Shikaar - 30 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૩૦

શિકાર
પ્રકરણ ૩૦
ધર્મરાજ સિંહે એમની સાથે આવેલા રાજેશ દિવાન નો પરિચય કરાવ્યો...
"SD કદાચ તારા શ્વેતલ જેવાં જ મારા માટે છે આ એ આવ્યા પછી હું લગભગ ફ્રી રહું છું હા એક ફર્ક છે હું એમની સાથે બધાં કામ કરાવતો નથી એ મારા વડીલ જેવા છે પણ, એકંદરે આમ ઓલરાઉન્ડર છે.... "
"ધર્મરાજ સિંહ શ્વેતલ તો મારો ભાઈ મારો પડછાયો છે... આવો દિવાન સાહેબ .."
બંને વચ્ચે ગર્મજોશીથી હસ્તધૂનન થાય છે, શ્વેતલનો પણ પરિચય કરાવાય છે દીવાન સાહેબને....
શ્વેતલ હાથ મિલાવતાં કહે છે, " તમને મળી ને આપણે પરિચિત હોવાનો ભાસ થાય છે.. "
"કાયમ .."
ધર્મરાજ સિંહ તરત બોલી ઉઠ્યા
"એમને મળીને લાગે જ નહી કે તમે પહેલી વાર મળો છો.. એ મળશે જ એવી ઉષ્મા થી... "
રાજેશ દિવાન પણ બોલ્યા , " ધર્મરાજ સિંહ કદાચ આ ભાઇ સાચા છે હું એમને બોમ્બે મળી ચુક્યો છું કદાચ કોઈ પેઢીમાં ..."
SD એ વાત નો દૌર હાથમાં લીધો ...
"ધર્મરાજ સિંહ હવે આપણે મૂળ વાત પર આવીએ... માણેકભુવન માં તમે એકવાર મુલાકાત લેવા ઇચ્છો છો તો હું પણ હવે માણેકભુવન નું નવિનીકરણ કરવા માંગુ છું .. આમતો બધાંજ રેવન્યુ મારા નામે છે પણ એક બે સર્વે નંબર પાછળ થી ઉમેરાયુ હતાં ... એ બધાં નું કુલમુખત્યાર નામુ છે જ મારી પાસે પણ તમે અને ગોંડલ બાપુ ફરીથી એક સંમતિ પત્ર આપી દો એટલે એક કાયદાકીય અડચણ પુરી થાય... રહી વાત વિઝિટની તો લગભગ દસ પંદર દિવસ પછી આમ પણ જવું જ પડશે મારે તો જો તમે આવતાં હોય તો સાથે જઇશું... " એક પુરા તત્વિય ખાતાની નોટીસ ધર્મરાજ સિંહ ને આપતાં SD એ કહ્યું...
ધર્મરાજ સિંહે કાગળ વાંચીને કહ્યું," SD! તમારે ક્યાં તુટો છે તો આવા ખજાના વાંહે જવું પડે... "
SD એ સ્વસ્થતા થી કહ્યું ," તમને લાગે છે કે એવી કોઈ ભુખ હોય મને??? બાપુ તમે નહી માનો મેં છેલ્લાં કેટલાંય વર્ષોથી 25% થી વધુ નફો ઘરે નથી કર્યો.... "
"ના હોય શું વાત કરો છો ..?"
"પુછો શ્વેતલ ને ...."
"ના એમાં મારે શું પુછવાનું હોય... તમે તમારા પૈસાનું શું કરો એ મારો વિષય પણ નથી... "
"એવું નથી બાપુ કે , હું વિરક્ત થઇ ગયો છું એવો દંભ પણ હું ના કરી શકું પણ છેલ્લા કેટલાય વર્ષોથી એક નિયમ કર્યો છે કે જે નફો થાય એમાં તેત્રીસ ટકાની કાયદેસર કપાત તો હોય જ બાકીમાં દસેક ટકા જેટલી શખાવત હોય છે અને એ સિવાય મેં એક વાત એ નક્કી કરી છે કે પચ્ચીસ ટકા જેવી રકમ લોકોને ઊભા કરવા માટે વાપરવી.... "
"એટલે??? "
ધર્મરાજસિંહને વાત માં રસ પડ્યો એક અરબપતિનું નવું જ પાસુ સામે આવ્યું હતું..
શ્વેતલ એ વાત નો દોર સંભાળી લીધો ," ધર્મરાજ સિંહ બાપુ
"ખેતરમાં ખાતુ... જેવાં કેટલાંક કામો હાથ માં લીધા છે ભાઇ એ... દર બે કે ચાર ખેતર વચ્ચે જે પડતર કે ખરાબો કે એવી કોઈ જગ્યા હોય કે પછી કોઈ બીજી જગ્યા ખેતરમાં થી જ થોડીક તારવી તેમાં કોઈ ને કોઈ ઉદ્યોગ સ્થાપવા મદદ કરવી મહેનત ખેડુતની ભાગ ય ખેડુતનો લગભગ તેત્રીસ ટકા એમાં SD ના હોય બાકી પચાસ ટકા ખેડૂતના અને એ ઉપરાંત ના જોડાયેલા કામદારોના જો ખેડુત પરિવાર એમાં જોડાયા હોય તો એ ય એમનાં ... આ મોડલ પર અંદાજે આઠ હજાર ત્રણસો જેટલા કારખાના કાર્યરત થઈ ગયા હશે કદાચ ... જોકે એનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઉભા કરવાનો જ હતો જે માટેના નાણા SD ગૃપમાંથી જતાં અરે જે જમીન જે વપરાઇ એની વેચાણ કિંમત પણ ચુકવાઇ છે... છતાં એમાંથી પણ વળતર મળવા લાગ્યું છે જે પાછું આવા કાર્યક્રમો પાછળ જ રોકાશે ... એ સિવાય રાજકોટ આસપાસ લગભગ ત્રેવીસો જેટલા કારખાના ઉભા કરવામાં મદદ કરી છે આ જ રીતે , આઠસો જેટલાં ઘર વસાવી બંધાવી આપ્યા છે.... "
"જોકે, આ બધાં કામો નો મને ય ફાયદો થયો છે મારી કંપનીમાં અઢાર પ્રોડક્ટ ઉમેરાઈ છે કારણ એ બધાં યુનીટ એગ્રીકલ્ચર પ્રોસેસિંગ નાં જ છે મારો નફો યવધતો જાય છે ને એમનો પણ ...."
રાજેશ દિવાન એટલે કે રોહિત અમીન માટે આ વધું આંચકારૂપ હતું અત્યાર સુધી ના બધાં એમના શિકાર ધનલોલુપ અને ધન માટે ગમે તે હદે જવાં તૈયાર લોકો હતાં પહેલી વાર કાંઈક પસ્તાવો થયો SD ને બ્લેકમેઇલીંગ કરવા માટે નો
એમણે પુછ્યું , "એ બધાનો હિસાબ કોણ રાખે?.."
"અમારી ઓફીસ ખાલી સેલ્સ કે એ પછીનું જ જોવે છે બાકીનો હિસાબ કિતાબ જે તે કારખાના વાળા ને એક ઓડીટ ફર્મ છે જેને સી. એ. બનાવવામાં ઓફિસ ઊભી કરવામાં SD એ જ કરી હતી એ સંભાળી લે છે... "
"કોઇ પૈસા ગબન કરી જાય કે ભાગ ન આપે તો... "
"તો ક્યાં ચિંતા છે આપણે તો આમેય છોડી દીધાં હતાં... જોકે એવું આજ સુધી નથી થયું અને SD ના પૈસા લે એવી બજારમાં ખબર પડે તો એનું જીવવું ભારે પડી જાય... "
"એટલે દાદાગીરી ...?"
"અરે!ના ના દિવાન સાહેબ એવું જ કરવું હોય તો આ બધાં નો અર્થ જ ન રહે ,પણ એક એવો કેસ થયો હતો શંકરભાઇ રૂપાલા જેનાં ખેતરમાં પેન્સિલ નું કારખાનું કરી આપ્યું હતું ભાઇ દાંડાઇ કરતો હતો ને બજારમાં ખબર પડી ગઈ એની મુખ્ય ખેતી મગફળીની બે ત્રણ વર્ષ મગફળી ન વેચી શક્યો બજારમાં ... અને અમારી પાસે તો આવતાં ગભરાતો હતો ને ભીંસમાં આવી ગયો હતો આત્મહત્યા ની તૈયારી કરતો હતો અને એની દીકરી SD પાસે આવી ત્યારે અમને ખબર પડી પછી જોકે એની મગફળી બજાર ભાવે લીધી ત્રણ વર્ષ નું નુકસાન પણ ભરી આપ્યું ... બસ ત્યારથી આમ નથી થયું. "
"આ કિસ્સો મેં પણ સાંભળેલો છે ..."ધર્મરાજ સિંહ એ કહ્યું...
SD એ વાત નો દોર જોડ્યો વર્તમાન સાથે, "મૂળ વાત પર આવીએ હવે... , " બાપુ તમને કેમ રસ પડ્યો માણેકભુવન માં .."
ધર્મરાજ સિંહે કહ્યું, "અમારી પેઢીનામાનાં ચોપડા દીવાન સાહેબ ફેંદતા હતા ત્યારે એક કાગળ મળ્યો જેમાં ત્યાં મોકલવામાં આવેલી દાગીના કે વસ્તુઓ નું લિસ્ટ હતું ,એમાં 27,37,47,57 કેરેટના અમુલ્ય રત્નોનાં ચાર સેટ હતાં જેનો મોકલવામાં આવેલી વસ્તુઓ ના લિસ્ટમાં સમાવેશ નહોતો કહેવાય છે કે પછીથી એ વસ્તુઓ બીજી ખેપમાં મોકલવામાં આવશે એ વાત હતી પરંતું એમાં તકલીફ એ હતી કે જે કંપની ની સ્થાપના કરાઈ હતી એમાં હિસ્સેદારી પહેલી ખેપની ટકાવારી પ્રમાણે નક્કી કરવાની હતી પછીની જે જે રકમ કે એસેટ ઉમેરાય એને ખાલી કેપિટલ ના તોર પર લેવાની હતી જે ખાલી વ્યાજ જ આપે આ એક લોકર જેવું જ હતું જે ખાસ ફાયદાકારક નહોતું મૂળ વિવાદ આ હતો , ખાલી નશો કારણભૂત નહોતો. પણ પછી વિવાદ વકર્યો ને પછી શું થયું એ ખબર જ છે કાકા બાપુની લાશ સાથે જે હિસાબ આવ્યો એમાં એ રત્નો નો એક સેટ ઓછો હતો... SD માણેક અદા પર શંકાનું કારણ નહોતું કારણ બધું મારા પિતા મહારાજ પોતે જાતે જોઇ આવ્યાં હતાં... માણેક અદાને એમનાં દસ ટકા અલગ થી બધાં ગરાસદારો એ ફાળવી આપ્યા હતાં .બધું બધા ને હિસાબ પ્રમાણે પરત આપી દિધું હતું જ્યારે જહાજ માં રહેલી જણસ તો હાથમાંથી ગઈ જ હતી.. "
"તમે એવું માનો છો કે એ હજું ત્યાં જ હશે ?"
"હું નથી જાણતો .. એ પછી તમે ત્યાં કેટલી વાર ગયા હતાં ?"
"આમ તો, ઘણી વાર પણ દસેક વર્ષ થી હું પણ નથી ગયો ...." પણ છેલ્લે છેલ્લે તો જવામાં પણ ખાલી અમૂક વિસ્તારોમાં જ ફર્યો છું માણેકભુવન માં નવું કોઈ બાંધકામ નથી વધાર્યું હા રીપેરીંગ બે વાર કરાવ્યુ છે... "
"હા તો એક વાર જોઇ આવીએ ખાસ તો જેટ્ટી સાઇડના લાઇટ હાઉસના મકાનમાં જ્યાં ના ભોંયરા માં બધા મળતાં હતાં... "
"સારૂં તમે દિવાન સાહેબ હું શ્વેતલ થોડા માણસ અને એક આકાશ કરીને છોકરો આવશે ઉપરાંત ત્યાંના ડે. કલેક્ટર મારા વેવાઈ સંદિપભાઈ ને પણ બોલાવી લેશું એમને પણ ઉપરથી પુરાતત્વિય ખાતા તરફથી માણેકભુવન માટે દબાણ છે, પણ તમે નચિંત રહો ... આપણું હશે એ પહેલા આપણે તારવી લેશું... "
"શ્વેતલ આકાશને બોલાવી લેજે સવારે ઓફીસમાં જવાની તારીખ આપણે ટુંકમાં નક્કી કરી લેશું માણેકભુવન ને લઇ ને બધી ગુંચ મારે ઉકેલવી છે..... "
(ક્રમશ:......)










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED