Hu ek svatantra stree books and stories free download online pdf in Gujarati

હું એક સ્વતંત્ર સ્ત્રી

જમાનો બદલાયો છે સમય પેલી ચબરાક નાની ઢીંગલી ની જેમ દોડાદોડ કરતો સરકે જાય છે, હવે સમય ની વાત આવી છે તો i think મને લાગ્યું કે મારી ઉંમર પૂછશો ? (હલકા સ્મિત સાથે)ઉંમર તો જસ્ટ એક નમ્બર ગેમ છે ને હું એમાં નથી માનતી, કોઈ નાની ઉંમરે પણ પરિપક્વ હોઈ શકે ને કોઈ પચાસ પછી પણ નાના બાળક જેવું માસુુુમ હોઈ શકે, હું ને આ બન્ને કેેેટેગરી માં આવી જાઉં છું ☺️😊
હવે તમે એમ વિચારસો કે આમાં હજુ સુધી વાર્તા ના શિર્ષક નો ઉલ્લેેેખ કેમ નથી ને હું નાહક ના તમાંરી જોડે ગપાટા મારવા લાગી 😉
અરે જોજો વાર્તા અધુુુરી મુુુકતા ! તમને જ નુંકશાન ,સોરી સોરી હું માંરી વાાર્તા આગળ કઉ ,આતો શુ તમને મારા સ્વભાવથી અવગત થાવને! એટલે...આમતો હું શહનશીલ ખરી પણ ખોટા નો વિરોધ પણ ત્વરાથી કરું, આધુનિક ખરી પણ આધ્યાત્મિક પણ એટલીજ હા, ભણેલી ગણેલી પણ અભિમાન જરાય નય . બસ બસ મારા જ વખાણ કરીશ તો તમે બોર થયી જશો😊
તો હું એક ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારની નાની દિકરી, મોટી બહેનના લગ્ન થયેલ છે હવે મારા સગપણ ની વાત ચાલતી હતી .
સાચું કહું તો આ બધુ મને અજીબ લાગે જોવા આવવાની રીત ,મારી સમજ બહાર એમાં દરેક છોકરી જેેેમ મારે પણ ટ્રે માં પાણી ને ચા લઇ ને જવાનું હસી હસી નેે વાતો કરવાાંની અમુક વાત નું ખાલી માથું હલાવી હા કે ના માં જવાબ આપવાની મન ની અંદર તો બોવજ ઉથલપાથલ થવી પણ કુત્રિમ હાસ્ય અકબંધ રાખવાનું મનમાં હસવું પણ આવતું
એક છોકરી માટે બોવ Uncomfartable સ્થિતિ લાગે એતો છોકરીઓ જ સમજી શકે.એમાંય મારા જેવી ચુલબુલી મનગમતા કપડાં એમાંય ખાસ જિન્સ ને મોર્ડન કપડાં માં જ સજ્જ હોય બેફિકરાઈ ની રાણી હોય જેને દુનિયા ની આધિવ્યાધિ ઉપાધિઓ થી કાઈ લેવાદેવા ના હોય એવી પોતાની દુનિયા માં મસ્ત રહેતી નટખટ છોકરી ને આમ અચાનક એમ કહે કે બજાર જા તું એક ડ્રેસ ખરીદી લે આ રવિવારે તને જોવા આવવના છે, વિચારો શુ મનોસ્થિતિ હશે એની ?
આમતો ,મને કોઈ પ્રોબ્લમ નહોતો જોવા આવે એનો પણ આમ અચાનક કેવાથી ને પેલી વાર કોઈ જોવાવાની વાત કરે એટલે સ્વભાવગત થોડી હેરાની થયી જાય ! પણ પછી પરિસ્થિતિ ને તાબે થયી જઈએ આમતો કોઈ એવી ડિફિકલ્ટી પણ નથી પણ તોય થોડું તો અજુગતું લાગે જ,ખરુંને!
ફટાફટ ડ્રેસ ની ખરીદી એ પણ મમી ને જે ગમે એજ મને તો મોર્ડન કપડાં પહેરેલા એટલે આ બધા માં ઝાઝી સમજ ન પડે પેલી વાર આઈબ્રો ,વેક્સ ને ફેસિયલ, અહાહા ...! એકધારું બેસી રહેવું મારી ફિતરત નથી છતાંય હું બેસી ને પછી પાર્લર માંથી નીકળી દુપટ્ટો બાધવાનું ખાસ પાર્લરવાળી ની સલાહ પ્રમાણે મમી એ ખાસ કીધું એટલે બાંધી ને ઘેર ગયી ખાસ મને આ દુપટ્ટોબાંધી જવાની ટેવ નય મારા નેચર ને વિરુદ્ધ મને થોડી વારમાં તો ગભરામણ થવા લાગી ઘેર જય તરત દુપટ્ટો કાડીને મૂકી દીધો ને જાણે આઝાદી પછી આવી ગયી એવું મહેસુસ થયું (તમે હસવા લાગ્યા મને હતું જ )
એક આઝાદી તો બોવ પ્રિય છે દરેક જીવને બાકી ગુલામ કોને બનવું ગમે પણ હા ગંભીરતા હવે આવી હું સીધી મારા રૂમ માં ગયી કપડાં ચેન્જ કરી ટીશર્ટ -કેપ્રિ પેરી સીધી મોબાઇલ માં વિડિઓ ને જોવા બેસી ગયી ત્યાં મમી રસોડામાંથી નો અવાજ આવ્યો-" એક છોકરી ને આ ન શોભે" ચાલ મારી રસોઈ માં મદદ કરાય આજે જમવાનું તારે બનવાનું છે .હવેતો સાસરે જવાનું ,બધુજ શીખવું પડશે નયતો ત્યાં સુ કેહેશે બધા કે "માં" એ કઈ ના શીખવાડ્યું? તે ના કરાય આ ના સારું આ ના પહેરાય શુ છે એ બધું? કેટકેટલી શિખામણો આજે મને મમીમાં કૈક અલગ જ' સ્ત્રી ' દેખાયી મને સહેજ આશ્ચર્ય થયું ! મમી મજાક ના મૂડ માં જરાય હતી નય એટલે રોજની જેમ એની સામે આરગ્યુમેન્ટ કર્યા વગર જ સીધી રસોડા માં ગયી સબ્જી કાપતા સમયે વિચાર ઝબુકયો! શુ લગ્ન પછી દરેક સ્ત્રી ની આ એકજ સ્થાન છે -રસોડામાં ? આસપાસ પણ નજર ફેરવી ભણેલી ગણેલી ને મોટી મલ્ટીનેશનલ કમ્પની માં જોબ કરતી છોકરી ને પણ ઘેર આવી ને સાસુ-સસરા નણંદ-ભાઈ બધા માટે રસોઈ કરવાની એમને ખડેપગે જમતા સમયે જે માંગે એ હાજર કરવાનું ને ગમે તેટલી ભૂખ કેમ ના હોય બધા જમી રે પછી જ જમવાનું ,ને એને પુરુષો સો કોલ્ડ સંસ્કાર મર્યાદામાં ખપાવી ને મૂછ પર તાવ દેવાનું ના ભૂલતાં. ખરેખર સમાજમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે એનાથી તો હું અત્યાર સુધી સાવ અજાણ જ હતી મારી જ દુનિયા માં પતંગિયા ની જેમ અહીથી તેમ ઊડતી રહેતી- વાસ્તવિકતા કઈક અલગજ નીકળતા ધરતી પર જાણે કોઈએ પાંખો કાપી દીધી હોયને એવો અહેસાસ થયો. આંખો માં ઝળહળીયાં આવી ગયા.
ખરેખર! ખુબજ દુઃખદ કહી શકાય એવી હાલત છે એ સમાજની સ્ત્રીઓની જેનાથી હું આજે અવગત થયી .મમી ને પણ આજ સવાલ કર્યો કેમ મમી બધું છોકરીએજ કરવાની કામ કપડાં બોલવાચલવા બધી બાબતે મર્યાદા નું વરખ ઓઢીને જીવવાનું? જોબ કરેતો પણ? શામાટે? મમી તો એના કામમાં હતી મારી વાત નો એને કોઈ જવાબ ન આપ્યો હશે એ અતિશય કામના ભારણ ના હિસાબે! હું પણ મારું કામ પતાવીને જમવાની તૈયારીઓ કરવા લાગી બધીજ વાનગીઓ ને સરસ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાય ગયી ભાઈને પાપા પણ ઓફિસેથી આવી ગયા હતા એટલે ફ્રેશ થયી સીધા જમવા બેસે, પછી આમે પણ સાથે જમવાના,
થોડીવારમાં બધા ટેબલ પર ગોઠવાય ગયા રોજની જેમ ચૂપચાપ જમતા હતા ,અચાનક મમી એ વાત નો દોર શરૂ કર્યો આપણી સરિતા ને લોકો કાલ જોવા કેટલા વાગ્યે જોવા અવવાના ? 11 વાગ્યે. પપા નો ટૂંકો જવાબ પાછું અકળ મૌન છવાયું, એટલે મારાથી ના રહેવાયું મેતો ફરી એજ આલાપ છેડયો જે રસોડા માં કિધેલી વાત , એમ પણ ઉમેર્યું કે મમી મને રસોઇ ના આવડે એમ તારો શું વાંક એ બધા એમ કેમ કહેશે કે માં એ કઈ ન શીખવ્યું ? શુ બધું જ માં શીખવે? સાસુ માં તરીકે એમની પણ જવાબદારી હોય કે નય? પાપા એ મમી સામે જોયું મમી એ મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. હું સમજી ગયી ને મૌન ફરી છવાયું .
બધું યંત્રવત કાર્ય પૂરું થયું હું સુવા ગયી ,થોડી વાર પછી મમી અંદર આવી ને મારા માથે વ્હાલ થી હાથ ફેરવી કહ્યું- જો બેટા તું તારી જગ્યાએ સાચી છે , તારી વાત સાથે હું સહમત છું ,પણ શું કરીએ સમાજ ને આવી મુકત વિચારો ધરાવતી મન નું કરતી ને બીજા સાથે જીભાજોડી કરતી છોકરીઓ એક પુત્રવધૂ તરીકે જરાય નય ગમે . એમને માટે એક વહુની એમની રીતે બનાવેલી રૂપરેખા છે જેમાં મુક્ત વિચાર ધરાવતી સ્ત્રી નો કોઈ અવકાશ નથી .એવી સ્ત્રીઓ છાપાના લેખ માં ને ફિલ્મ ની કલાકાર માં જ ખપે .ઘેર તો એમને સંસ્કારી શુશીલ ને સાસુ-સસરા- પતિ નું કહ્યું કરે એવું ભામીની રૂપે જોઈએ છે. મમી ની આ ભાવનાત્મક હૂંફ થી મારી હિંમત જરા વધી મેં સામે કહ્યું કેમ? જિન્સ પેરે ને આધુનિક વિચારો ધરાવતી મહિલા સંસ્કારી ના હોય શુ સાડી માં 6 ઇંચ જેટલી કમર દેખાય છતાં એ મર્યાદા ને જિન્સ માં પૂરેપૂરું શરીર ઢાંકેલ હોવા છતાં એ મર્યાદા નું ઉલ્લંઘન કેમ? શુ હું તમારા બધા નો આદર માન સન્માન નય જાળવતી? શુ હું મારાથી મોટા ને માન સન્માન આપી મારી મર્યાદા નય સાચવતી કેમ? મમી એ કહ્યું હું સમજુ છું બેટા પણ સમાજ ?એને કોણ સમજાવે! બહેતર છે કે તું વધુ વિચાર કર્યા વગર સુઈ જા. સવારે જલ્દી ઉઠવાનું છે મહેમાન આવવાના છે તો જલ્દી ઉઠવું પડશે. ઘણુંય કામ છે બેટા ચાલ ગુડનાઈટ!

"ગુડનાઈટ" - હું પણ વિચારમાં પડી ગયી કે અંગ્રેજી શબ્દો એ ગુજરાતી ને ઇવન બધી ભાષા માં સ્થાન લઇ લીધું છે છતાં એમના વિચારો ને આટલો તિરસ્કાર કેમ એમની પ્રણાલી સો ટકા તો નય પણ વિસ ટકા તો ઇમ્પ્લિમેન્ટ થવી જ જોઈએને? શું કહેવું છે તમારું
જોયુ તમેં પણ મારી જેમ ગંભીર મુદ્રા માં આવી ગયા ને! શું કરીએ આ મુદ્દો છેજ એટલો ગંભીર જો ચાર માણસ વચ્ચે કહેવામાં આવેતો ચર્ચા કરવાને બદલે લોકો તને ખબર ના પડે એ આપણી સંસ્કૃતી નથી- એમ કહીને ચૂપ કરી દેવાય છે આખી રાત મને આ વિચારો આવ્યા ને ક્યારે સ્વાર પડી ખબર જ ન પડી!
બીજા દિવસે સવારે મમી પેલેથી વ્હેલા ઉઠી બધું તૈયારીમાં વ્યસ્ત હતી મને બમ પડેલી કે ઉઠ બેટા મહેમાન આવાના છે.
સાચું કહુતો મારો બે દિવસ પહેલાનો ઉત્સાહ મારી પરવાર્યા હતો છતાંય મનેકમને ઉઠી બધું કામ નિપટાવી રેડી થયી ડ્રેસ પેલી વાર પહેર્યો હતો જરા સંકોચ અનુભવાયો હળવા મેકઅપ સાથે કાજલ ને મારા ફેવરિટ મસકરા લગાવી લાસ્ટમાં દુપટ્ટો લાઇ જેવી આયના માં જોયું ખુદને ઓળખી ના શકી ખુદ ની શરમ આવી ગયી એટલી કોમળ છબી હતી આયના માં જેને હું ક્યારેય મલી ના હતી માનમાંજ બોલી આવો ભાવિ વરરાજા તમને પેલી જ નજરે ઘાયલ ના કર્યા ને તો મારું નામ સરિતા નય મમી બારણે ઉભી બધી હરકતો જોતી ને મરક મરક હસ્તી એ મને પછી ભાન થયું હું જરાક ભોઠી પડી પછી મમી એ મારો હાથ પકડી કીધું કોઈની નઝર ના લાગે મારી સરૂ ને કાજળ નો ટીકો કરી દઉં પછી એને ડ્રોવર માંથી એક પેકેટ ખોલી નાની લાલ બિંદી લઈ મને કપાળે લગાવી ને કપાળ ચૂમી લીધું ભાવુક થયી ગયેલી.પછી સ્વસ્થ થતા કીધું મહેમાન આવી ગયા છે ચાલ જે પૂછે એનો સારી રીતે જવાબ આપજે ત્યાં argyument ના કરતી પાછી! એમ કહી ટપલી મારી હસતા હસતા બહાર ગયી મને પણ પાછળ આવવા ઈશારો કર્યો હું પણ સાથે નીકળી.
એવું લાગ્યું કે મમી તો મને આજેજ વિદાય આપી દેશે,🤗
બહાર બધા મહેમાન સોફા પર ગોઠવાય ગયા હતા મને આવતા જોઈ દરેક ની નઝરો મારી પર સ્થિર થયી. છોકરો સારો લાગતો હતો ખાનદાની પહેરવેશ હતો એના ફેમલી વાળા પણ વ્યવસ્થિત હતા.મેં પાણી ને ચા ની ટ્રે આગળ ધરી ને બન્ને પરિવાર વચ્ચે થોડી વાતચીત થયી પછી મને મમી એ અંદર જવા ઈશારો કર્યો હું રૂમ માં ગયી પાછળ એ છોકરો પણ આવ્યો. અમે સામસામે ગોઠવાય ગયા, વાતચીત નો દોર શરૂ થયો.
થોડી રૂટિન લાઈફ ને એજ્યુકેશન જોબ ની વાત થયી પછી મૌન છવાયું, મનમાં તો ઘણું બધું હતું છતાંય મૌન રહી થયું કે મમી ને નય ગમે મારી આ મુક્ત વિચારધારા થી વાત કરવાની આદત . છેવટે એણે કીધું જોબ કરવાની કે ઘર સંભાળવાનું? મારુ મૌન તોડવાનું ને મન ની અંદર ઘૂઘવતા મોજા ને છૂટો દોર આપવાનો મોકો જાણે સામેથી મળ્યો છતાં જાણે કયી બંદીશ રોકી રહી હતી? કદાચ એ મર્યાદારૂપી આડંબર ,દંભ, ખોટો પુરુષ અહમ ન ઘવાય એ સાવચેતી રાખવાની માં ની સલાહ હોઈ શકે ! પણ મારા મનના તોફાનો નો બંધ ક્યાંક તૂટી જસેતો સુ અશુભ થશે એ વિચારે સહેજ સહેમી ગયી ને હોઠ બીડાય ગયા .
છોકરો જવાબ ની રાહ જોતો મારી સામે જોઈ રહ્યો મારાથી ના જુઠ્ઠું બોલાતું ના સાચું કહેવાતું ,બોવ મોટી દુવિધા માં ફસાવી દીધી હોય એમ અહેસાસ થયો .કદાચ ખુદને આટલી બેબસ ક્યારેય મહેસુસ ન કરી હતી. કોલેજ માતો બધાને તડનેફડ જવાબ આપતી નદી ની જેમ છોળો ઉછળતી સરિતા આજ બહારથી શાંત ને અંતરમન માં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી ગૂંગણામણ અપાર હતી રૂમ માં નીરવ શાંતિ અકબંધ હતી .પરિસ્થિતિ ને જોઈ તરત સમભાળવા સાગર એ વાત બદલી ને કહ્યું મને મારો લાઈફપાર્ટનર જોબ કરે એ ગમશે , જમાનો બદલાયો છે ભાઈ, મારી wife પણ એની સાથે કદમ મિલાવે એ મારા માટે ગૌરવ પૂર્ણ વાત હશે. ને હા એક પતિ તરીકે મારી જવાબદારી પણ પુરી નિભાવીસ એના ઘરકામમાં બધી તો નય થોડી મદદ જરૂર કરીશ.
એ થાકીને જોબ પરથી આવે એટલે એને આદુવાળી ચા બનાવીને આપીશ .પછી એ ફ્રેશ થશે એટલે મને એના હાથની રસોઈ પ્રેમથી જમાડસે ! એના વિચારો ને મંતવ્યો ને માન આપીશ.હા એ કોઈ જગ્યાએ ખોટી હશે તો પ્રેમથી મીઠો ઠપકો આપીશ , ક્યારેક એ ગુસ્સે હોયતો હું મૌન રહીશ ક્યારેક હું ગુસ્સે થાવતો એ મને એની કાબર જેટલી બકબક થી મનાવી લેશે😉 ખરુંને! અંડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ રાઈટ? બસ તમે તો કઈ બોલો હુંજ બોલબોલ કરું છું ક્યારનો....
બસ આ સાંભળી ને મારા બધા સવાલો નો જવાબ મને મળી ગયો મારે કાઈ કેવાનું આવતું નથી તમે ખૂબ સમજદાર છો મારી મનોસ્થિતિ ખૂબ સરસ રીતે સમજી ગયા બીજું શું જોઈએ મારે?આઈ એમ ઈમ્પ્રેસ! સસ્મિત આભાર તમારો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED