પ્રતિબિંબ - 9 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિબિંબ - 9

પ્રતિબિંબ

પ્રકરણ - ૯

આરવ અને ઈતિ ત્રણ કલાક સુધી લેપટોપ લઈને સ્ટડી કરી રહ્યાં છે. આ દરમિયાન ન કોઈ હલચલ કે કોઈ ડિસ્ટર્બન્સ આવ્યું.

ઈતિ બોલી, " આરૂ... બહું સ્ટડી કરી લીધું. ચાલ હવે ડીનર માટે જઈએ..."

આરવ : " હા પણ ક્યાં જઈએ ?? હવે એક મહિના માટે બસ આમ જ ચલાવી લઈશું. અહીં કંઈ જમવાનું કરવું નથી. કાલે મારો સામાન પણ લઈ આવીશ અહીંયા..."

ઈતિ : " હા હવે આ ઘટનાઓ જોયાં પછી હું જ તને ઈન્ડિયા જઈએ ત્યાં સુધી મારાથી દૂર નહીં જવાં દઉં.."

" હા ઘરે પહોંચ્યાં પછી ટાટા બાય..બાય... એવું જ ને ?? "

ઈતિ : " ના હવે પછી તો કોઈ સંબંધમાં બંધાઈશું ને કે પછી હરાયા ઢોરની જેમ ફર્યા કરશું..."

આરવ જોરજોરથી હસવા લાગ્યો. "વાહ..ટીપિકલ ગુજરાતી તને પણ આવડે છે નહીં...ચાલ આજે તો ગુજરાતી ડિશ જમવા જઈએ આપણી ફેવરિટ જગ્યાએ.."

ઈતિ : " હમણાં તો તને ગુજરાતી ફુડનો ચસ્કો લાગ્યો છે કંઈ...ચાલ ફટાફટ રેડી થઈ જઈએ.."

*****

વાહ, આજે તો મજા આવી ગઈ ઈતિ... રીંગણનો ઓળો રોટલો ને છાશ. અમારાં કાઠિયાવાડીને પાછું બહું ભાવે. આવું મળે એટલે બત્રીસ પકવાન જેવું ગણાય...હવે આજે તો નહીં જ ભણાય. કાલે સવારે વાત. વહેલાં કોલેજ પણ જવાનું છે...બંને જણાં પોતાની યાદોને તાજી કરતાં સુઈ ગયાં.

બીજાં દિવસે સવાર પડતાં જ બંને કોલેજ પહોંચ્યાં... થોડું પ્રેક્ટિસ વર્કને બીજું એક્સ્ટ્રા કામ પતાવીને બંને જણાં પાછાં આવવાં નીકળ્યાં...કોલેજનાં મેઈનગેટ પાસે પહોંચતાં જ એક અવાજ સંભળાયો, " ઈતિ...ઈતિ.."

ઇતિએ પાછળ ફરીને અવાજની દિશામાં જોયું તો કોઈ જ નહીં...એટલે બંને ચાલવા લાગ્યાં. ફરી બે ડગલાં આગળ જતાં જ બોલી, " વિશ્વાસઘાત..દગા..હાઉ યુ બીકમ સો રૂડ ટુ મી ?? આઈ નેવર ફરગેટ યુ..."

આરવ ઈતિ બંનેએ જોયું પણ કોઈ જ ન દેખાયું. કોઈ પુરાવા વિના કોઈને કંઈ કહેવું પણ યોગ્ય નથી. આથી આરવ અને ઈતિ બહાર નીકળી ગયાં...ને આરવની રૂમ પરથી એનો સામાન લઈને ફરી એ કેલી હાઉસ પહોંચી ગયાં...ને બસ હવે ઘરે હવે એક્ઝામ પૂરી થાય અને ઈન્ડિયા પહોંચાય એની રાહ જોવા લાગ્યાં...

*******

આજે ફાઈનલ એક્ઝામ પુરી થઈ. આખરે બધાંની, રોમાંચક, એનર્જીથી ભરપૂર, સૌથી એન્જોયમેન્ટ વાળી કહી શકાય કદાચ એ લાઈફનો છેલ્લો દિવસ હતો...આરવ અને ઇતિની બીજાં દિવસની ફ્લાઈટ બુક થઈ ગઈ છે. આજે બધાં છેલ્લીવાર કોલેજમાં મળી રહ્યાં છે...ઘણી એવી ઘટનાઓ આ મહિના દરમિયાન બનતી રહી આરવને ઈતિ બંને ઘણાં ટેન્શનમાં છે. પણ છતાંય હજું સુધી કોણ આ બધું કરી રહ્યું છે એની ભણક પણ ન લાગી. આરવને પ્રયાગ પર શક હતો પણ એનો કોઈ સજ્જડ પુરાવો હાથ ન લાગ્યો.

છતાંય હવે બધામાંથી છૂટી જવાશે અને એક નવી લાઈફ શરું થશે....ને એ સાથે જ બધી યાદોને પોતાનાં દિલમાં સંકોરીને આરવ અને ઈતિ બંને જણાં પેકિંગ કરવાં લાગ્યાં.

ઈતિ : " આજે આપણી અહીં લાસ્ટ નાઈટ છે એકબીજાં સાથે. પછી ખબર નહીં શું હશે આપણું ભવિષ્ય. આપણો પરિવાર આપણાં સંબંધને સ્વીકારશે કે નહીં...બસ હું આ દિવસોની એક એક પળને જીવી લેવા માંગુ છું."

આરવ : " શું કામ એવું નેગેટિવ વિચારે છે ?? શું કામ નહીં આપે આપણાં પરિવારજનો આપણને પરવાનગી ?? બાકી તો હાલ તું બોલ તારી શું ઈચ્છા છે ?? આજે હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ..."

ઈતિ : " આજે આપણે રિવરસાઈડ કમ્યુનિટી ચર્ચ જઈએ.. જ્યાં આપણે એકવાર ગયાં હતાં... ત્યાંથી આગળ જવાનું હું તને કહીશ...બસ સરપ્રાઈઝ.. કાલે એરપોર્ટ પર જઈએ ત્યાં સુધી તારું રિઝર્વેશન મારી સાથે...ડન ??"

આરવ : " ઓફકોર્સ માય જાન..." ધેન રેડી ટુ ગો.."

થોડી જ વારમાં બંને તૈયાર થઈ ગયાં. નીકળવાની તૈયારી જ છે ત્યાં ઇતિનો મોબાઈલમાં ફોન આવ્યો. ઇતિએ ફોન ઉપાડ્યો ને બોલી, " પાપા આજે તો લાસ્ટ ડે...બસ આજે જલસા કરી લઈએ...બસ ફટાફટ આવીને બધાંને મળવું છે."

ઈતિના પપ્પા : " તારાં માટે એક સરપ્રાઈઝ છે..બસ તું આવે એટલીવાર.."

ઈતિ : " પપ્પા કહોને મને ?? "

" તો સરપ્રાઈઝ થોડી કહેવાય ?? લવ યુ બેટા..ટેક કેર એન્જોય... ફટાફટ અમદાવાદ આવી જા હવે..વી આર ઈગરલી વેઈટીગ ફોર યુ. "

ઈતિ : " શ્યોર પપ્પા... બાય.." કહીને ફોન મુકી દીધો.

આરવ : " ઈતિ જોને તારાં પપ્પાએ મને તો આવવાં ઇન્વિટેશન પણ ન આપ્યું ‌. છતાં હું આવીશ...આઈ પ્રોમિસ.." કહીને હસવા લાગ્યો.

ઈતિ : " ચાલ હવે બોલાવીશ..હવે ફટાફટ નીકળીએ. મારે જરાં પણ ટાઈમ વેસ્ટ નથી કરવો..." ને બંને જણાં ફટાફટ નીકળી ગયાં...

******

ચર્ચમાં તો બંને પહોંચી ગયાં. બંને જણાં પ્રેય કરી રહ્યા છે...આરવ તો એ ખબર નહીં બહું શ્રદ્ધાથી ઉભી રહેલી ઇતિને જોઈ રહ્યો છે. આજે એ પીન્ક ટોપ અને બ્લેક કેપરી ને છુટ્ટા રાખેલાં વાળમાં એકદમ સુંદર લાગી રહી છે.. થોડીવારમાં બંને બહાર આવ્યાં.

આરવ : " એકવાત પૂછું ઈતિ ?? આપણે તો હિન્દુ છીએ તો તને અહીં ચર્ચમાં પણ કેમ આટલી કેમ શ્રદ્ધા છે ?? તું કેટલી એકાગ્રતાથી પ્રાર્થના કરતી હતી."

ઈતિ : " તું મને સમજ્યો જ નહીં. ખબર છે હું ભલે ક્રિષ્ણ કે રામ ભગવાનને માનું પણ આવાં ભેદભરમમાં હું નથી માનતી. જ્યાં મને દિલથી કોઈ ગમી જાય ત્યાં પ્રાર્થના કરી દઉં. આ ઈશ્વર, અલ્લાહ, ભગવાન આ બધું તો માણસે નક્કી કરેલું છે. હું તો જે પરમતત્વ છે એને માનું છું... જ્યાં પણ નમું છું શ્રદ્ધાથી નમું છું..."

આરવ : " હમમમ...તારી વાત સાચી છે. હું પણ એવું જ વિચારું છું...ચાલો મેડમ હવે ક્યાં જવાનું છે ?? "

ઈતિ : "ચાલ.. હું તને લઈ જઈશ હવે..." કહીને ફરી એ ગાડીમાં બંને બેસી ગયાં.

લગભગ એકાદ કલાક જેવું થયું.. એટલામાં એક આલિશાન લાગતું વિલા જેવું દેખાયું...દસ માળની પોશ બિલ્ડીંગ..ઈતિ હાથ પકડીને આરવને લઈને એ લક્ઝરિયસ લિફ્ટમાં લઈ ગઈ. આરવે ઘણું પુછવાનો પ્રયાસ કર્યો પણ ઇતિએ કંઈ પણ કહ્યું નહીં.

આખરે એક જગ્યાએ લિફ્ટ ઉભી રહીને બંને સેવન્થ ફ્લોર પર લિફ્ટ ઉભી રહી. બહાર નીકળતાંની સાથે જ મોટું બોર્ડ દેખાયું, " રોમેન્ટિક હબ.."

ઈતિ આરવને પકડીને ડૉર પાસે લઈ ગઈ. એને કંઈ પ્રિબુકિગનું કાર્ડ બતાવ્યું. આરવ કંઈ પૂછે કે કહે એ પહેલાં જ એમને અંદર એન્ટ્રી મળી ગઈ...એક જોરદાર મ્યુઝિક સાઉન્ડને, સોફ્ટડ્રિક્સ, વાઈન, વગેરે જે પણ જોઈએ એ ને વળી બધાં એ મ્યુઝિક સાથે બધાં પોતાનાં મનગમતાં પાર્ટનર સાથે ડાન્સ કરી રહ્યાં છે.

ઈતિ: " લેટ્સ ગો આરૂ... એન્જોય.."

આરવ : " યુ નો ધીસ ઈઝ વન ઓફ કસિનો..."

ઈતિ : "યસ..વી કમ હીયર ઓન્લી ફોર એન્જોય..આઈ વોન્ટ ટુ મેક એવરી મોમેન્ટ વિથ યુ વેરી સ્પેશ્યિલ.." કહીને ઈતિ આરવને લઈ ગઈ....

બંને જણાં એકબીજામાં ખોવાઈને ઝુમવા લાગ્યાં ને પછી કપલ ડાન્સમાં તો એકબીજા સાથે ખોવાઈ જ ગયાં છે...આરવ ઇતિની નાજુક નમણી કમર પર એક હાથને બીજો હાથ એનાં ખભા પર રાખીને બેય જણાં આજે પોતાની દુનિયા ભૂલીને જાણે એક અલાયદી દુનિયામાં મગ્ન થઈ ગયાં છે...લગભગ રાતનાં દસ વાગી ગયાં છે... ત્યાં જ ડાન્સને વિરામ આપીને બંનેએ સાથે ડીનર લીધું..બસ હવે બહાર નીકળવાનું જ છે ત્યાં આરવ બોલ્યો, " હવે આગળ શું કરવાનું છે મેડમ ?? "

ઈતિ : " આગે આગે દેખ હોતા હૈ ક્યાં !!..." કહીને ઈતિ આગળ કંઈ કહેવા જાય એ પહેલાં જ આરવનુ ધ્યાન ગયું કે એક વોલ પર સેમ એવું જ માસ્ક ફરી વાર દેખાયું ને એમાં બે આંખો જ જાણે ચમકી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. આરવે આજુબાજુ નજર કરી ત્યાંની એક બે ત્યાંની વ્યક્તિને પણ ઈન્કવાઈરી કરી પણ કંઈ એવું સજ્જડ કારણ ન મળ્યું.

આરવે સામે રહેલી ઈતિને પોતાની તરફ કરી દીધી ને ફટાફટ અહીંથી નીકળવા કહ્યું.

ઈતિ : " શું થયું ?? હજું મારી સરપ્રાઈઝ તો બાકી છે... તું કેમ બહાર લઈ આવ્યો મને ?? "

આરવ : " બકુ સરપ્રાઈઝ ઘરે જઈને આપજે... હું આખો તારી પાસે જ છું..પણ અત્યારે કોઈ આપણને સરપ્રાઈઝ આપી રહ્યું હોય એમ મને લાગી રહ્યું છે... ફટાફટ ચાલ કેલી હાઉસ...ને હવે કાલે ડાયરેક્ટ એરપોર્ટ...બસ ઈન્ડિયા પહોંચીએ એટલે મને હાશકારો થશે..."

ઈતિ : " ઓકે...મને તું કંઈ કહીશ ?? "

આરવે ઇતિને ટુંકમાં વાત કહી.

ઈતિ: " પણ આરૂ આપણી એ કાર ક્યાં ?? એ ડ્રાઈવરને કોલ કરી જોવું."

આરવ : " ના ઈતિ. આપણે કોઈ કોલ નથી કરવો. ના મળે તો બીજી કોઈ કારનું સેટ કરીને જતાં રહીએ. ઘરનાં સિવાય કોઈનો પણ કોલ અત્યારે ઉપાડીશ નહીં.."

બહું અંધારું થઈ ગયું છે...આરવ અને ઈતિ ફાઈનલી કેલીહાઉસ પહોંચી ગયાં ‌એ સાથે જ આરવે પહેલાં પોતાની રીતે ઘરમાં અંદર અને બહાર તપાસ કરી દીધી કે કંઈ પણ શંકાસ્પદ કંઈ છે નહીં ને...પછી બંનેએ બધું પેકિંગ કરી દીધું મોટાભાગનું ને છેલ્લે બે વાગી ગયાં છે ત્યારે બંને બેડ પર સુવાની તૈયારી કરી રહ્યાં છે.

આરવ : " ખબર નહીં કેમ જાણે આજે આંખોમાંથી ઉંઘ જ ગાયબ થઈ ગઈ છે.. પોતાનાં ઘરે જવાનું છે છતાંય અહીં આ ધરતી સાથે પણ ઘણું બધું મુકીને જવાનું છે એવું લાગે છે..."

ઈતિ : " હું તારાથી દૂર થવાનું વિચારી પણ નથી શકતી... છેલ્લા એક મહિનાથી આપણે સાથે છીએ. હું તારાં વિનાની મારી દુનિયા હવે કલ્પી જ શકું એમ નથી..કહીને ઈતિ આરવની બાહોમાં લપાઈને સુઈ ગઈ."

આરવ : " આજે આપણે એકબીજાં સાથે સાચી રીતે જોડાયાં ત્યારથી આજ સુધીની ખાટીમીઠી પળોને ફરી માણીએ.."

ઈતિ : " હમમમ...યાદ છે એ દિવસે તે મને પ્રપોઝ કર્યું ત્યારે ખરેખર મને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હતી..ને એ વખતેનો આપણો ફર્સ્ટ કપલ ડાન્સ...તે મને કરેલી પહેલી હગ.."

આરવ હસીને : " મેં એ વખતે કેટલો ભાર ઊંચક્યો હતો... વજનદાર ઇતિને ઉપાડીને ડાન્સ કરેલો."

ઈતિ : " હમમ.. સાચું કહું એ વખતે મનમાં થોડો અચકાટ જરૂર હતો કે હું આ શું કરી રહી છું. મમ્મી પપ્પાનો વિશ્વાસ તોડી રહી છું. પણ આજે એ પસંદ માટે આજે માન છે. હા કદાચ અત્યારનાં કલ્ચર અને એમાં પણ અહીં અમેરિકાનાં કલ્ચર મુજબ આપણે આપણી ભારતીય સંસ્કારોનું જરૂર ઉલ્લંઘન કર્યું છે.. છતાં પણ તારી પસંદ માટે તો મને આજે પણ જરાં પણ શંકા નથી.મારી પસંદ એકદમ પરફેક્ટ છે."

આરવ : " હમમ... હું પણ એવું જ વિચારું છું...એ દિવસે તને યાદ છે આખાં ક્લાસની વચ્ચે શું થયું હતું ?? "

ઈતિ : " લુચ્ચા તું મને હવે એ યાદ કરીને પજવી રહ્યો છે એમને?? " કહીને ઈતિ અને આરવ ફરી એ દિવસોમાં ખોવાઈને એ મીઠાં રોમાન્સને માણવા લાગ્યાં.

આરવ અને ઇતિની યાદોની સફરમાંથી કોઈ સુરાગ મળશે કે કોણ એમની ક્ષણેક્ષણની જાસુસી કરી રહ્યું છે ?? ઇતિનાં ઘરેથી એને શું સરપ્રાઈઝ મળશે ?? આરવ ઈતિનાં પરિવારને પોતાની એક આગવી છાપ ઉભી કરી શકશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ – ૧૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે