Shikaar - 29 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૨૯

શિકાર
પ્રકરણ ૨૯
આકાશ મામાને મળી ને સીધો ભાભા હોટલ પહોંચ્યો ને રિસેપ્શનીસ્ટને કાર્ડ બતાવ્યું , સેમ રિચાર્ડ નું નામ જોઇ રિસેપ્શનીસ્ટ એ ઇન્ટરકોમ ડાયલ કરતાં જ પુછ્યું આકાશને...
યોર ગુડનેમ સર...?
"આકાશ .."
ઇન્ટરકોમ લાગી ગયો હતો...
"મી. આકાશ કમ ટુ મીટ યુ.. સર... "
"...."
"સ્યોર સર.."
ફોન મુકીને આકાશને કહ્યું," 401 ફોર્થ ફ્લોર લેફ્ટ સાઇડ લાસ્ટ રૂમ... "
સાથે લિફ્ટ ભણી આંગળી પણ ચીંધી...
આકાશ ના સિંગલ નોક સાથે દરવાજો ખૂલી ગયો છ ફીટ બે ઈંચ હાઇ વાળો ગોરો યુવાન ઉભો હતો એને વેલકમ કરવા... સાચે જચોકીદારે કહ્યું એવો જ ભૂરો યુરોપિયન જેવો જ છતાં કાંઈક અલગ તરી આવતો યુવાન હતો... એણે હાથ લંબાવ્યો હતો આકાશે પણ સામે હાથ લંબાવી કહ્યુ , "આકાશ... આકાશ દેસાઇ.." આકાશ હંમેશાં અલગ અલગ સરનેમ યુઝ કરતો ક્યારેક આકાશ અમીન તો ક્યારેક આકાશ પટેલ તરીકે ઓળખાવતો આમતો ચરોતર માં ત્રણેય સરનેમ પ્રચલિત હતી એના ડોક્યુમેન્ટ બધાં આકાશ દેસાઇ નામના જ હતાં અમીન સરનેમ મામા તરફથી મળેલી હતી...
સામે સેમ પણ એનો પરિચય આપતાં બોલ્યો , "સમીર રિચાર્ડ જેકોબ્સ કે પછી સેમ રિચાર્ડ જેકોબ્સ કહી શકે છે, હું ફોર્થ જનરેશન એંગ્લો ઈંડીયન છું .. હું ગુજરાતી સહીત આઠ ઈંડીયન ભાષા બોલી શકું છું ... મારી ગુજરાતી થોડી ડિફરન્ટ બટ આપણે ગુજરાતીમાં જ વાત કરીશું... "
"આઇ એમ કમ્ફરટેબલ વીથ ઇંગ્લીશ ..."
આકાશે થોડો શિષ્ટાચાર કર્યો...
પણ સેમ તરતજ બોલી ઉઠ્યો, " ના મારે જે કાંઇ કહેવું છેએ ગુજરાતીમાં જ ઠીક રહેશે ... પણ પહેલાં હું મારો પરિચય આપી દઉં ટુંકમાં... પહેલાં આવ બેસ અહીં.. "
સેમ એ આકાશને અંદર સોફામાં બેસાડ્યો , રૂમ સર્વિસ માં આવેલી ચા લઇ આકાશને સર્વ કરતાં એણે વાત શરૂં કરી...
"સેમ રિચાર્ડ મારૂં નામ પણ મારા દાદી જે ગુજરાતમાં બોટાદનાં વતની પણ મુંબઈ જ ઉછરેલા હતાં એમણે મારૂં નામ સમીર પાડ્યું હતું પણ સેકન્ડ નેમ લાસ્ટ નેમ સાથે મેળ ન બેસતાં મારૂં નામ સેમ રિચાર્ડ જ ડોક્યુમેન્ટ થયું બધે... હા અમે એંગ્લો ઇન્ડિયન છીએ ..મારા પપ્પા ના દાદા એંગ્લો ઈંડીયન હોવાનાં રુએ ડાયરેકટ નોમિનેટ થયાં હતાં રાજ્યસભા માં ... હા એ પાર્લામેન્ટરીયન હતાં અને હવે તો અમારી વસ્તી ઘણી ઓછી છે અને સીટ એટલી જ છે કદાચ હું પણ નોમિનેટ થવાનો છું નજીકના વર્ષોમાં.... " આકાશને ચા આપતાં કહ્યું ..
આકાશે ચા નો કપ હાથમાં લઇ કહ્યું .." કોંગ્રેટ્સ... "
"...થેન્કસ .. વેલ મૂળ વાત પર આવું તો મારા દાદાનાં પિતા રિચાર્ડ જેકોબ્સ જેના નામે જ મારા પિતા નું નામ રખાયું હતું એ એક અંગ્રેજ હતાં, અને વેસ્ટર્ન પ્રોવિન્સના ગવર્નર હતાં, એ પ્યોર ઇંગ્લીશ હતાં એમણે વિવાહ માધવી સાથે વિવાહ કર્યા એ બાદ અમારા આ કલોનિયલ ફેમિલીની શરૂઆત ગણી શકો ... સમજો કે ઇંડીયા આઝાદ થવા અગ્રેસર થવા જઈ રહ્યું હતું ને દુનિયા લડવામાંથી પરવારી રહ્યું હતું ત્યારની વાત એટલે કે સમજોને 1940 આસપાસ નો સમય... "
આકાશ ચાની નાની ચૂસકી સાથે એ સાંભળી રહ્યો હતો ... વચ્ચે બોલવું ઉચિત ના લાગ્યું કે આ બધું કહેવાનું કોઈ કારણ હજી પ્રકટ નહોતું થયું... સેમ વાત નો દોર આગળ વાધારતાં બોલ્યો...
"1940 આસપાસ દુનિયામાંથી લગભગ અંગ્રેજી શાસનનાં પણ વળતાં પાણી હતાં , સંસ્થાનવાદનો અંત હતો એક રીતે એટલે મારા દાદાનાં પિતા પણ એ પડઘમ ઓળખી ચુક્યા હતાં.. એટલે જ એમનાં વેસ્ટર્ન પ્રોવિન્સમાં થી એમણે એકઠી કરેલી સંપત્તિ ઠેકાણે પાડવા માટે તૈયારી શરૂં કરી દિધી હતી જે માટે જામનગર ના ઉત્તર પ્રશ્ચીમ કિનારે એક ટાપુ સુધી દરિયાઈ સુરંગ બનાવવાની શરૂઆત કરી હતી જે નવલખી અને જામનગર વચ્ચે આવેલા ભાગમાં એક હવેલી નામે માણેકભુવન ની દક્ષિણે ક્યાંક ...."
માણેકભુવનનું નામ સાંભળી આકાશને ખ્યાલ આવ્યો કે મૂળ વાત હવે આવી... તો સામે સેમ પણ એ માણેકભુવન નું નામ સાંભળી શું હાવભાવ બદલાયા એ જોવા અટક્યો ...
"માણેકભુવન નામ સાંભળેલું છે .."
આકાશ એકદમ સરળતાથી સેમ ને છંછેડતો હતો..
"તેં ન સાંભળ્યું હોય તો જ નવાઈ ... હા માણેકભુવન અત્યારે SD ની ખાનગી મિલ્કત છે જે મારા દાદાએ એટલેકે રિચાર્ડ જેકોબ્સ ના પુત્રએ જે તે સમયે કોઇક લોકલ રજવાડાના ગૃપ ને વેચી હતી જે પાછળ થી SD ના તાબામાં આવી હતી અને SD નો તું ખાસ ક્લોઝ છે એ મને ખબર છે.. "
"ઓહ !ખાસી માહિતી ભેગી કરી છે મારી... "
"દોસ્ત ! મામલો બહું જ મોટા ખજાનાની છે, અને પુરાતત્વિય ખાતુ સક્રિય થઈ ગયું છે ત્યારે તો મારે ત્વરા કરવી જરૂરી છે જો કે પુરાતત્વિય ખાતાને મેં જ દિલ્હી થી સક્રિય કરાવ્યું હતું , આ બાબતે મેં પહેલાં જ કહ્યું હતું કે મારા દાદાએમપી હતાં.. મેં બધાં જ સોર્સીસ લગાવ્યા હતાં.. હું SD ને મળવા માંગતો પણ હતો ત્યારે ખબર મળ્યા કે SD ને કોઇક બ્લેકમેઇલ કરે છે માણેકભુવન ને લઇ ને જ એટલે મેં સીધા મળવાનું ટાળ્યું , ત્યાં ખબર મળ્યા કે તારી કાર નો ઉપયોગ કર્યો હતો બ્લેકમેઇલરે અને તારી અને એની ભીંડત થઇ હતી એ વ્યક્તિ જોડે.... "
આકાશની આંખો પહોળી થઇ ગઇ...
"મારી જોડે તું શું આશા રાખે છે દોસ્ત!..."
સેમ આકાશ ના મામા સુધી પહોંચવા માંગતો હતો આકાશ હવે વાત ટુંકાવવા માંગતો હતો....
બે રીતે મારી મદદ કરી શકે છે તું ...પહેલી... હું SD ને મળવા ઇચ્છું છું એ માટે મને પ્લેટફોર્મ આપ બીજું હું સ્કેચ પેઇન્ટિંગ કરી શકું છું જો તું મને એ માણસનો હુલીયો બતાવી શકે જે માણસ ને માણેકભુવન માં રસ છે તો બહું મોટી મદદ કરી શકે છે કારણ મેં મારી રીતે તો ઘણું બધું શોધ્યું છે ....
સેમ આકાશની સામે ત્રણ નકશા લાવ્યો એક નકશો બે ભાગમાં હતો જેમાં કોઇક ટાપુ અંકિત થયો હતો જ્યારે બીજા ભાગે અર્ધી સુરંગ દેખાતી હતી પણ બંને તરફ આગળ નો ભાગ નહોતો સ્પષ્ટ થતો ત્રીજો નકશો માણેકભુવન ની હદમાં જતી સુરંગનો હતો આમતો આ નકશા એને વારસામાં મળેલા હતાં એટલે એની પાસે હતાં બાકી કોઈ આટલું બધું જાણતું ન હતું.....
આકાશને રસ પડ્યો પણ એક બાજુ એણે પડદો પાડીને કહ્યું
"જે તે બ્લેકમેઇલર ને હું ખાસ ઓળખી તો ન શકું કારણ મેં બેક મિરરમાં જ જોયા હતાં હા SD સાથે હું એકદમ કુદરતી જણાય એવી મુલાકાત કરાવી આપીશ.."
"કારમાં મહજ બે ફૂટ નું અંતર હોય દોસ્ત..."
"હા.. પણ ચાકુની ધાર ગળા સુધી હોય ને અચાનક થયેલી એ બે જ મિનિટ પણ નહી થઇ હોય એ મુલાકાત ને હું ફંગોળાઈ ગયો હતો ... એમની ધારદાર આંખો સિવાય કાંઈ જ યાદ નથી દોસ્ત !!"
"ઠીક છે આપણે ફરી મળીશું આ મારો નંબર છે પણ બે દિવસ માં SD ની મુલાકાત થાય એવું ગોઠવ.. "
બે ય એ હસ્તધૂનન કરી છુટા પડતા હતાં ત્યારે સેમ બોલ્યો ," આ એક મોટા આખેટ જેવું છે હું તને હિસ્સેદાર થવા આમંત્રિત કરૂં છું આકાશ.... "
આકાશ ત્યાંથી સીધો ઘરે રવાના થયો માણેકભુવન ભણી કેટલા કેટલા લોકો જઇ રહ્યા હતાં , મામા ને જાણ કરવી જ રહી આ મેટર ની ...
******************** ********************
હા, કેટકેટલા લોકોને માણેકભુવન ખેંચી રહ્યું હતું ... SD પોતાના દુશ્મન ને જાણ બહાર જ નોતરી રહ્યો હતો ધર્મરાજ સિંહ સાથે ... રાજેશ દિવાન એટલે કે દિવાન સાહેબ ધર્મરાજ સિંહ સાથે SD ને મળવા જઇ રહ્યા હતાં... હા! અત્યાર સુધી એ બંને આમને સામને આવ્યા હતાં ટુંકી મુલાકાત પણ થઇ હશે પણ આજે પહેલી વાર રોહિતભાઇ એના શિકાર ને મળી રહ્યાં હતાં અંગત રીતે ...
આમતો મુલાકાત ધર્મરાજ સિંહ ને બંગલે નિર્ધારિત હતી પણ છેવટે ડિનર સાથે જ મુલાકાત નક્કી કરાઇ એટલે SD ના બંગલે જ બધાં ભેગા થયાં હતાં ...
ધર્મરાજ સિંહ ની કાળી ચકચકિત મર્સીડીઝ બેન્ઝમાં બંને પહોંચ્યા SD house માં
(ક્રમશઃ.......)






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED