સિક્રેટ જિંદગી - (ભાગ-૧૬) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૬)



રોયપીન આ દુનિયામાં કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તારે તારા જીવનનો અર્થ શોધવા તારે જ પ્રયત્ન કરવો પડશે.

તને ખબર છે કે આ મારી મનગમતી વસ્તું છે.આ વસ્તુના પ્રયત્નથી હું નિષ્ફળ જશ.તો પણ તારે પ્રયાસ કરવો જોઈએ એવું પણ બને એક દિવસ તો તેની પર સફળ પણ થા.અને તારી અંદર જે અશાંતિ છે.તે આનંદમાં પરવર્તી થઈ જાય.

તને ખબર છે રાયપીન તારા જીવનનો અર્થ શું છે?

મને તો અલિશા એવું જ લાગે છે કે આ જીવનનો કોઈ અર્થ જ નથી.

તને એવું ક્યારેય સવાલ નથી થતો કે હું આ પૃથ્વી પર શા માટે હું આવ્યો છું,તને માણસની બદલે ઈશ્વરે ચકલી અને કબૂતર બનાવી દીધો હોત તો.ઈશ્વરે તને કોઈ પશુ બનાવી દીધો હોત.તો શું થાત તું જાણે છો?

ઈશ્વર તને મનુષ્યનો જન્મ આપ્યો છે.કોઈને કોઈ કારણથી જ આપ્યો છે.જીવનમાં દુઃખ પીડા તો આવવાની જ.તારી પાસે તો બે પગ છે.મારી પાસે તો એ બે પગ પણ નથી.તો પણ હું ઈશ્વરનો આભાર માની રહી છું.

જો તું આ રીતે જ વિચાર કરીશ તો તારા જીવનમાં તું નાસીપાસ થઈ જશે બધી જગ્યા પર તને નિરાશા જ જોવા મળશે.તું કહે છો કે તારી પાસે કોઈ જાદુઇ શક્તિ છે.તેનાથી તું તારા જીવનમાં હમેશાં ખુશ રહે છો.નહીં મારી પાસે કોઈ જાદુ શક્તિ નથી કે કોઈ જાદુઈ ચડી નથી.

તું જાણતો નથી રોયપીન તારી ભૌતિક તાકાત ઉપર એક ગુપ્ત શક્તિ છે.તેને તું જાણવાનો પ્રયત્ન કર.

પણ,અલીશા એ ગુપ્ત શક્તિને મારે કેવી રીતે જાણવી?

તારા જીવનમાં કોઈપણ આફત આવે તેની સામે લડ. હારીને બેસી ન જા તેની સામે લડવાનો પ્રયત્ન કર.એક ખૂણામાં બેસીને તું ક્યાં સુધી લડીશ.

તું તારી પથારીમાં સવારમાં ઉઠીને બોલ કે આવ આફત મારી પાસે તું મારું કંઈ બગાડી નહિ શકે.તું મને જેટલી આફતમાં મુકીશ.તેટલી જ વાર એ આફતમાંથી હું બહાર નીકળીશ.આવી જા મેદાનમાં હું પણ તને જોઈ લઈશ.

રોઇપીન કોઈપણ કાર્યમાં સંકટથી દૂર ભાગવા નહીં પણ તેની સાથે સામનો કરવામાં જ તમારા શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે,તમારા શરીરમાં પ્રકાશનું અજવાળું થાય છે.



શાયર મીર કહે છે કે,

મત સહલ હમેં જાનો,
ફીરતા હૈ ફલક બરસો સે,
તબ ખાક કે પરદે સે ઇન્સાન નીકલતા હૈ.

રોયપીન મન એક વિશાળકાય સમુદ્ર જેવું છે તેમાં બધી જ નદીઓનો સમન્વય થાય છે.તેમ મનમાં પણ સારા નરસા બધાજ વિચારોનું આદાન-પ્રદાન રહેતું હોય છે.માટે સમુદ્રનું જળ અશુદ્ધિને દૂર કરી શુદ્ધ જળ પ્રદાન કરે છે.તેમ રોયપીન આપણે પણ મનમાંથી હંમેશાં નરસા વિચારોને દૂર કરી સારા વિચારોને સ્થાન આપવું જોઇએ.

અલીશા હું તારી આ વાતથી પ્રભાવિત થયો છું.મારી યાત્રા હું અહીં જ પૂર્ણ કરું છું.મારું જીવન જે અધૂરું કાર્ય છે.તે હું પૂર્ણ કરવા માંગુ છું.મારું જે સપનું છે તે કોઈપણ પરિસ્થિતિ આવે તેની સામે લડીને હું પૂર્ણ કરીશ.હારીને બેસી નહિ જાવ કેમકે હું મારું પાછળનું જીવન શાંતિપૂર્ણ જીવવા માંગુ છું.



અલિશા ભારત દેશને માણવા માંગતી હતી અલિશા ને આજ તેનુ સ્વપન સાકાર થયું હતું .અત્યાર સુધીમાં ભારતની બધી જ જગ્યાએ પ્રવાસ કર્યૉ રોયપીન આપણે.પણ' તુ એક વાત રોયપીન નહી જાણતો હશ,તે જન્મ લીધો છે એ પૃથ્વી સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે કદાસ રોયપીન કેમકે બધીજ જગ્યા પર ઈશ્વર પગલા છે અને ઈશ્વરના મંદિર છે.ભારત દેશ એક આધ્યાત્મિક દેશ છે,લોકો તેને યુગો યુગો સુધી યાદ રાખશે.

હા, અલિશા.


આપણી આ મુલાકાત મને જીવન ભર યાદ રહેશે મને.હા,રોયપીન મને પણ ફરી કયારેક જરૂર મળીશું.અલિશાએ તેના ઘર તરફનો રસ્તો પસંદ કર્યૉ,અલિશા એક વર્ષ પછી ઘરે આવી આજ ડેનીન પણ ખુશ થયો.અલિશા ઘર આવતા જ ડેનીનને પૂછવા લાગી ટીફીન ગરીબોને મફતમા જાય છે ડેનીન.હા,અલિશા.તે ડેનીનને ભેટી પડી.


અલિશા તું મને કે તે એક વષઁમા ભારત દેશની ભુમી પર શું જોયું ?ડેનીન તુ કદાસ કલ્પી નહી શકે તેવી સુંદરતા જોય મેં,ડેનીન માણસ દુનિયામાં આવે છે પણ તેને ખબર જ નથી હોતી કે હું શા માટે અહીં આવ્યો છુ.હું શું કરવા માંગું છુ?ડેનીન હું જયા ગઇ ત્યાં બધી જ જગ્યા પર મને ઈશ્વરની અનુભૂતિ થઇ.ઈશ્વર મને કહી રહ્યો હતો ડેનીન કે.

તારામાં પ્રકૃતિને બદલવાની પણ તાકાત છે.તુ દુનિયા પણ બદલી શકે છો.જેમ ઝરણાના પાણીનો પ્રવાહ એક જગ્યાથી બીજી જગ્યા પર જાય છે અને તે ઝરણાનો પ્રવાહ અટકતો નથી.તેવું જ આત્માનું છે.આત્મા અનંત છે..તે ક્યારેય મરતો નથી ડેનીન..

જેમ તું તારા શરીર પરના કપડા ઉતારી બીજા કપડા ધારણ કરે છો તેમ જ આત્મા એક શરીરને છોડી બીજા શરીરમાં જન્મ લે છે.તું તારા કામ માટે લડ.ઈશ્વર આપેલ શકિત અનંત છે.મારા પગ નથી ડેનીન તો પણ મે ભારત દેશની ભુમી જોઇ.હું જ્યારે થાક અનુંભવતી ત્યારે હુ ઈશ્વરને કહેતી ,
હૈ ઈશ્વર હું તારી પુત્રી છું ,હું તારુ કામ કરી રહી છુ ,તે બનાવેલ પ્રાકુતિક સૌંદર્યને હું માણી રહી છું.
તું મને થાકવા નહી દે ઈશ્વર હું ભારત દેશની ભૂમિ જોવા માંગું છુ.ઈશ્વર મને કહી રહ્યો હતો,તુ કરી શકે છો અલિશા તારા જીવનમાં તારે જે કરવુ હોય તે તું કરી શકે છો.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)