Pratibimb - 20 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 20

પ્રતિબિંબ

પ્રકરણ - ૨૦

( લીપી અને નિયતિ બંને એ હોટેલ વિશે જાણવા માટે વાત કરી રહ્યાં છે. નિયતિ કંઈ જણાવવા માટે જઈ રહી છે. )

લીપી : " શું થયું આન્ટી ?? "

નિયતિ : " મને બહું ખબર નથી પણ કદાચ તમે લોકો અજાણતાં જ ફરી આત્માનાં ચક્રવ્યૂહમાં ફરી એકવાર ફસાઈ ગયાં છો..."

લીપી : " પણ એનું શું રહસ્ય છે એ તો કહો ?? ફરી એકવાર કેમ આવું થયું ?? "

નિયતિ :" હવે ઉંમરને કારણે બહું બહાર જવાતું નથી.પણ જે ખબર છે એ કહું છું.."

બધાં ધ્યાનથી સાંભળવા બેસી ગયાં છે.

નિયતિએ કહ્યું કે, " ત્યાં એક આત્મા એ હોટેલમાં ફરી રહી છે અને એ અમૂક જ આવેલાં વ્યક્તિઓને આ રીતે હેરાન કરે છે..." ત્યાં જ બહાર એક કોલાહલ સંભળાયો... બધાં ઝડપથી એ તરફ જોવાં ભાગ્યાં.

*****

અર્ણવ અન્વયે કહ્યાં મુજબ ગાડી ચલાવી રહ્યો છે. સંવેગ એકદમ ચૂપ થઈને જાણે કંઈ બન્યું જ ન હોય એમ બેસી ગયો છે. એની આંખો બંધ છે એ સૂઈ ગયો હોય એમ. પછી અચાનક જાણે ઉંઘમાંથી ઉઠ્યો હોય એમ સંવેગ ઉઠ્યો ને પછી બોલ્યો, " અરે બધાં કેમ શાંત બેઠાં છો કોઈને ઉંઘ નથી આવતી ?? આપણે હજું પહોંચ્યાં નથી ?? અને બીજાં બધાં ક્યાં ગયાં ?? "

આરાધ્યા : " બસ બેટા હવે તૈયારી જ છે. અને ઈતિને બાકીનાં બધાં ત્યાં પહોંચી ગયાં છે. "

"ઓહ એટલે બીજી ગાડી પહેલાં પહોંચી ગઈ છે એમને ?? હમમમ મને થયું જ કે મોટી ગાડી પહેલાં પહોંચી ગઈ લાગે છે. "

અપૂર્વ : " હા..બેટા..હવે આપણે પણ પહોંચીશું જ બસ દસ મિનિટમાં.."

સંવેગ : " લાવ મમ્મીને પણ ઘરે ફોન નથી કર્યો હમણાં ફોન કરી દઉં. " કહીને એણે ઘરે ફોન કર્યો. અને એની મમ્મી સાથે એકદમ નોર્મલ રીતે વાત કરી.

સંવેગને આવી રીતે સામાન્ય બનેલો જોઈને બધાંને હવે થોડી શાંતિ થઈ. ને થોડી જ વારમાં ગાડી હવેલી પાસે આવીને ઉભી રહી...ને હવેલી પાસે પાર્કિગમાં ગાડી ઉભી રાખીને બધાં અંદર જવા લાગ્યાં. સંવેગ એકદમ અત્યારે સામાન્ય બનીને હિયાન અને અર્ણવની સાથે જ ચાલી રહ્યો છે.

એ દરમિયાન જ અર્ણવની નજર પડી કે હવેલીનાં દ્વાર પાસે પહોંચતાં જ સંવેગનાં હાથમાં રહેલું કડું છે એનો કલર બદલાઈને એકદમ લાલચોળ બની ગયો છે અને એ ચમકવા લાગ્યું છે. પણ સંવેગની વર્તણુંક બદલાઈ નથી. એ આમ હવેલીને તાકી તાકીને જોઈ રહ્યો છે.ને બધાં થોડાં સામાન સાથે અન્વયને અનુસરતાં હવેલી પહોંચવાની તૈયારી કરી રહ્યાં છે.

******

બહાર કોલાહલ જોઈને નિયતિની પાછળ બધાં ત્યાં હવેલીમાં એક મોટી બારી છે ત્યાં જઈને ઉભાં રહ્યાં છે. થોડીવાર કોલાહલ જોયાં બાદ ખબર પડી કે ત્યાં જોવાં માટે લાઈનમાં કોઈ બે વ્યક્તિઓ ઝઘડતાં આ બધું થયું છે બધાંને પહેલાં જવાની ઉતાવળ છે બસ બીજું કંઈ નહીં.

નિયતિ : " અરે આવું તો ઘણીવાર થાય છે. આપણે તો છોકરાઓને બતાવવા કાલે શાંતિથી લઈ જઈશું. શાંતિથી જોશે બધાં. શનિ રવિ હોવાથી થોડી ભીડ વધારે છે. "

લીપી : " હા અમે તો જોયેલી છે છતાં ફરી જોઈશું..."

નિયતિ : " બેટા હવે ઘણું નવું પણ જોવાં મળશે...હવેલી એ જ પણ નજારો અલગ !! "

લીપી : " હમમમ તો જઈશું...પણ હોપ સો..કે અન્વય.." એ વાક્ય પૂરું કરવા ગઈ એ પહેલાં જ અન્વય લોકોને ગેટ પાસે આવેલા જોયાં.

લીપી થોડી હાંફળી ફાંફળી થતાં બોલી, " હાશ આવી ગયાં તમે લોકો...કેમ કોઈ ફોન નહોતાં ઉપાડતાં ?? અમે તો કેટલા ચિંતામાં આવી ગયાં હતાં. "

ઈતિ હંમેશાની જેમ પપ્પાનો પક્ષ લેતાં બોલી, " મોમ પપ્પાને અંદર તો આવવાં દે. કંઈ કારણ તો હશે જ ને બાકી એ કદી ફોન નં ઉપાડે એવું બન્યું છે ?? એવું બોલતાં જ અન્વયે લીપી સામે જોઈને કહ્યું, " હા બહું વાર...પણ ભૂલમાં, પણ આ વાત વખતે બહું સજ્જડ કારણ હતું..."

આરાધ્યા એટલું બોલી, " હા ભાભી.."

લીપી સમજી ગઈ એટલે કંઈ બોલી નહીં.

નિયતિ : " બધાં અંદર આવો ચાલો...તમારી જ રાહ જોવાય છે. જમવાનું પણ તમારી રાહ જોઈ રહ્યું છે. "

અપૂર્વ નિયતિને સંબોધીને બોલ્યો, " આ નિયતિ આન્ટી છે ?? "

નિમેષભાઈ : " હા બહું અલગ લાગે છે અમને પણ એવું જ લાગ્યું હતું...વર્ષો પસાર થતાં ક્યાં વાર લાગે છે ."

નિયતિ: " પણ હું ઓળખી ગઈ તું અપૂર્વ અને આ તારી પત્ની આરાધ્યા, બરાબરને ?? "

આરાધ્યા : " હા આન્ટી તમને ખબર પડી ગઈ ?? "

નિયતિ : " મને તો આ એકલતાએ ઉંમરની અસર દેખાડી દીધી છે પણ તમે બંને ત્રેવીસ વર્ષ બાદ પણ હજું એવાં જુવાનિયાઓ જેવાં જ લાગી રહ્યાં છે. લીપી અને અન્વય તો તમારાં પરિવારની વાતો કરતાં થાકતા જ નથી."

હિયાન : " આન્ટી એ લાગતાં નથી પણ છે જ હજું પણ અમારાં ફેમિલીનું રોમેન્ટિક એન્ડ નટખટ કપલ..."

અપૂર્વ હિયાન સામે હસીને જોતાં બોલ્યો, " આન્ટી એ તો બોલ્યાં કરે છે એનું મન પર ન લેતાં. આ અમારો દીકરો હિયાન છે. "

નિયતિ: " તમને શરમ આવે એ બરાબર છે પણ રોમાન્સ ટકી રહેવો એ બહું નસીબદારને પ્રાપ્ત થાય.."

નિયતિએ કદાચ પોતાની વર્ષો પહેલાંના પ્રેમને પ્રાપ્ત ન થવાં બદલ આટલાં વર્ષો પછી પણ એક નિસાસો નાખી દીધો.

પછી અર્ણવ અને સંવેગની પણ ઓળખાણ કરાવી... બધાં રૂમમાં આવીને બેઠાં. નિયતિએ સંવેગને બરાબર જોઈ લીધો. આટલાં વર્ષોનાં અહીંના અનુભવ મુજબ એણે મનોમન તારણ કાઢી દીધું....

નિયતિ બધાંને એક રૂમમાં જમવા આવવા કહ્યું. બધાંને થયું કે આન્ટી બધાં માટે આટલું બધું જમવાનું કરશે તો થાકી જશે. ત્યાં તો એ રૂમમાં પહોંચતાં જ બધાંની આંખો પહોળી થઈ ગઈ.

આખો વિશાળ રૂમ. એમાં આખું પુરાણું પણ રજવાડી ઠાઠવાળું મોટું ડાયનિગ ટેબલ...લગભગ ચાલીસેક જણાં આરામથી એની આસપાસ વિશેષ પ્રકારની રજવાડી આરામદાયક ચેરમાં બેસી શકે એની વ્યવસ્થા છે. બધાં તો આમ જોઈ જ રહ્યાં છે કે આ તો ખરેખર રાજમહેલમાં જ આવ્યાં હોય એવું લાગે છે. જેવું રાજાઓનાં સમયનાં મુવી કે સિરીયલ જોતાં હોય એવું લાગે. વળી ટેબલ પર ગોઠવાયેલી ચાંદીની પરખવાળી થાળી વાટકા, ગ્લાસ ચમચીઓ બધું જ મુકાયેલું છે.

નિયતિએ બધાંને જ બેસવા માટે કહ્યું. બધાં એક પછી એક ગોઠવાયાં...

ઈતિ : " આન્ટી જમવાનું અહીં લાવવું પડશે ને ?? અમે લઈ આવીએ અહીં. "

નિયતિ : " તમે બધાં જ બેસો. હમણાં જ બધું આવી જશે" કહીને એણે વિક્રમ એવી બૂમ પાડતાં જ એક નાનકડો છોકરો આવ્યો.

નિયતિએ એને ધીમેથી કંઈ કહ્યું એ સાથે જ એ હસતો હસતો અંદર ગયો ને તરત એક પછી એક ભોજનની અવનવી વાનગીઓ લઈને એક પછી એક બધાં પાંચ જણાં વારાફરથી બધું જ લઈને આવવાં લાગ્યાં.

અર્ણવ : " ઓહો... આટલું બધું ?? વાહ આજે તો લગભગ બધાનું ફેવરિટ ભોજન છે .

લીપી : " આટલી બધી વસ્તુઓની શું જરૂર હતી ?? "

નિયતિ : " આ તો રજવાડી ભોજન છે.ખાવો બધાં જ પેટ ભરીને... કંઈ પણ ખૂટે તો કહો. અમારે ત્યાં મહેમાન માટે આ બધું સામાન્ય હોય છે. સમય બદલાયો બધું જ બદલાયું પણ મેં આ રાજાશાહીની પ્રથાને આ હવેલીમાં હજું પણ અકબંધ રાખી છે. "

દીપાબેન : " ખરેખર તમે એકલાં હોવાં છતાં આ બધી માવજત કરી શક્યાં છો એ બહું મોટી વાત છે. બાકી આ જમાનામાં તો અમે પણ ઘણી પ્રથાઓને હવે સમય, શક્તિનાં અભાવે ભૂલી કે છોડી રહ્યાં છીએ... "

નિયતિ : "આ બધું આ બધાં મારાં પરિવારજનો ન હોવાં છતાં એમનાંથી વધારે છે એમનાં કારણે જ આ બધું શક્ય છે. નહીં તો અત્યારે પૈસા હોય તો કામ તો કોઈ પણ કરી આપે પણ આટલી સંપતિ વચ્ચે માણસોને આટલી મોટી હવેલીમાં રાખવાનું જોખમ કેટલું... છતાં કુદરતની મહેરબાનીથી બધું સમું સુતરુ ચાલી રહ્યું છે...ચાલો હવે બધાં જમવાનું શરૂ કરો પછી વાતો કરીશું નિરાંતે..."

આટલાં શ્રીમંત પરિવારનાં સુખી સંપન્ન લોકોને પણ જાણે અહીં કંઈક વધારે અદમ્ય અને સ્વાદિષ્ટ ભોજન હોય એવું લાગ્યું. બધાંએ પેટભરીને જમ્યું. છેલ્લે તો જાણે હવે ખૂટશે પણ નહીં એવું લાગી રહ્યું છે છતાં એ સાત્વિકતા અને સ્વાદિષ્ટતાથી જાણે પેટ તો ભરાયું પણ કોઈનું મન ભરાતું નથી.

બધાં ભોજન કરીને શાંતિથી ફરી હોલમાં ભેગા થઈને બેઠાં. સંવેગ પણ ચૂપચાપ બેસીને ચોરી છુપીથી ઇતિને નિહાળી રહ્યો છે. એને જોઈને આરાધ્યા મનમાં હસી રહી છે.

લીપી લોકોનાં મનમાં નિયતિની અધૂરી વાત જાણવાની ઉતાવળ છે પણ સંવેગની સામે કંઈ પણ પુછી શકાય એમ પણ નથી.

બાળકોને આગળની વાત કરવી પણ જરૂરી બની ગઈ છે પણ વાત કરવી કઈ રીતે..એ માટે બધાં અલગ અલગ રીતે આઈડિયા વિચારી રહ્યાં છે.

બગાસાં ખાઈ રહેલી ઇતિને જોઈને નિયતિ બોલી, બધાંનાં રુમ તૈયાર છે તમારે આરામ કરવો હોય તો કરી શકો છો. લીપીએ વિચાર્યું કદાચ છોકરાઓની સાથે સંવેગ જાય તો કંઈ વાત કરવી શક્ય બને. આથી અન્વય બોલ્યો, " ઈતિ, અર્ણવ , હિયાન તમારે બધાં છોકરાઓ રૂમમાં જઈને શાંતિથી બેસો. અહીં અમારી મોટાઓની વાતોમાં તમને કંટાળો આવશે આમ પણ..."

ઈતિ તો બેસી રહી‌. લીપી એ અર્ણવને સંવેગને અંદર લઈ જવાં ઈશારો કર્યો. અર્ણવ સમજીને ઉભો થઈ ગયો અને બોલ્યો, " ચાલો આપણે બધાં અંદર બેસીએ ને વાતો કરીએ."

ઇતિને બહાર બધું સાંભળવામાં રસ છે એટલે એ બેસી રહી. ત્યાં જ સંવેગ ઉભો થઈને બોલ્યો, " ઈતિ તું પણ ચાલ ને !! "

છેલ્લે ઈતિ કમને ઉભી થઈ અને બધાંની સાથે અંદર

ગઈ...આ બાજું ફરી એકવાર ચર્ચાનો દોર શરૂ થયો.

********

આરવ સાંજે છ વાગતાં જ ઘરે આવી ગયો. આવીને સીધો પોતાનાં રૂમમાં ગયો. કોઈ નાનકડું બોક્સ લઈને આવ્યો છે. બાકી બધાં તો કામમાં હતાં પણ અક્ષીની નજર એનાં પર જ છે.

અક્ષી મનોમન હસવા લાગી. પછી એ પાછળ પાછળ એનાં રુમમાં ગઈ. આરવે એને જોતાં જ ફટાફટ કંઈ બેગમાં સરકાવી દીધું.

અક્ષી : " સોરી ભાઈ. હું સીધી રૂમમાં આવી ગઈ. હું ભૂલી જાઉં છું કે હવે આપણે મોટાં થઈ ગયાં છીએ. મારે નોક કર્યાં સિવાય ન આવવું જોઈએ."

આરવ : " બસ હવે ચંપા... હોશિયારી ના કરીશ. તારું પેકિંગ થયું કે નહીં.. પાછાં તમે તો છેલ્લી ઘડીએ દોડવાવાળાં બરાબર ને ?? "

"ભાઈ હવે તો સુધરી ગઈ છું. મેં પેકિંગ કરી દીધું અને થોડું વધારે હતું એ તારાં બેગમાં પણ મુકી દીધું."

આરવ : " તારી એટલી મોટી બેગ નાની પડી તને ?? તે મારાં સામાનમાં પણ પગપેસારો કરી દીધો..."

અક્ષી : " બસ થોડો સમય...પછી તો કોઈ આવશે એટલે અમારી જગ્યા જતી રહેશે..."

આરવ : " કોણ આવવાનું છે વળી ?? "

અક્ષી : " ભાઈ બહું નાટક ના કરીશ... હું હવે નાની નથી. બસ એ કોણ છે ખબર પડી જાય એટલે પછી વાત.."

આરવ સીધો અક્ષીનો કાન ખેંચીને બોલ્યો, " મેડમ તમે પણ મારી નજરમાં જ છો બસ મને એક વાર ફ્રી પડવાં દો...ચાલ અત્યારે ફટાફટ તૈયાર થઈ જા." કહીને એ રૂમની બહાર નીકળી ગયો‌.

અક્ષીને પણ કોઈ પસંદ હશે ?? શું હશે હોટેલનું રહસ્ય ?? પ્રયાગ ઈન્ડિયા આવ્યો હશે કે કોઈ એમનો હમશકલ ?? સંવેગ સાથે આ બધું કરનાર કોણ હશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED