Shikaar - 25 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૨પ

શિકાર
પ્રકરણ ૨૫
આકાશ બધાના ચહેરા વાંચતો બેઠો હતો... શ્વેતલભાઇ એકશન માં હતાં ફોન પર સુચનાઓ આપી રહ્યાં હતાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન આવતું જતું દેખાય તો મને તરત સુચના આપજે. આકાશ ને એ ખ્યાલ આવી ગયો કે મામા કાંઈક નવુ મોટું સાહસ કરવા માંગે છે પણ શું એ ખ્યાલ નહોતો આવતો... એ બધું ચુપચાપ સાંભળતો જોતો હતો. નવાઇ ની વાત એ હતી કે SD ચેલેન્જ આપી ને ય શાંતિ થી બેઠો હતો જ્યારે શ્વેતલ એનું કામ ત્વરાથી આટોપતો હતો... આજુ બાજુના પાંચ કિલોમીટર થી કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશે એની બધી માહતી કે કે પછી એક્શન ની તૈયારી હતી જ એની , પણ... અહીં પણ એક ભુલ હતી જ જે પહેલા થી અંદર હતાં એ વિસ્તારમાં એનું શું એ અંગે વિચાર કર્યો જ ન હતો...
હા રોહિત અમીન ને એમનો ભાણો આકાશ એ અંદર જ હતો... શ્વેતલ ની વ્યવસ્થા પર કારમો ઘા થવાનો એવો એને અંદાજ જ ક્યાં થી હોય આકાશને ય અંદાજ નહોતો કે મામા એના પર પણ વાર કરશે.....
શાર્પ અડધા કલાક પછી ફોન આવ્યો ,
SDએ ત્વરાથી ઉપાડી લીધો, " બોલો ક્યાં કેવી રીતે પહોંચાડુ રકમ ?"
"તમારી ઓફિસે એક ગેસ્ટ આવેલા છે લાલ રંગની કાર લઈને ...
હા! પાર્કીંગ માં જ છે એ કાર.... એ કાર ના માલીક .."
" હા તો એ લાલ કારનું શું? "
લાલ કાર સાંભળી શ્વેતલ સજાગ થયો પણ આકાશ તો ચમકી જ ઉઠ્યો....
"મારી કાર છે લાલ... " એ બોલી ઉઠ્યો પણ SDએ મોઢા પર આંગળી મુકી આગળ બોલતા અટકાવ્યો ..
"હા! એ છોકરા ની જ કાર ... સાંભળી લો પૂરૂ પૈસા એ કારમાં એ છોકરો લઇ ને નીકળશે ... અને પ્રોમિસ તારા કહેલાં મુજબ હું એટલા વિસ્તાર માંથી જ લઇ જઇશ રૂપિયા....
અને કાંઇ પણ ચાલાકી કરવી હોય તો એમ કરવાની છૂટ છે.... " કહી ફોન કાપી નાંખ્યો....
આકાશને ખબર હતી કે આ બધું શું છે પણ અણધાર્યું હતું એટલે અભિનય ઝાઝો મુશ્કેલ ન લાગ્યો ...
"આ બધું શું છે!? મારી કારની શી વાત છે !?કોનો ફોન હતો? "
એ SD ની એકદમ નજીક આવી ગયો વાત કરતાં કરતાં...
"જો આકાશ એવું કાંઇ ..."
"ના ગંભીર ન હોય તો શ્વેતલભાઇ ક્યારના આમ આઘા પાછા ન થતાં હોત... "
"અરે ભાઈ તુ ડર નહી હું બધુ મેનેજ કરી લઉં છું.."
શ્વેતલ ભાઇ આકાશનો ખભો પકડી ખોખલું કહી રહ્યાં હતાં એમને ફડક તો બેસી જ ગઈ હતી કે સામેનો વ્યક્તિ ગાડી નો રંગ સુધ્ધાં જોઇ ગયો છે એ માથે જ બેઠો હશે કદાચ!
SD એ વાત નો દોર સંભાળ્યો , " જો આકાશ આમ તો મારે કેટલાંક સમય થી આ વાત કરવી જ હતી પણ માહોલ નહોતો પણ હવે ટુંક માં કહુ તો એક વ્યક્તિ મને બ્લેકમેલ કરી રહ્યો છે... અને.. "
"શું ?? બ્લેકમેઇલીંગ એ ય SD નું ....? એ ય રાજકોટ માં????? "
આકાશના પ્રશ્નો આમ તો વાગતા હતાં બંને ને પણ હવે વાત ખોલવી પડે એમ જ હતી...
SD એ ટુંક માં બધું વૃતાંત કહી સંભળાવ્યું...
"પણ આખરે માણેકભુવનમાં એવું તો શું છે કે તમારે આમ.... "
"23જણાનાં મોત ..." આવું બોલતાં બોલતાં SD અટકી ગયો એકદમ એણે વાતને વાળી દીધી આકાશ આ વાત બહુ જુની છે રજવાડાઓના સમય ની અને હું ખાલી મારા દાદા ના નામે એ હવેલી છે એની કિંમત ચૂકવી રહ્યો છું એટલું જ અત્યારે કહી શકું છું બાકી બધું હું સમય આવે જણાવી દઇશ પણ તું અત્યારે અમને કો ઓપરેટ કર .... સવાલ પૈસા નો નથી પણ અત્યારે તું અમારી સાથે રહે બસ!... "
"હા! પાક્કુ એ નહી કહેવું પડે પણ મારે એ જાણવું તો પડશે ને કે કોણ છે કે જેને લાલ ગાડી ની આટલી ખબર છે? "
શ્વેતલભાઇ એ રણનીતિ બદલી એમણે પહેલાં પુરી રકમ ઓફિસમાં મંગાવી લીધી નીચે આખી કાર જોવડાવી લીધી ગાડીમાં કોઈ ન હતું ... બરાબર ચેક કર્યુ ....
પૈસા લઈને આકાશને આવવાનું હતું..
આકાશને ફરીથી ફોન આવે એટલે પૈસા લઈને નીકળવાનું હતું. થોડીવારમાં જ ફરી રીંગ વાગી...
"હા! તો એ છોકરાને પૈસા લઈને મોકલી દો એને કહો ગાડી લઈને રેસકોર્સ રોડ તરફ જાય ને SD હાઉસ ફરતે ના રોડ પર ગોળ ચક્કર મારે આગળ બીજી સૂચના એને મળી રહેશે. "
ફોન મુકાઇ ગયો . થોડીક દલિલ બાદ આકાશ તૈયાર થયો એક બેગમાં સમગ્ર રકમ લઇ એ ને શ્વેતલ પાર્કીંગ ભણી ગયાં બીજી બે ગાડી તૈયાર રખાવી હતી શ્વેતલ ભાઇ એ ,ગાડી પાસે જઇ બંને એ એકવાર જોઇ લીધું ગાડીમાં ચારે તરફ અંદર એકને કાંઇ ન જણાતાં મુસ્તાક થયો જ્યારે બીજી તરફ આકાશ ની આંખ ચમકી ઉઠી .શ્વેતલભાઇએ એને હાથનો ઇશારો કરી ગાડી માં બેસવા કહ્યું આકાશ ગાડીમાં બેઠો ત્યાં જ સુચના મળી," હું પાછળ ની ગાડીમાં પહોંચી જવું પછી સ્ટાર્ટ કર ને ડર્યા વગર ચલાવજે હા આ બાજુ જંકશન પ્લોટ કે આ બાજુ રેસકોર્સ ન વટતો હું પાછળ જ છું... "
આકાશે થમ્બ અપ કરી હકાર ભણ્યો અને શાંતિથી ગાડી સ્ટાર્ટ કરી, લોક હતી કાર એટલે બીજું કોઈ તો છેડછાડ ન કરી શકે પણ એના મામા રોહિતભાઇ અમીન તો ગાડીમાં આવી જ શકે એમની પાસે તો ઘણી બધી ચાવી રહેતી જ એમાં આ કારની પણ ...
પચાસેક મીટર દૂર પહોંચી ને આકાશ બોલ્યો ," મામા બહાર આવો... પ્રશ્ન એ નથી કે તમે ગાડીમાં કેમના આવ્યાં પ્રશ્ન એ છે કે તમે SD હાઉસ માં કેમના પહોંચ્યા .."
"આકાશ તને ખબર પડી ગઈ એમ ને? " પાછળ ની સીટ ઉંચી થઇ ને ત્યાં જ નીચે બેઠા રોહિતભાઇ...
"તમારો ભાણો છું મામા સીટ લોક નહોતી ને સહેજ અધ્ધર પણ હતી ખુણે થી "
" હા !જોયું? આપણે સ્પેશિયલ બનાવડાવેલી સીટ આજે કામ લાગી હું આજ સવારથી SD હાઉસ માં હતો માત્ર પહેલાં ફોન વખતે જ બહાર નીકળ્યો હતો બાકી ધર્મરાજ સિંહ ની એક ઓફિસ અહીં જ છે જેની ચાવી મારે હસ્તક હોય છે... હું અહીં ઘણીવાર આવ્યો છું પણ SD ને મળ્યો નથી ક્યારેય.... "
"સારૂં હવે આગળ શું વિચાર્યું છે?"
"મારે તને ઇજા પહોંચાડવી પડશે થોડો ગેપ વધારજે પાછળ ની ગાડીઓથી"
બેઠા બેઠા જ શર્ટ ની બાંય થી ચાકુ નો ઘા ખાલી છોલાય એમ માર્યો... આકાશની હળવી ચીસ નીકળી ગઈ... "શાંત દિકરા!! "બીજો ઘા ખભે આવ્યો ...
"ઓહ મામા કન્સ . ! "
આકાશ પીઙા સાથે હસતા બોલ્યો ..
"હા મારા કાના ...."
પાછળ ની ગાડીઓ થોડી દૂર થઈ ચૂકી હતી એ પહેલાં આકાશની હડપચી ને થોડુક ગળુ છોલાઇ ચુક્યુ હતું... ગાડી એકદમ ઉભી રાખી આકાશ બહાર કોઇ એ ધક્કો માર્યો હોય એમ પડ્યો... કણસતો અને શ્વેતલ પહોંચે એ પહેલાં એ ગાડી ઓઝલ થઇ ગઇ ... શ્વેતલ ભાઇ એ ગાડી ઉભી રાખી આકાશ બબડતો હતો...
"સાલો બુઢ્ઢો ખુસ્સટ આમ ચાકુ મરાય? મારો ચહેરો બગડ્યો તો છોડી નહી સાલા ને.... મારી ગાડી આાહહહહહહ! "
"શ્વેતલ ને જોઇ ને શું તમે પણ ચેક કરાવી હતી કાર પાછળ જ બેઠો હતો નાલાયક સાલા એ થાપે લાત મારીને પાડ્યો છે ને ઘસડયો ગાડી સાથે ..." આકાશ કાંઈક ઉગ્રતા થી બોલતો હતો....
શ્વેતલભાઇ બીજી ગાડી એ દીશામાં પીછો કરવા મોકલી પણ હવે થોડા હાથમાં આવે એ....
આકાશને ગાડીમાં લઇ એ દવાખાનામાં પહોંચ્યા ઘા ઉંડા નહોતા પણ લોહી તો ખાસુ નીકળ્યું જ હતું દવાખાનામાં જ સમાચાર મળ્યા કે ,
"જામનગર રોડ પર ગાડી છુટી મૂકી દીધા છે ને પણ પૈસા નહોતા ગાડીનું શું કરવું છે પોલીસને જાણ કરવી છે "
શ્વેતલે એમ ને એમ ગાડી મંગાવી લીધી ની પછી પોતે SD પાસે પહોંચ્યો....
(ક્રમશઃ...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED