Shikaar - 28 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૨૮

શિકાર
પ્રકરણ ૨૮
આકાશ રાત્રે બાર આસપાસ રાજકોટ પહોંચ્યો ત્યારે બિલ્ડીંગ નો ચોકીદાર જાણે એની જ રાહ જોતો હતો ,સાબ એક ગોરા આદમી આપકો મીલના ચાહતા થા.."
આકાશના મનમાં મામા જ ઘુમરાતા હતાં, એણે વળતા પુછ્યું, " કૌન ? સાઠ કે આસપાસ કા થા? "
"ના, સાબ! લડકા હી થા બીલ પચ્ચીસ કા આપકે જીતના... ગોરા અંગ્રેજ જૈસા... "
"ઠીક હૈ... ક્યા બોલા વો? "
"બસ! યે કાર્ડ દીયા ઔર ભાભા હોટેલ મિલનેકો કહા હૈ આપકો.. "
'Sam Richard '
'BE civil pondicherry '
હવે આ નામના કોઈ વ્યક્તિ ને એ ઓળખતો હોય એવું સહેજેય યાદ નહતું, એણે બહું વિચાર્યું પણ કાંઇ સુજ્યું નહી , એ વીચારતો વીચારતો જ સુઈ ગયો કપડાં પણ બદલ્યા વગર જ...
બીજા દિવસે છાપું વાંચતા મામાનું પરબીડીયુ હાથમાં આવ્યું , અને એમાં મામા સુધી પહોંચવાનો રસ્તો વાયા શ્વેતલભાઇ જ હતો તેની સુચના હતી..
મામા હજી મારા સીધા સંપર્કમાં નથી આવતા એનો અર્થ એ જ કે, એની પાછળ માણસો લાગેલા હોય, હા પહેલા એને અનુભવ થયો હતો પણ એ વખતે સમજ્યો હતો કે એ લોકો ગૌરી પાછળ એનું ધ્યાન રાખવા હશે.... એ હસી પડ્યો માથું ખંજવાળતો ઓહ!!! એનો અર્થ એ જ કે SD ને અમારા સંબંધો ની ખબર પડી ગઈ હશે... અને કદાચ સ્વિકારી લીધાં હશે???
ના આકાશ વધૂ પડતું ન વિચાર... પણ ટુંકમાં એ સમય આવી જ ગયો કે આ સંબંધ ની વાત થઇ જાય આમને સામને પણ....
પણ, એ કોણ છે એનું કોણ છે એ બધાં પ્રશ્નો આવશે તો..?? આવશે તો શું ...? આવે જ .. મામાની ઓળખ આપી શકાય એમ નથી... મામા ને જલ્દી મળવું પડશે એણે મામાનો ચીંધેલો માર્ગ દેખાયો...
નહી પરવારી એણે શ્વેતલભાઇ ને ફોન લગાવ્યો...
" હેલ્લો.. શ્વેતલભાઇ ગાડી લેવા જઉં છું ... ત્યાં કોણ હશે? "
" તુ તારે વયો જા ને .. ત્યાં ગમે તે હોય તારી જોડે ગાડી છે એ લઇને જઈશ એટલે બીજું કાંઈ કહેવા જેવું નહી રહે... "
"હેલ્લો! એક બીજું પણ કામ હતું , ધર્મરાજ સિરામિક્સ વાળાની મકાઈમાં ઇન્કવાયરી હતી મારી કાળુપુર ઓફીસમાં હવે એસિરામિક્સ વાળા મકાઇમાં શું કામ પડતા હશે એ ખબર ન પડી વળી મેં એ દિવસે જ SD ના મોઢે ધર્મરાજ સિંહ નું નામ સાંભળ્યું હતું પણ એ વખતે માહોલ નહોતો એ પુછવાનો એટલે ચુપ રહ્યો... "
"ઓહ! જો કે ધર્મરાજ ગૃપ બીજા વ્યવસાય માં ડાયવર્ટ થયુ જ છે... ઓઇલ મીલ ઉપરાંત પ્રોટીન એબ્સ્ટ્રેકટ માં પણ જવાના છે... તો મળી લે વાંધો નહી SD ના ખાસ મિત્ર છે ધર્મરાજ સિંહ ... એક કામ કર તું એમના સેક્રેટરી દિવાન સાહેબને મળી લે SD ની નામ દેજે , કામ કરાય ક્યાંય અટકે SD નું નામ દેજે અથવા મને કહેજે... "
આકાશનું કામ સહેલું થઇ ગયું એની ગાડી લઈને સીધો ઉપડ્યો ધર્મરાજ સિરામિક્સ માં મામા ને મળવા SD ને શ્વેતલ ભાઇ નું નામ જ આગળ ધરીને એ દિવાન સાહેબની કેબિન માં પહોંચ્યો ..
કેબિનમાં આમ તો કોઈ હતું નહી એટલે આકાશ સીધો પગે જ લાગવા જતો હતો.. પણ મામા એ રોક્યો કેબિન અંદરથી લોક કરી સીધું આલિંગન જ આપ્યું આકાશને , " આકાશ મારા દિકરા માફ કરજે તને ઈજા પહોંચાડવી પડી પણ વાત એક સ્ટેપ આગળ વધારવા એ જરૂરી હતું... "
"મામા હું તમને કહેવા માંગુ છું કાંઈક .."
આકાશ આપણી પાસે અડધો કલાક નો સમય છે ધર્મરાજ દસ વાગ્યે ઓફિસમાં આવે છે એટલે એ પહેલાં તારે નીકળી જવું પડશે કેબિન માંથી એટલે પહેલા હું કહું છું એ સાંભળી લે... "
"મામા પણ પહેલાં મને ... તારી પ્રેમ કહાણી ની મને ઘણી બધી ખબર છે મને પહેલાં તું મને સાંભળી લે પછી તારે જે કહેવું હોય તે કહેજે... "
આકાશ પાસે મૌન થવા સિવાય કોઈ રસ્તો ન હતો . એ મામા તરફ જોઈ રહ્યો,મામા એ ઇન્ટરકોમથી કોફી ઓર્ડર કરી ને પછી વાત ચાલું કરી...
"આકાશ સાંભળ વાત હવે સામાન્ય શિકારની નથી રહી મને જેટલી માહિતી મળી એ મુજબ એક અઢળક ખજાનો જેનું મુલ્ય અબજો માં જાય એનો કેટલોક હિસ્સો દામજી માણેકે હસ્તગત કરેલો છે , પણ એ જે હોય એ SD માં એટલે કે દામજી ના દિકરામાં બીજી કોઈ એબ નથી કે ક્યાંય એની સીધી સંડોવણી લાગતી નથી છતાં એ જે રીતે રકમ ચૂકવી રહ્યો છે એટલે એ રકમ ઘણી મોટી હોય કે પછી પિતાનું નામ ખરડાય નહી એટલાં માટે જ ચુકવતો હોય અને ત્રીજી શક્યતા એક એ છે કે બીજા રજવાડી કુટુંબો ને જો ભણક પણ લાગે તો SD નું જીવવું હરામ થઈ જાય પછી ભલે એ ગમે તેવી મોટી તોપ હોય...! "
થોડીવાર રોહિતભાઇ મૌન રહ્યા ને પછી ઉમેર્યું.
"આકાશ! અત્યાર સુધી ના આપણા બધાં શિકાર કાળા કારનામાઓથી ખરડાયા હતાં એ બધાં સફેદપોશ ગુનેગાર હતાં એટલે મને તેમને લૂંટવામાં કોઈ હરખશોક નથી થયો પહેલી વાર મને એવું લાગે છે કે SD ને હું ખોટો જ હેરાન કરી રહ્યો છું .... પણ હવે વાત આગળ નીકળી ગઈ છે પાછું વળાય એમ નથી , ધર્મરાજ ને વડવાઓના નામે મેં જ આગળ વધાર્યો હતો , હવે કાલે સાંજે જ ધર્મરાજ અને SD બે વચ્ચે કોઈ મુલાકાત થઇ છે એમાં એવું નક્કી થયું છે કે માણેકભુવન ની ગહન મુલાકાત અભ્યાસ કરવાનો છે ખોદકામ પણ કરાવવાનું છે, એક દરિયાઇ સુરંગ માણેકભુવન ની જગ્યા જે પાછળ થી ઉમેરાઈ એની અંદર થી નીકળે છે એવું કહે છે.... આમ તો ધર્મરાજ ને એ સાથે કોઈ નિર્ણય નથી તો પણ ધર્મરાજને અને સાથે મને પણ સાથે રહેવાં કહ્યું છે કદાચ પંદરેક દિવસ પછી ત્યાં જવાનું પણ થશે.... "
આકાશ મામા ને આ વાત તો કહેવા માંગતો જ હતો ... પણ અત્યારે એ મુક જ રહ્યો ..
"એ વચ્ચે તારી પ્રેમકથા જોડે ઉમેરાઇ તું અને ગૌરી ક્યારે ક્યારે મળ્યા એ બધી માહિતી મેળવવા શ્વેતલ એ જે એજન્સી ને કામ સોંપ્યું છે એ જુવાનસિંહ અને અભયસિંહ મારા મિત્રો છે એટલે જ જેટલી વાત એ બે ને મળતી એટલી જ મને મળતી એ પણ મને માહિતી મળી છે કે તું અમદાવાદ એના ઘરે પણ જઈ આવ્યો છું અને કદાચ લગ્ન ની વાત પણ તમે કરી હશે આવું જોકે એ લોકો એ નથી કહ્યું પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ગોરી એ આણંદ તપાસ પણ કરાવી છે તારા યુનિવર્સિટી વાળા મિત્ર પાસેથી સરનામું લઇ ને બોલ આ તને ખબર નથી ને?? આ કાલ સાંજની જ વાત છે તને એવું હશે ને કે મેં તારી સંભાળ જ નહી લીધી હોય પણ તું તારા મિત્રો કે લાગતા વળગતાંનાં જીવંત સંપર્ક માં જ છું ને વિશ્વાસ રાખજે દિકરા તારો મામો ખપી જશે પણ તારૂં જીવન બનાવી જશે તારાં લગ્ન પણ ગૌરી સાથે થશે ભલે મારો ભોગ લેવાઈ જાય બસ! ધીરજ ધરજે તને તારા વિશે પુછાશે મારા વિશે પુછાસે જેમાં શું કહેવું ન કહેવું એ તને ખબર છે પણ હા હું સ્પષ્ટ ના કરૂં ત્યાં સુધી મારી ઓળખ સ્પષ્ટ ન કરતો ભલે તારી સામે જ કેમ ન હોઉં...."
આકાશ ને હવે કશુંય કહેવાનું રહ્યું નહી એ મામા ભેટી પડ્યો ઉઠીને.....
"સારૂ જા હવે પણ બોલાવે નહી ત્યાં સુધી SDને મળવા જતો નહી ... અને ગૌરી ને મારા આશિર્વાદ દેજે હા કહેજે મામા જલ્દી મળશે એને.... "
આકાશ ત્યાંથી નીકળી ગયો ભાભા હોટેલ પર સેમ રિચાર્ડ અથવા સમીર ને મળવા.....
(ક્રમશઃ.....)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED