meet in train books and stories free download online pdf in Gujarati

ટ્રેન માં મુલાકાત (સફર એક સાહસ નું)

આજ હું પહેલી વાર એકલી ટ્રેનમાં સવારી કરી હતી... અમદાવાદ ની ભીડ થી ભરેલી ટ્રેન માં મહાપરાણે સીટ મળી પણ બારી ના મળી .. તો પણ બાજુ માં ઉભેલ ચિક્કાર મેદની ને જોતા મને મારી સીટ મળ્યાનો સંતોષ હતો..

આજ એકલા સફર પર નવસારી માસી ને ત્યાં બેન ની સગાઈ માં એકલા જવાનું હતું એટલે થોડી ઉત્તેજિત હતી મમી પાપા ને આગલા દિવસે જ નીકળી ગયેલા ને ભાઈ ને જોબ થી રજા ન મળવાને કારણે એને આવવાનું માંડી વાળેલું
પણ આતો મારી માસી ની દીકરી એટલે મારી સિસ્ટર કમ બેસ્ટ ફ્રેન્ડ પણ એટલે મેં એકલા જ જવાનું નક્કી કર્યું.

એકલી આમ ટ્રેઈન માં ક્યારેય ગયી નહતી એટલે મમી ને થોડી ચિંતા હતી કે આ ગાંડી ક્યાંક બીજા સ્ટેશને ના ઉતરી જાય?( હસીને) પણ મેં બી નક્કી કર્યું કે આજતો મમી લોકોને સાબિત કરવું કે હું હવે મોટી થયી ગયી છુ ને એકલી જય શકું છું.

પ્લેટફોર્મ પર જઈને ટિકિટબારી માંથી ટીકીટ લીધેલી લાઇન ખૂબ હતી પણ મહિલા ની ઓછી હોવાથી મારો નમ્બર પણ જલદી આવી ગયો હતો .ટ્રેન માં પણ બેસી ને સીટ પણ મળી જાણે આજ મારા ભાગ્ય ખુલી ગયા હોય એમ બાકી આટલા લાંબા રૂટમાં આટલી જલ્દી કોઈ સીટ મળે એ મુશ્કેલ હતું ..વચ્ચે ઘણા સ્ટેશન આવતાં જતાં પાવનવેગે ટ્રેન જતી હતી .

સવારે 7 વાગ્યા ની હું બેસેલી 3 કલાક થયા મને હવે ભૂખ લાગેલી મમી એ કિધેલું નાસ્તો લેવાનું સાંજે થેપલા ને ડ્રાય સમોસા બનાવીને ગયેલી પણ હું ઉતાવળી ભૂલી ગયી અને હવે પછીનું સ્ટેશન 2 કલાક પછી આવવાનું હતું તો ક્યાંક ટ્રેન રોકાય એમ ન હતું

હું આકુળવ્યાકુળ થયી ગયેલી પાણી પણ બોટલ માં ખતમ થવા આવ્યું હતું હવે શું કરવું સમજાતું ન હતું .હાય રે મારી કિસ્મત .. મારી ભૂખ ની મહાદેવ ને જાણે ખબર પડી ગયી હોય એમ રસ્તા માં આવતા મહાદેવ મંદિર એ જેવી ચાલુ ટ્રેને પગે લાગેલી ટ્રેન માં ફેરિયો ગરમા ગરમ વરાળ નીકળતી કીટલી ની" ચા" ને ગાંઠિયા લઈને આવેલો .મારા જીવમાં જીવ આવ્યો મેં મનોમન મહાદેવ નો આભાર માન્યો.

નાસ્તો કરીને પેટ ,મન અને આત્મા તૃપ્ત થયી ગયો ખરેખર મોજ પડી ગયી હતી. એકલી હતી તો આજ જરા સાહસ યાત્રા પણ નીકળી હોય એવી ફીલિંગ્સ આવતી હતી.
આસપાસ નો માહોલ પણ થોડો સારો હતો લગભગ બધી સ્ત્રીઓ જ હતી માંરા ડબ્બા માં એટલે મમી ને ફોન કરીને જણાવી દીધું હતું જેથી ચિંતા ના થાય.

ઘુરઘુરાટી કરતી ટ્રેન છુક છુક છુક કરતી આગળ ધપે જતી હતી. આસપાસ વિવિધ જાત ના ઝાડ ને એના પર રંગબેરંગી ફૂલો પવન ના સુસવાટા સાથે લહેરાતા હતા એ જોઈ આંખો ને ઠંડક મળતી હતી ને ચોતરફ હરિયાળી જ હરિયાળી જોઈ જાણે કુદરત ના સઘળા દર્શન અહીજ થતા એમ અહેસાસ થતો..કુદરત હશે તો કેવો હશે? એ કદાચ આવો જ હશે એમ પ્રતીત થતું.
3 કલાક વીતી ચુક્યા હતા . વડોદરા જંકશન આવવાની તૈયારી જ હતી ત્યાં નવસારી ને હજુ ઘણી વાર હતી ટ્રેનમાં મુસાફરી કરો એટલે તમને એકલા હોય એવું લાગે જ નય ચારેબાજુ ફેરિયા ઓ નો શોર બકોર કોઈ ચા નાસ્તો કોઈ બિસ્કિટ વાળો કોઈ વચમાં બોર , આમલી ને આંબલિયા (સુકવેલી કેરી ના કટકા), લઈને સિંગ- ચના , ચણા જોર ગરમ , બધું આમતેમ છાબડી માં લઇ એ ફર્યા કરે , ગોટા ની ગરમ ગરમ સુગંધ તો જાણે ભૂખ ઉઘાડે ખુબજ રોમાંચ પ્રિય સફર વીતી રહી હતી. થોડી વારમાં તો મારી આંખ પણ લાગી ગયી ને સુઈ ગયી.
અચાનક બ્રેક નો ધક્કો વાગતા હું આગળ નમી ગયી ને ઊંઘ માં ખલેલ પડી. ઓહ ..વડોદરા આવી ગયું . મુસાફરો ની અવરજવર ,કુલી નો સમાન લેવા પડાપડી કરી રહ્યા હતાં. આ બધું જોતા હતી ને ધીમી ગતિ એ ટ્રેન ફરી ચાલવા લાગી વડોદરા થી નીકળી .

અચાનક મારી સીટ બાજુ માં એક નાનકડી પરી જેવી લાગતી સુંદર પરીકથા જેવી ક્યૂટ માંડ 3 થી 4 વર્ષ ની લાગતી એક છોકરી પસાર થયી ને મને એનો ધક્કો લાગ્યો ને મારાથી એની સામે જોવાય ગયું ને એને જે માસૂમિયત થી સ્માઈલ આપી મારુ દિલ જીતી લીધું...

ગુલાબ ના કોમળ નાના નાના લાલાશ પડતા પર્ણો વચ્ચે જાણે નવી અંકુરિત તાજા ખીલેલી ગુલાબ ની કળી જેવો એનો રતાશ પડતો ચહેરો મારા મન ને મોહી લીધો .ઠંડા પવન થી લહેરમાં સુવાસિત ફૂલો ની ખુશ્બૂ જેવી સોડમ જેવી એની સ્માઈલ મારી આંખો ને ઠંડક આપી દીધી.

એક પળ તો કુદરત ના આ કરિશ્મા જેવી સુંદર રચના જેવી રૂપાળી ઢીંગલી ને જોઈ મને કુદરત પર ગર્વ થયો કે ઈશ્વર કેટલો શક્તિશાળી છે એને કેટલી ઝીણવટભરી બારીકયી થી સુંદર પરી ને ધરતી પર મોકલી કોઈ સામાન્ય વ્યક્તિ નું કામ નહીં કુદરત છે એની સાબિતી આ માસૂમ ને જોઈ આવી જાય છે.

સોરી મેડમ એક ભાઈ બોલ્યા શાયદ એના સગા હશે એટલે મેં ઇટ્સ ઓકે કહી ને એ સાથે એ બન્ને આગળ વધ્યા.
આસપાસ જોઉં લગભગ વડોદરા માં મોટાભાગ ની વસ્તી ઉતરી ગયી હતી એટલે ખાલી જેવી થયી ગયી હતી બસ હબે એક કપલ એક વૃદ્ધ માજી ને જુ ને આ ઢીંગલી ને એના જોડે એ ભાઈ જ હતા.

મેં આગળ સીટ પર બેસવાનો લાભ લઈને મસ્ત બારી પાસે મારી સીટ ટેકવી ને બારી બહાર જોયા કર્યું. આહલાદક નજારો જોઈને મારી આંખ માં પવન જાણે વાગી રહ્યો હોય એ ઝડપે ટ્રેન ચાલી રહી હતી. આંખ ના પલકારા ઝબૂક ઝબુક થવા લાગ્યા પવન ના વેગ ને લીધે આંખ માંથી પાણી આવી ગયું.

કેમ રડો છો દીદી? તમે પન તમાલા મમીને છોડી ને જાવ છો કે શું?

પરી બસ આવા પ્રશ્નો ના પુછાય ચાલ આવતી રે આપડી સીટ પર ને એ ભાઈ પરી સામે આંખ કાડે છે .મને એ વાતજરા અજીબ લાગી પણ એ ભાઈ નો શ્યામ ચહેરા માં ગુસ્સાથી પડેલી આંખ ની લાલાશને જોઈ મને જરા અજુગતું ને ડર જેવું લાગતા મેં હિંમત ન કરી પરીને જતા જતા ઉદાસ ચહેરો જોઈ ને મને એની દયા આવી એને જોતા લાગ્યું નહિ કે એ એના પાપા હશે કદાચ બીજું કોઈ સંબંધી હોઈ શકે .

આગળ જતાં એક ફેરિયો ચોકલેટ લઈને આયો ને પરી ખુશી થી ઉછળી પડી.અંતલ અંતલ મને ચૉકેટ જોઈએ .પ્લીઝ... પલીઝ.. હાથ જોડીને કાલી ઘેલી ભાષામાં એ એના અંકલ ને આજીજી કરી રહી હતી પણ એ કવો પથ્થર દિલ..!
અંકલે એની વાત ન સાંભળી ને એના ફોન માં કોઈને મેસેજ કરવામાં જ મશગુલ હતો મને નવાઈ લાગી ક્યૂટ છોકરી આપી છે ભગવાન એ ને આ જલ્લાદ જેવા ભાઈ ને એની પર પ્રેમ નય આ તો? એટલીસ્ટ દયા ખાઈને તો આપેજ એ નાનકડી પરી ના આંખમાં ઝળઝળિયાં આવી ગયેલા એ જોઈ મેં એને મારા પર્સ માં રહેલી ચોકલેટ આપી. ટેનકુ દીદી ..કહીને નાચી ઉઠી ..એ રાજી રાજી થયી ગયી.

નાના ભૂલકાં ની પણ ખુશી એક 10 રિપિયા ની ચોકલેટ માં હોય ને આપડે મોટા થયીએ એટલે કેટલા ટેનશન લઈને ફરીએ નાની નાની વાતમાં. ખરેખર બાળક થવું કેટલું મજાની સફર છે. પણ મારું દિલ તો હજુ એક નિર્દોષ બાળક જ છે હજુ એમ મનોમન કહીને હું પણ એ બાળકી સામે હસી.

હવે ટ્રેન માં મૌન હતું.કપલ એમની પ્રેમ ગોષ્ટિ માં લીન હતું.ને માજી તો જાણે વર્ષો ની ઉંઘ આજેજ પુરી કરવાના હોય એમ બેસ્યા ત્યારના સુતા જ હતા.ને જોરશોરથી નસકોરા પણ બોલતા હતા. મને એ જોઈ હસવુ આવ્યુ

આગળ જતાં ભરૂચ આવવાનું હતું. પણ એને હજુ કલાક વાર હતી લગભગ જમવાનો સમય થયી ગયો હતો. ફરી ફેરિયાઓ ની ટોળી ડબ્બા માં ટીફીન લઈને ફરતી હતી હું પણ ટિફિન લાઇ ને મારી સીટ પર મૂકી જમવા બેસી પેલા ભાઈએ પણ પરી માટે જમવાનું લીધું એ જોઈ મને હાશ થયી. કે સારું છે જલ્લાદ ને થોડી ફિકર તો છે એની. બધા જમીને નવરા થયા ને હવે ઊંઘ આવી રહી હતી હજુ સ્ટેશન ને વાર હતી એટલે મેં પણ થોડી ઝપકી મારવાનું નક્કી કર્યું ને બારીને માથું ટેકવી આરામ કરવા લાગી ...થોડી વાર થયી હશે ત્યાં મારા કાને કંઈક શબ્દો અથડાયા જેથી મારી આંખ ખુલી મેં જોયું કે પેલો ભાઈ ફોન માં કોઈ જોડે વાત કરી રહ્યો હતો ને વાતે વાતે અભદ્ર ગાળો બોલી રહ્યો હતો કૈક અંશે હિન્દી ને કૈક અંશે ગુજરાતી એમ મિક્સ .મને એની એ વાત થી એ ગુજરાત નો હોય એમ ન લાગ્યું ને ગાળો પણ કોઈ મવાલી જેવી પ્રતીત થઇ હતી. મેં પરી ને શોધવા નઝર ફેરવી તો એ ત્યાંજ સૂતી હતી .અત્યંત મોહક સ્મિત હતું એની મુખાકૃતિ પર એ જોઈ ને કોઈપણ પીગળી જાય પણ આ ભાઈ જલ્લાદ જ હશે જાણે કેવી ભાષા વાપરે છે એ છોકરી ને જોઈ ને મને થતું કે આ ભાઈ ને જાણે દુરદુર સુધી કોઈ સંબંધ ન હોય એમ લાગતું. જલ્લાદ... હું મન માં બોલી ઉઠી..

હજુ પણ એ ભાઈ વાત કરી રહ્યા હતા મેં સ્વસ્થ થયી એ વાત સંભળાવા પ્રયત્ન કર્યો અમે બધા સુતા છીએ એમ સમજી એને એની વાણી વિલાસ ચાલું જ રાખેલો.

પણ આશુ..?
એ કોઈ સાથે કોડવર્ડ માં વાત કરતો હતો .ચોકલેટ આ ગયી હૈ ..મસ્ત ,બડીયા દૂધ મલાઈ હે પેમન્ટ રેડી રખના..
ચોકલેટ?? શબ્દ જરા સંભળતા વિચિત્ર ફીલિંગ આવી. જાણે કે આ પરી ની વાત કરી રહ્યો હોય એમ લાગ્યું.હવે
સામે છેડે પણ કોઈ એના જેવું જ હશે એમ એના પેમન્ટ ની જીકજીક માં કરેલી ગાળાગાળી ને સામાં જવાબ પરથી મહેસુસ થયું. એને રીતસરનો ફોન ટ્રેન ના બારણે પછાડ્યો હું ડઘાઈ ગયી ને આંખ બંધ રાખીને જાણે સૂતી હોય એમ એક્ટિંગ કરી.

દાળ માં કૈક કાળું હોય એવું લાગ્યું મને.એ ભાઈ આવી ને પરી જોડે બેસી ગયો મેં આંખ ઝીણી કરી જોવા પ્રયત્ન કર્યો તો એ ભાઈ ગુસ્સાથી લાલચોળ થયી ગયેલો ને પરી ને તાકી રહેલો પરી કહે અંતલ તમે જુતું બોલ્યા ને તમાલી પાસે ચોકેટ છે હાલ ફોન માં કીધું તમે..? ચોકલેટ ની પૂછતા જ એ ભાઈ ને પરી નો હાથ જોરથી પકડી ને આંખો કાડી ,હું અવાક જ રહી ગયી ને પરી હવે એનાથી થોડી ડરી ને સહેજ ખસી ગયી ને બારી બાજુ ખુણા માં લપાયી ગયી. આંખ ભીની થયી ગયી.

હવે મારી શંકા નું સમાધાન થયી ગયું મને નક્કી આ બાળ તસ્કરી નો કેસ લાગ્યો .મારી અંદર છુપેલી નાનકડી જાસૂસ એ મને ઈશારો કરીયો .ઘણી જાસૂસી ની સિરિયલ જોઈ હતી એટલે મને એટલી તો ખબર પડી ગયી કે આ ભાઈ કોઈ ગીરો નો સૂત્રધાર હશે ને આ માસૂમ ખાનદાની પરિવાર ની બાળકી ને કોઈ સ્ટેશને થી કિડનેપ કરી હશે આ કલ્પના એ મારા હાથ- પગ થર થાત કંપવા લાગ્યા .એક પળ તો મારી સામે શૂન્યમનસ્ક છવાયી ગયું.

શુ કરું તો આ બાળકી ને એ રાક્ષસ ની કેદ માંથી છોડાવું. ને એજ ક્ષણે મેં મહાદેવ ને યાદ કર્યા ને મારુ મગજ જાણે ટ્રેન ની જેમજ 120 ની ઝડપે દોડવા લાગ્યું સિરિયલ ના અમુક સીન યાદ કરીને મેં આ બાળકી ને મુક્ત કરવા આઈડિયા વિચારવા લાગી. મારી એકલી થી નય થાય એમ સમજી મેં ટ્રેન માં જે એકલદોકલ માણસ હતા એની મદદ લેવાનું વિચાર્યું.

પહેલા તો હું મારી પર્સ માં રાખેલી ડાયરી ને પેન કાડી એમાં લખવાનું ચાલુ કર્યું કરણ વાત કરવા ની પોસીબલ નહતી પેલા ને શંકા જાયતો?? એટલે આજ આઈડિયા યોગ્ય લાગ્યો મેં બધી વાત અંદર લખી ને થોડી વાર આમતેમ નજર કરી ને ખાતરી કરી કે પેલો રાક્ષશ જોવે નય એ રીતે મેં મારી આગળ ની સીટ પર પેલું કપલ બેઠું હતું એને મોકલી એને પણ વાંચી ને મારી સામે ને પરી સામે ને પછી પેલા જલ્લાદ સામે જોયું.ને જાણે મારી વાત ની ખાતરી થયી હોય એમ માથું ધુણાવ્યું.

થોડીવાર પછી એ ટોયલેટ માં જઈને ફોન માં કૈક વાત કરી મેં મારો નમ્બર પણ એ ચિટ માં લખેલો એટલે એને મને પણ મેસેજ કરી કહ્યું કે એનો ફ્રેન્ડ પોલીસ અધિકારી છે એને એને મેસેજ કરી ને કહી દીધું હતું એનો ફોન આવેલો આપડું લોકેશન ટ્રેશ કરવા . મને થોડી હાશ થયી. એણે મને એનો પલાન પણ મેસેજ માં લખ્યો ..

હવે એ પ્લાન ને અંજામ આપવાનો હતો. અચાનક માજી ખાંસી ચડે છે પાણી પાણી ની બુમો પાડતા માજી પેલા જલ્લાદ ને ખૂણી મારી રહ્યા હતા એ જલ્લાદ ગુસ્સે થયેલો હતો પણ કોઈને શક ન જાય એટલે એની પાસે રહેલી બોટલ માજી ને આપી. માજી એ પાણી પીને પાછી ના આપી ભૂલી ગયા એવામાં પરી એ પાણી માગ્યું તો પેલા ભાઈએ પાણી પાછી માંગી તો માજી શાયદ ભૂલકણા હતા એમણે આ બોટલ મારી છે એમ કહ્યું ને મારે હજુ આગળ જવાનુ છે હું પાણી નય આપું એમ કહી એટલે બન્ને વચ્ચે રકઝક થયી

તક નો લાભ લઇને મેં મારો પ્લાન અમલમાં નાખ્યો. મેં એ બાળકી ને એના પરિવાર ને એના ગામ નું નામ પૂછી લીધું એણે કાલીઘેલી ભાષામાં એ આનંદ (આણંદ) ની છે ને એના પાપા સમિલ (સમીર) મમી અંતિતા (અંકિતા) જાણવા મળ્યું એના પાપા નો નમ્બર પણ એ ના આપી શકી શાયદ એટલી નાની ઉંમરે એને એટલું યાદ ન રહેતું હોય જેથી મેં એટલી માહિતીથી સંતોષ લીધો

પછી મેં એ મેસેજ પેલા ભાઈ ને કર્યો એને એના ફ્રેન્ડ પોલીસ અધિકારી ને કર્યો ત્યાંથી આણંદ પોલીસ સ્ટેશન માં પણ ખોવાયેલી વયકતી ની યાદી મગાવી એમાથી એના પાપા નો નમ્બર મળ્યો ને પછી એમને જાણ ક્રાયી ને ફોટો વગેરે કનફર્મ કર્યું ને એજ પરી નીકળી એનું સાચું નામ " અવી " હતું
એજ ફોટા વળી પરી હતી જે મારી સામે હતી મને મનોમન મારી પર ગર્વ થયો કે મને આવડો મોટો કોયડો ઉકેલવાનો મોકો મળ્યો

થોડી વારમાં ભરૂચ આવી ગયું અગાઉથી પોલીસ ની વાત થયી ગયી હતી તેથી ભરૂચ પોલીસ સ્ટેશન આગળથી સિવિલ ડ્રેસ માં 4 માણસો અમારા ડબ્બા માં આવ્યા ને હવે ખાલી અમારે એ ભાઈ પર નજર રાખવાની હતી એક પોલીસ એમની આગળની સીટ પર બેસી ગયો ને એમનો મને ઈશારો કર્યો "પલાન- બી" માટે મારે ફરી માજી ને એજ મુદ્દો છેડવાનો હતો જેથી મારો પ્લાન સફળ થાય ને મહાદેવ જાણે મારુ સાંભળી રહ્યા હોય એમ એ પરી ને મસ્તી સુજી ને માજી ની બોટલ લઈને ભાગી માજી પણ લાલચોળ થયીને એની પાછળ ભાગયા ને એમની પાછળ પેલો માણસ દોડ્યો

મેં તકનો લાભ લઇ એ માણસને જાણે અજાણતા ધક્કો વાગ્યો એમ કરીને એનો ફોન લઈ લીધો પેલા માણસ ને ખયાલ જ ન રહ્યો મેં ટોયલેટ માં જઈને એમાંથી મને આપેલા પોલીસ ના નમ્બર પર મિસ્કોલ કર્યો ને પછી ડીલીટ કરી ફોન ઝડપથી કોઇને શંકા ન જાય એમ એની સીટ નીચે સરકાવી દીધો.

બસ હવે એનો નમ્બર ટ્રેસ થશે ને એનું આખું રેકેટ પકડાશે. થોડીવાર માં માજી થાકી ગયા ને બેસી ગયા પેલા એ પરીની બોટલ માજીને આપી ને માજી શાંત થયા. બધું સુઅયોજિત પ્લાન મુજબ પાર ઉતર્યું ને મને હવે 80 % શાંતી થયી કે પરી નો હવે છુટકારો થશે.

પોલીસે બધી તપાસ ને કરતા આ મુંબઈની સક્રિય ગેંગ નું મોટું કાવતરું હતું એ ખ્યાલ આવ્યો. હવે એક માણસે પેલા ને પકડી ને ટોયલેટ માં લઇ ગયો ને ધોલાઈ કરી. ને એને બધું કબુલી લીધું ને પોલીસ ના બીજા માણસો એ પણ એને દબોચી લીધો..અમે તાલીઓનો ગડગડાટ કર્યો ને આ બધું પેલા માજી ના સમજી શક્યા એટલે મારી ને પરી સામે શૂન્ય મનસ્ક નજરે તાકી રહ્યા મને પોલીસે શાબશી આપી ને તેઓ પરી ને લઈને એના ગામ આનંદ (આણંદ ) ગયા. પરી એ જતા જતા મને કિસી કરી ને કહ્યું દીદી તમે બોવ ગુલ ગુલ (સારા) છો, પેલા અંતલ (અંકલ) તો બેદ બેદ (ખરાબ) હતા મને ચોકેટ નતા આપતા. ને પછી બધા ખડખડાટ હસી પડ્યા લારી શરમાય ગયી ને મેં મારા પર્સ માંથી બે મોટી ચોકલેટ આપતા એ નાચવા લાગી મેં એને કહ્યું હવે આ ગુડ અંકલ (પોલીસ) તારા મમી- પાપા જોડે લઇ જશે .ત્યાં મન ભરીને ચોકેટ ખાજે ને એ મને ભેટી ને ટેનકુ (થેન્કયું ) કહીને ઠેકડા મારતી મારતી નીકળી ગયી ને અદ્રશ્ય થયી ગયી ત્યાં સુધી હું એને જોતી રહી ને ટાટા કહેતી રહી ..

ખરેખર આજની સફર બોવ રોમાંચક, થ્રિલર, ને અકલ્પનિય હતી મારો આણંદ અરે સોરી સૉરી આનંદ બમણો થયી ગયો હતો આ બધી વાત માં ક્યારે સમય પસાર થયી ગયો ખબર જ ન રહી

હવે બસ થોડા સમયમાં મારુ સ્ટેશન થોડાજ સમય માં આવવાનું હોઈ મેં પેલા કપલ નો પણ ને માજી નો પણ આભાર માન્યો. ને નિરાંત થયી.

મમી નો ફોન રણક્યો ..ટ્રીન ટ્રીન...ટ્રીન...ટ્રીન...

મેં રિસીવ કર્યો...કેમ છે બેટા કેવી રહી સફર તુતો ફોન જ ન કર્યો પછી મેને ચિંતા થયી બધું બરાબર જ છેને?

મમી ભૂલી ગયી બસ હવે પહોંચવા જ આવી છું. ને મસ્ત સફર રહી .ને હા કોઈ તકલીફ ન થયી ...(હા હા હા ..મને હસવું આવી ગયું)

મમી મારા હાસ્ય ને ના સમજી શકી.પણ એને કામ હોવાથી પછી પહોંચે એટલે ફોન કરજે એમ કહી મૂકી દીધો.
ખરેખર મિત્રો ખૂબ જ ખુશ હતી આજે મેં એવું સાહસ કર્યું હતું મને મનોમન મહાદેવ ને પ્રાથના કરી ને એટલામાં મારુ સ્ટેશન આવી ગયું ને હું ઉપડી મારી મંજીલે....ટાટા દોસ્તો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED