Chhatrachhaya books and stories free download online pdf in Gujarati

 છત્રછાયા


મુખ્ય પાત્રો ..- જમનાબેન અને એમનો પુત્ર અમન પુત્રવધૂ માહીરા ને એમનો પૌત્ર ક્રિશ
અન્ય પાત્રો - વૉર્ડન નિષાબેન, સરિતા માસી -

---------------------------------------------------------

અમન આ બધું હવે નહિ ચાલે . માહિરા એ તેના પતિ ને કહ્યું
શુ વાત છે જરા ફોડ પાડ? અમને શાંતી થી પૂછ્યું

માહિરા : રોજ રોજ ની કિટકીટ..

અમન : કોણ કરે છે માથાકૂટ મારી પરી સાથે ?
કેમનો મૂડ ખરાબ છે ?સવાર સવાર માં કોની હિંમત થયી મારી રાણી ને છેડવાની...?

માહીરા: તારા મમી બીજું કોણ? રોજ કાઈને કાઈ સલાહ સુચન આ નહીં તે કર આમ નહીં તેમ બાળક ને મેગી ના અપાય એને હેલ્થી ફૂડ બનાવી આપ ઓહ..ગોડ થકી ગયી છું હું કાઉ છું કે હું તારી વાઈફ કે ઘર ની નોકરાણી કે પછી આયા કે કુક છું? કોઈ મને કહેશે?

અમન : અરે ...શાંત .મારી...ગદાધારી પત્ની શાંત
માહીરા : આ સાંત રહેવાનો સમય નથી તમારા મમી દરેક વાત માં રકઝક કરે છે ઓફિસે થી વહેલા મોડું થાય તો પણ ટકોર કરવાનું ભૂલતાં નથી હું ખરેખર મારી કામ ઘર ને બાળક ની જવાબદારી થી થાકી ગયી છું બોલો શુ કરું

અમન : અરે ..પણ તું ઇગ્નોર કરને યાર

માહીરા: અરે કેટલું ઇગ્નોર કરું?

અમન : બસ જાન કરું કાંઈક હાલ તું શાન્તિ રાખ ચાલ હું નીકળું ઓફિસે મોડું થાય સાંજે વાત કરું

માહીરા : ok

બધું યંત્રવત કામ પૂરું કરીને માહીરા પણ ઓફીસ જાય છે અંદર રૂમ માં આ બધો વાર્તાલાપ અમન ના મમી સાંભળે છે જે 3 વર્ષ ના બાબા ને સુવડાવી ને એક લેખ વાંચી રહ્યા હતા
મને કમને એ વાર્તા માં એમનું મન ન પરોવાયું એમના કાને સતત માહીરા ના શબ્દો અથડાયા કરતા હતા ક્રિશ સુઇ જાય એટલે સોફા માં બેસી ટીવી જોવા રિમોટ લેવા જાય છે ત્યાં નીચે ડ્રોવર માં એક ચબરખી જોવે છે જમના બેન એ ખોલી જુવે છે ...બે ત્રણ વૃદ્ધાશ્રમ ના ફોન નમ્બર જુવે છે અક્ષરો માહીરા ના હોય છે..

ઘડીભર તો તમમર આવી જાય એવું થયું સ્વસ્થ થતા મન માં બોલ્યા
(બેટા હુતો તારા ભલા માટે કહું છું તમે બન્નેઉ મને જીવથી વ્હાલા છો હું તમારી સ્વાતંત્રતા માં આડબંધ નહીં બાંધવા માંગતી મનોમન એક વિચાર કરે છે ને સાંજ પડવાની રાહ જુએ છે)

સાંજે બન્ને ઓફિસે થી ઘરે આવે છે ને રાબેતા મુજબ માહીરા કામે લાગે છે ..અમન ટીવી માં ક્રિકેટ જુએ છે

જમનાબા બહાર આવે છે આરતી ની થાળી સાથે ને મંદિર જાઉં છું આવતા મોડું થશે સવિતા બેન ને ત્યાં દીકરા નો જન્મદિવસ નું આમંત્રણ છે તો મારું જમવાનું ના બનાવતા.. એમ કહીને નીકળી જાય છે

રાત પડે છે બન્ને જમી કરી ને નવરા પડે છે ક્રિશ પન દૂધ ને મિલ્ક પાવડર નું ડ્રિન્ક પી જય છે
પણ આ શું? ક્રિશ ને એકદમ ઉલ્ટીઓ ચાલુ થયી જાય છે ..રડવાનું તો બંધ જ. નથી થતું
માહીરા અમન પણ ખૂબ જ કોશિશ કરે છે પણ ક્રિશ એ જાણે આજ બંડ પોકાર્યો છે

માહીરા એ મમી થી બોવ દૂર રહ્યોં નથી એટલે કદાચ મમી ને યાદ કરે છે
અમન સવિતા માસીને ફોન કરોને મમી ને કેટલી વાર છે ઘેર આવવમાં?
અમન ફૉન કરે છે ..હેલો સવિતા માસી મારા મમી ને ફોન આપજો ક્યારે પાછા આવશે એ પૂછવું હતું

સવિતા માસી ના બેટા તને કોણે કહ્યું તારા મમી અહીં આવ્યા છે? એ અહીં નથી
અમન ને શોક લાગે છે મમી એ કેમ જુઠું કીધું હશે? મમી આટલી મોડી રાત્રે ક્યાં ગયા હશે? માહીરા ને વાત કહે છે માહીરા પણ વિચારમાં પડે છે કે મમી એ કેમ આવુ કર્યું હશે એને પણ ના સમજાયું?

બન્ને એ સગાવહાલાઓ ને ઘેર શોધ ખોળ આદરી પોલિસ ની મદદ પણ લીધી જાતે પણ જરૂર લાગે એવી જગ્યાએ શોધ પ્રયત્નો કર્યા પણ અંતે ખાલી હાથે પાછા ફરે છે આ બાજુ ક્રિશ ની તબિયત પણ બગડતી જાય છે એને હોસ્પિટલમાં દાખલ કરે છે..પણ તબિયત માં સુધાર નથી આવતો .

2 દિવસ વિતી જાયછે પણ ના ક્રિસ સાજો થાય છે કે ના મમી ની કોઈ ભાળ મળે છે અમન ને માહીરા ખૂબ હતાશ થયી જાય છે
અમન ને માહીરા એ જોબ પરથી રજા લીધેલી હતી કામના સ્થળેથી પણ પ્રેશર આવતું હતું બધી બાજુ થી જાણે અજગરે ભરડા માં લીધો હોય એમ ચારેબાજુથી આર્થિક તેમજ માનસિક ભીડ અનુભવાતી હતી ...

અમન ના માનસ્પટલ પર મમી ના નાનપણ થી લઈને અત્યાર સુધીના દ્રશ્યો ચિર્તાત્મક રીતે એકપછી એક પસાર થાય છે એની આંખોમાં આંસુ આવી જાય છે ફોન માં "માઁ "નો ફોટો જોઈ એનાથી બોલી ઉઠાય છે .."માઁ... મારી માઁ"...! એના ગળે ડૂમો બાજી જાય છે

દૂર ઉભી માહીરા આ બધું જોઈ ને વ્યથિત થયી જાય છે પુરુષ માં દિલ ને પીગળતા એને જોયુ એને પણ પોતાના કહ્યા પાર પાછતાવો થયો ..ખૂબ વિચાર કર્યા પછી એને અમન ને હિંમત આપી ...ચિંતા ના કર મમી મળી જશે પોલીસ એમનો બનતો પ્રયાસ કરી રહ્યો છે આપણા સગાંવહાલાં પણ પ્રયત્ન કરી રહ્યા છે બધું ઠીક થયી જશે

અત્યાર મને ક્રિશ ની બોવ ચિંતા થાય એના શરીર માં ખાવાનું ટકતું નથી શાયદ એ મમી ને મિસ કરે છે એને મમી ની આદત પડી છે આખો દિવસ એમની પાસે જ હોય છે એટલે એ હેબતાઈ ગયો છે . હાલતો એને ગ્લુકોઝ પર રાખ્યો છે પણ ક્યાં સુધી ..

