Shikaar - 24 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૨૪

શિકાર
પ્રકરણ ૨૪
શ્વેતલભાઇ ને ફોન પર ગૌરી અને આકાશની મિલન ની બધી વાતો ફોન પર મળી હતી જો કે વધારે ખાસ ન ખબર પડી પણ એટલી જ ખબર પડી કે ગૌરી એની કારમાંથી ઉતરી આકાશને મળવા ગઇ હતી સામે થી અને આકાશ ને આલિંગન આપી દીધું હતું જો કે પછી અલગ થઈને થોડીવાર એમજ વાતો કરી હતી આશરે પછી ગૌરી એની કારમાં જવા રવાના થઇ ચુકી હતી ઘર તરફ...
*********** *************
આલિંગન માં થી છુટા પડી ગૌરી બોલી, " મને થતું જ હતું કે તું મારી પાછળ રાજકોટ આવીશ જ અને તને રાજકોટમાં જોઇ તનેઅંદાજ નથી કે હું કેટલી ખુશ છું? હાલ કયાંક જઇએ બહાર દૂર... "
"ગૌરી તું ગજબ છે બાકી..! "
"વખાણ જ કર્યા કે દાઢમાં બોલ્યો.? "
"આમ તો વખાણ તો નથી જ કર્યા પણ.."
તરત જ ખભા પર હળવો મુક્કો માર્યો ગૌરીએ.. આકાશ હસતો હતો.
"ગૌરી..... ગૌરી મારે તને ઘણું બધું કહેવું છે મારા વિશે મારા મામા વિશે આપણાં સંબંધો વિશે.."
"હા તો તારે કહેવું જ પડશે તારા ઘેર લઇ જવી પડશે તારા મામા જોડે મળવું પડશે એ બધું જરૂરી છે કાયમી સંબંધો માટે.... "
"હા! પણ હું તને એ જ કહેવા માંગુ છું એ માટે મારે થોડો સમય જોઇશે .."
ગૌરીના મુખે પ્રશ્નસૂચક રેખાઓ ઉપસી આવી...
"એટલે? "
"ગૌરી મામા ને હું એકવાર મળી લઉં પછી તને બધું જ કહી દઇશ તને મળાવડાવીશ પણ ખરો તું SDની દીકરી છે, એમ સીધું મળવા ન લઇ જવાય.."
હજી ગૌરી ને સમજાઇ નહી વાત... એનાં ચહેરા પર મુંઝવણ હતી. આકાશે એને જોઇ કહ્યું, "જો એક વાર મામા આપણાં સંબંધો માટે રાજી થઈ જાય ને એ લગભગ મારી ખુશી માટે એ માની જ જશે.. એમાં મીનમેખ નહી પણ એ રાજી થઈ જાય પછી તો આખી દુનિયા મારી સામે હશે તો ય હું લડી લઇશ તારા માટે .."
"પણ એમાં લડવાનું ક્યાં છે? "
" તારા પપ્પા માની જશે આપણા સંબંધો માટે?"
ગૌરીએ જો કે આ વિચાર્યું જ નહોતું, અરે SD ની સામે થવું પડી શકે એ વિચારે જ એને ધ્રુજારી છુટી ગઈ, આમ તો ગૌરી એ જે ચાહ્યું એ થયું હતું ગૌરી માટે SD પડ્યો બોલ ઝીલી લે એમ હતો પણ આ બાબત આખી અલગ હતી..... જો કે આકાશ માટે ના પાડવા જેવું કોઇ કારણ પપ્પા પાસે નહી જ હોય એવું ગૌરી માનતી..... છતાં.... ગૌરીને આમ સુન્ન થયેલી બેઠેલી જોઇ આકાશે એનાં ખભેથી પકડી ખેંચી ..
"ગૌરી શું થયું?વિશ્વાસ નથી મારા ઉપર? પ્લીઝ આમ ચુપ ન થઈ જા ... ચલ આપણે કયાંક બેસીને વાત કરીએ ....."
ગૌરી મક્કમતાથી બોલી ," આકાશ તું તારાં મામા ને મળી લે વાત કરી લે હું પણ એક વાર પપ્પા નું મન જાણવા પ્રયત્ન કરીશ આ બાબતે... સારૂં ચલ આજે હું અમદાવાદ જવાની છું અમદાવાદ જ મળીશું આપણે...." બોલીને એણે દરવાજો ખોલી નાંખ્યો...
"ગૌરી !..." આકાશે એનો હાથ પકડી લીધો... અને કહ્યું, હું તને ખરેખર દિલનાં ઉંડાણથી ચાહું છું આગ લવ યુ... "
ગૌરીએ સહેજ હસી ને કહ્યું , " હું પણ... " ને આકાશ નાં કપાળ પર હળવું ચુંબન આપી નીકળી ગઈ કારમાંથી... જતાં જતાં કહેતી ગઈ.. "કાલે મળીએ અમદાવાદ ..!"
આ બાજુ મામા રાજકોટમાં રેહવાનું કહી ગયાં છે ને આ બાજુ ગૌરી અમદાવાદ બોલાવે છે..
" ઉફફફ્ જીંદગી....! જો કે જીંદગી સારી જ તો હતી માબાપ છીનવી લીધાં તો મામા મળ્યા બે ય ની કમી પૂરે એવાં... હા એ જ મામા રહેવાનું કહી ગયાં પણ મામા રહેવાનું કહી ગયાં છે રાજકોટ બહાર જવાની ના નથી કહી... અમદાવાદ જ ઇને પાછો આવીશ રાજકોટમાં જ.... "
આકાશ વિચારતાં ગણતરી માંડતો રહ્યો...
"હા! કાલે બપોરે અમદાવાદ જ પણ આજે તો શ્વેતલભાઇ ને SDને મળી લઉં કદાચ અમદાવાદ જવાનો મેળ ન પડે તો...? "
**************** ******************
શ્વેતલ અને SD કાલે સંદિપભાઈએ આપેલી માહિતી અને સુચના પર ચર્ચા કરતાં હતાં ત્યારે શ્વેતલે આકાશની ગૌરી સાથે ની મુલાકાત ની વાત કરી
SD હવે આકાશ અંગે ગંભીરતાથી વિચારજો એ રાજકોટ આવ્યો છે પાછો અને આજ સવારે જ એ ગૌરીને મળ્યો પણ ખરાં અને એ મુલાકાત ગાઢ હતી ..."
"એટલે? "
શ્વેતલે સવારની મુલાકાત ની વાત કરી...
SDએ કહ્યું , " એને બોલાવી લે .."
"એ લગભગ આ વશે જ એ કાલે મને મળ્યો હતો તમને મળવાનું કહેતો હતો જમીન માટે "
"સારૂં આવે એટલે કહેજે... "
અને લગભગ સાડા અગિયાર આસપાસ આકાશ SD ની ઓફીસમાં પહોંચ્યો; એ વખતે SD
મીટિંગમાં અને શ્વેતલ રિસેપ્શન પાસેની એની ઓફીસમાં એણે આકાશ ને જોયો રિસેપ્શન પર ઇન્ટરકોમ કરી બોલાવી લીધો.
"આવ આકાશ તારી જ રાહ જોતો હતો SD સાથે મારે વાત થઇ ગઇ છે એ જમીન ની સામે જ SD નો પટ્ટો છે એટલે અમે જ લઇ લેશું એ જગ્યા .. તું ક્યાં પારકો છે તને તારો નફો મળી રેહશે .."
"SD નથી ઓફિસમાં ...?"
"છે ને .. એ મીટીંગમાં છે બેંક વાળા આવ્યા છે"
લગભગ પંદરેક મિનિટ પછી બંને SD ની કેબીન તરફ ગયાં પણ રિસેપ્શન પાસે પહોંચતા જ કુરિયર આવ્યું, એન્વલોપ જોઇ આકાશ સમજી ગયો કે શું છે અંદર....
શ્વેતલે ચીલ ઝડપ થી એ કવર લઇ લીધું કવર પર થી અંદાજ આવી જ ગયો હતો કે કોણે મોકલ્યું હશે પણ કવર આ વખતે મોટું હતું....
એ કવર લઇ SD ની કેબીન માં ઘસ્યો આકાશ ને એણે રોક્યો ન હતો એ ય પાછળ પાછળ કેબિનમાં દાખલ થયો..
શ્વેતલે જઇ તરત કહ્યું," આ બાકી હતું તે આ ય ઉમેરાયું .."
SDએએની તરફ પછી જોયું પહેલા આકાશ ને અંદર આવતો જોયો... પછી શ્વેતલને સહેજ ઠપકાભરી નજરે જોયું.
શ્વેતલ ને પછી ખ્યાલ આવ્યો કે આકાશ ને રોકવો જોઈતો હતો બહાર જ પણ હવે અર્થ નહોતો ...SD ને આશ્વસ્ત કર્યા કે તમે ય આમે સાથે લેવાનું કહેતાં જ હતા તો પછી...
SD એ એન્વલોપ ખોલ્યું, અંદર એક પીળો પડી ગયેલો કાગળ હતો પણ જે લિસ્ટ હતું એ SD ને ચોંકાવનારૂં હતું, બધા રજવાડા ઓખા સભ્યો નાનામ સામે એમની જણસ જે લગભગ ઓરિજિનલ પ્રમાણે નું હતું આંકડા ભલે એક્ઝેક્ટલી નહી હોય પણ હતું સેમ ટુ સેમ લખાણ ને ગુંથણી....
SDએ બીજો પત્ર ખોલીને વાંચ્યો,
સામજી દામજી માણેક,
ભાઇ, સાથે નું બીડાણ અસલી નથી જ એ તો હું જ કહી દઉં, જો કે, જરૂરી પણ નથી અસલ ની આ બધી જણસો સામે મારી કિંમત તો કાંઈ જ નથી ચલો વધું નહી ગુંચવુ મારો કોલ આવશે જ રાહ જોશો
આભાર...
SD ના ચહેરા પર જબરદસ્ત આઘાત દેખાતો હતો .... સાલુ જે ઘટનાનું કોઈ સાક્ષી જ નહતું તેની સમયે સાહેદી ક્યાં થી ઉભી કરી? આનું તો કોઈ સાક્ષી નહી હોય.... એને યાદ આવ્યું અચાનક કે હા આની એક એક નકલ બધાં જ સંમેલીતર રાજ કુટુંબના સભ્યો જોડે હતી જ એમાનું કોઈ જાગ્યું હશે ?? કોણ હશે આ? આને હવે ખુલ્લી ને સામે આવવું પડશે ... SD નાં દાંત ભીંસાયા પણ પછી આકાશ પર નજર પડી એની... એકદમ નોર્મલ થઇ આકાશને બોલાવ્યો...
'આવ આકાશ બેસ ને ઉભો કેમ છે? ..."
આકાશ ચહેરો નોંધતો ઉભો હતો એણે સામે કહ્યું ,"મારે કોઇ ગંભીર કામ નથી, કાંઇ ખાસ કામ હોય તો પતાવી લો હું થોડીવાર બહાર બેસું ..!"
"અરે ના ના બેસ, એ બધું તો હાલ્યા કરશે, તારા પેપર્સ શ્વેતલે જોઈ લીધાં છે આમ તો ત્યાં સળંગ પટ્ટો છે જ મારે તું તારી કિંમત લઇ ને નીકળી જાં ગુંચવણ અમે ખોલી લેશું... લેવડદેવડ કિંમતની વાત શ્વેતલ જોડે જ કરી લેજે .."
"બસ તો પછી બીજું તો ખાસ કાંઇ કહેવાનું થતું નથી .."
"કાલુપુર માં તે ઓફિસ શરૂ કરી એવું શ્વેતલ કહેતો હતો .."
"હા! એમણે મને તમારી કંપની ની ઓફર કરી હતી પણ મારે મોટા ભાગે ઈન્ડસ્ટ્રીઝ ક્લાયન્ટ છે એટલે... "
"હા! તો અમારી બીજી ઊપરી પ્રોટીન પ્રોડક્ટ ને એમીનો એસિડમાં રસ પડે તો જોઇ લેજે "
શ્વેતલ તરફ ફરી કહ્યું," આને શાહ સાહેબ સાથે મુલાકાત કરાવી દેજે ...."
આટલી વાત ચાલતી હતી ત્યાં જ ફોન રણકી ઉઠ્યો શ્વેતલ ઉપાડે એ પહેલાં જ ત્વરાથી SD એ ફોન ઉપાડી લીધો ,
"હેલ્લો .."
"લાગે છે ફોન ની જ રાહ જોવાતી હતી.."
"મુદ્દા પર વાત કરો."
"ઓકે! રૂપિયા પચ્ચીસ લાખ..."
"SD અડધેથી કાપીને ," ના દઉં તો? "
"એ ઓપ્શન નથી દોસ્ત તારી પાસે "
"એમ ?"
"હા "
"જોઇએ તો તો"
પછી સહેજ અટકી ને
"એક કામ કરીએ હું આપી દઉં પણ કુરીયર આંગડીયુ નહી હાથોહાથ જ આપીશ."
"ઓહો રમત રમવી છે એમ ને? રૂપિયા તૈયાર રખાવો અડધો કલાક માં હું પોતે લઇ જવા નો છું "
"રૂપિયા પાંચ મિનિટ પછી આવીશ તો ય મળી જશે પણ... SDhouse ના આસપાસના સો મીટરની અંદર આવી લેવા પડશે..."
"ડન ...!"
ફોન મુકાઇ ગયો ....
"શ્વેતલ !પચ્ચીસ લાખ ને તારા માણસો રેડી કરી દે."
પહેલીવાર આકાશને ચિંતા થઇ એને ખબર નહોતી કે મામા શું કરશે? એને એ ય ખબર નહોતી કે SD શું કરશે???
(ક્રમશ:....)













બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED