સરયૂ (હિર ના પાલક પિતા જે હિરને દાનપેટી આગળથી બચાવી લાવી પાલન કરે છે )
અવંતી સરયૂ ની પત્ની ને હિર ની માતા
એક હિન્દૂ ટોળું (સત્યમ, શિશિર, આકાશ, પ્રકાશ)
--------------------------------------------------------------------
વિનંતી - આ એક અતિ સંવેદનશીલ મુદ્દા પર છે મારી વાર્તા જે કાલ્પનિક છે પાત્રો પણ કાલ્પનિક છે
મારા વિચારો ની વહેતી સરિતા ને કિનારો મળે એ સારું કલમ ના સહારે અહીં કંડારૂ છું મારો કોઈ અન્ય કોઈને દુઃખી કરવાનો હોય હેતુ નથી માફ કરજો કોઈની લાગણી દુભાય મારી આ વાર્તા થી આને ફકત એક કલ્પના તરીકે જ લેશો
-----------------------------------------------------------------------
સરયૂ ને અવંતી એક ધાર્મિક સ્થળ પર ટ્રસ્ટ દ્વારા નિમાયેલા બ્રાહ્મણ પૂજારી પતિપત્ની છે જે નજીવા પગારે અહીં સેવા આપે છે. રોજ પરોઢીયે 5 વાગે ઉઠી જવું સ્નાનાદી નિત્યક્રમ પતાવી 6 ના ટકોરે આરતી પૂજા અર્ચના કરવું
આખો દિવસ ભગવાન ના ગુણગાન ગાવું કોઈ ભક્ત આવે તો હલચાલ પૂછે કોઈ ખુશ થયી ને ભેટસોગાત આપે કોઈ બાધા આખડી કરે આખો દિવસ નયનરમ્ય બાગ માં ઘંટાકર્ણ મહાદેવ ના સાનિધ્ય માં ક્યારે પસાર થાય ખબર જ ન રહે સંધ્યાકાળે ફરી 6 ના ટકોરે આરતી કરે ધણી ધણીયાણી જમીને કામ પતાવી એમને આપેલી પંડિત ની ઓરડી માં સુઈ જાય એ રોજનો ક્રમ થયો એમનો.
એક સમય ની વાત છે જ્યારે ગુજરાત માં ભયંકર કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. પડોશી પડોશી નો દુશમન થયો હતો જાનવરો નું તો ત્યાં પૂછવું જ શુ?
સોમવાર નો શુભ દિવસ હતો પણ શુભ સમય નહોતો આખો દિવસ રેડિયો પર સમાચાર કંઇક આવા હતા (ચીર -ફાડ ને કાપકપી લોહી નીતરતી લાશો ના ઢગલા ના આંકડાઓ ની માહિતી)
હે શિવ ...આ શું થયી રહ્યું છે આપણા ગાંધી ના ગુજરાતમાં સરયૂ થી બોલાય ગયું
અવંતિ (સરયુની પત્ની ) : હા નાથ બોવ ખોટું થયી રહ્યું છે હિન્દુ મુસલમાન ના ઝગડા માં આ લોહીની નદીઓ ને ચીર-ફાડ.. આ મોકાણ સેની મંડાણી છે.?
સરયૂ : અરે ..વ્હાલી આતો દેશ ના ભાગલા થયા એટલે અમુક અહિત કરનારાઓ આ બધી ગંદકી ફેલાવી રહ્યાં છે
અવંતી : હે ભગવાન...શુ થશે ..એ લોકો આપડા મંદિર માં આવી ગયા તો?
આપડે શુ કરીશું?
સરયૂ : શુભ શુભ બોલ ગાંડી . ..મહાદેવ આપડો રખવાળો છે ચિંતા ના કર
" હે મહાદેવ રક્ષા કરજે મારા બાપ " બંને મહાદેવ સામે હાથ જોડી એકસાથ બોલી ઉઠ્યા "
ત્યાંજ એક હિન્દૂ ટોળું મારો મારો કરતું મંદિર સામેથી પસાર થાય છે હાથ માં તલવાર , લાકડીઓ , ખેતીના ધરદાર ઓજારો ને મશાલ લઈને
સરયૂ : અરે ઉભા રહો સત્યમ, શિશિર, આકાશ, પ્રકાશ આ બધા કયા દોડીને જાઓ છો?
ને આ હથિયારો લઈને શુ થયું? કોઈ તકલીફ?
ટોળા માં રહેલ આકાશ સત્યમ ને પ્રકાશ બોલ્યા આ લોકો ને આપડા દેશમાંથી કાડવા જ પડશે?.આપડી બેન દીકરીઓ ને ટ્રેન માં લૂંટે છે ભાઈઓ ને મારી ને ફેંકી દીધા છે.
સરયૂ : અત્યાચાર ! ક્યાં કર્યા આ અત્યાચાર
"અમે સમાચાર સાંભળ્યા છે રેડિયો માં અમારાથી સહન નય થાય હવે આ અત્યાચાર.." ..ટોળા માં એકીસાથે બોલ્યા
અરે ગાંડાઓ એ આપડા ગામ માં ક્યાં એવું થયું છે એ તો પાકિસ્તાન ને ભારતની સરહદે થયું છે એને સરકારે પકડી લીધા છે
અને હા આપડા હિંદુઓ એ પણ એમને મારી નાખ્યા છે એ વાત ને લઈને અપડે આપડા ગામ માં આવો આતંક ના ફેલાવાય? પણ કોઈ માન્યું નહિ ને સિદ્ધુ ગયું મુસ્લિમ ની વસાહત માં
સામે મુસ્લિમો આ ટોળા ને હાથ માં હથીયારો સાથે જોશ માં આવતા જોઈ ઘડીભર તો કય સમજ્યા નહીં કોઈ એક એમાંથી બોલ્યું આ ચાર જણા સાવ બેકાર ને ગુંડા ઓ છે સમાજને ખોટા રસ્તે ચડાવે છે ઉશ્કેરે છે આપડા વિરુદ્ધ આ બધું જોઈને ડઘાઈ ગયા સમજાવટ થી કામ થાય એમ હતું નહીં એમના 4 જણા ( રફીક, અબ્દુલ, કરીમ, અખ્તર) અતિ આવેશ માં આવી સામે યુદ્ધ છેડી દીધું...દોડીને સામસામે યુદ્ધ છેડયું..
ચારે તરફ હાહાકાર.. સૌથી ખરાબ સ્થિતિ સ્ત્રીઓ ને બાળકો ની હતી .ચારેબાજુ મારો કાપો ની બુમો ...દોડાદોડ..ગગન ભેદી ચીસો ...સાંભળી જાણે આકાશ પણ રડી રહ્યું હતું એમ જોરદાર કડાકા સાથે વરસાદ પડે છે ને ટોળું વિખરાઈ જાય છે..
3 કલાક ના ધોધમાર વરસાદ બાદ વિરામ લે છે એવામાં ફાતીમાંબાનું ને લેબર પેઈન શરૂ થાય છે આવા હિંસાત્મક કરફ્યુ ના વાતાવરણ મા ડોકટર કે દાયણ પણ મળે એમ નહોતું
રહીમ ફાતિમાની ચિંતા કરે છે બાજુમાં રહેતા પડોશન જામીયાબીબી ને બોલાવે છે એમને ક્યારેય આ કામ નહોતું કર્યું પણ આ સમય એવો હતો કે જોખમ લેવું પડે એમ હતું
4 કલાક ની જહેમત બાદ એક દીકરી પેદા થાય છે.. ને બન્ને ખુશ થયી જમીયા બીબી ને સોનાની બુટ્ટી આપી દેછે ખુશી પણ ક્યાં ટકે છે??
રાત ના 8 વાગ્યા ચારેકોર અંધારું ઘોર
બધું યથાવત થયું ના થયું ત્યાં ફરી બહાર મારો કાપો ને એજ મોકાણ..
ત્યાં જ કોઈકે દરવાજો જોરજોરથી ખખડાવ્યો..ખોલો ખોલો.. અચાનક કોઈએ સળગતો બોટલ બૉમ્બ અધખુલ્લી બારી માંથી ઘરમાં ફેંક્યો જે જામીયાબીબી પર પડ્યો ને ભડભડ સળગી ગયા
આ જોઈ બન્ને ડરી ગયા ફાતિમા તો આઘાત માં સરી પડ્યા
બન્ને ઘરમાં પણ સુરક્ષિત નથી એમ સમજી નવજાત દીકરી ને લઈને પાછલા દરવાજે થી ભાગી ગયા ભાગતાં ભાગતાં વગડા આવી ગયા આગળ એક ટોળું આવે છે હાથ માં મશાલ લઈને ફાતિમા આ જોઈ દીકરી પતિને સોંપે છે ને બને એટલી તાકાત થી ભાગે છે પણ કિસ્મત કે ટોળા એ કરેલો તલવારનો છૂટો ઘા ફાતિમા ની પીઠ ને ચીરી ને નીકળી જાય છે
રહીમ અત્યન્ત દુઃખી થાય છે પણ દીકરી ને બચાવવા આગળ દોડે છે આગળ જતાં નદી પાર કરતા ઝાડીઓ માં આવેલ ઘંટાકર્ણ મંદિર માં આવી ચડીછે ..એને મનમાં એક વિચાર આવે છે ને પછી ત્યાંથી જતો રહે છે આગળ જતાં રહીમ પણ ટોળા નો શિકાર થાય છે
આ બાજુ મંદિર માં હિન્દૂ ટોળું નથી જતું ને પાછું વળે છે.. કાળમુખી રાત પણ વિદાય લે છે ને સવાર પડે છે. રોજની જેમ દંપતી આરતી કરે છે ત્યાં કોઈ બાળક ના રડવાનો અવાજ આવે છે બન્ને આસપાસ નજર કરે છે અવાજ દાનપેટી બાજુ થી આવે છે
બન્ને ઝડપભેર જઇ ને જુએ તો ત્યાં બાળકી મળે છે..એની વેશભૂષા પરથી એ મુસ્લિમ હોય એવું જ્ઞાત થતા બન્ને જલ્દી થી એને પોતાની ઓરડીમાં લઇ જાય છે ને એના કપડાં બદલી દે છે અને જૂના કપડાં સળગાવી દે છે બન્ને ને 10 વર્ષ ના લગ્ન માં સંતાન નહોતું ભગવાન નો આશીર્વાદ ને પોતાની સેવા રૂપે મળેલ આ ભેટ ને જોઈ રાજીરાજી થાય છે ને બન્ને એને પાલન કરવાની જવાબદારી ઉઠાવે છે ને એને હિર નામ આપે છે.હિર ને જોઈ કોઈપણ કઠોર દિલ પીગળી જય એવી માસૂમ હતી
આસપાસ ના બાળકી વિશે પૂછે તો કહે મારા વતન માં આવેલ માસી ના છોકરાને એની પત્ની નું બીમારીને કારણે મૃત્યુ થયું એમની આ બાળકી હવે મારી જવાબદારી છે એમ કહી ને એમને માનવતા ધર્મ નિભાવ્યો
થોડા સમય પસાર થાય છે બધું યંત્રવત થાય છે સરકારે પણ મામલો સાંત કરવા અથાગ પ્રયત્ન ના ભાગ રૂપે શાંતિ સ્થપાય છે. એ તરફ બાળકી મોટી થતી જાય છે નિશાળે ભણવા જાય છે છોકરીઓ ક્યારે મોટી થાય છે ખબર જ નય પડતી જોતજોતાં માં યુવાન થાય છે ને એના માંગા આવે છે.
પણ અવંતિ ને થયું કે એના લગ્ન થાય એ.પેલા એને હકીકત જણાવી જોઇયે કે એના માતપિતા અપડે નથી એ મુસ્લિમ છે પછી જો એ હિન્દૂ જોડે લગ્ન કરવા તૈયાર હોયતો આપડે એના ધામધૂમ લગન કરશું .સરયૂ ને પણ વાજબી લાગ્યું.
બન્ને એ હિર ને બોલાવી સઘળી હકીકત કહેછે બન્ને માફી પણ માંગે કે આટલા વર્ષ એ વાત છુપાવી .
હિર સહેજ વિચારે છે ને પછી બોલે તમારે માફી ના માંગવાની હોય તમે તો મારા સાચા હમસફર છો. તમે જ મારું સર્વસ્વ છો, હું તમારી આજીવન આભારી રહીશ કે તમે કપરા સમયે સુજબૂજ વાપરી મારી રક્ષા કરી ને મને આવડી મોટી કરી ..તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું મારી આ સફર ખૂબ યાદગાર રહી તમારી સાથે પણ હું કોઈ લગ્ન નહીં કરું
તમે મારા સપના પુરા કર્યા ને હવે મારો સમય આવ્યો તમારી સેવા કરવાનો એટલે તમે મને ઘરમાંથી હાંકી કડશો??
દીકરી ની આવી સમજણ જોઈ સરયૂ ને અવંતી બે ઘડી અવાક રહી જાય છે ને મનોમન મહાદેવ નો આભાર માને આ સમજદાર દીકરી ભેટ સ્વરૂપે આપવા માટે..