Pratibimb - 11 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 11

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૧

ઈતિ અને આરવ હજું પણ ભુતકાળના સારા નરસા સંબંધોને યાદ કરી રહ્યાં છે..બસ આજે નિદ્રારાણી જાણે એમને એકબીજા સાથે પૂરેપૂરો સમય આપે એવું ઈચ્છી રહ્યાં છે. આજે આ ઉજાગરો નથી એક પ્રેમનું પ્રતિબિંબ ઉજાગર થઈ રહ્યું છે.

ઈતિ : " કદાચ હું તારી સાથે આમ બહાર આવું મેરેજ કરીને અને તું મારી સાથે પેલાં દિવસ જેવો ઝઘડો કરે તો મારે ક્યાં જવું..."

આરવ : " એ ફેરવેલનાં ઝઘડામાં શું હતું તને હજું પણ ખબર છે ખરાં ??"

ઈતિ :" ના. તું કહે તો. ખરેખરમાં હું આ વાત ફરી ક્યારેય છેડવા નહોતી માંગતી એટલે મેં ક્યારેય પૂછ્યું નહીં પણ તને કેમ ખબર ??"

આરવ : " પ્રયાગે કોઈનાં દ્વારા તને મારો એરા સાથેનો આખો વિડીયો બતાવ્યો હતો. એ પણ એક ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ જેવાં દ્રશ્યોમાં...આથી જ તું મારાથી નારાજ થઈ ગઈ હતી ને..એ વખતે મને પ્રયાગે પોતાનાં કરતૂતો બતાવવા મને ફોન કરેલો...અમારી વચ્ચે બહું ઝઘડો થયેલો. એણે તો ચોખ્ખું કહી દીધું હતું કે આજ પછી ઈતિ તારી મોઢું પણ જોવા તૈયાર નહીં થાય..તને નફરત જ કરશે.. મેં એને પૂછ્યું એવું શું થયું છે પણ ??

એણે મને તને જે વિડીયો મોકલ્યો હતો એજ વિડીયો મોકલ્યો. એમાં મારી સાથે એરા જે આપણી ક્લાસમેટ છે એની સાથેનાં ઈન્ટીમેટ સીન હતાં. પણ મને ખબર જ હતી કે મેં ક્યારેય એરા સાથે કામ સિવાય વાત પણ નથી કરી એ તો તને પણ ખબર છે. મેં એને પૂછ્યું કે આ બધું તે કેવી રીતે અને શું કામ કરે છે ??

પ્રયાગે કહ્યું કે બસ મને ઈતિ જોઈએ છે મેં એને મારી નજીક લાવવાં ઘણાં પ્રયત્નો કર્યા પણ એ કોઈ પણ રીતે તારી વિરુદ્ધ થતી નથી...બસ આજની એડવાન્સ ટેક્નોલોજીનો મેં ઉપયોગ કર્યો છે...હવ બસ ઈતિ મારી..." કહીને એ જોરજોરથી અટ્ટહાસ્ય કરવાં લાગ્યો. મેં ફોન મૂકી દીધો... હું એકદમ નર્વસ થઈ ગયો હતો‌....ને મેં તને ફોન કર્યો પણ તે ફોન રીસીવ ન કર્યો...છેલ્લે રિસીવ કરીને એટલું જ કહ્યું કે આજ પછી મને ક્યારેય કોલ ન કરીશ...એટલે હું સમજી ગયો કે તેં એ વિડીયો જોઈ લીધો છે.

જિંદગીમાં પહેલીવાર એવું થયું કે આપણાં સંબંધ માટે હું ખરેખર મારી જાત માટે હારી ગયો હતો..ને મેં રાત્રે ફંક્શનમાં આવવાનું કેન્સલ કરીને સીધી ઈન્ડિયાની ટિકીટ કરાવી દીધી..."

ઈતિ : "પણ તું પાછો કેમ આવ્યો ?? "

આરવ : " હું હમણાં જ આવ્યો કહીને બેડમાંથી ઉભો થયો ને અડધી રાત્રે ઘરમાંથી બહાર નીકળી " હુઝ ધેર ?? " કહીને બૂમો પાડવા લાગ્યો..

આજુબાજુ ફરી જોયું પણ કંઈ જ ન દેખાયું. આરવ ફરી આવીને બેસી ગયો.

ઈતિ : " શું થયું અચાનક ?? કેમ બહાર ગયો ?? કોઈ છે તો નહીં"

આરવ :" મને લાગ્યું કે કોઈ છે એ દિવસે હું એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે આવું જ બનેલું...મને કોઈ મને ફોલો કરતો હોય એવો ભાસ થયો‌ પણ કોઈ ન હતું. ફ્લાઈટ તો મોડા હતી છતાં હું વહેલાં જઈને બેસી રહ્યો કારણ મને તો હજુયે એવું જ હતું કે તું મને કોલ કરીશ‌‌.."

ઈતિ : " મેં તો તને કોલ કર્યો નહીં તો તું અચાનક પાછો કેવી રીતે આવ્યો.."

આરવ : " હું ત્યાં બેઠો હતો ત્યાં જ ઘરેથી મમ્મીનો ફોન આવ્યો. મારી વાત કરવાની જરાં પણ ઈચ્છા નથી. છતાં મમ્મીએ વાતવાતમાં કહ્યું અચાનક કે મને કેમ એવું લાગે છે કે તને ત્યાં કોઈ ગમી ગયું છે. મને કંઈ સુઝ્યું નહીં મારાથી ડુસકુ ભરાઈ ગયું..ને કહ્યું ," હવે બધું પતી ગયું મમ્મી...એ હવે મારાં પર ભરોસો નહીં કરે..હું હારી ગયો.." મારાથી મમ્મી સામે બોલાઈ ગયું..."

ઈતિ : " મતલબ તે આન્ટીને કહી દીધું છે આપણાં વિશે એમ ને. તો તને આન્ટીએ શું કહ્યું ?? "

આરવ : " રિઅલી મોમ આર ઓલ્વેઝ ગ્રેટ. એને મને બહું પૂછ્યું નહીં પણ એટલું જ કહ્યું , "બેટા સંબંધ બાંધતાં બહું વાર લાગે છે પણ તુટતા એક પળ પણ નહીં...બસ ભરોસો હોય તો દુનિયા જીતી લેવાય. હજું પણ મોડું ના થયું હોય તો સંબંધનાં ચૂરેચૂરા થતાં બચાવી લે... કાચમાં તિરાડ પડ્યાં પછી એ ચોંટે જરૂર છે પણ ફરી પહેલાં જેવું ક્યારેય નથી થઈ શકતું એવું સંબંધમાં પણ હોય છે...બાકી બેટા તારી મરજી જિંદગી તારી છે... તારાં દરેક ફેસલામાં અમે તારી સાથે છીએ..." ને ફોન મુકાઈ ગયો. બસ પછી તો મારામાં એક તુટેલી હિંમત ફરી છતી થઈ અને હું એરપોર્ટ પરથી પાછો આવી ગયો તારી પાસે...પણ તારી સાથે શું થયું હતું ??"

ઈતિ : " મને ડેનિશે એક વિડીયો મોકલ્યો અને ફોન કરીને કહ્યું કે આ આરવનો વિડીયો જો...તને વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે‌. તને દુઃખ થશે પણ તું મારી એક સારી ફ્રેન્ડ છે એટલે મને થયું તને સત્યની તો ખબર પડવી જોઈએ. આ મને મારાં એક ફ્રેન્ડ એ મોકલ્યો છે મને થયું બીજાં લોકો જોવે ને ફોરવર્ડ કરે એ પહેલાં તને કહી દઉં...

મેં ફટાફટ વિડીયો ખોલીને જોયો. સાચું કહું તો મને બહું દુઃખ થયું હતું એ વખતે. હું ખરેખર રડમસ બની ગઈ હતી. પણ ખબર છે જેને આપણે સાવ બુદ્ધુ સમજીને નિગ્લેટ કરતાં હતાં એણે આપણો સંબંધ બચાવી લીધો."

આરવ : " કોણ ?? "

ઈતિ : " માયરા..." હું ત્યારે ઉદાસ બનીને બેઠી હતી. એ મારી પાસે આવી હતી. એણે ક્હ્યું, " આઈતિ ?? ક્યાં હુઆ ?? "એ વખતે મારી સ્થિતિ બહું જ ખરાબ હતી. મારાં હાથમાં એ વિડીયો એમ જ મોબાઈલમાં પોઝ કરેલો હતો. ભૂલથી મારો હાથ અડી ગયો ને વિડીયો ચાલું થઈ ગયો. માયરાએ એ વિડીયો જોતાં જ બોલી, " યે આરવ હૈ ના પર સાથ મેં કોન હે ?? ". મેં કંઈ જવાબ ન આપ્યો તો એણે લઈ લીધો. એણે આખો વિડીયો જોયો ને કહ્યું, " આઈતિ, તું ઈસકી વજસે રો રહી હે ?? "

મેં ફક્ત હકારમાં માથું ધુણાવ્યું. એણે કહ્યું," તું આરવ સે ડાયરેક્ટ બાત કરના, યે ક્યા હૈ ?? તુજે લગતા હે આરવ તુજે ચીટ કર શકતા હે ?? "

મેં ના કહી તો એણે ફરી મારો ફોન હાથમાં લીધોને બે ત્રણ વાર વિડીયો જોયો‌. પછી કંઈ થોડી ગડમથલ કરીને એક એપ ડાઉનલોડ કરી અને મને બતાવ્યું કે આ એપથી કોઈનો પણ ચહેરો બદલી શકાય છે..એ રીતે કે કોઈને જરાં પણ ખબર ન પડે. મેં ફરી એ વિડીયો જોયો. મને અમૂક વસ્તુ ધારીને જોતાં લાગ્યું કે આમાં એડિટીગ છે...પછી મેં તને ફોન કર્યા પણ તે રિસીવ ન કર્યાં. એ દિવસનો તો આપણો ડાન્સ તો કદાચ હવે પોસિબલ જ નથી એવું મેં વિચારી લીધું...ને હું તારી રાહ જોતી ફંક્શન અટેન્ડ કરવાં આવી ગઈ‌. પણ તને આ વાતની ખબર હશે એનો તો મને અંદાજ પણ નહોતો.

આરવ : " કદાચ..ભગવાને આપણાં માટે મસીહા બનાવીને મારી મોમ અને માયરાને મોકલ્યાં હશે કદાચ..."

ઈતિ : " સારૂં થયું મોડે મોડે પણ આજે બધું સરખું થઈ ગયું.."

આરવ : " જો હું તને મેરેજ પહેલાં ફિઝીકલ રિલેશન માટે કહું તો ?? "

ઈતિ : " તું મારી એક્ઝામ લે છે કે પોતાની ?? "

આરવ : " ખબર નહીં..." કહીને આરવે પોતાનાં બે હોઠોને ઇતિનાં કોમળ અધરો પર રાખી દીધાં...બે જણાં એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં... બંનેનાં શ્વાસોશ્વાસ જાણે એકબીજાને અથડાઈ રહ્યાં છે. ઘબકારા જાણે બમણી ગતિએ ચાલી રહ્યાં છે. ઘણીવાર આવો મોકો મળ્યો હતો પણ બંનેનાં સંયમે આજ સુધી એક મર્યાદાની રેખાને પાર નહોતી કરી. પણ કદાચ આજે બંને પોતાની જાતને આગળ વધતાં નથી રોકી રહ્યાં. ને આપમેળે જ જાણે એકબીજામાં ખોવાઈ રહ્યાં છે ને આજે સાચી રીતે બંને તનમનથી એક થઈ ગયાં !!

*******

સવાર પડતાં જ ઇતિની આંખ ખૂલી તો સહેજ તડકો રૂમની અંદર પ્રવેશી રહ્યો છે...આરવ હજું પણ ઇતિને વીંટળાઈને સુતેલો છે‌. ઇતિએ જોયું તો સવારનાં આઠ વાગી ગયાં છે. એણે ધીમેથી આરવનો હાથ ખસેડ્યો ને એ ઉભી થઈ ને એ કિચન કમ નાનાં રૂમ તરફ ગઈ. ત્યાં પહોંચતાં જ એને એ માસ્ક ફરી દેખાયું..ને આગળ પડેલી એક ચીટ દેખાઈ.

ઇતિએ બૂમ પાડી , " આરવ...આરવ... જલ્દી આવ અહીં."

આરવ ઇતિની બુમો સાંભળી આંખો ચોળતો ફટાફટ ઉભો થયો ને આવીને માસ્કને જોયું. આગળ પડેલી ચીટ ઉપાડી ને હાથમાં લઈને ખોલી. ચીટમાં એક લાલ રક્ત જેવાં કલરથી લખેલું છે, " તુમ દોનો જુદાં હો જાઓ...વહી મેરી આખરી ખ્વાઈશ હે...વરના અંજામ અચ્છા નહીં હોગા..."

ઈતિ ગભરાઈને બોલી તો આ જે પણ છે એ એવું ઈચ્છે છે કે આપણે સાથે ન રહીએ...મતલબ એ તને તો કંઈ નહીં કરે ને ?? "

આરવ : " તું ભગવાનજી પર છોડી દે બધું. બસ હવે આજે તો સાંજે તો પ્લેનમાં બેસીએ ને ઘરે પહોંચીએ એટલે બસ મને શાંતિ..જે કોઈ પણ હશે એ કંઈ ઈન્ડિયા થોડો આવવાનો છે ?? "

બોલી તો ગયો પછી મનમાં વિચારવા લાગ્યો કે માણસ હશે કે બીજું કોઈ એ પણ મને ક્યાં ખબર છે ?? માણસને જવાં આવવાં બંધન હોય બીજાં કોઈને થોડું...પણ આ શું એકવીસમી સદીમાં એવું બધું થોડું હોય કંઈ જવાં દે...ખોટાં વિચારો કરી રહ્યો છું.

ઈતિ : " આરૂ ક્યાં ખોવાઈ ગયો ?? હવે શું કરવું મને તો ચિંતા થાય છે કંઈ પણ થાય આપણે અલગ નહીં થઈએ..."

આરવ : " કંઈ પણ થાય હું જીવું છું ત્યાં સુધી કોઈ આપણને બંનેને અલગ નહીં કરી શકીએ. ચાલ ફટાફટ રેડી થઈ જઈએ. આપણે સામાન પેક કરીને બપોર સુધીમાં કેલીહાઉસ ખાલી કરીને એનાં ઓનરને બધું હેન્ડોવર કરીને નીકળી જઈએ."

ઈતિ : " પણ ફ્લાઈટ રાત્રે છે તો સાંજે નીકળશુને બપોરે નીકળીને શું કરીશું આપણે ?? "

આરવ : " પ્લીઝ બકા અત્યારે તું મને પૂછ નહીં એવું હું શું કામ કહી રહ્યો છું. આપણે સામાન પેક કરીને ઓનરનાં હાઉસ પર જઈને એમને બધું પતાવી દઈએ. ને પછી તરત નીકળી જઈશું.."

ઈતિ સમજી ગઈ એટલે કંઈ પણ પૂછ્યાં વિના તૈયાર થઈ ગઈને બંને પછી થોડું બહાર બ્રેકફાસ્ટ લઈને સીધાં જ ઓનરનાં હાઉસ પર પહોંચ્યા. એક આધેડ વયની એક સ્ત્રી એક બ્લેક કોટન પેન્ટ અને વાઈટ શર્ટમાં આવીને ડોર ખોલ્યો. ફોન કરીને આવ્યાં હોવાથી એમણે અંદર આવવાં કહ્યું. બેસીને થોડી વાતચીત કરી. પછી એમણે ટી ની ઓફર કરી અને અંદર ગયાં.

ઈતિ ધીમેથી બોલી, "આમનો ચહેરો અને ઈંગ્લીશ બોલવાનો ટોન ઈન્ડિયન જેવો નથી લાગી રહ્યો?? "

આરવ : " હમમમ.. મેં પણ એવું જ વિચાર્યું કે આમને ક્યાંક જોયેલાં હોય એવું કેમ મને લાગી રહ્યું છે..."

ત્યાં જ બંને હાઉસમાં આજુબાજુ જોવાં લાગ્યાં કે કંઈ ખબર પડે ત્યાં જ ખૂણામાં એક ફોટો લગાડેલો દેખાયો ને એ જોતાં બંનેની આંખો પહોળી થઈ ગઈ...

કોણ હશે એ કેલીહાઉસનું ઓનર ?? આરવ અને ઈતિ એ ફોટો જોઈને કેમ સ્તબ્ધ થઈ ગયાં હશે ?? ફાઈનલી ઈતિ અને આરવ ઈન્ડિયા શાંતિથી પહોંચી શકશે ?? ઈતિનાં ઘરેથી શું સરપ્રાઈઝ મળશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૧૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED