મહેંદી સાથે આડવેર Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેંદી સાથે આડવેર

મહેંદી સાથે આડવેર ...
(સત્ય ઘટના..મારી જ એક આત્મ કથા )

મહેંદી શબ્દ ને ને મારે જાણે હમણાંથી આડવેર છે..

સમય એવો આવી ગયો છે એટલે શું કહું તમને આ મારી કહાણી ...

બસ કરમ ની કઠણાઈ કહો કે ..બીજું કંઈ નય..

હું આમતો દેખાવે સામાન્ય છોકરી.. પણ ઘાટીલી ખરી..નાનપણ થી જ મને મહેંદી ની ખુશ્બૂ ને રંગ બોવ ગમતો..

પેઈન્ટર તો હું 3 જા ધોરણ થી જ હતી એટલે મહેંદીની ડિઝાઇન પણ આવડતી બાજુ વાળા માસી જોડે એક ચોપડી હતી જેમાં બધી ડિઝાઈન હોય એ જોઈને મમી ના, બહેન ના , શેરીની છોકરીઓ ના હાથમાં ચિતરામણી કર્યા કરતી..

ઘણીવાર સ્કૂલ માં ભણવામાં ગણિતનો વિષય આવે એટલે કંટાળીને પેન કે પેન્સિલ વડે નોટબુક ના છેલ્લા પને મારી સર્જનાત્મકતા ને અવકાશ આપવા માટે મેંદી ની વિવિધ ભાત પાડ્યા કરતી ...

બાજુ માં મારી બેનપણી એ જોઈ ખૂબ હરખાતી એને પણ ગણિત ભણવા કરતા મારી મેંદી માં વધુ રસ પડતો..

ધીરેધીરે મોટી થયી હવેતો મારી મેંદીની ડિઝાઇન માં પરિપક્વતા આવી ગયી ને ઔર શાર્પ બનતી ગયી ...

હવે નાની મોટી છોકરીઓ મારી પાસે મેંદી મુકવા આવતી..
ગોરયો હોય કે રક્ષાબન્ધન હોય , કે દિવાળી હોય

હું પણ હોંશે હોંશે બધાને મેંદી મૂકી આપતી ..આમને આમ એક દિવસ યુવાની ને ઉંબરે આવી..ને પછી મારા પાસે આવતી છોકરીઓ માં લગ્ન સગાઈ કરનારી છોકરીઓ નો પણ ઉમેરો થયો...

કેવી સરસ ભાત ને પોતાના ભાવિ ભરથાર ના નામની મેંદી મુકાવતી ..સાજણ ના નામનો રંગ એમના હાથ માં ચડતો જોઈ મને પણ અરમાનો જગ્યા .

મનોમન મને પણ એવું થતું કે , "મારે પણ એક દિવસ મારો રાજકુમાર આવશે , હું પણ એના નામની મેંદી મુકીશ ,અને મને પણ સાજન નો રંગ ચડશે..."

દિવસો વીતતા જાય છે..મને પણ છોકરા જોવાની પ્રથા ચાલુ થાય છે..એક પછી એક આવે ને મારો બાહ્ય દેખાવ નું પોતાની રીતે મૂલ્યાંકન કરી ને અભિપ્રાય આપે..

રંગે થોડી શ્યામ છે , નીચી છે, થોડી સાદી સીધી છે...ઈવા કઈ કેટલાય કારણો આપી મને રિજેક્ટ કરવામાં આવતી.. પણ ને મમી નો સપોર્ટ બોવ..

ધીરજ રાખ બેટા...!
મમી સમજાવતી...

મને હમેશા સપના બતાવતી એક દિવસ તારા રૂપને નય તારા ગુણ ને પારખી ને તને પણ એના નામ ની મેંદી મુકનાર રાજકુમાર આવશે

ને હું નિરાશા ખંખેરી લેતી..

એક દિવસ જાણે મમી ની વાણી સાચી પડી હોય એમ મને એક છોકરા એ હા પાડી મમી ને બધા ખુશ છોકરો સારું ભણેલો , ને હાઈટ મારા જેટલી દેખાવ સામાન્ય પણ મને એનું સોબર લુક ગમ્યું એટલે બન્ને પક્ષે " હા " આવતા ફટાફટ સગાઈ ગોઠવાય ગયી

હવે એક વાર મળ્યા ને હું એની સાથે મન્દિર માં બેસી 20 મિનિટ જેવી વાત કરી ને એને જોબ પર બહારગામ જવાનું હોવાથી નીકળી ગયા ...

મારુ તો મન ખુશ હતું ને પછી વડીલો એ મળી ને 15 દિવસ માં જ લગન ની તારીખ પણ નક્કી કરી દીધી ..આટલી ઉતાવળ માં શોપિંગ ને બધું જલ્દી જલ્દી કરી ને હવે ઇન્તજાર ની ઘડી નો અંત આવવાનો હતો..

લગ્નસરાની ખરીદી , ઘરેણાં , મંડપ ,-ડેકોરેશન , વિડિયો ગ્રાફી ના ઓર્ડર .. બધીજ તૈયારીઓ બસ આજે કંકોત્રી પણ છપાઈ ને આવવાની હતી ..

રાતે અચાનક વેવાઈનો ફોન આવે છે..

"હેલો ..."

પાપા થોડી વાતચીત કર્યા પછી ધીર ગંભીર મુદ્રા માં આવી જાય છે ને પછી...

સર્જાય છે તોફાન ..

પાપા ફોન મૂકે છે રડમસ ચહેરે.

મમી પૂછે.." શુ થયું..?"

છોકરો લગ્ન કરવાની ના પાડે છે...! બોલતા બોલતા પપ્પાને ગળે ડૂમો બાઝી જાય છે

શુ કહ્યું..?

મમી સોફા પર લગભગ ફસડાઈ પડે છે

બધાને વિશ્વાસ નથી આવતો પપ્પા નો ચહેરો ખુબજ ગંભીર હતો .
મમી ની ને પાપા ની આંખ ઉભરાય આવે છે ..

ને પછી મારા તરફ નજર કરેછે..

હું દરવાજા પાછળ ઉભા રહીને જોતી હોઉં છું ...

પપ્પા તરત વેવાય ને એમના કુટુંબીઓ ને ફોન જોડે છે..અમારા કુટુંબીઓ ને પણ ને બધી માહિતી જણાવે છે ને છોકરા ને સમજાવવા કહે છે.. લગભગ અર્ધી રાત થયી હોય છે 11 વાગ્યા આસપાસ ને એના ઘેર જાય છે બધા ખૂબ સમજાવટ થી કામ લે છે

અથાગ પ્રયત્નો ચાલે છે છોકરાં ને સમજવાના પણ છોકરો કદાચ અન્યત્ર પ્રેમ સંબંધ માં હતો એટલે વ્યર્થ જય છે

પ્રયત્નો ને અંતે બધા ઘેર આવે છે

મૌન આક્રંદ ને શોક જેવું વાતાવરણ છવાય છે ને ક્યારે મને ઊંઘ આવે છે એ ખબર જ નય રહેતી .

સવાર પડે છે ...લગભગ 9 વાગે..

બરાબર એજ સમયે લગ્ન ની કંકોત્રી પણ ડિલિવરી થાય છે

હું ઘડીક મારા હાથ માં ને ઘડીક કંકોત્રી માં મારા નામ ને જોઈ રહી છું..

મારી આંખો માં જોયેલા સાજન ની મેંદી ના સપના ચૂર ચૂર થયી જાય છે

પછી મારી લાગણીઓ ઘવાય છે ને , હૃદય તૂટે છે ને મેંદી ને દૂર હડસેલી દઉં છું ...

બસ એટલે જ મારે ને મેંદી ને આડવેર છે...!