પ્રતિબિંબ - 18 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રતિબિંબ - 18

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૮

હોટેલમાં એ સામેથી આવી રહેલો વ્યક્તિ જાણે સામે ઉભેલાં અન્વયને જોયો ન હોય એમ એને અડફેટે લઈને આગળ ચાલવા લાગ્યો. અન્વય પડતાં પડતાં રહી ગયો.

અપૂર્વ એને કંઈ કહેવા જાય છે એ પહેલાં એક ભાઈએ જઈ રહેલાં એ વ્યક્તિ પાસે જઈને બોલ્યાં, " સર તમારે શું જોઈએ છે ?? તમારાં માટે કંઈ લાવવાનું છે ?? "

એ જી રહેલો ભાઈ બોલ્યો, " મારું નામ ખબર છે વિશાલ બંસલ... હું આ હોટેલનો માલિક છું...પણ મને જોઈએ એ હું જાતે જ કરીશ..અને કોઈ મારાં રસ્તામાં આવ્યું તો...ખબર છે ને ??" કહીને એ સ્ટાફનાં કોઈ સામાન્ય લાગી રહેલાં એ વ્યક્તિને ધક્કો મારીને બહાર નીકળી ગયો.

અન્વય અને અપૂર્વ બંને તો એકબીજાની સામે જ જોઈ રહ્યાં કે આ જ હોટેલનો માલિક છે વિશાલ બંસલ ??

અપૂર્વ : " ભાઈ મને યાદ આવ્યું કે આ તો અદૃલ ડૉક્ટર કેવલ જેવો નથી લાગી રહ્યો ?? "

અન્વય : " હા અપ્પુ મને એ જ યાદ આવ્યું હતું. પણ કદાચ આપણને ખબર હતી ત્યાં સુધી તો એનાં થોડાં સમય પહેલાં જ લગ્ન થયાં હતાં ને એને કોઈ બાળક નહોતું...તો પછી આ ??

અપૂર્વ : " પણ ભાઈ એ પછી તો આપણે ક્યારેય એ બાબતમાં તપાસ કરી નથી. અને વળી ખબર છે ને એને એઈડ્સ હતો ?? ઈટ મીન્સ કોઈ નાજાયજ સંબંધથી પણ..."

અન્વય : " ઈટ્સ પોસિબલ... પણ આને અને સંવેગ સાથે બનેલી ઘટનાનો સંબંધ હશે કે કંઈ બીજું હશે મને તો કંઈ સમજાતું જ નથી. "

પછી બંને જણાં ફરી અંદર ગયાં અને જે રૂમમાં સંવેગ છે. હવે સંવેગ પહેલા કરતાં ઘણો સ્વસ્થ લાગી રહ્યો છે.

અન્વય : " સંવેગ તને ઠીક લાગતું હોય તો બેટા આપણે વહેલામાં વહેલા આ હોટેલમાંથી નીકળીને આપણે આગળ જવાં માટે નીકળી જઈએ. "

અપૂર્વ : " એટલે ભાઈનો કહેવાનો મતલબ એવું ના સમજીશ કે સરપ્રાઈઝ માટે ફરવા જવાની ઉતાવળ છે. પણ આ જે થયું એનાં કારણે અમે વિચાર્યું કે જલ્દીથી અહીંથી નીકળી જઈએ તો સારું. બાકી જ્યાં પહોંચવાનું છે ત્યાં તો કંઈ જ વાંધો નહીં આવે. "

અર્ણવ : " સોરી સંવેગ. મને ખબર હોત તો આ હોટેલ બુક ન કરાવતા. મેં જ આ હોટેલ ઓનલાઇન બુક કરાવી હતી."

આરાધ્યા : " અર્ણવ, તું જરા પણ મનમાં ખરાબ ન લગાડ. અમુક વસ્તુઓ એવી હોય છે જેને કોઈ અનુભવ વિના કળી શકતું નથી... ઘણાં રહસ્યો અકબંધ હોય ત્યાં સુધી બરાબર પણ અમૂક સમયે કદાચ એ વર્ષો બાદ ફરી ઉજાગર થતાં હશે કે શું એ તો કુદરતને જ ખબર..."

