ કે હવે તો એ લોકોએ પણ બધું વાત જાણી લીધી છે... જ્યારે અપૂર્વ, અન્વય અને લીપી તો જાણે એ દુનિયામાં જ જાણે પાછાં પહોંચી ગયાં હોય એવું અનુભવી રહ્યાં છે... આખું રાજ્ય હજુંય એ રજવાડી ઠાઠમાઠ સાથે સચવાયેલું અકબંધ છે બસ કમી છે એક માનવીય જીવંતતાની. એમની શિલ્પીઓ દ્વારા બનાવાયેલી અપ્રતિમ તસવીરો જોઈને એવું જ લાગી રહ્યું છે કે હમણાં આ પ્રેમાળ માણસો બોલી ઉઠશે..મીઠો ટહુકો કરશે !! પણ કદાચ રાજા કૌશલ જેવાં દંભી, દૈત્યસમ રાજાઓનાં કારણે રાજા રજવાડા તો ગયાં પણ સુખી રાજ્યો એક સુમસામ સ્મશાનવત બની ગયાં.

બીજી ઘણી સુંદર જગ્યાઓ બતાવી. એ બધી જગ્યાઓએ સહેલાણીઓની ભીડ છે છતાંય છોટુએ બધાંને ખાસ મહેમાનો તરીકે બધે જ ઝડપથી મુલાકાત કરાવી દીધી....!!

છોટુ : " ચાચા, હવે આગળનું કાલે...હવે અમુક જગ્યાએ રાતનાં સમયે જવું યોગ્ય નથી ત્યાં કાલે તમને લઈ જઈશ.. ત્યાં પણ આવું જ એક બીજું પણ રાજ્ય અને એની ઝાંખી છે...."

અન્વય : " રાજા કૌશલનું રાજ્ય ?? "

છોટુ : " હા...વાહ અંકલજી...ગુગલબાબાને બરાબર વાંચીને આવ્યાં લાગો છો !!"

અન્વય અપૂર્વની સામે જોઈને મંદમંદ હસતો બોલ્યો, "હમમમ... કદાચ એનાંથી વધારે..." કહીને બધાં પાછાં હવેલી જવાં નીકળી ગયાં.

સંવેગ ઉઠશે ત્યારે સામાન્ય હશે પહેલાંની જેમ ?? કોણ આવશે વહેલી સવારે નિયતિનાં ઘરે ?? કોઈની આત્મા હજું અતૃપ્તરૂપે ફરી રહેશે કે પછી નવું જ સ્વરૂપ જોવાં મળશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે