અગ્નિપરીક્ષા - ૧૫ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિપરીક્ષા - ૧૫

અગ્નિપરીક્ષા-૧૫ નદી ના કિનારા

મારા મામા મામી હવે અનેરીના ઘરે આવી પહોંચ્યા હતા. અનેરી પોતાના માતા પિતાને જોઈ ને ધ્રુસકે રડવા લાગી. મામી એ પૂછ્યું, "શું થયું અનેરી? કેમ રડે છે?"
હવે અનેરી બોલી, પ્લીઝ મને તમે અહીંથી લઈ જાઓ. હું આ ઘરમાં શાંતિથી નહીં જીવી શકું. એવું મને લાગે છે.
"પણ થયું છે શું બેટા? નીરવ જોડે ઝગડો થયો છે? એણે તને કંઈ કહ્યું?" મારા મામાએ પૂછ્યું.
અમે બંને એકબીજા માટે બન્યા જ નથી. અમે બંને એકબીજા કરતાં ખૂબ અલગ છીએ. અમે બંને નદી ના કિનારા જેવા છીએ જે સાથે વહી તો શકે છે પણ સાથે રહી નથી શકતા.
હવે મારા મામી થી ના રહેવાયું એટલે એ બોલ્યા, "દીકરી, આ તું શું વાત કરે છે? દીકરા હિમાંશુ નો તો વિચાર કર. આ કોઈ ઢીંગલા ઢીંગલી ની રમત નથી. તને નીરવ જોડે વાંધો શું છે?"
હજી તેઓ આ પ્રશ્ન પૂછી જ રહ્યા હતા ત્યાં જ નીરવકુમાર આવ્યા એટલે એમણે પોતાના સાસુ સસરા ને આવકાર આપ્યો. નીરવ પણ આવીને ત્યાં બેઠો. મારા મામા એ પ્રશ્નાર્થ નજરે જમાઈ ની સામે જોયું.
એટલે નીરવ બોલ્યો, "આમ તો અનેરી એ તમને બધી વાત કરી જ દીધી હશે પણ હું માત્ર એટલું જ ઈચ્છું છું કે, અત્યારે તમે અનેરી ને તમારી સાથે લઈ જાઓ. અત્યારે હું તમને વધુ કંઈ કહી શકું એમ નથી. યોગ્ય સમય આવશે ત્યારે હું જણાવીશ."
"નીરવ કુમાર કંઈક સમજાય એવી વાત કરો. દીકરા નો તો વિચાર કરો." મારા મામા એ કહ્યું.
"દીકરાનો વિચાર કરીને જ અમે બંને એ આ નિર્ણય લીધો છે. અત્યારે હું તમને વધુ કશું કહી શકું એમ નથી. અત્યારે તમે અનેરી ને તમારી સાથે જ લઈ જાઓ અને હિમાંશુ અહીં મારી પાસે જ રહેશે. અને યોગ્ય સમય આવશે ત્યારે હું અનેરી ને ફરી તેડી જઈશ પણ જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તમે એને અહીં મોકલતા નહીં." નીરવે ખૂબ જ દ્રઢતાથી જવાબ આપ્યો.
"પણ મા વિના દીકરો કઈ રીતે રહેશે?" મારા મામી એ પૂછ્યું.
"મેં જે પણ નિર્ણય લીધો છે એ ખૂબ સમજીવિચારીને જ લીધો છે. જો તમને મારામાં વિશ્વાસ હોય તો મારી વાત માનો."
હવે જમાઈ ની વાત માનવા સિવાયનો મારા મામા મામી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો.
અનેરી ને લઈ ને હવે મારા મામા મામી મીઠાપુર પોતાના ઘરે આવી પહોંચ્યા હતા.
*****
દેવિકા ક્લિનિક પર આવી. આજે ખૂબ પેશન્ટ હતાં. આજે દેવિકા ને બેસવાનો પણ સમય નહોતો. એ ખૂબ થાકી ગઈ હતી. કામ કરતા ક્યારે રાતનાં આઠ વાગી ગયા એની એને ખબર જ ના રહી. 8 વાગ્યા એટલે એ ક્લિનિક માંથી ઘરે જવા બહાર નીકળી ત્યાં જ સામેથી પ્રલય આવ્યો. એણે દેવિકા ને જોઈ એટલે એણે હાય દેવિકા કહી હાથ દેવિકા તરફ લંબાવ્યો. એટલે દેવિકા એ બે હાથ જોડીને કહ્યું, નમસ્તે પ્રલય. પ્રલય માટે દેવિકા નું આવું વર્તન અકલ્પનીય હતું.
દેવિકા એ ઘરે જવા માટે રૂમની બહાર પગ મૂક્યો કે તરત જ પ્રલય બોલ્યો, "આઈ લવ યુ દેવિકા." દેવિકા ના પગ ત્યાં જ રોકાઈ ગયા. એ પ્રલય તરફ આવી અને એણે એને એક સણસણતો તમાચો ચોડી દીધો અને તરત જ ત્યાંથી બહાર નીકળી ગઈ.
*****
દેવિકા ઘરે આવી. એ ખૂબ ગુસ્સામાં હતી. એ મનોમન બોલી રહી હતી. "એની હિંમત જ કેવી રીતે થઈ મને આવી રીતે કહેવાની?" એ ખૂબ ધૂંધવાઈ ને આમ થી તેમ આટા મારી રહી હતી. દેવિકા નું આવું વર્તન હજુ એના મમ્મી ને સમજાઈ રહ્યું નહોતું.
*****
શું પ્રલય દેવિકા ના જીવનમાં ખરેખર પ્રલય લાવશે? શું અનેરી અને નીરવ નું લગ્નજીવન બરાબર ચાલશે?
*****