ક્રિશ..અચાનક અમન બોલેછે ઓહ...માહીરા... ક્રિશ
માહીરા આપડને અપડો રસ્તો મળી ગયો અમને ઉત્સુકતાથી કહ્યું

એટલે શું કહેવા .માગે છે માનસી એ આતુર નયને અમન સામે જોઈ કહ્યું

હું એજ કહેવા માગું છું કે અપડે ન્યૂઝપેપર ,ટીવી, સોસીયલ સાઇટ્સ, એપ બધેજ ક્રિશ ની તબિયતની વિડિઓ ને ન્યુઝ બનાવી ને મોકલીએ તો?? મને ખાતરી છે કે માં આ ન્યુઝ સાંભળતા જ સીધી દોડીને આવશે..આખરે વડીલો ને મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે.
ફેન્ટાસ્ટિક આઈડિયા અમન .. લેટ્સ ડુ ઇટ..
બન્ને એ ક્રિશ ની તબિયતના સમાચાર ને વિડિયો વિવિધ માધ્યમ થી વહેતા કર્યા ..એક દિવસ વીત્યો 2 દિવસ વીત્યા પણ ન્યુઝ ના પ્રત્યુત્તરમાં કોઈ પ્રતિક્રિયા ના મળતા કે ના માં ના તરફથી કોઈ ફોન કે ઘર વાપસી ની ઉમ્મીદ નું કિરણ ના દેખાતા નિરાશા સાંપડી

અમન ની હિંમત તૂટતી જતી હતી માહીરા સતત અમન ની પડખે રહી ને સાંત્વના આપતી હતી.. એવામાં

ટ્રીન ..ટ્રીન...ટ્રીન..ટ્રીન....અમન નો ફોન રણકે છે
અમન કોલ રિસીવ કરે છે.
"હેલો" સામે છેડે એક પીઠ મહિલા નો અવાજ સાંભળીને એને મન માં થાય કોઈ પરિચિત અવાજ નથી

હા અમન ...તમે કોણ? અમન પૂછે છે

હું છત્રછાયા અનાથ આશ્રમ ની વૉર્ડન નિષાબેન બોલુ છું

અમન: હા બોલો મેડમ શ કામ હતું?

નિષાબેન : એક્ચ્યુલી તમારા મધર અમારી સંસ્થા માં થોડા દિવસ થી જોબ કરે છે એ તમારી સાથે વાત કરવા માંગે છે

ઓહઃહઃહ માય ગોડ.......!

અમન થી જોરથી બોલાય જાય છે
તમે જલ્દી ફોન આપો મમી ને

નિષાબેન : હા આ લો જમના બેન

જમના બેન : હેલો બેટા... આટલુ બોલતા જ મા દીકરા ની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગે છે
થોડી વાર મૌન છવાય છે

કેમ મને છોડી નને ગયી હતી " માઁ "
તને મારો જરાય વીચાર ના આવ્યો?? તું પેલી વાર મારાથી જુઠ બોલી " માઁ "
મને તારા વગર જરાય નહોતું ફાવતું તને ખબર છેને મા નાનપણ માં તું એક મિનિટ મારી આંખ સામેથી દૂર થાય તો હું કેવો વિહવળ બની રડતો ને આમતેમ તને શોધ્યા કરતો.. તને મારી જરાય દયા ના આવી? તું મારુ તો છોડ તને ક્રિશ ને મૂકી જતા સહેજ પણ ખચકાટ ના થયો એ શું કરશે તારા વગર? ક

ખબર છે તને તું ગયી છો ત્યારનો એ બીમાર છે ને એ હોસ્પિટલમાં દાખલ છે બોવ સિરિયસ છે માહીરા નો પણ રડી રડીને હાલત ખરાબ છે અમે ત્રણે અત્યારે સિટી હોસ્પિટલમાં છીએ તું ક્યાં છે? કેમ છે? તને ત્યાં કેમ જવું હતું ? શુ અમે મરી ગયા હતા?

ના દીકરા ...આવું ન બોલ .તમને મારી પણ ઉંમર લાગી જાય.. અમન ને અટકાવતા જમનાબેન બોલ્યા

તો મા કેમ ગયી હતી તને શોધવા અમે આકાશ- પાતાળ એક કર્યા પણ તારી ક્યાંય ભાળ ન મળી હું ખૂબ હતાશ ને ક્રિશ ખુબજ બીમાર અમને બન્ને ને સંભળાતા માહીરા પણ માનસિક ને શારીરિક થાકી ગયી છે ..

હા બેટા હું સમજી શકું છું પણ તમને મારા થકી જે અડચણ થતી એ દૂર કરવા જ હું આ સંસ્થા માં આવી છું હવે એટલે તમે ત્યાં આરામ થી રહી શકો.

ના મા તું ખોટી છે આ સત્ય નથી તને દુઃખ થયું છે અમારી વાતો નું હું માફી માંગુ છું પણ તું અવિજા હું તને હમણાંજ લેવા આવું છું.

ના દીકરા હું નહિ આવું
મા.. ખોટી જીદ ના કર હું અબઘડી આવુ છું. તને લેવા ને ફોન માં એડ્રેસ પૂછી ફોન મૂકી તરત ગાડી સ્ટાર્ટ કરી લેવા જાય છે ત્યાંથી સીધો હોસ્પિટલમાં લઈ જાય જ્યાં ક્રિશ સ્પેસલ રૂમમાં દાખલ હોયછે
જમના બેન ક્રિશ ને જુએ છે કેટલું કોમળ બાળક આમ હજારો નળીઓ પેરીને સૂતું છે ..એની નજીક જાય છે ને વ્હાલ થી માથે હાથ મૂકે છે ક્રિસ એ સ્પર્શ ને જાણે અનુભવી રહ્યો હોય એમ એનો હાથ સહેજ હલાવે છે . બધા એ ચમત્કાર જુએ છે ને માહીરા જમનાબેન ને વળગીને ઘૃસ્કે ને ઘૃસકે રડી પડે છે..ને કેટલીય વાર માફી માંગે છે..

શાંત થા બેટા... પ્લીઝ શાંત ...જમનાબેન એનાં આંસુ લૂછતાં બોલે છે
મમી મારાથી મોટી ભૂલ થયી ગયી એ ચબરખી માં વૃદ્ધાશ્રમ ના નમ્બર મેં લખેલા હતા એમાં છત્રછાયા નામ પણ હતું તમે એ જોઈને આવડું મોટું પગલું ભર્યું?? ફક્ત અમારા ભલા ખાતર

ઓહ..મમી આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી
હવે તમને ક્યાંય નહીં જવા દઉં તમારે અહીજ રહેવાનું છે ક્રિશ સાથે દાદી વગર એ પણ અડધો અડધો થયી ગયો છે પ્લીઝ મમી મને માફ કરો

અરે બેટા હું તારાથી નારાજ નથી મારી પણ ભૂલ કે તું જોબ ઘર ને દીકરા ની જવાબદારી માં જરા વ્યસ્ત એટલે મારે પણ સલાહ-સૂચનો ન અપાય આજની પેઢી માં ધીરજ ની કમી છે એ મબે ખ્યાલ નહોતો પણ મારે મારી આદત શુધારવી જોઈતી હતી અને બન્ને સાસુ વહુ જાણે માં-બેટી હોય એમ ભેટી પડી ને ક્યાંય સુધી રડે છે
આ બાજુ ક્રિશ ની તબિયત પણ સુધરી જાય છે ને ચારેય ઘર તરફ જાય છે
એકમિનિટ ..આંગના માં ગાડી પાર્ક કરી અંદર પ્રવેશ કરવા જતા જ માહીરા રોકે છે ..
શુ થયું ? જમના બેન પૂછે

મમી તમે અહીજ ઉભા રહો હું આવું એમ કહી રસોઈ માં ગયી 5 મિનિટ માં હાથ માં પૂજાની થાળી ને પિત્તલ ના લોટા સાથે પાછી આવી .
આ સુ છે માહીરા? અમને પૂછ્યું

અરે આજે મમીનો ગૃહ પ્રવેશ છે આજે એમના ઘર માં નવી શરૂઆત છે એમના ઓવારણાં લઇ લઉ
ને ત્રણેય ખડખડાટ હસી પડે છે ..ક્રિશ પણ બધાને હસતા જોઈ સ્માઈલ કરે છે અને વાર્તા નો એક સુખદ અંત આવે છે

બોધ :- માતા પિતાની છત્રછાયામાં જ જીવન સાર્થક થાય છે એમના વગર ઘર પણ બીમાર થયી જાય તો જીવતા માતા પિતાની સેવા પૂજા કરવી જોઈએ બાકી બધું બેકાર છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED