sikret jindgi - 18 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૮)તે થોડીવારમાં ત્યાં જ બે ભાન થય ગઇ,લોકો એ અલિશાને હોસ્પીટલ પહોંચાડી.તે એક દિવસ સુધી બેભાન રહી,જાગતા જ બોલી "ડેનીન તુ મને છોડીને નહી જઇ શકે,તું કયાં છે,ડેનીન !!!
થોડીજ વારમાં અલિશાનાં બેડ પાસે ડોકટર આવી ગયા,અલિશાને ખબર પડી કે ડેનીનનુ સાચે મૃત્યુ થયું છે,


તે ભાંગી પડી,બીજા જ દિવસે ડેનીનનૉ અગ્નિસંસ્કાર કરયૉ,ડેનીનને બીજું કોઇ જાણતું ન હતું.અલિશા એક જ જાણતી હતી,ડોકટર કહ્યા મુજબ અલિશા ફરીવાર હોસ્પીટલમાં એડમીટ થઇ,તે કંઇ સમજાતુ ન હતું તે શું કરે?ડોકટરના રીઁપોટ મુજબ અલિશાના પેટમાં બાળક સહી સલામત હતું

બાળક સહી સલામત છે તે જાણી અલિશાને ખુશ થવું કે દુ:ખી થવું તે નક્કી કરી શકતી ન હતી.


તેના જીવનમાં આજ પહેલી વાર હારી ગઇ હતી,ડેનીનના મૃત્યુ પછી અલિશા પાંચ દિવસ પછી તેના ઘરે આવી ,પણ, તેને ડેનીની યાદ સતાવતી હતી.અલિશા ઈશ્વરની મુર્તિ સામે મોટે મોટેથી રડી રહી હતી,હૈં ઈશ્વર...!!તે મારી પાસેથી સૌપ્રથમ મારા માતા-પિતા છીનવી લીધા મેં તને કઇ પણ કીધું નહી,મારા પર બળાત્કાર થયો.તો પણ મે સહન કરી લીધું.મારા પગ ગયા તે પણ મે સહન કરી લીધું.

આખી દુનિયામાં માત્ર એક માણસ મને પ્રેમ કરી રહ્યો હતો તેની ઈશ્વર તારે શું જરૂર પડી,
તેને પણ તે મારી પાસેથી છીનવી લીધો,હું ધિક્કારું છું તને ઈશ્વર.અલિશા રડી રહી હતી.
તે કહ્યું એમ મે મારી જિંદગી જીવી ,તે કહ્યું કે તું ગરીબની સેવા કર.હું તારી મદદ કરીશ,
મે ગરીબની સેવા કરી પણ તેની સજા તે આ આપી તું ખરેખર ઈશ્વર નથી....!!!!!


જો તું ઈશ્વર હો તો તું આવું ન કરી શકે,હું તને ઈશ્વર માનવા તૈયાર નથી,અલિશા ધુસકે ધુસકે રડી પડી,હવે તેની બાજુમાં પણ તેને કોય આશવાસન આપવા માટે હતું નહી,જો હોય તો એક હતું ,અલિશાના પેટમાં રહેલ બાળક.તે બાળક તે અલિશાને કહી રહ્યું હતું માં તું રડમાં અલિશાના પેટમાં રહેલ બાળક પણ આલિશાને આશવાસન આપી રહ્યું હતું.પણ તે આજ હાર માની ગઇ હતી તેને શું કરવું કઇ સમજાતું ન હતુ ,


તેને ઈશ્વર પર ભરોસો તુટી ગયો હતો,અલિશા ઈશ્વરને કહેવા લાગી ,હું મારી હોટલ ટીફીન સેવા,કોય સ્ત્રી માટેની મારી સેવા આજથી બંધ કરું છું.કેમકે ઈશ્વર તું છે જ નહી તો હું શા માટે કોયની સેવા કરું અને તને ખુશ કરું.

અલિશા ડેનીનને ગયા પછી તે મનથી હારી ગઇ હતી,તે વધુ દુ:ખી તો એ હતી કે ,પેટમાં રહેલ બાળકને જોવા તેના પિતા તલપાપડ હતા અને ઈશ્વર તેને મોં પણ જોવા ન દીધું
અલિશા એ માત્ર એક મહિનાની અંદર તેની બધી જ મિલકત વહેંચી દીધી પોતાનું એક મકાન ફક્ત રાખ્યું.આવેશમાં આવી બધા જ પૈસાને તેણે દીવાસળી મુકી દીધી,અલિશાએ ઈશ્વરને કહ્યું.

હે ઈશ્વર..!! કોઇ ગરીબને કઇ આપવાથી ફાયદો ન થતો હોય તો આ પૈસા રાખી મારે ચિંતા કરવાની શું જરૂર છે?માટે મેં જે નિણઁય લીધો તે યોગ્ય છે,અલિશા જિંદગીમા હારી ગઇ હતી તે કઇ પણ કરવા હવે માંગતી ન હતી,ઈશ્વરને ધિક્કારતી હતી!!!

તેણે બે મહિનાથી ઘરની બાહર પણ પગ મૃકાયો ન હતો,અલિશા દરરોજ ઈશ્વરને કહી રહી હતી.ઈશ્વર તારે જે પીડા આપવી હોય ત મને આપી શકે છો.હું સહન કરવા તૈયાર છું.તું આમ પણ મને ખુશ રહેવા દેવાનો નથી, જે મારી પાસે થોડીક ખુશી હતી તે પણ તે છીનવી લીધી,હવે સહન કરવા સિવાય મારી જિંદગીમાં કઇ નથી.


અલિશા ને ડેનીનના મૃત્યુનો એટલો આઘાત લાગ્યો હતો કે તે શું કરી રહી છે.
અત્યારે તેનું પણ તેને ભાન હતું નહી.અલિશાને આઠમો મહિના જઇ રહ્યો હતો.અલિશા આજ સવારમાં પહેલી વાર બહાર નીકળી ગાડઁનમા ગઇ.તે થોડીવાર ગાડઁન માં આંખ બંધ કરી બેઠી,અલિશા તેની "મા"ને યાદ કરી રડવા લાગી,અલિશાની "માં" અલિશાને કંઇક કહી રહી હતી .

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.મો-8140732001(whtup

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED