Ek Holi aavi pan books and stories free download online pdf in Gujarati

એક હોળી આવી પણ...

એક હોળી આવી પણ...

હર્ષલ ખૂબ જ ખાંતિલો ,સરળ વ્યક્તિત્વ ,એક આજ્ઞાકારી દીકરો અને એક ખુબજ પ્રેમાળ પતિ..

નાનકડો એનો સંસાર જ્યાં અપ્સરા જેવી ભાર્યાં (પત્ની) , ને ચંદ્ર જેવા મુખ ધરાવતી દીકરી આશકા અને ફૂલ થી પણ કોમળ એવો નાનકડો ચીકુ. ( સાચું નામ -સમર્થ ) સર્વે ખૂબ પ્રેમ થી રહેતા અનંદકિલ્લોલ કરતો એનો માળો ખૂબ ચીવટથી સજાવેલો એની ખંત પૂર્વક ની સંભાળ થી કોઈને પણ એના માટે માંન જાગે એવો એ કહ્યાંગરો કંથ ખુબજ સમજુ ને શાલીન માણસ .
એના માં માનવતા પણ ફૂટી ફૂટી ને ભરેલી, કોઈ કૂતરું બીમાર હોય એને દવા દારૂ કરવી, જાનવર ને રોજ રોટલી નાખવી .
, પડોશીને જરૂર પડે મદદ માટે હંમેશા તત્પર રહેતો , પણ જરાય લેશ માત્ર અભિમાન નહીં ખુબજ સોબર દેખાવ આજની ભૌતિકતા ને બનાવટ થી કોસો દૂર એનું સાદગી પુર્ણ જીવન . આજના છેલબટાઉ છોકરા એની તુલના એ ક્યારેય ન આવે એવું એનું પ્રામાણિકતા ની ઝાંખી કરાવતું મોહક વ્યક્તિત્વ.

ઘણી વાર તો વિચાર આવતો શુ ખરેખર ! આજના સમયમાં આવો પતિ ,દીકરો ,પિતા મળી શકે અંતરમાં એકજ અવાજ આવતો... ના ..!

એના જ ફળીયા માં રહેતી એક શ્યામવર્ણ ની પણ ઘાટીલી , કોમળ મુર્દુ એની કાયા , સાદગી અને આધુનિકતા નું કોમ્બિનેશન ગણો એવી એની આગવી છટા..! એને જોઈ ને ભલભલા એની ઉંમર નો અંદાજ લગાવામાં થાપ ખાઈ જાય ..
એની માદકતા ભરી આંખો ને કમરના વળાંકો.. એના સ્વાભાવ ની ઋજુતા એના વ્યક્તિતવ માં ચાર ચાંદ લગાવી દે એવી હતી એક છોકરી જેનું નામ. .

.કાજલ...
નામ પ્રમાણે જ એના ગુણ... પણ કોણ જાણે કિસ્મત ની કેવી કરુણતા.! એના જીવન માં વસંતી બહાર આવતા આવતા રહી ગયી...

એનું સગપણ આશરે એક વર્ષ પહેલાં તૂટી ચૂક્યું હતુ. એ અતિ સંવેદનશીલ બની ગયી હતી ..એવું નહતું એનામાં કોઈ ખોટ હતી પણ કદાચ એની સાદગી જ એનો દુશમન બની ગયી હતી આજના જમના ના છોકરાને રંગ રૂપ લટકા ઝટકા કરતી માનુનીઓ જ પસંદ હતી

એની સાદગી ને લીધે એનો સગપણ ફોક થયેલ છોકરાને કદાચ આજના જમાનાની ફૂટડી નટખટ લટકમકટ ચાલતી મેકઅપ માં સજ્જ રહેતી એવી મોર્ડન પ્રિયા નામની છોકરી ગમતી હતી પણ એ અન્ય રાજ્ય ની હોવાથી એના પિતા એ સંબંધ માટે રાજી ના હતા ને એમણે કાજલ સાથે એના જબરદસ્તી સગપણ કરેલા ,

એ છોકરા એ ક્યારેય સગાઈ પછી પણ સરખી ફોન પર વેટ ન કરેલ ને જોબ અન્ય રાજ્ય માં હોવાથી એને ત્યાંજ રહેતો ભાગ્યેજ મળવા આવતો ..મોટાભાગે વાત નહોતી થતી ને જો 5 -10 મિનિટ વાત કરેતો પણ એમાં એક -બે વાત પ્રિયાની વાત જ કરતો.

એની સાદગી ને સમજદારી કે એણે ક્યારેય એના સાથે પ્રિયા વિશે કોઈ પૂછપરછ ના કરી હતી. એતો એના સગપણ થી ખુશ હતી . પણ ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શુ થવાનું..??

એક દિવસ અચાનક સાંજે પિતા ના ફોન માં વેવાઈ નો ફોન આવેલો પિતા સાથે થોડી ગંભીર વાતચીતમાં એને અણસાર આવી ગયો કે કઈક તકલીફ છે

મમી એ પૂછતાં ખબર પડી કે છોકરાએ સગપણ ફોક કર્યું છે ..કાજલ ને આમેય આ વાત નો અંદાજ તો હતો જ એના વર્તન વાત ન કરવી ને અન્ય છોકરી વિશે કહેવુ વગેરે એને આ નિર્ણય ને પણ સહર્ષ સ્વીકારી લીધો હતો. પછી ક્યારેય એને એ વિશે છોકરા ને ફરિયાદ નહોતી કરી...પણ.. એને આ ઘટના થી જીવન માં ઓર ગંભીરતા આવી ગયી હતી ..

એણે લોકો સાથે ઓછી વાત કરવી ,હળવા,-મળવા નું પણ ઓછું કરેલ. ખૂબ સહજતાથી એ સ્વીકારી નહોતી શકી કે મારો વાંક શુ હતો કેમ એણે એવું કરેલું..

સૌથી મોટા તો છોકરા ના માં- બાપ ગુનેગાર હતા. એની મરજી વિરુદ્ધ એની સાથે સગાઈ કરાવેલ..પણ ખેર હવે ભૂતકાળ વાગોળવાનો કોઈ અર્થ નહોતો હ પણ એ ઘટના જીવન માં એક દુસ્વપ્ન સમાન હતી એ ચોક્કસ કહી શકાય.

સમય સમય નું કામ કરેછે હવે એના ઘા પણ રૂઝાય ગયા હતા ...પણ એને કોઈ અન્ય સાથે હવે મન નહોતું લાગતું

પણ હા ઘણીવાર હર્ષલ ને એની વાઈફ ની કેર કરતા જોઈ એના માટે માન ચોક્કસ ઉપજતું કે દુનિયા માં બધા પુરુષ ખરાબ નથી હોતા એની ખાતરી એને થતી .

હર્ષલ પણ કાજલ થી પ્રભાવીત હતો એ વાત ની જાણ એને નવરાત્રીમાં ખબર પડી ..કોઈને કોઈ બહાને એ જ્યારે રાતે કોમનપ્લોટમાં બધા ગરબા રમતા ને કાજલ જોતી એને રસ નહોતો એમ નય પણ એના જીવન માં કિસમતે જે ગરબો રમેલો એનાથી એણે શોખ ને કોરાણે મુકેલો..બસ બાર ખુરશી માં બેસી ને જોયા કરતી ને એ રીતે આંનદ લેતી

ત્યારે અનાયાસે એની નજર હર્ષલ પર પડતા એ એને જ જોઈ રહ્યો હતો એને થોડું અજુગતું લાગ્યું કે પરણિત છે પણ એ પણ એના મન ને રોકી ના શકી એની અંદર વર્ષો થી છુપાયેલી એકલતાને જાણે છૂટો દોર મળ્યો હોય એમ એને પણ ઘડીભર જોવાયુ ગયું..

જાણે વર્ષોથી ઓળખતી હોય એમ એહસાસ થયો એ પળ એના જવનની પાનખરમાં વસંત રૂપી વાયરાની જેમ આવી ને જતી રહી પણ હવે એ રોજનો ક્રમ બની ગયો હતો બન્ને એકબીજા ને જોઈ ને આસપાસ કોઈ જોઈ ન જાય એ રીતે પાછા નીચું જોઈ લેતા બસ આજ ખુશી છે એમ એને સ્વીકારર્યું .

બન્ને ક્યારેય એકબીજાનો કોન્ટેકટ કરવાની કોશિશ નહોતી કરેલી કારણ કાજલ એના સુખી સંસાર ને તોડવા નહોતી માંગતી ને હર્ષલ પણ એની પત્ની ને વફાદાર તેમજ સમજદાર હતો એ સમાજ ના નિયમો જાણતો હતો આમ બન્ને વચ્ચે એક મૌન કરાર હતા

એ સંબંધ ના બસ ખાલી એકબીજાને જોવાનું એમજ એને અનહદ ખુશી મળતી કે એને એકબીજાને કોન્ટેકટ કરવાની જરૂર નહોતી પડતી...

એક દિવસ હોળી નો આવ્યો ને શેરી માં ભૂલકા બાલ- ગોપાળ ને વયસ્ક યુવાન હોળી નો આનંદ લાઇ રહ્યા હતા હર્ષલ પણ મિત્રો સાથે રમતો એને રમતા જોઈ ખુશ થતી હતી.

બન્ને ની નજર મળે છે ને આછું સ્મિત બન્ને ના ચહેરા પર છલકે છે હર્ષલ અને કાજલ આપોઆપ એ રીતે વગર રંગે પણ એકબીજાના રંગે રંગાઈ જતા.

આ હોળી તો એક દિવસ એતો બારેમાસ આ નજરોની હોળી રમતા હતા. ને કાજલ શરમાઈને એના ગાલ પર ને રતાશ થતી એ લાલી એનો રંગ જ હતો આમ, એક હોળી આવી પણ હતી..પવિત્રતા ની સીમા ની અંદર નાજુક સંબંધ ની વ્હાલરૂપી ગુલાબી હોળી...



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED