sikret jindgi - 20 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૨૦)



ઈશ્વર સત્ય છે!!!


અલિશા એ એક મહિના પછી એક સરસ મજાની પુત્રીને જન્મ આપ્યો,અલિશાને આનંદનો પાર ન હતો,અલિશા આજ ખુશ હતી.અલિશાને ઈશ્વરે પુત્રી આપી.બે દિવસ પછી અલિશા તેની પુત્રીને લઇ હોસ્પીટલથી ઘરે આવી,અલિશાને થયું હું મારી દીકરીનુ નામ શું રાખીશ?અલિશાના મનમાં પહેલું જ નામ આવ્યું "ડેનસી"અલિશા એ ડેનીનના નામ પરથી ડેનસી નામ રાખ્યું,ડેનસી ધીમે ધીમે હવે મોટી થઇ રહી હતી,

અલિશા ને બિઝનેસ ફરી શરુ કરવાનો હતો,ડેનસી પણ એક વર્ષની થઇ ગઇ હતી,અલિશા એ ફરીવાર ટીફીન સેવા શરુ કરી અને સાથે ડેનસીની પણ સભાળ રાખી રહી હતી.અલિશા એ ઘરે જ ટીફીન સેવા શરુ કરી! આજ ફરી વાર ટીફીન સેવા શરું કરી હતી.

આ પહેલા પણ અલિશા એ ઘણી વાર ટીફીન સેવા બંધ કરી હતી.અલિશાના પગનું ઇન્ફેકશન થયું ત્યારે અને ડેનીનના અકસ્માતમાં મૃત્યુ પછી,અલિશા એ આ ત્રીજી વાર ટીફીન સેવા શરું કરી હતી,

કોઇ પણ કામ હોય માણસને હિંમત ન હારવી જોયે,માણસે જીવનમાં ક્યારેય હારવું ન જોઇએ કોઇ પણ અવસ્થામાં,અલિશા જાણતી હતી કે મારુ ભલે કોય દુનિયામાં ન હોય પણ હું એક ઈશ્વરની પુત્રી છું.ઈશ્વર મને નારાજ કરશે પણ એ સારા માટે હશે.


અલિશા અને ડેનસી બંને ઘરની અંદર આજ રમી રહ્યા હતા.અલિશા ઘરની અંદર ડેનસીને રમતી જોઇને બધુ જ ભૃલી જતી અને તેની સાથે રમવા લાગતી હતી.અલિશા આજ ફરી વાર ઈશ્વરનો આભાર માની રહી હતી.

હે ઈશ્વર.....!! મને માફ કરજે..!!!મેં તારા પર ઘણા આરોપ લગાવ્યાં પણ " તું જ કરતાં હરતા છે.
તું જ પરમકલ્યાણ કારી છે,હું ભુલી ગઇ હતી.મને માફ કરજે.અલિશાને આજ પહેલી વાર કોઇ અંદરથી કઇ રહ્યું હતું.

અલિશા તું મારી પુત્રી છો,હું તને આનંદમાં કેમ ન રાખી શંકુ?તું જાણતી નથી હું તારા પર એટલો ખુશ છુંતું જે કાયઁ કરીશ તેના પર તું સફળતા હાંસલ કરીશ.તારું કામ મને ગમે તેવું છે.તું લોકો માટે કામ કરે છે.હું તારી સાથે છું.તુ જ મારી પુત્રી છે.




ડેનસી હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી.અલિશાની ટીફીન સેવા ફરી ધમધમવા લાગી હતી,અલિશા કોઇબીજાને આપેલ હોટલ ફરી ખરીદી લીધી,તે ફરી વાર ગરીબોને દાન આપવા લાગી હતી,અલિશા એ ઈશ્વરનો આભાર માન્યો તે કહેતી:

હું મારા જીવનમાં હારી નથી અને હારી પણ નહી શકુ !!


અલિશા જાણતી હતી કે ઈશ્વર મારી સાથે છે.અલિશાની ઉંમર પણ હવે વધતી જતી હતી.
અલિશા ડેનસીને પણ ઘરે જ ભણાવી આગળ લાવવા માંગતી હતી.ડેનસી ૫ વર્ષની થઇ સુકી હતી,અલિશા જાણતી હતા કે ડેનસીનું મારે ઘડતર જ કરવાનું છે.એ પછી તે તેને મનગમતી વસ્તુ કરી શકે છે.

અલિશા એ નક્કી કર્યુઁ મારી માતા એ મને ભણાવવી તેમજ હું ડેનસીને ભણાવીશ,અલિશા તેની માતા ની જેમ જ ડેનસીને ભણાવવા લાગી હતી,તેણે ડેનસી ને કહ્યું ,ડેનસી તુ જાણે છે તું કોણ છે?

“માં”હું તારી પુત્રી ડેનસી!!

"ના "ડેનસી તું મારી પુત્રી નથી!!તું ઈશ્વરની પુત્રી છો!!મારું કામ તો તારુ ઘડતર કરવાનું હતું,મે તારી સાથે મારા સુખના દિવસ ઘણા જોયા.હવે તું તારા જીવનમાં તને ગમતું કામ કર અને આગળ વધ.તું જે કાયઁ કરીશ,તે ઈશ્વરને ગમે તેવું હોવું જોઇએ,અને લોકોના કલ્યાણ માટે હોવું જોઇએ.

હા, માં

તું તારી અંદર રહેલી શક્તિને બહાર લાવ.ઈશ્વર દરેકના શરીરમાં તેને મનગમતી વસ્તુંનો ઉત્સાહનો ભંડાર ભરેલો હોય છે,તેને તું બાહર લાવ.ડેનસી જયા સુધી તારા શરીરમા આત્મા છે .ત્યાં સુધી ગરીબો માટે તું કામ કરજે.ડેનસી તું તારા જીવનમાં યાદ રાખજે તું એક ઈશ્વરની પુત્રી છો.તું જે ધારે તે તું તારા જીવનમાં કરી શકે છો.

હા" માં...




રાત્રીનો ઘણો સમય થઇ ગયો હતો.ડેનસીને તેની રુમમાં સુવરાવી,અલિશાએ રાત્રે તેના રૂમ પર ગઇ.અલિશા એ રુમની લાઇટ બંધ કરી પથારી પર જઇ આંખ બંધ કરી.થોડી જ વારમાં રૂમમાં અજવાળું અજવાળું થઇ ગયું અલિશા ડરી ગઇ.પથારી માથીં ઊભી થય ગઇ કોણ છે?અલિશા હું ઈશ્વર?તને લેવા માટે આવ્યો છું.પણ,મારે હજી જીવું છે,મારે એક દીકરી છે,મારી દીકરીનું શું થશે?

ના" તારું આ પૃથ્વી પરનું જીવન હવે સમાપ્ત થયું છે.ઈશ્વર હું મુત્યુ પહેલા મારી દીકરીને એકવાર મળવા માંગું છું..હવે તારી પાસે એક ક્ષણનો પણ સમય નથી.તારા મૃત્યનો સમય થઇ ચુકયો છે.
તું નહી મળી શકે અલિશા?તે જ ક્ષણે અલિશાની આંખ બંધ થઈ અને અલિશા ઈશ્વર સાથે ચાલી ગઇ.

ડેનસી સવાર પડતા જ તેની માં ના રૂમમાં આવી તેનીમાંને કહી રહી હતી "મા "ઊઠ..!!માં તું કઇક બોલ?અલિશા આજ સુમસાન હતી.

અલિશાને ડેનસી આજ કહી રહી હતી "માં" હું તારી વાત જીવન ભર યાદ રાખીશ.તે કહેલ શબ્દ શબ્દ એ હું મારું જીવન જીવીશ.અલિશા માટી માંથી જન્મી આજ ફરી માટીમાં પથરાય ગઇ હતી.

"મોત અને હયાતી વિષે મને શું પુછો છો?
સૂયઁનો તડકો એક બારીમાંથી આવ્યો અને
નીકળી ગયો.".............................................ઉપનીષદ..


ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED