અલિશા ડેનીનને ગળે વળગી પડી.આઇ લવ યુ ડેનીન.અલિશા અને ડેનીન આજ ખુશ હતા.ડેનીન તારે તારા માતા -પિતાને મળવું જોઇએ.અલિશા મારા માતા -પિતા મને નાનપણમાં મુકી ચાલ્યા ગયા છે ઈશ્વર પાસે.અલિશા તું ને ઈશ્વર બીજુ કોઇ મને આ દુનિયામા ઓળખતું નથી.હું એ પણ જાણું છુ કે તારા માતા-પિતા આ દુનિયામા નથી.
હા" ડેનીન !આપણે આમ પણ ઘણાં સમયથી સાથે છીયે.ડેનીન હું તને એ કેહવા માંગું છુ કે આપણે જુદી જુદી જગ્યા રૂમ રાખી એ ન પોહચાય.તું શું કહેવા માંગે છો અલિશા?આપણે બનેને રેહવા માટે કોઈ સારુ ઘર શોધી લેવું જોઇએ..
લગ્ન ?મને નથી લાગતું ડેનીન ઈશ્વર સિવાય બીજું કોઇ આપણા લગ્ન જુએ.આપણે બન્ને એ આજ અને અત્યારે જ સાથે રહેવાનો નિણઁય લેવો જોઇએ.
હા" અલિશા એ તારો નિણઁય યોગ્ય છે.લગ્નનો ખચઁ કોઇ ગરીબને આપણે દાન કરીશું.મુંબઇમા જેટલી ઝૃપડપટી છે તે બધીજ જગ્યા એ એક મહિના સુધી ટીફીન મફત જશે.
પણ " પૈસા ડેનીન?ભુલી ગઇ આજ અલિશા..!!તુ જ કહેતી હતી કે આપણે ઈશ્વરના સંતાન છીએ.હા" ડેનીન ,અલિશાની આંખમાં આજ ઘણા સમય પછી આંસુ હતા.આજ એ આંસુ દુ:ખના ન હતા.કેટલી નવાઇની વાત છે માણસ -માણસને બદલી નાંખે છે.થોડા જ દીવસો પહેલા જે માણસ ઈશ્વર પર ભરોસો નોહતો કરતો તે જ માણસ આજ ઈશ્વર પર ભરોસાની વાત કરી રહ્યો હતો.અલિશા અને ડેનીન એ એક સરસ મજાનું ઘર રાખયું.તે ઘરમાં જ રહેવાનું નક્કી કર્યૂઁ.
અલિશા અને ડેનીને એક મહિના સુધી ઝુપડપટીમાં મફતમા ભોજન આપું.અલિશા અને ડેનીન તેનું વચન પૂરુ કયુ.
અલિશાને ઘણા દિવસ પછી આજ રાત્રી એ નિંદર નોંતી આાવી રહી.તેને કોઇ કહી રહ્યું હતું.તું જે કામ કરે છો તેનાથી હું ખુશ છું પણ તું જાણે છે.દેશમાં હજી એવા હજારો લોકો છે તેને દિવસમાં એકવાર પણ ખાવાનું ભોજન મળતું નથી.તો હું શું એ બધા માટે કામ કરું ,
હાં" અલિશા તું એ બધા માટે કામ કર.તું મારી પુત્રી છો..!!!!હું તને કઇં નહી થવા દવ?
હું તારી સાથે છું અલિશા.ઈશ્વરનો અવાજ બંધ થતા જ તે ઝબકીને જાગી ગઇ..
અલિશા એ ડેનીનને સ્વપ્નની વાત કહી,તો આપણે શું કરી શકીએ.અલિશા?આપણે બીજી પાંચ હોટલ બનાવીશું.અલિશા તું ભાનમાં છો ને?ગાંડી નથી થઇ ગઇ ને?ના ડેનીન...!!! હું ગાંડી નથી થય ગઇ પણ ઈશ્વર મને ગાંડી બનાવી દીધી છે.
ઈશ્વરમાં શ્રધ્ધા અને વિશ્વાસ હશે તો ગમે તેવું કામ હોય તે પુણઁ થય જાય ડેનીન.
કોઇ માનવી ઈશ્વરના દર્શને જાયતો સુ:ખ માંગે છે.માનવીને પોતાના સુ:ખમા શ્રધ્ધા નથી..
કેટલી નવાઇની વાત છે.મંદિરે જઇને ઈશ્વરને એ પ્રાર્થના કરવી જોઇએ કે હુ જે કામ કરુ તેમા ઈશ્વર તુ મારો સાથ આપજે..અને તે કામમાં મારાથી કંઇ ભુલ થાયતો મને માફ કરજે.જો તમે ઈશ્વર પાસે મંદિરમાં ભીખ માંગશો તો તમારામા અને મંદિરની બાહર ઉભેલ ભિખારીમાં શું ફરક રહેશે?
મારી વાત સમજી શકે છો ડેનીન તુ?
હા ,અલિશા !!
પણ અલિશા મને એ નથી સમજાતું એક માણસ મહેનત કરી આગળ વધે અને એક માણસ મેહનત કરતો જ નથી.બંને ઈશ્વરના સંતાન જ છે ને?
ડેનીન જે માણસ મહેનત કરે છે તેને ઈશ્વરમા સંપુણઁ શ્રધ્ધા હોય છે અને તે પોતાનું ગમતું કામ શોધી તેના જીવનમાં આગળ વધે છે ,પણ જે માણસને ઈશ્વરમા શ્રધ્ધા જ નથી.ઈશ્વર કોણ છે?હું કોણ છું ? હું કયાથી આવ્યૉ છૂં ?તે જાણતો જ નથી કે મે પૃથ્વી પર શા માટે જન્મ લીધો છે?અને હું શું કરી રહ્યો છુ?.તે કમઁ નહી કરી શકે.તેની સાથ ઈશ્વર ક્યારેય નહી હૉય..
પણ જે માણસ કહે કે કે હું ઈશ્વરનું સંતાન છું.મારો ધમઁ એ જ છે કે હું મારા જીવનમા કમઁ કરી લોકોની સેવા કરું.માનવી એ જાણવું જોયે કે ઈશ્વર આપણને કુદરતની એક અનોખી ભેટ આપી છે ,જંગલો ,પર્વતો ,ફળ ,ફુલ તે સુંદર છે.એ જંગલોની સુગંધ માનવીએ માણવી જોઇએ.ત્યારે જ માનવીને ઈશ્વરનો એહસાસ થશે.
કોઇ વ્યક્તિના હાથમાં નથી કે તે ક્યારે અને કયાં સમયે મૃત્યુ પામશે.માનવીને ઈશ્વર આપેલ દરેક ક્ષણ જીવી લેવી જોઇએ.ઈશ્વર કદાચ દુ:ખ આપે તો એમ માનીને જીવનમાં આગળ વધવું જોઇએ કે મારા કરતા ઘણા બધા લોકોને વધુ દુ:ખ છે.તેના કરતાતો હું મારા જીવનમાં સુ:ખી છું.ડેનીન મારી પાસે બન્ને પગ નથી પણ હું કોઇ આંધળી વ્યક્તિને જોઊં છું.મને અંદરથી ખુશી થાય છે કે ઈશ્વર મને દુનિયાને જોવા માટે આંખો તો આપી છે ભલે મારી પાસે પગ નથી.ડેનીન માણસને કોઇ પણ સમયમાં હાર માની બેઠું ન રહેવું જોઇએ.કમઁ કરતું રહેવું જોઇએ..
હા" અલિશા .!!!,ડેનીન હું તને એમ કહી રહી હતી કે આપણે લોકોની સેવા માટે આગળ વધવું જોઇએ..હા,અલિશા...!!! તુ જે વાત કરી રહી છો એ હુ સારી રીતે હવે જાણવા લાગ્યો છુ.અલિશા અને ડેનીનને માત્ર બે વર્ષમાં બીજી પાંચ હોટલ મુંબઇમા શરું કરી .,તેમાથી જે આવક થાય તે ગરીબોને આપવાનું નક્કી કરયુ.
તે આજ ઈશ્વરનો આભાર માનતી હતી.અલિશા પાત્રીસ વષઁની હવે થઇ ગઇ હતી.તેના માં એ કહેલ એક એક શબ્દે તે જીવી રહી હતી.ડેનીન અને અલિશા સરસ જિંદગી જીવી રહ્યા હતા.આજે વાર રવિવાર હતો ડેનિન અને અલિશા દરેક રવિવારની જેમ આજે પણ કોઇ સારી જગ્યા પર જવાનું નક્કી કરુ.
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)