રિધ્ધિ આજે રેડી થયી રહી હતી. એને આજે જોવા છોકરાવાળા આવવાના હતા.
નાજુક નમણી કાયા , લયબદ્ધ શરીરના વળાંકો , અતિ આકર્ષક મુખાકૃતિ, ગુલાબની પાંદડી જેવા એના હોઠ, કાજલ ભરેલી એની ચક્ષુ (આંખ) , અને કેડ સુધી લાંબા લચકદાર વાળ, મેનકા ને પણ શરમાવે એવી એની સુંદરતા જોઈને કોઈપણ પ્રભાવિત થયી જાય અને એને ના કહેવાની કોઈની હિંમત જ ના હોય.
રિધ્ધિ બેટા મહેમાન આવી ગયા છે..નીચે આવ
હા મમી આવું છું..કહીને એ રૂપકડી ધીમે ધીમે નીચે સીડીઓમાંથી ઉતરતી હોય છે અને એને જોઈને નીચે બધા જ મહેમાન એક્ટસ જોયા કરેછે..
રિધ્ધિ ના મમી : છોકરો નથી..?
એ રસ્તા માં જ છે.. છોકરાના મમી કહેછે
રિધ્ધિ ચા-પાણી કરાવે છે અને વાતો કરે છે ત્યાં જ છોકરાની એન્ટ્રી થાય છે..અને એને જોઈને રિધ્ધિ સ્તબ્ધ થયી જાય છે
મનન તું..?મનમાં જ બોલે છે.. બન્નેની આંખો મળે છે
અને એ એના કોલેજકાળ ને યાદ કરવા લાગે છે
કોલેજ માં કેવી રૂપનો કટકો થયીને ફરતી. એની આસપાસ છોકરાઓ મધપૂડાની માખીઓ જેમ બણ-બણ કરતા . એ જોઈને એને હસવું આવતું. એને એવા લટુડા-પટુડા કરતા મૂર્ખ છોકરાઓ માં સહેજે પણ રસ નહોતો. એટલેજ એણે ક્યારેય કોલેજમાં કોઈને મચક નહોતી આપેલી.
એની કલ્પનાઓ માં જે રાજકુમાર હતો. એ નાતો કોઈ ઘોડા કે ના હાથી પર આવે એવો હતો પણ, એને એક સીધો સાદો અને શરીફ જે કોઈ છોકરીને ખરાબ નજરે નહીં પણ માનની દ્રષ્ટિએ જોવે એવો છોકરો જોઈતો હતો. પણ એનું નસીબ કે કોલેજ માં હજુ સુધી એવું કોઈ આવ્યું નહોતું ..પણ હા થોડા સમય બાદ એક છોકરો આવેલો..મનન નામ એનું, જે એના મનમાં વસી ગયેલો પણ એ તો રિધ્ધિ કરતા પણ બે ડગલાં આગળ હતો. એની શરમાળ પ્રકૃતિ કહો કે શાણપણ એને ક્યારેય રિધ્ધિ સામે જોયું સુધ્ધાં પણ નહોતું..
રિધ્ધિ દરરોજ એને આવતાં-જતા જોતી . પણ મનન એ તરફ ધ્યાન આપ્યા વિના જ જતો રહેતો .. એ વાત રિધ્ધિ ને ખૂબ ખટકતી..
રચના એની બેસ્ટ ફ્રેન્ડ હોય છે. કોલેજ માં બન્ને સાથે ને સાથે રહેતા. એ રિધ્ધિ ની આ મૂંઝવણ સમજી ગયી હતી. એટલે રિધ્ધિ ને કહ્યું કે , અરે તને એટલો જ ગમતો હોયતો એને એકવાર મળીને વાત લેને..
હું એને સામેથી વાત કરું? તું પાગલ તો નથી થયી ગયી ને? રિધ્ધિ કોઈ પાસે સામેથી ના જાય લોકો રિધ્ધિ પાસે આવે સમજી..?
અને રિધ્ધિ વાળ ઉછાળીને ચાલતી થાય છે.
દૂરથી મનન આ જોઈને હસે છે. શુ એટીટયુડ 6 એનો હજુ એનો એટીત્યુડ તોડવો પડશે.. મેડમનો..
હજુ વધુ સમય એને હેરાન કરવી પડશે.. કહીને ક્લાસમાં જતો રહે છે.
હવે રોજનો ક્રમ રિધ્ધિ રાહ જોવે કે ક્યારે મનન એની સામે આવે ને એની સામે જોવે એને ફ્રેડશીપ માટે કહે..
પણ આ બાજુ મનન બોવ જિદ્દી એ પણ જાણે રિધ્ધિ જેવી નકચડી ને પાઠ ભણાવવા માંગતો હોય. એમ ટસનો મસ નહોતો થતો. અને એની સામું જોયા વગરજ નીકળી જતો.
રિધ્ધિ થી આ સહન ના થતું એક દિવસ તો એને ગુસ્સામાં એની ફ્રેર્ડસ ને કીધું આને તો એની નાની યાદ કરાવવી પડશે .
સમજે છે શું.?મને.? મને...ઇગ્નોર કરે છે.?
આ બાજુ મનન પણ આ મહારાણી નો એટિટયુંડ તોડવા કટિબદ્ધ હતો. એટલે એની સામે જોવાની પણ તસ્દી નહોતો લેતો.
આજે રિધ્ધિ એ " સાડી ડે " હોવાથી ' રેડ સાડી ' પહેરેલી.
અને બ્લેક કલરનું સ્લીવલેસ ચિકન ની ભાત પાડેલું બ્લાઉઝ પહેરેલું . સાથે સારી રીતે પીનઅપ કરીને બાકીના વાળ પણ ખુલ્લા રાખેલા.. અને હાઈ હિલ goldan કલરની જુતી માં તો અતિ મોહક રૂપ લાગતું હતું .
એની એન્ટ્રી કોલેજ માં થતા જ ભલભલા વિશ્વામિત્રો ની તપસ્યા તૂટી જાય એમ પ્રોફેસરો પણ એક મિનિટ એના દેહ લાલિત્ય ને નિહાળી રહ્યા હતા.
બાકીના છોકરાવ એને દૂરથી જોઈને લાળ ટપકવતા હતા. એ પાસે જવાની હિંમત નહોતા કરતા કારણકે રિધ્ધિ નો સ્વભાવ .
ગમે તેની ઇન્સલ્ટ કરી દેતી. ક્યારેક તો લાફો પણ ઝીંકી દેતી..
એની ફ્રેન્ડ્સ એ તો એના ભરપેટ વખાણ કર્યા હતા.
ત્યારે રિધ્ધિ બોલી શુ ફાયદો પણ આ સુંદરતાનો એને જેનો ઇન્તજાર છે, એ મનન તો એને જોતા સુધ્ધા નથી. એક નિસાસા સાથે રિધ્ધિ બોલી ઉઠી..
ફ્રેન્ડ્સ : જો તારો રાજકુમાર આજ તારી તરફ આવી રહ્યો છે. એની તપસ્યા ભંગ કરી તે આજે . તું આજ સાક્ષાત રંભા મેનકા ને પણ પાછળ પાડી દે એવી પરી લાગો છો.એટલે જનાબ પીગળી ગયા છે...
રિધ્ધિ : આવવા દે એને જરાય ભાવ નહીં આપું.
અને મનન ને જાણે જોતી ન હોય એમ આજુબાજુ ડફોરિયા મારે છે ત્યાં જ મનન પાસે આવીને ઉભો રહે છે . રિધ્ધિ નું દિલ જોરજોરથી ધડકે છે એની ચહેરા ની લાલી એની ચાડી ખાય છે તે મનન જોઈને મૂંછ માં હસેછે. અને આગળ નીકળી જાય છે જ્યાં એનો ફ્રેન્ડ આકાશ ઉભો હતો...
નફ્ફટ છે સાલો.!
કેટલું તડપાવે છે ..! એનું એટીટયુંડ તો જો ..! રિધ્ધિ મનમાં બોલી ઉઠે છે.
એ બધી ફ્રેન્ટ્સ વચ્ચે ભોઠી પડે છે અને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે.. અને ત્યાં ઉભેલી છોકરીઓ નું ટોળું વિખરાઈ જાય છે.
સાંજે એના જ એક ફ્રેન્ડ્સ દ્વારા એના વિરુદ્ધ પ્લાન કરે છે
સવારે કોલેજ આવતા જ પ્રિન્સીપલ મનન ને ઓફિસમાં બોલાવે છે.અને ફરિયાદ કરે છે
મનન તારી વિરુદ્ધ રિધ્ધિ એ કંમ્પ્લેઇન કરી છે
શુ કમ્પલેઇન સર..?
તે પુછ્યું કાલે એને રસ્તા વચ્ચે ઉભી રાખીને એની સાથે જબરદસ્તી કરેલી.. એની પાસે પ્રુફ છે..ફોટા બતાવે છે..
મનન જુએ છે એમાં જે છોકરો હોય એને અદ્દલ મનન જેવો શર્ટ પહેરેલો હોયછે. અને રિધ્ધિ સાથે બળજબરી કરતો ફોટો પડાવ્યો હતી..મનન સમજાવવા પ્રયત્ન કરે છે પણ પ્રિન્સિપલ એકપણ વાક્ય સાંભળતા નથી અને એને કોલેજ માંથી આઉટ કરી દેછે..
મનન રિધ્ધિ ને એકપણ શબ્દ કહ્યા વગર જતો રહેછે..ભૂલ એની પણ હતી એને રિધ્ધિ ને હાથે કરીને વધુ હેરાન કરેલી એટલેજ એના ઈગોને એણે હાથે કરીને નિમંત્રણ આપેલું.. એ બીજા શહેર જતો રહે છે.
****
રિધ્ધિ.. બેટા રિધ્ધિ..! ક્યાં ખોંવણી છો..? મનન ને ચા આપને..
મમીની વાત થી રિધ્ધિ ભૂતકાળમાંથી પાછી ફરે છે.
અને રિધ્ધિ ઉભી થયીને મનન ને ચા આપેછે
મનન થેન્કયું કહેછે..
રિધ્ધિ સ્માઈક આપીને બેસી જાય છે..
મમી રિધ્ધિ અને મનન ને ઈશારો કરીને રૂમમાં જવા કહેછે.. રિધ્ધિ ને ડર લાગે છે કે મનન કંઈક એવું કરશે .અને પોતાની પોલ ખોલશે..
રિધ્ધિ અને મનન રૂમમાં જાયયછે. રિધ્ધિ મૌન છે..પણ મનન એને જોઈને એનું મૌન તોડવા હળવો જોક્સ કહેછે..
રિધ્ધિ હસી પડે છે પણ એને મનન ની વેધક નજરો સહન નથી થતી ને એ બધું સાચું કહી દે છે..
મનન : અરે ગાંડી તું હજુ એ તારી વાત પકડી રાખી છે.. અરે અપડે હવે મેચ્યોર કહેવાઈયે..એવી ક્ષુલ્લક વાત મન પર ના લેવાય. અને તને મારે ત્યારનીજ જીવનસંગીની બનાવવાની હતી ,પણ એ સમયે મારી કેરિયર ઇમ્પોટન્ટ હતી એટલે તને મન ની વાત નહોતી કહી ..
આજે હું સેટલ છું એટલે આજે તને અહીજ આ ઘડીએ પ્રપોઝ કરું છું..
એ ઘૂંટણીયે પડીને " આઈ લવ યુ ..! રિધ્ધિ વિલ યુ બી માય વાઈફ" કહે છે
અને રિધ્ધિ ખુશીથી નાચી ઉઠે છે અને હામી ભરે છે..
એક કોલેજ કાળ નો પ્રેમ છેક હવે મળ્યો..
કાશ દરેકનો લવ એને આમ જ સરપ્રાઇઝ ની જેમ મળી જાય...શુ કહેવું છે મિત્રો..સાચી વાતને.?