સંવેગ : " મને તો કંઈ સમજાતું નથી. તમે લોકો કહો એમ મને કોઈ જ વાંધો નથી. "

ઇતિને અત્યારે સંવેગને જોઈને એનાં પ્રત્યે એક કૂણી સહાનુભૂતિ થવાં લાગી. એ બોલી, " કંઈ નહીં આ એક ખરાબ સ્વપ્ન સમજીને ભૂલી જજે સંવેગ..ચાલો ફટાફટ બધાં તૈયાર થઈને નીકળીએ..‌"

સંવેગને અત્યારે બે દિવસમાં ઇતિએ સંવેગ માટે પોતાનું અંગત મંતવ્ય આપતાં એનાં મનમાં એક શાંતિ થઈ. આરાધ્યાને હવે ઈતિ માટે સાવ મરી પરવારેલી આશામાં એક ફરી કિરણ ઉગ્યું હોય એવું લાગ્યું. ને પછી બધાંએ સાથે મળીને નિર્ણય કર્યો અને બધાં તૈયાર થવાં પોતપોતાના રૂમમાં જતાં રહ્યાં.

બધાં ફટાફટ તૈયાર થઈ ગયાં. દરેકનાં મનમાં થોડો ડર છે પણ એ સમય દરમિયાન કોઈ જ ઘટના ન બની. અન્વય અને અપૂર્વએ છોકરાઓ સિવાય બાકી બધાંને વિશાલ બંસલ અને હોટલ સંબંધી વાત કરી.

લીપી : " આપણે કેવલની આત્માને તો અગ્નિદાહ આપીને મુક્તિ અપાવી હતી તો પછી હવે કોઈને આત્મા ફરી હેરાન કરી શકે એવું શક્ય છે ?? "

આરાધ્યા :" મને એવું લાગે છે કે કદાચ અહીંથી જ આપણને ઘણું જાણવા મળશે. "

અપૂર્વ : " પણ આપણે કદાચ જ્યાં સુધી આમાં ન પડીએ તો સારું...બે દિવસ છોકરાઓને ફરાવીને ઘરે પહોંચીએ..ને આપણી સામાન્ય જિંદગીમાં સેટલ થઈ જઈએ."

લીપી : " કોણ જાણે કેમ આ બધી ઘટનાં આપણી લગોલગ ચાલી રહ્યો હોય એવું કેમ લાગી રહ્યું છે...આપણને ક્યાંય એ સ્પર્શીને બધું ચાલી રહ્યું છે..."

અન્વય : " બધું કુદરતી પર છોડીને ચાલો. સમય સમયનું કામ કરશે એની સામે આપણે બધાં લાચાર છીએ. " એટલામાં જ ઇતિને અર્ણવ બધાં જ આવી ગયાં. પછી બધાં સામાન લઈને હોટેલનાં રિસેપ્શન પાસે પહોંચ્યાં. બધી ચેક આઉટની પ્રોસેસ પતાવીને બધાં ગાડીમાં સામાન ગોઠવવાં લાગ્યાં. અત્યારે હવે દિવસનો સમય હોવાથી બધાંને અત્યારે થોડી શાંતિ છે...

થોડી જ વારમાં બંને ગાડીઓ એક બહું મોટી સરપ્રાઈઝ માટે પોતાની મંઝીલ તરફ જવાં બંને ગાડીઓ પૂરપાટ વેગે મેઈન રસ્તા પર નીકળી ગઈ....!!

******

સવારે ઉઠીને બધાં હોલમાં આવ્યાં. આરવ તો સવારનાં આઠ વાગ્યે જ રેડી થઈને આવી ગયો. શિવાની એટલામાં આરતી લઈને આવીને બધાંની પાસે ગઈ. એ આરવની પાસે આવીને બોલી, " કેમ દીકરા આજે કેમ વહેલાં વહેલાં તૈયાર થઈ ગયો ?? "

આરવ : " મમ્મા આજે મારાં બે ફ્રેન્ડસ સાથે બહાર જાઉં છું. રાત્રે આવીને હું નાનીને ઘરે જવાં નીકળીશ. "

અક્ષી : " ભાઈ તે તો નક્કી પણ કરી લીધું. મારે પણ બે ત્રણ દિવસ કોલેજમાં રજા છે. તો મારે પણ આવવું છે. હું પણ હમણાંથી નથી ગઈ ત્યાં. "

આરવ : "સારું તું પણ ચાલ..કંપની રહેશે મને."

વિરતી : " આરવ તમે લોકો પ્રથમને હાલ કંઈ કહેતાં નહીં એની થોડાં દિવસ પછી એક્ઝામ છે એ આવવાં તૈયાર થઈ જશે આમ પણ એને ત્યાં મજા આવે છે. "

શિવાની : " કંઈ નહીં. ફરી વળી આપણે જઈશું. એની એક્ઝામ પતશે ત્યારે. આપણે ક્યાં નવાઈ છે વળી. "

આરવ : " સારું ચાલ. મમ્મી હું બ્રેકફાસ્ટ કરીને ફટાફટ જાઉં છું..."

થોડીવારમાં આરવ ઘરેથી નીકળી ગયો. આ બાજું અક્ષી પોતાનું પેકિંગ કરવાં લાગી. એનો થોડો સામાન વધારે થયો હોવાથી એ આરવની રૂમમાં ગઈ..‌એ આરવની બેગમાં પોતાની એક બે વસ્તુ મુકવા માટે બેગ ખોલી. અનાયાસે એ ખોલતાં એક નાનકડો ફોટો નીચે પડ્યો.

અક્ષીએ ઝડપથી એ ફોટો ઉપાડ્યોને ફોટો જોવા લાગી. એણે ઇતિનો ફોટો જોતાં જ એનો ચહેરો મલકાઈ ઊઠ્યો ને બોલી, "ભઈલુ.. તું તો મારાથી પણ બહું છુપારૂસ્તમ નીકળ્યો...મને ઇતિને જોતાં જ સમજાઈ ગયું હતું પણ હવે તો પાકું થઈ ગયું..." કહીને એ ફોટો ફરી પર્સમાં મુકીને રૂમની બહાર નીકળી ગઈ.

******

બંને ગાડીઓ સમાંતર ચાલી રહી છે‌. ત્યાં જ અર્ણવ બોલ્યો, "હવે કેટલીવાર છે કોઈને કંઈ આઈડિયા છે કે નહીં...??

ડ્રાઈવ કરતાં અન્વય બોલ્યો, " બસ આ છેલ્લો ટર્ન હવે ત્યાં પહોંચવાનો વિસ્તાર આવી ગયો. "

ઈતિ : " હાશ.."

થોડીવારમાં જ એ ટર્ન આવી ગયો.ને એક જોરદાર બ્રેક વાગી. બધાં જાણે ઉંઘમાંથી જાગી ગયાં. ને ફરી પાછળ જ બીજી ગાડી આવીને એ થોડાં સાંકડા રસ્તા તરફ ગાડીઓ વળી.

લીપી બોલી, " અન્વય બહું બદલાઈ ગયું છે નહીં અહીં...આ જો પેલાં નાનકડાં ઝૂંપડાની જગ્યાએ તો સારાં એવાં મકાન બની ગયાં છે. છેલ્લાં સાતેક વર્ષથી આપણે આવી શક્યાં નથી.. એમાં તો કેટલું બદલાઈ ગયું."

ઈતિ : " મોમ અહીં કોઈ ફરવાની જગ્યા છે કે કોઈનું ઘર છે ?? એ તો કહો હવે..."

અન્વય : " બેટા બંને..."

અર્ણવ : " અહીં આટલે દૂર કોઈ આપણાં સગાં પણ રહે છે ?? "

લીપી : " સગાં નથી પણ સગાંથી વધારે છે . સંબંધ નથી છતાં એક અનોખો સંબંધ બની ગયો છે અહીં. "

ઈતિ : " હમમમ...મોમ ઘણાં સંબંધો નામ વિનાના હોવાં છતાં બહું મજબૂત હોય છે."

અન્વય : " ચાલો હવે..‌અહી બધું જોવાં જેવું છે આજુબાજુ જોતાં જાવ..."

એટલામાં બીજી અપૂર્વ એ લોકોની ગાડી એમની પાછળ આવી રહી છે ત્યાં જ અચાનક ગાડી એક જોરદાર અવાજ સાથે ઉભી રહી ગઈ..‌.એ સાથે જ પાછળની બીજી ગાડી ઉભી રહી ગઈ.

અન્વય અને અર્ણવ બંને બહાર નીકળીને જોવાં લાગ્યાં કે અચાનક શું થયું. જોયું તો ટાયરને પંચર થઈ ગયું છે... ગાડીમાંથી હવા નીકળી રહી છે‌. એવી જગ્યા છે કે એટલી નજીકમાં કોઈ મિકેનિક ન મળે કે ન કોઈ દુકાન...

બધાં નીચે ઉતર્યાં. આ ગાડીમાં તો હમણાં કંઈ કરી શકાય એમ નથી. અપૂર્વ નીચે ઉતરીને બોલ્યો, " એક કામ કરીએ કે આપણે એક ગાડીમાં બધાંને ત્યાં મુકી આવીએ પછી આપણે જઈને આ ગાડી માટે કંઈ કરીએ... બાકી અહીં તો બધાંએ ઉભાં રહેવું યોગ્ય નથી લાગતું મને. "

લીપી : " ભાઈ એક વાત કહું ત્યાં એક સામે બંગલો છે એ સાઈડ ઉભાં રહીને અમે બધા. કોઈનું ઘર હશે એટલે બીજી કોઈ ચિંતા નહીં રહે.. જ્યાં જઈશું બધાં સાથે જ.."

ઈતિ : " હા મોમ...ગાડી અહીં સાઈડમાં મૂકી દઈએ. થોડાં ધક્કો મારીને પછી બીજી ગાડી લઈને કોઈ મિકેનિકને લઈ આવો...આપણે બધાં ત્યાં એ ગાડી પાસે બેસીએ. "

પછી બધાંએ થોડી ચર્ચા પછી અન્વય અને અર્ણવ, હિયાન ત્રણ જણાં મોટી ગાડી લઈને ત્યાંથી નીકળ્યા. આ બાજું બાકીના બધા ત્યાં બંગલાની નજીક બેઠાં.

બધાં વાતો અને ગપાટા કરી રહ્યાં છે પણ સંવેગનું વર્તન એકદમ બદલાઈ ગયું છે. મસ્તીખોર અને મજાકિયો સંવેગ ચૂપ થઈને બધાંની વાતો સાંભળી રહ્યો છે.

આરાધ્યા : " તને ઠીક તો છે ને સંવેગ ?? "

સંવેગ થોડીવાર પછી જાણે ભાનમાં આવ્યો હોય એમ નાનાં બાળકની જેમ બોલ્યો, " માસી ફરી કંઈ થશે નહીં ને ?? "

આરાધ્યા : " ના બેટા... જરાય નહીં. તારાં મનમાં કંઈ પણ હોય તો કહી દે મને.."

સંવેગ થોડી અજીબ રીતે હસીને બોલ્યો, " ના ના કંઈ નહીં.."

એટલામાં જ બંગલામાંથી એક મર્સિડીઝ બહાર નીકળી. એમાં કોઈ એક છોકરો દેખાયો. ઈતિનું અમસ્તા જ ધ્યાન ગયું એ વ્યક્તિ પર. એ જોરથી બોલી, " પ્રયાગ અહીં ?? "

એટલામાં જ અપૂર્વ સાઈડમાં ઉભો છે ત્યાંથી આરાધ્યા પાસે આવતાં બોલ્યો, " આરાધ્યા આ તો પેલો વિશાલ બંસલ હતો ને ?? મતલબ એવો બંગલો અહીં છે એમને."

આરાધ્યા : " અપ્પુ... મારું તો ધ્યાન નહોતું. " ત્યાં જ ઈતિ આવીને બોલી, " આ તો ત્યાં યુ.એસ.એ માં અમારો ક્લાસમેટ હતો. એનો જ બંગલો લાગે છે."

અપૂર્વ : " બેટા એનું નામ શું હતું ?? "

ઈતિ : " પ્રયાગ..."

અપૂર્વ : " ના બેટા આ તો હમણાં આપણે જે હોટેલમાંથી આવ્યાં એ હોટેલનો માલિક હતો. કદાચ આ એનું ઘર જ હશે.."

આરાધ્યા : " જે પણ હોય હવે એ આપણે શું..."

ઈતિ કંઈ બોલી નહીં. પણ પ્રયાગનું અહીં ઈન્ડિયામાં હોવું એનાં માટે બહું ડેન્જર છે...એને થયું કે આરવ સાથે વાત કરે પણ અત્યારે માટે એને કોઈનો ફોન લેવો પડે...એણે વિચાર્યું કે કંઈ નહીં થાય તો આજે કોઈ પણ સમયે એકવાર આરવ સાથે એણે વાત કરવી જ પડશે...એમ એણે નક્કી કરી લીધું. ફરી બધાં વાતોમાં બેસી ગયાં. ત્યાં બીજી એક ગાડી બહાર નીકળી. એ ગાડી એક લેડીઝ ચલાવી રહી છે... ઈતિનું ધ્યાન એનાં તરફ ગયું કે તરત એ ચોંકીને ઉભી થઈ ગઈને બોલી, " ઓહ માય ગોડ.. અહીંથી નીકળવું જ પડશે હવે..."

કોણ હશે એ લેડીઝ જે ગાડી ચલાવીને જઈ રહી છે ?? એ કોણ હશે વિશાલ બંસલ કે પછી પ્રયાગ ?? સંવેગનાં મનમાં શું ચાલી રહ્યું છે ?? એની સાથે એવી ઘટનાં કેમ બની હશે ?? આ જ જગ્યાએ ગાડીનું પંકચર થવું એ કોઈ નોર્મલ આકસ્મિક ઘટના હશે કે કોઈ અસામાન્ય ઘટના હશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૧૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે...