Mid Night - tea ( at Witness the tea ) books and stories free download online pdf in Gujarati

મિડ નાઈટ - ટી (ચા ની સાક્ષીએ)

ખુશી અને કૌશલ પડોશી હોવા સાથે સારા ફર્ડ્સ પણ હોય છે..
બન્ને નાનપણ થી જ સાથે રમ્યા, ખાવાનું પણ સાથે ,સ્કૂલ પણ સાથે, ને ક્યાંક ફરવા જવાનું તો પણ બન્ને નું પરિવાર સાથે જ ..

આમને આમ બન્ને ની મિત્રતા ગાઢ બનતી જાય છે સ્કૂલ માં પણ એકબીજા વગર ફાવે નહિ ..રીસેસ માં પણ જોડે ને જોડે ..હોમવર્ક ને ગેમ બધુજ સાથે ..

સમય એના પરિપક્વ રૂપને ઓર નિખારતો સરે છે ને બન્ને હવે મોટા થાય છે ..કહેવાતી ."જીવનની વસંત. ..એટલે.. તરુણાવસ્થા..."

બન્ને હવે નાના છોકરા જેમ નય પણ એક સમજદાર મિત્રો તરીકે વર્તે છે એ ઉંમરે બન્ને ને જે ફેરફારો થાય છે અમુક ને વિજાતીય આકર્ષણ ને એવું જ ખુશી ને કૌશલ ને પણ થાય છે

ખુશી ને એની જ સ્કૂલ નો સીનીયર આકાશ ગમે છે અને કૌશલ ને એની જુનિયર રિયા સાથે ફ્રેડશીપ થાય છે બન્ને એકબીજા ને એ જણાવે છે

આમ બન્ને ની "એઝ અ ફ્રેન્ડ " નીલાગણીઓ અકબંધ રહે છે

આકાશ જરા પૈસાદાર બાપ નો એકનો એક છોકરો પણ સંસ્કારો નું સિંચન એની માતા એ બખૂબી કરેલું દરેક ગર્લ્સ ને રેસ્પેક્ટ આપતો એ જોઈ ખુશી એના પર ઓળઘોળ થયી જતી

કૌશલ ને પણ રિયા ગરીબ ઘર ની બોવ ઓછું બોલે ભણવામાં હોશિયાર પણ સુંદર ને શાંત સ્વભાવ હોવાથી ગમતી..

રિયા ને એની જવાબદારી ઘણી એના પપ્પા રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા ને ખુશી પણ આસપાસ ના છોકરાને ટ્યુશન કરવીને પાપા ને હેલ્પ કરતી..ને સાથે અભ્યાસ પણ બોવ કરતી..એને માટે પ્રેમ, આકર્ષણ વગેરે માટે સમય નહોતો.એતો મહેનત કરીને કેરિયર સેટ કરવા માંગતી હતી

કૌશલ ને તો ભણીને પપ્પા નો બિઝનેસ જ સાંભળવાનો હતો ને ખુશી ને તો ભણવાનું અતિશય બોરિંગ લાગતું.

એતો આખા કલાસ માં ગપ્પા મારવામાં વ્યસ્ત રહેતી ને રિયા જોડે ફ્રેન્ડશીપ કરેલી જેથી નોટ્સ ને હોમવર્ક માં મદદ મળે.

કૌશલ ને ખુશી ને" ચા " બોવ ભાવતી ને બન્ને સાથે જ સ્કૂલ કેન્ટીન માં જતા.. સાથે ચા પીવા..

રિયા ને પણ " ચા " ભાવતી એટલે એ પણ એ સમયે ત્યાં હોતી ને કૌશલ ની નજર એની પર પડે છે

"સુંદર અતિ સુંદર,"😊 રિયા ને જોઈને કૌશલ બોલે છે

ખુશી એ જોઈને કૌશલ ની નજર નો તાગ મેળવે છે એને સામે રિયા દેખાય છે ને બોલી ઉઠે છે

"લંગુર કે હાથ મેં અંગુર..," એ હસે છે..

કૌશલ ખીજયને મારવા દોડે છે..

ખુશી બચાવો ની બૂમો પાડતી રિયા જોડે જય છે ને કૌશલ પાછળ જાય છે..

ને રિયાને કહે છે...જોને રિયા આ બંદર મને મારે છે..

રિયા તું વચમાં ન બોલ આ વાંદરી ને સબક શીખવાડવો જ પડશે..

રિયા : અરે પણ વાત શુ છે??

ખુશી : હા..! હા ..!કૌશલ.. બોલ કઇદે રિયાને ..તું ના કહેતો હું કહું?

ને કૌશલ ખુશી ને ચૂપ રહેવા કહેછે...

ત્યાંજ આકાશ ની એન્ટ્રી થાય છે લંબો દેહ, ગોરો વાન, કેન્ટીન માં પણ ગોગલ્સ પેરીને આવે છે ને એ જોઈ કૌશલ ખુશી ને કહે જો તારો "મોતિયો અંકલ " આવ્યો દિવસે પણ ગોગલ્સ..😂

ને ખુશી એને મારવા દોડે છે આકાશ ને જઇ ભટકાય છે ને બન્ને એકબીજાને જુએ છે ને પછી કૌશલ રંગ માં ભંગ પડાવે ને ખુશી ને ફરી ખીજવે છે.

આમ બન્ને મસ્તીખોર પણ બોવ હોય છે પણ હા ચા બન્ને સાથે જ પીવે .

આકાશ પણ એમની કમ્પની માં જોડાય છે ..ત્રણેય ચા ની ચૂસકી લેતા હોય છે ને મસ્તી કરતા હોય છે

હવે આ રોજનો ક્રમ થયી જાય છે બન્ને ચા પીવા કેન્ટીન માં મળે ને એ બહાને કૌશલ રિયા ને જોતો રહે છે..

પણ રિયા નું ધ્યાન આ બધા માં હતું નહીં એનેતો સ્કોલર બનવાનું સ્વપ્ન હતું જે એને કોઈપણ કાળે એને પૂર્ણ કરવાનું હતું ને એમને એમ સમય વીતે છે

સ્કૂલ ની ફાઇનલ એકઝામ આવે છે રિયા માટે તપ આ એક અમૂલ્ય તક હતી એને 90 માર્ક્સ મલેતો એને સ્કોલરશીપ ને વિદેશ ભણવાની તક મળવાની હતી .

કૌશલ ને ખુશી પણ ખાસી એવી તૈયારી કરે છે આકાશ ખાલી હેપી ગો લકી મૂડ માં હોય છે એને તો બિઝનેસ જ કરવાનો હતો એજ્યુકેશન ખાલી ફોર્મલિટી જ હતું..

આમને આમ એકઝામ પતે છે ને છેલ્લે દિવસે રિઝલ્ટ પણ લેવા ચારેય ભેગા થાય છે

આકાશ પાસ થાય છે ,કૌશલ ને રિયા ને ફર્સ્ટ કલાસ આવે છે બન્ને રિયાને શોધે છે

આ બાજુ રિયા એનું રિઝલ્ટ જોઈ બધા ને કહેછે ,બધા ખુશ હોય છે એનું સ્વપન પૂરું થાય છે..સ્કોલરશીપ પણ મળે છે ને કેનેડા ની સ્ટુડન્ટસ વિઝા ની સુવિધા પણ સ્કૂલ તરફથી કરી આપવામાં આવે છે. પાર્ટી મનાવા કેન્ટીન માં ચા પીવે છે ને છુટા પડે છે

રિયા ખૂબ ખુશ હોય છે એને કેનેડા જવાનુ હોય છે પણ કૌશલ એ વાત થી દુઃખી થાય છે રિયા સાત સમન્દર પાર જશે એટલી દૂર..? હું શું કરીશ..? વગેરે વિચારો એને કોરી ખાય છે...

આ મીઠી મૂંઝવણ ખુશી જાણી જય છે ને આકાશ સાથે એક પ્લાન બનાવે છે


*****


આજે રિયા ની રાતે 1 વાગ્યા ની ફ્લાઇટ હોય છે
ખુશી પણ રિયા સાથે એરપોર્ટ મુકવા જવાની હોય છે

કૌશલ ને આકાશ પણ ત્યાં લઇ જાય છે

એક વાગ્યા માં હજુ 30 મીનીટ વાર હોય છે.. ને કૌશલ ને આકાશ રિયા ને ખુશી જોડે જાય છે

આકાશ ને રિયા ઈશારો કરે છે એટલે એ એના થર્મોશ માંથી ગરમાગરમ ચા ને બેગ માંથી 4 કપ નીકળીને ટેબલ પર મૂકી રિ
ખુશીને ઈશારો કરે છે

ખુશી રિયાને ને કૌશલને લઈને ટેબલ પાસે જાય છે ને એના પર્સ માંથી એક ગુલાબ આપી ને રિયાને પ્રપોઝ કરવા કૌશલ ને ઈશારો કરે છે.

કૌશલ રિયાને દિલની વાત કહેછે.

" રિયા આઈ ફિલ સ્પેસલ ફોર યુ.." તારો શાંત સમજુ સ્વભાવ મને મોહી ગયો છે..

આજ તું મારાથી દૂર જઈ રહીં છે એ જરાય સહન નથી થતું પણ હું તારી કેરિયર માં બાધા નય નાખું..તું ખુશી થી જા પણ મને મારો જવાબ આપીને...

" આઈ લવ યુ રિયું.."

અને રિયા એનું ગુલાબ લઇ ને કહે છે સોરી કૌશલ હું અત્યારે કંઈજ કહેવા સક્ષમ નથી મારે આ બધા માં હાલ પડવું નથી હું મારી કેરિયર પર ફોક્સ કરવા માગું છું .. પણ હા આપડે સારા મિત્રો રહીશું..

હવે 3 વર્ષ પછી મારે સ્ટડી પૂરું થશે ત્યારે પાછું આવીશ ને તને ત્યારે જવાબ મળશે ..ત્યાં સુધી મારી રાહ જોઇશ ને..?? તે ભાવવિભોર થયી જાય છે અને ભેટી પડે છે ..

ત્યાં વચ્ચે ખુશી આવે છે ને કહે છે સોરી ફોર ધી ડિસ્ટર્બન્સ ફ્રેન્ડ્સ ...ભાઈ કૌશલ તો રાહ જોશે જ એની ગેરંટી હું આપું છું ઓકે ...ત્યાં સુધી આપડે આ અર્ધી રાતે ચા પીને વિદાય લેશું?

આજથી તું પણ અમારા ત્રણેય ની સાથે ચા પાર્ટનર બની ગયી છો..તારું સ્વાગત છે ને બધા હસી પડે છે ને ચા પીને વિદાય લે છે... ને રિયા ને કૌશલ બન્ને " ચા " ની સાક્ષીએ એમના પ્રેમ ના મીઠા કરાર સાથે છુટા પડેછે ..

ભાવના (ભાવુ ) જાદવ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED